માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાંથી ખેડૂતોને આપવા માટેના રૂ. ૩૦૦ના સબસિડીયુક્ત યુરિયા તથા પોટાશ ખાતરનું કોર્મશિયલ બેગમાં રિપેકિંગ કરી પાંચ ગણા રૂ.૧પ૦૦ના ભાવે વેચાણ કરવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે નંબર ૮ ઉપર માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલ સંજયભાઇ હરિભાઇ પટેલના પરિશ્રમ ફાર્મ હાઉસના ગોડાઉનમાં અમદાવાદ આર.આર.સેલની ટીમે દરોડો પાડીને રૂ. ર૬.૪૭ લાખનો મુદ્દામાલ કબજે લઇ ફાર્મ હાઉસ ભાડે રાખનાર અમદાવાદના શખ્સની અટકાયત કરી છે. સ્થળ ઉપર પોલીસે દરોડો પાડતાં ખેડૂતોને ફાળવવામાં આવેલા સબસિડીવાળા ઇફ્કો, કૃભકો, આઇપીએલ માર્કાની ખાતરનું અન્ય ટેક્નિકલ ગ્રેડ યુરિયા તથા ખોરાસન નામના માર્કાની થેલીઓમાં રિપેકીંગ કરેલ યુરિયા તથા પોટાશ ખાતરની ખાતરની થેલીઓ મળી આવી હતી. તપાસ દરમિયાન આ ગોડાઉન રાકેશ અશોકભાઇ જાનીને ભાડે આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
 ગુજરાતી
 ગુજરાતી English
 English