અમદાવાદની 3 પેઢી 73 વર્ષ જૂની વિન્ટેજ કારમાં 12,000 કી.મી.નો 16 દેશોનો પ્રવાસ કરશે

अहमदाबाद की 3 पीढ़ियाँ 73 साल पुरानी विंटेज कारों में 16 देशों में 12,000 किमी की यात्रा करेंगी, 3 generations of Ahmedabad to travel 12,000 km across 16 countries in 73 year old vintage car

અમદાવાદ, 10 ઓગસ્ટ 2023

1950ની બ્રિટીશ વિન્ટેજ કાર 1950 MG YT – લાલ પરીમાં પ્રવાસ કરીને ભારતથી લંડન સુધીનો 12,000 કી.મી.નો 16 દેશોનો પ્રવાસ કરશે. બે વર્ષથી તેની તૈયારી કરવામાં આવી રહી હતી. 15મી ઓગસ્ટ 2023થી મુંબઈથી કારને ફ્લેગ ઓફ કરશે. ક્યારે પહોંચીશે તે નક્કી નથી. છતાં અંદાજે 60 કે 90 દિવસ થશે. કાર બ્રેકડાઉન થઈ તો દિવસો વધી જાય. 16 દેશોની મુસાફરી કરીને ઈન્ડિયાથી ઈંગ્લેન્ડ પહોંચશે.
મુંબઈથી, વિન્ટેજ કારને તેના સપોર્ટ વ્હીકલ સાથે દુબઈ લઈ જવામાં આવશે.
દુબઈથી કાર ચલાવીને દમણ તેના 75 વર્ષીય પિતા, 21 વર્ષીય પુત્રી અને મિત્રો અને પરિવારના એક જૂથ સાથે અમદાવાદથી લંડનની એબિંગ્ડન ફેક્ટરીમાં જશે. આંતરરાષ્ટ્રીય સફર કરીને ફેક્ટરીમાં કાર બની હતી ત્યાં ફરી જશે.

શરૂઆત
પ્રવાસની શરૂઆત અમદાવાદથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી શરૂ કરવામાં આવશે. યુએઈ, ઈરાન, અઝેરબીજાન, જ્યોર્જિયા, તુર્કી, બલ્ગેરિયા, નોર્થ મેસેડોનિયા, આલ્બેનિયા, મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, ઈટલી, સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, જર્મની, બેલ્જીયમ અને ફ્રાન્સનો સમાવેશ થશે. પ્રવાસનું સમાપન યુનાઈટેડ કિંગ્ડમ ખાતે થશે.

કાર નહીં ચાલે
ભારતથી પાકિસ્તાન અથવા ચીન જવા માટે માર્ગો બંધ છે. તેથી કારને મુંબઈથી દુબઈ શિફ્ટ કરશે. દુબઈથી બાયરોડ ઈરાન, અઝરબૈજાન, જ્યોર્જિયા, તુર્કિયે, ગ્રીસ, બલ્ગેરિયા, નોર્થ મેસેડોનિયા, ક્રોએશિયા, ઈટલી, સ્વિત્ઝરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને પછી યુકે સુધી પહોંચશે. દિવસના 200થી 250 કિલોમીટર ચાલશે. ઈરાનમાં 10 દિવસમાં 2000 કિલોમીટર અંતર કાપશે. તુર્કિયેમાં 10 દિવસમાં 1500થી 2000 કિલોમીટર કાપશે. યુરોપમાં બહુ નાના દેશો હોવાથી બેથી ચાર દિવસ થશે. મહત્તમ ઝડપ 60 કિલો મીટર હોવા છતાં, 35 કિલો મીટરની આરામથી મુસાફરી કરશે.

કાર
કારની ખૂબીએ છે કે જે જુવે છે એ લોકોમાં સ્મિત સાથએ અચરજ થાય છે. 73 વર્ષી જૂની વિન્ટેજ કારની સફર માટે તૈયાર કરીવા માટે વિશ્વભરમાંથી દુર્લભ સ્પેરપાર્ટ્સ મેળવવામાં આવ્યા હતા. લાલપરીને સંપૂર્ણ રિસ્ટોર કરી છે. એટલે કે ટેક્નિકલ જે કંઈ પણ કારમાં પ્રોબ્લેમ આવે તો કાર વચ્ચે રોકાય નહીં ને અમે અમારી મંજિલ સુધી પહોંચી શકીએ. એટલા માટે તેઓ પણ અમારી સાથે છે. રોકાણ દરમ્યાન સોલાર પેનલ્સનો ઉપયોગ કરશે. કારના 99 ટકા પાર્ટસ બદલી નાંખવામાં આવ્યા છે.
1950માં કાર ફેક્ટરીમાં બની હતી. જે 1979માં અમદાવાદમાં રૂ.5 હજારમાં ખરીદવામાં આવી હતી. એક વાર્તા પરથી તેનું નામ લાલ પરી રાખવામાં આવ્યું હતું.

બીજી કાર આયાત કરી
દુનિયામાં આવું મોડેલ 100થી 125 જેટલા છે.
સામાન્ય રીતે વિન્ટેજ કાર વીસ કિલોમીટરથી વધુ ચાલતી નથી, કેચલાવતું નથી. કેનેડામાંથી આવી જ વિનેટેજ કાર શોધીને ગુજરાતમાં આયાત કરી હતી. પાર્ટ્સ માટે તે કાર ખરીદી. કાર ઉપર જ્વેલર સી. ક્રિશ્ના ચેટ્ટીએ એક્સક્લુઝીવ સિલ્વર હુડ ઓર્નામેન્ટથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દર્શાવી ડિઝાઈનીંગ કર્યું છે .

ખર્ચ કેટલો?
નક્કી નથી. તો પણ સહેજે એક દિવસનો રૂ.5 હજારનો ખર્ચ શકે એવો અંદાજ અગાઉ પ્રવાસ કરી ચૂકેલા લોકોના અનુભવ પરથી કહી શકાય. રહેવા અને જમવા માટે જ્યાં જરૂર પડે ત્યાં ટેન્ટ, સ્લીપિંગ બેગ અને જમવાનો સામાન રાખે છે.

કારની કિંમત
73 વર્ષ જુની 1950ની એમ જી વાયટી મોડેલની કાર.
લાલપરી કાર સાથે દામન માત્ર ત્રણ વર્ષની ઉંમરના હતા, ત્યારથી સંકળાયેલા છે. પરણવા માટે દામન લાલપરીને જાનમાં લઈને ગયા હતા. દામન અને તેમના પરિવાર માટે આ કાર અમૂલ્ય રહી છે. દુનિયામાં આ પ્રકારની વિન્ટેજ કારની કિંમત 15થી 20 હજાર ડોલર છે.

તૈયારી
પરિવારના લોહીમાં પ્રવાસ છે. મિકેનિકલી કમ્પ્લીટલી તૈયાર છે તે ચકાસવા ચાર મહિના હજાર કિલોમીટર 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં ચલાવી હતી. દોઢ-બે ફૂટ પાણીમાં ચલાવી હતી. માઉન્ટ આબુ પર્વત પરના તીવ્ર ઢાળ પર કાર ચલાવી હતી. ટેસ્ટિંગ કરતી વખતે એન્જિન ફેલ થઈ ગયું હતું. પાર્ટ્સ ન હોવાથી, લંડન જઈને ત્યાંથી પાર્ટ્સ લાવવામાં આવ્યા હતા.
તૈયારીઓ 2008-09માં શરૂ કરી દીધી હતી. 2017-18માં કારનું સંપૂર્ણ ઓવરઓલ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરિવારે જૂના ફોર-વ્હીલરની કાર્યક્ષમતા ચકાસવા માટે જયપુર, કચ્છ, મૈસુર અને અન્ય સ્થળોએ પ્રવાસ કર્યો હતો.

ટીમ
ટીમનું નેતૃત્વ કરી 50 વર્ષીય દમન ઠાકોર છે. તેમના પિતા દેવલ અને તેમની દિકરી દેવાંશી છે. ડોક્યુમેન્ટરી, આર્કિટેક્ચરલ ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા વિનય પંજવાણી તથા વિન્ટેજ કાર નિષ્ણાંત મુકેશ બારરીયા પ્રવાસમાં છે. મિત્ર વિનય પંજવાણી. છેલ્લાં 20 વર્ષથી અલગ-અલગ ટૂર સાથે કરેલી છે.
પ્રવાસ દરમ્યાન આ ટીમ તેમના માર્ગમાં આવતી વિન્ટેજ કાર ક્લબની મુલાકાતપણ લેશે.

મિનિબસ સાથે
73 વર્ષીય રોડસ્ટરની સાથે સપોર્ટ કાફલો, ટાટા વિંગર મિની બસ હશે, જેને વિન્ટેજ કારના શોખીન મુકેશ બરારિયા અને ફોટોગ્રાફર વિનય પંજવાણી દ્વારા કુશળતાપૂર્વક ચલાવવામાં આવશે. મિનિબસ તંબુ, સ્પેરપાર્ટ્સ, ખાદ્ય સામગ્રી અને અન્ય પુરવઠો લઈ જશે. કેમ્પર વાનને લાલ પરી કી સહેલી નામ આપવામાં આવ્યું છે.

સંદેશ
ઓર્નામેન્ટલ એડીશન દુનિયાને ‘વન વર્લ્ડ, વન ફેમિલી’નો સંદેશ આપશે. રોડ ટ્રિપ છેક ઓક્ટોબરના મધ્યમાં પૂર્ણ થશે. ગુજરાત અને ભારતના લોકોવતી યુકેના લોકોને ભેટ તરીકે આપવામાંઆવશે.

લોકપ્રિય થઈ
અભિયાનની શરૂઆત થાય તે પહેલાં લાલ પરીને સોશ્યલ મિડીયા ઉપર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં ફેસબુક ઉપર 62 લાખ તથા યુટ્યુબ પર 12 લાખ વ્યૂ પ્રાપ્ત થયા હતા.

દામન ઠાકોર
50 વર્ષની ઉજવણીમાં યાત્રા. અર્થમૂવિંગ ઈક્‍વીપમેન્‍ટ્‍સની એજન્‍સી ચલાવ દામન છે.
સાહસિક યાત્રામાં ધગશ, ધૈર્યની સાથોસાથ ધન પણ જોઈએ જ. દામન ઠાકોર સાહસિક ટ્રાવેલર છે. તેઓ પૈતૃક બિઝનેસનાં 50 વર્ષ થવાનાં હોવાથી 12 હજાર કિલોમીટર લાંબી રોડ મુસાફરી કરશે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહે છે. જેસીબી મશીનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ટ્રાવેલ અને વિન્ટેજ કારનો ખૂબ શોખ ધરાવતા દામનભાઈ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી અને સામાન્ય લોકોને મળવાના પ્રેમી પણ છે. તેમના બે મુખ્ય શોખમાં વિન્ટેજ કાર અને ટ્રાવેલિંગ છે. આ ઉપરાંત તેઓ ટેનિસ પ્લેયર પણ છે. તેમણે કેનેડામાં ટેનિસ પણ શિખવાડ્યું છે. અમેરિકામાં થન્ડરબર્ડ યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ માર્કેટિંગમાં તેઓ માસ્ટર ડિગ્રી મેળવી ચૂક્યા છે. બે વર્ષ અમેરિકામાં કામ પણ કર્યું છે. પિતા બિઝનેસમેન છે. મોટી પુત્રી અભ્યાસ કરી રહી છે. નાની પુત્રી જિમ્નાસ્ટ છે. દામનભાઈની સાથે-સાથે તેમનાં પત્ની અને માતા પણ બિઝનેસ કરી રહ્યાં છે. જેમાં કંપનીનું ફાઈનાન્સથી લઈને આખી કંપની તેઓ સંભાળે છે.
દામન ઠાકોર ત્રણ વર્ષના હતા ત્યારે જ બાય રોડ ભારતદર્શન કર્યું હતું. તેમનાં માતા-પિતા વર્ષ 1970માં લગ્નગંથિથી બંધાયાં બાદ હનીમુન માટે 45 દિવસ કાર ચલાવીને અમદાવાદથી કાશ્મીર ફરવા ગયાં હતાં. વર્ષ 2000માં લગ્ન થયા ને પિતાની માફક તેઓ પણ પત્ની સાથે અમદાવાદથી કન્યાકુમારી માર્ગ પર ફરવા નિકળ્યા હતા. 30 જેટલાં દેશોની યાત્રા કરી છે.

દાદાની ભૂમિકા
દામનના દાદા મિકેનિક હતા. ઇન્સ્યોરન્સ સર્વેયર હતા. પિતા પણ ઈન્સ્યોરન્સ સર્વેયર હતા. જ્યાં અકસ્માત થાય ત્યાં, સમગ્ર ગુજરાતમાં ગાડી પર કે મોટરબાઈક પર ફરવાનું રહેતું હતું. 6થી 8 કલાક ગાડીમાં બેસીને ફરવાની ખૂબ સામાન્ય વાત છે. દામન ઠાકોરના પિતા 30 દેશોની યાત્રા કરી ચૂક્યા છે. કેમ્પરવાનનું ડાઇવિંગ કરવાનો છે.

વિઝા
યુકે, શેંગેન, તુર્કિયે, ઈરાન, અઝરબૈજાન, જ્યોર્જિયા એમ 6થી 8 જેટલાં વિઝા લીધા છે. વારંવાર શિડ્યુલ બદલાયું છે. યુએસના વિઝા હોય તો દુબઈમાં ઓન અરાઈવલ છે. અઝરબૈજાન અને જ્યોર્જિયામાં પણ તે પ્રમાણેની ફેસિલિટી છે. ફેસિલિટી એરપોર્ટ પર મળતી હોય છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરો તો જે-તે દેશના વિઝાના અરાઈવલની સુવિધા મળે, પરંતુ કાર લઈને જે-તે દેશમાં પ્રવેશવાના હોવાથી દેશની સરકાર સાથે વાતચીત કરીને વિઝા લેવા પડ્યા હતા.

હવામાન એક પડકાર
દુબઈ કે ઈરાનમાં 40 ડિગ્રી, યુરોપમાં 20થી 12 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર રહેશે. લંડનમાં 8થી 10 ડિગ્રી હશે.

ડોક્યુમેન્ટરી
કેમ્પરવાન ડિઝાઈન કરી છે. ડોક્યુમેન્ટરી શૂટ કરવા ફોટોગ્રાફીના સાધનો છે. માર્ગ પર ફરવાનો જે આનંદ છે એ એક અલગ જ લહાવો છે. લાલપરી જ્યાં જાય ત્યાં આનંદ અને સ્મિત આપે છે. વિન્ટેજ કારના અનોખા કલેક્શન અને લંડનના કનેક્શ છે. ફોટોગ્રાફર વિનય પંજવાણી સાથે છે.
પ્રસિધ્ધ ડોક્યુમેન્ટરી, આર્કિટેક્ચરલ ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા વિનય પંજવાણી તથા વિન્ટેજ કાર નિષ્ણાંત મુકેશ બારરીયા છે.

ગુજરાતી ખોરાક
પાવ ભાજી, હાંડવો, પુલાઓ અને પરાઠા જેવી વાનગીઓનો આનંદ લેવાનું આયોજન કરીને પ્રવાસ માટે ઘણાં બધાં તૈયાર ખોરાક સાથે ઇન્ડક્શન સ્ટોવ પેક કર્યો છે.