જમ્મુ કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહી દરમયાન 3 જવાનો શહીદ, સુરક્ષા દળોએ બે આતંકીઓને કર્યાં ઠાર

જમ્મુ કશ્મીરના કુપવાડામાં રવિવારે સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. તો સુરક્ષાદળોએ ઘુસણખોરી કરી રહેલા બે આતંકીઓને ઠાર કર્યાં છે. મળેલી જાણકારી પ્રમાણે કેટલાક આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ દરમયાન રવિવારે સવારે માછિલ સેક્ટરમાં સુરક્ષઆ દળોએ એક આતંકીએ ઠાર કર્યો છે. જ્યારે બે જંગલની તરફ ભાગ્યાં છે.

જવાનોએ મોરચો સંભાળતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બાકીના આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ દરમયાન છુપાયેલા આતંકીઓએ જીવનો પર હૂમલો કર્યો છે. તેમાં ત્રણ જવાનો શહીદ થયા છે. સવારે ઠાર થયેલા આતંકીઓની પાસેથી એક એકે અને બે બેગ મળી આવ્યાં છે.