રાજેન્દ્રકુમાર ભવાન ભરવાડનો કેસ
અત્યાર સુધી સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરવાનો નરેન્દ્ર મોદીનોે વિક્રમ
ભગવાન જગન્નનાથ જ્યારે નગર ચર્યા માટે નીકળે ત્યારે રાજા તેમનો રસ્તો સાફ કરવા માટે આવે છે, તેવી પરંપરા પુરીમાં ચાલે છે. પહિંદ વિધિ મુખ્ય પ્રધાન સોનાની સાવરણી લઇને ભગવાનનો રસ્તો સાફ કરે છે. સૌથી વધુ વખત પહિંદ વિધિ દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીનો છે. તેમણે સતત 12 વર્ષ સુધી જગન્નાથમંદિરની રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી. હવે તેમના જ પક્ષના નેતાઓ જદન્નાથ મંદિરની જમીનો લઈ રહ્યાં છે. મંદિરનું હરામ હોય છે. પણ અહીં તો ભાજપ પોતે જ જમીનો હડપ કરી રહ્યું છે.
ચિરાગ ભરવાડની ફરિયાદ
31 જાન્યુઆરી 2019માં ચિરાગ નાકુભાઈ ભરવાડે પીપળજ ગામના રાજુ ભવાન ભરવાડ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 10 સત્તા સમક્ષ ફરિયાદ કરી હતી કે, વટવા નજીકના પીપળજ ગામની સરવે નંબર 52, 53-અ, 174ની ખેતીની ગાયોના ઘાસ માટેની જગન્નાથ મંદિરની જમીન ખરીદી છે. ચેરીટી સમિશનરની ખોટી પરવાનગી મેળવીને ખોટા શોગંદનામા કરીને આ જમીન ભાજપના કોર્પોરેટર દ્વારા પોતાના નામે કરી લેવામાં આવી છે. આ કોર્પોરેટરે લાંભા વોર્ડમાં સરકારની ઘણી જમીન તથા અમદાવાદ મહાનગર પાલિકાની જમીન પર દબાણ કરેલા છે જમીનો વેચી દીધી છે.
લાંભા વોર્ડના ભાજપના આ કોર્પોરેટર દ્વારા ખોટી રીતે ગ્યાસપુર, પીપળજ, કમોડ, શાહવાડી, રાણીપ, સઈજપુર-ગોપાલપુર ગામની જમીન દાદાગીરી કરીને તથા લુખ્ખા તત્વો દ્વારા કબજા મેળવેલા છે. કબજો જમાવીને તેને વેંચી મારી છે.
અગાઉ પર શાહવાડી રે.સ.નંબર 343 સરકારી જમીન બારોબાર પ્લોટીંગ કરીને વેચાણ આપી દીધી હોવાનો આરોપ પણ ચિરાગ દ્વારા કરવામાં આવ્યો છે.
ભાજપના આ કોર્પોરેટર ભ્રષ્ટાચારી અને માથાભારે હોવાથી તેમની સામે કોઈ બોલી શકતું નથી. તેમ છતાં મારા જીવના જોખમે મેં આ ફરિયાદ વડાપ્રધાન સમક્ષ કરી છે. તેથી મંદિર અને સરકારી તથા અર્ધસરકારી જમીન પરત મેળવી તે સરકારની મિલકત જાહેર કરવા અને આ અબજો રૂપિયાના જમીન કૌભાંડ અંગે તપાસ કરવા માટે કાર્યવાહી કરવાની મારી માંગણી છે.

ધર્મસ્થાનને ભ્રષ્ટ કર્યું
રથયાત્રામાં 17 હાથી, 101 ટ્રક જોડાય છે. ભગવાન રથયાત્રામાં સાડા નવ કિલો સોનાના મુગટ પહેરીને નીકળે છે. જે અમદાવાદમાં બનાવવાના બદલે બનારસ બનાવેલો છે.
અમિત શાહ આવ્યા
2019માં ભગવાન જગન્નાથજીની આ 142મી રથયાત્રાનું પર્વ અમદાવાદનાં ભક્તો પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયું હતું. વહેલી સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એમના પત્ની સોનલ શાહ સાથે ભાગ લીધો હતો.
1876થી લોકોને સામેલ કરી મિલકતો વસાવી
1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે. દરેક ધર્મના લોકો ભક્તિભાવપૂર્વક અને રંગેચંગે ભગવાનને આવકારતા રહ્યા છે.
રામાનંદી પંથ કે બીજું કંઈ
લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા હતા.
એક બીજા પર સરકારી ખો
આ ફરિયાદ બાદ 21 જૂન 2019માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના મદદનીશ નિયામક એ. જી. ઘાસુરાએ ગુજરાતના શહેરી વિકાસ વિભાગને જમીન કૌભાંડો અંગે રાજેન્દ્રકુમાર ભવાન ભરવાડ સામે તપાસ કરવા માટે જણાવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે તપાસ કરવાના બદલે અમદાવાદ મહાનગર પાલિકામાં કમિશ્નરને તપાસ કરવા ખો આપી હતી. શહેરી વિકાસ વિભાગના વિભાગીય અધિકારી જે. જે. વાઘેલાએ આદેશ કર્યો હતો કે, વિગતો તપાસી કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકરણનો નિકાલ કરવામાં આવે એટલે તે અંગેની જાણ લાંચ રૂશ્વત વિભાગ અને શહેરી વિકાસ વિભાગને કરવા જણાવાયું હતું.
 ગુજરાતી
 ગુજરાતી English
 English