30 દેશમાં ભારતીય મૂળના નેતાઓ રાજ કરે છે

27 ઓક્ટોબર 2022
મોરેશિયસ, ગુયાના, આયર્લેન્ડ, પોર્ટુગલ કે ફિજી હોય, ભારતીય મૂળના નેતાઓની લાંબી યાદી છે જેઓ આના જેવા અનેક દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ભારત સિવાય વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જેના મૂળના લોકો રાજ કર્યું હોય. હાલ 30 થી વધુ દેશો પર રાજ કરે છે. આજે ભારતીય મૂળના લોકો આજે ડાયસ્પોરા બની ગયા છે. હાલમાં ઈંગ્લેન્ડમાં રાજકારણમાં લગભગ 40 એશિયન અને અશ્વેત જાતિના સાંસદો છે.

2008 માં બરાક ઓબામા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે યુએસમાં બન્યું હતું. ઋષિ સુનક પહેલા પણ દક્ષિણ એશિયાઈ મૂળના નેતાઓ મોટા હોદ્દા પર આવી ચૂક્યા છે. તેઓ મંત્રી અને મેયર પણ બન્યા છે, જેમ કે પ્રીતિ પટેલ આ દેશના ગૃહમંત્રી છે અને સાદિક ખાન લંડનના મેયર છે.

બ્રિટન
ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો છે. બ્રિટન ઉપરાંત બીજા છ દેશોમાં મૂળ ભારતીયો રાજ કરી રહ્યાં છે. સાત વર્ષમાં તેઓ હવે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને અશ્વેત જાતિના વડાપ્રધાન બન્યા છે. બ્રિટનની કન્ઝર્વેટિવ પક્ષે બિન-શ્વેત અને ધાર્મિક લઘુમતીને દેશના ટોચના પદ માટે ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી.

ગયાના
ગયાના દેશના રાષ્ટ્રપતિ ઈરફાન અલીના પરિવારના મૂળ ભારતમાં છે. તેમનો જન્મ 1980માં ઈન્ડો-ગ્યાની પરિવારમાં થયો હતો. ગયાનાએ 2020માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ઘણા ઇતિહાસ રચ્યા હતા.

અમેરિકા
અમેરિકાના બીજા સૌથી શક્તિશાળી નેતા કમલા હેરિસ ભારતીય મૂળના છે. કમલાની માતા ભારતીય હતા. તેના પિતા જમૈકન ક્રિશ્ચિયન હતા. અમેરિકાના ઈતિહાસમાં તે પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે.

સિંગાપુર
સિંગાપુરમાં રાષ્ટ્રપતિ હલીમાહ યાકુબના પિતા ભારતીય હતા. યાકુબ સિંગાપોરના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ અનેક મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે.

સુરીનામ
સાઉથ અમેરિકનના સુરીનામ દેશમાં રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી ભારતીય મૂળના છે. તેમના પૂર્વજો ભારત સાથે જોડાયેલા હતા.

સેશેલ્સ
હિંદ મહાસાગરમાં 115 ટાપુ પૈકિ સેશેલ્સ દેશમાં એક લાખની વસ્તી છે. પ્રમુખ વાવેલ રામકલાવાન ભારતીય મૂળના છે. રામકલાવનના પૂર્વજોના મૂળ બિહારના ગોપાલગંજ સાથે જોડાયેલા છે.

મોરેશિયસ
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ ભારતીય મૂળના છે. તેમના પૂર્વજો ભારતના બિહાર રાજ્યના છે. થોડા સમય પહેલા તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારે તેઓ ગંગામાં તેમના અસ્થિ પધરાવવા માટે વારાણસી આવ્યા હતા.