3 નવા પુલ શરૂં થતાં જ અમદાવાદમાં 55 પુલ થઈ જશે

રાજય સરકારે સાત ફલાયઓવર ની સાથે બે રેલવે બ્રીજ માટે પણ મંજૂરી આપી છે. જેમાં જગતપુર અને મણીનગર નો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગર પાલિકામાં આગામી બજેટમાં ફલાયઓવર તથા રેલવેબ્રીજ માટે ઓછી રકમ ફાળવવામાં આવશે. સાત બ્રીજ માટે રૂ.૩૩પ કરોડની ફાળવણી કરી હતી જે પૈકી ચાલુ વર્ષે દસ ટકા લેખે રૂ.૩૩.પ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

રાજય સરકારે નાણા ર૦૧૯-ર૦ના બજેટમાં અમદાવાદ શહેર માટે ર૦ ફલાયઓવર ની જાહેરાત કરી હતી. તે પૈકી સાતને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં વિવેકાનંદ નગર રીવરબ્રીજ (ચારલેન), ઘોડાસર જંકશન (ર ગુણ્યા ર લેન), વાડજ જંકશન (ચારલેન), પલ્લવ જંકશન (ર ગુણ્યા લેન), સત્તાધાર જંકશન (ચારલેન) નરોડા પાટીયા જંકશન (૩ ગુણ્યા ર લેન) તથા પ્રગતિનગર જંકશન (ર ગુણ્યા ર લેન) નો સમાવેશ થાય છે. સાત ફલાયઓવર, રીવરબ્રીજની જાહેરાત કરી છે તેની ટેન્ડર પ્રક્રિયા ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે.

ઘોડાસર જંકશન અને મણીનગર રેલવે બ્રીજના કામ હજી શરૂ થયા નથી. આ બંને બ્રીજના કામમાં સ્થળ ફીઝીબીલીટીના કારણે વિલંબ થયો છે. ઘોડાસર જંકશનના ફલાયઓવર માટે ડીઝાઈન તૈયાર કરી રહ્યા છે. રાજય સરકારે ઘોડાસર ફલાયઓવર માટે જાહેરાત કરી હોવાથી અમપા પર આર્થિક ભારણ ઘટશે.

મણીનગર (પૂર્વ)માં હાલ ૧ર મીટર રોડ છે. તેમાં રી-ડીપી નો અમલ કરવામાં આવે તો પણ ૧૮ મીટરથી વધુ પહોળાઈ મળી શકે તેમ નથી. જયારે બ્રીજ માટે ઓછામાં ઓછી રર મીટર પહોળાઈ જરૂરી છે. ૧૦થી ૧પ ફૂટ સુધીની તોડફોડ કરવી પડે તેમ છે. જેના કારણે મણીનગર રેલવેબ્રીજ માટે હાલ કોઈ આયોજન થાય તેવી શકયતા નહીંવત છે.

ત્રણ નવા બ્રીજના લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાં સીમ્સ રેલવે બ્રીજ, વિરાટનગર તથા રાજેન્દ્રપાર્ક બ્રીજનો સમાવેશ થાય છે. સીમ્સ રેલવે બ્રીજ માટે રૂ.૭૦ કરોડ, વિરાટનગર માટે રૂ.૪૬ કરોડ તથા રાજેન્દ્રપાર્ક બ્રીજ માટે રૂ.૮ર કરોડનો ખર્ચ થયો છે. શહેરમાં હાલ કુલ પપ ફલાયઓવર, અંડરપાસ, રેલવે તથા રીવરબ્રીજ છે. ર૦ર૦માં વધુ ચારનો સમાવેશ થશે.

ર૦ર૦માં અજીતમીલ જંકશન ફલાયઓવરનું પણ લોકાર્પ્ણ કરવામાં આવશે. ખોખરા રેલવેબ્રીજનું કામ પૂર્ણ થતા વાહનચાલકોને રાહત થશે. નરોડા રેલવે ઓવરબ્રીજનું કામ ર૦ર૧ માં પૂર્ણ થશે.

રીંગરોડ

પ૬ કી.મી. લંબાઈનો રીંગ રોડ ઔડા દ્વારા બનાવવામાં આવ્યો છે. જેના પર ત્રણ સ્થળે ટોલ બુથ મુકવામાં આવ્યા છે. એેસ.પી.રીંગ રોડની યોગ્ય દેખરેખ થતી ન હોવાથી ટોલટેક્ષની રકમ ઔડામાં જમા થશે તે મતબલનો પરિપત્ર થોડા દિવસો પહેલા જ થયો છે. ઔડાની માલિકીના એસ.પી. રીંગ તૈયર થયેલ ફલાય ઓવરનો ખર્ચ પણ રાજ્ય સરકારે ભોગવ્યો છે. આમ, એસ.પી. રીંગ રોડના નિર્માણ અને નિભાવની કોઈ જ જવાબદારી મ્યુનિસિપલના શીરે નથી. તેથી રીંગ રોડના ૧૮ જંકશનો પર રૂ.સાત કરોડના ખર્ચેથી તૈયાર થનાર ટ્રાફિક સિગ્નલના ટેન્ડર અને ઈન્સ્ટોલેશનના કામ અમપા કરશે.

એસ.પી. રીંગ પરના ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ પાંચ જંકશનો પર ફલાયઓવર બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. તથા ઓઢવ (કઠવાડા) ખાતે ફલાય ઓવર કાર્યરત થઈ ચુક્યો છે. જ્યારે અન્ય ચાર જંકશનો પર ફલાયઓવરના કામ ચાલી રહ્યા છે. એસ.પી.રીંગ રોડ પર સ્થળ પરિસ્પથિતિને ધ્યાનમાં લઈ એકાદ બે સ્થળે અંડરપાસ પણ બની શકે છે.