લોકશાહી બચાઓ અભિયાન દ્વારા મુખ્ય પ્રઘાન વિજય રૂપામી જુઠું હોલી રહ્યાં હોવાનો ગંભીર આરોપ મૂકીને સનસનાટીભરી વિગતો પ્રજા સમક્ષ જાહેર કરી છે. તેમના નેતાઓ પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશચંદ્ર મહેતા, પર્યારણ વીદ્દ મહેશ પંડ્યા અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે સંયુક્ત નિવેદનમાં 28 જૂલાઈ 2018ના રોજ જાહેર કર્યું હતુ કે, ગુજરાત સરકારનું જળ સંચય અભિયાન એટલે ભ્રષ્ટાચારના જંગી ખાડા ખોદવાનો કાર્યક્રમ હતો. જૂનું કૌભાંડ ઢાંકવા નવું કૌભાંડ હતું. પણ ગંભીર બાબત એ છે કે, નદીઓને પુનર્જીવત કરવાના મુદ્દે ગુજરાતના મુખ્ય પ્રધાન નીતિ આયોગમાં હળાહળ જૂઠું બોલ્યા છે. તેમણે જાહેરમાં વચન આપ્યું હતું કે જળ સંચય અભિયાનનો હિસાબ જાહેર કરીશું પણ જાહેર કરાયો જ નહિ. તેથી ભાજપ સરકરાનો ભ્રષ્ટાચાર છુપાવવા માંગે છે. વરસાદ પડી જતાં આ ભ્રષ્ટાચાર પણ ઢાંકી દેવાશે.
છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી
ગુજરાત સરકારે ગયા મે-જુન માસમાં ચલાવેલા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનમાં ખરેખર કેટલું કામ કેટલા ખર્ચે થયું તેની સાચી વિગતો છુપાવીને ગુજરાતની છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી છે.નીતિ આયોગની સંચાલન સમિતિમાં તા. 17 જૂન 2018ના રોજ મુખ્ય પ્રધાને એમ જણાવ્યું હતું કે સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતની 32 નદીઓ પુનર્જીવિત કરી છે અને તેમણે તમામ રાજ્યોનના મુખ્ય પ્રધાનોને તે જોવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. પરંતુ આ નદીઓ કઈ તે ગુજરાત સરકારે હજુ સુધી કહ્યું જ નથી. સરકારની કોઈ જ વેબ સાઈટ પર આ નદીઓનાં નામ આપવામાં પણ આવ્યાં નથી કે જ્યારે મુખ્ય પ્રધાને અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે એમ કહ્યું હતું કે આ અભિયાનનો હિસાબ સંપૂર્ણપણે પારદર્શક રહેશે.
હિસાબો લોકો સમક્ષ જાહેર ન કરાયા
અત્યારે તો વરસાદ આવ્યો એટલે આ નદીઓમાં પાણી આવ્યાં જ છે અને આપોઆપ જ તે પુનર્જીવિત થઇ ગઈ છે,પણ જ્યારે જળ સંચય અભિયાન ગયા જુન મહિનામાં પૂરું થયું ત્યારે તો નદીઓ કેવી રીતે પુનર્જીવિત થઇ હતી તેની વિગતો સરકારે આપી નહોતી. સરકારે ખાડા ખોદવાનો અને ખોદાયેલા ખાડા પૂરવાનો જ કાર્યક્રમ ચલાવ્યો છે.
વળી, જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતે તા. 29 એપ્રિલ 2018ના રોજ એમ જાહેર કર્યું હતું કે સરકાર જળ સંચય અભિયાનના હિસાબો લોકો સમક્ષ જાહેર કરશે. પણ હજુ સુધી અભિયાનનો કોઇ હિસાબ જાહેર કરવામાં આવ્યો નથી. મુખ્ય મંત્રી પાસે આ હિસાબ માંગતો પત્ર લખવામાં આવ્યો તો પણ તેમણે હિસાબ આપ્યો નથી.
CM કચેરી હીસાબો છુપાવી રહી છે
અરજીના જવાબમાં મુખ્ય મંત્રીના કાર્યાલયના ઉપસચિવે ખો આપીને એમ કહ્યું કે આ અંગે રાજ્ય સરકારના નર્મદા વિભાગનો સંપર્ક કરવો. ઉપસચિવે પોતે તા.28-06-2018ના રોજ રાજ્ય સરકારના જ નર્મદા વિભાગને પત્ર લખીને આ હિસાબ અમને આપવા જણાવ્યું હતું પણ આજે એક મહિનો થવા છતાં તેનો કોઈ હિસાબ અમને આપવામાં આવ્યો નથી. જુન મહિનામાં જળ સંચય અભિયાન પૂરું થયું ત્યારે સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી પણ તેના કોઈ હિસાબો લોકોને વચન આપ્યું હોવા છતાં આપ્યા જ નથી.
એક કૌભાંડ ઢાંકવા બીજું કરોડોનું કૌભાંડ
આને પરિણામે એ દીવા જેવું સ્પષ્ટ થાય છે કે સરકારે આ આખું અભિયાન ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું જે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું તેને છાવરવા માટે અને તેના પર ઢાંકપિછોડો કરવા માટે જ શરૂ કર્યું હતું અને ચલાવ્યું હતું. મુખ્ય મંત્રીએ જાતે જ એમ કહ્યું હતું કે જળ સંચય અભિયાનમાં કોઈ ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહિ અને તેના ખર્ચના હિસાબો તરત જ જાહેર કરવામાં આવશે, પણ એવા કોઈ હિસાબો હજુ સુધી જાહેર કરાયા નથી અને માગવા છતાં આપવામાં આવ્યા નથી. આમ, ગુજરાતના મુખ્ય મંત્રી નીતિ આયોગની સંચાલન સમિતિમાં વડા પ્રધાન અને તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સમક્ષ જૂઠું બોલ્યા છે અને એ રીતે તેમણે આખા દેશને છેતર્યો છે.
મહત્ત્વનું એ પણ છે કે સરકારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું કૌભાંડ બહાર આવ્યા પછી એ નિગમની કામગીરી
સ્થગિત કરી દીધી હતી અને તેની બધી કામગીરી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગને સોંપી દીધી હતી.
જમીન વિકાસ નિગમનું શું થયું
પણ સરકારની ફરજ છે કે તે આ કૌભાંડના સંદર્ભમાં કડકમાં કડક પગલાં લે પણ એવાંકોઈ પગલાં તેણે લીધાં હોવાનું નાગરિકોની જાણમાં આવ્યું નથી. જમીન વિકાસ નિગમના ચેરમેન તો આઈએએસ અધિકારી હોય છે તો તેમની સામે કયાં પગલાં લેવાયાં તેની જાણ પણ સરકારે નાગરિકોને કરી નથી. જમીન વિકાસ નિગમનું આ જે કૌભાંડ છે તે તો તદ્દન નવતર પ્રકારના ભ્રષ્ટાચારવાળું છે. તેમાં સરકારની આખી યોજના જ નિગમના અધિકારીઓ ખાઈ ગયા છે. તેનો અર્થ એ થાય છે કે આ મામલો વ્યક્તિગત ભ્રષ્ટાચારનો નથી પણ સામૂહિક કૌભાંડનો જ છે. કદાચ સરકાર તેથી જ કોઈ પગલાં લેતી નથી એમ લાગે છે. જળ સંચય અભિયાન ચલાવીને સરકારે પોતે જ ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો કર્યો હતો. જૂનું કૌભાંડ ઢાંક્યું અને નવું કૌભાંડ કર્યું. તેમ સુરેશચંદ્ર મહેતા (ભૂતપૂર્વ મુખ્ય મંત્રી), મહેશ પંડ્યા અને હેમંતકુમાર શાહે જાહેર કર્યું છે.
ભાજપના ધારાસભ્યએ કૌભાંડ બહાર પાડી પડદો પાડી દીધો
ACB દ્વારા જમીન વિકાસ નિગમની ઓફિસે પાડવામાં આવેલા દરોડા બાદ પંચમહાલ જિલ્લામાં પણ ખેત તલાવડીનું કૌભાંડ બહાર આવ્યું છે. 160 ખેડૂતોએ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એક ખેત તલાવડીના રૂ.87 હજાર લેખે 160 ખેડૂતોના 99 લાખ રૂપિયાનું આ કૌભાંડ છે. મદદનીશ નિયામક કુશવાહ અને શહેરા તાલુકાના ફિલ્ડ સુપરવાઈઝર જે.કે. વણકરે કૌભાંડ કર્યું હતું. ખેત તલાવડી બનાવવા માટે તેઓ દ્વારા કોઈ પણ જાતની અરજી આપવામાં આવી નથી. તો તેમની જાણ બહાર આ નાણા ચૂકવી દેવાયા હોવાની જાણ ટપાલ દ્વારા થઈ છે. ભાજપના એક ધારાસભ્યએ આ કૌભાંડ જાહેર કર્યું અને હવે તેના ઉપર ઢાંકી દેવા રાજ્યાશ્રય મળ્યો છે.
રૂ.56 લાખ જમીન વિસાક નિગમમાંથી લાંચના પકડાયા
રાજ્યના જમીન વિકાસ નિગમની કચેરીમાંથી ACBએ જોઈન્ટ ડિરેક્ટર કે સી પરમારના ટેબલમાથી રૂ.56 લાખ રોકડ રકમ લાંચની પકડી હતી. જમીન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કનુ દેત્રોજા સહિત કુલ 5 અધિકારીની અટકાયકત કરીને તપાસ હાથ ધરી હતી. ACBએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓની ડાયરી, કોમ્પ્યૂટર સહિતની વસ્તુઓ કબજે કરી છે. જેમાં રાજકારણીઓના અને ટોચના અધિકારીઓના નામો હોવાની શંકા હતી પણ તે વિગતો જાહેર કરાઈ નથી.
ખેત તલાવડીમાં 20થી 30 ટકા કમિશન
જમીન વિકાસ નિગમના અધિકારીઓ તળાવ માટેની ગ્રાંટ પાસ કરાવવા વાંચ્છુકો પાસેથી 20થી 30 ટકા કમિશન લેતા હતા. જેમાં ટોચના નેતાઓ અને ટોચના અધિકારીઓ સંડોવાયેલાં હતા. એસ દેત્રોજા અને કે સી ની ડાયરીની પણ તપાસ થશે પુરાવા માટે જમીન વિકાસ નિગમના તમામ સી સી ટી વી ફુટેજ એસીબીએ કબજે લીધા છે. જમીન વિકાસ નિગમની કચેરીમાંથી 30 હજારની કિમતની સોનાની લગડી મળી આવી છે. જે વિગતો આજ સુધી જાહેર કરાઈ નથી. નિગમમાં વર્ષે રૂ.3000 કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનું માનવામાં આવે છે. જે પ્રકરણ જ તળાવો ઉંડા કરવાની જાહેરાત કરીને દબાવી દેવાયું હતું.
થયો મોટો ઘટસ્ફોટ
ACB ફૂટી જતાં ટ્રેપ કરી તે પહેલા એક વ્યક્તિ ખૂબ જ મોટું રોકડનું કલેક્શન લઈને કચેરીમાંથી ભાગી ગયો હતો. તો આ વ્યક્તિ કોણ છે? કેટલી રોકડ રકમ લઇને રવાના થયો તેની તપાસ એસીબી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે રૂ.56 લાખનું કલેક્શન માત્ર એક જ દિવસનું હતું. તે હિસાબે અહીં વર્ષે કચેરીમાંજ રૂ.150 કરોડ લેવાતાં હતા.
દેસાઈ ઝડપાયો
જમીન વિકાસ લાંચ કૌભાંડમાં 43 દિવસથી ભાગેડું એમ.કે. દેસાઇ એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. બનાસકાંઠામાં પુર બાદ સહાયમાં કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર એમ.કે. દેસાઈ 2016માં બનાસકાંઠામાં જમીન વિકાસ નિગમના ઈન્ચાર્જ નિયામક હતાં જેમાં લાખો રૂપિયાનુ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ‘આયોજનબદ્ધ’ રીતે ભ્રષ્ટાચારનું ‘ઉઘરાણાં’નું નેટવર્ક ગોઠવેલું હતું.
જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચારની જિલ્લાસ્તરે તપાસ ન થઈ
કચ્છમાં ભીમાસર ખેતતલાવડી કૌભાંડ પ્રકરણ બહાર આવ્યા બાદ તમામ જિલ્લાઓમાં તપાસના આદેશ કરાયો હતો. જે તપાસ ન થઈ. ત્રણ જિલ્લામાં દરોડા પાડીને કામગીરી અટકાવી દેવામાં આવી હતી. કુલ છ ટીમો બનાવીને રાજ્યના તમામ જિલ્લામાં અધિકારીઓની કાર્યપદ્ધતિ અને ગાંધીનગર સુધી ગોઠવાયેલા ‘ઉઘરાણાંના નેટવર્ક’ની તપાસ કરવામાં આવશે. રાજ્યભરમાં જમીન સંપાદન અધિકારીઓ અંગે તપાસ કરવા માટેનું આયોજન કર્યું છે. અધિકારીઓની બેનામી, અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે ખાસ ડી.એ. યુનિટની રચના કરાશે.
8,000 તળાવો બનાવવા નાટક
ભાજપની રૂપાણી સરકારમાં વ્યાપક કૌભાંડ લોકોમાં ચર્ચાસ્પદ બનતાં લોકોને અવળા માર્ગે દોરવા માટે ગુજરાતમાં 8,000 તળાવો અને નદીઓ ઉંડી કરવા ‘ગુજરાત સ્થાપના દિન’ 1 મે 2018થી આખા મહિના દરમિયાન જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે 12,000 તળાવો ઉંડા કરી દેવામાં આવ્યા હોવાની સરકાર દ્વારા એકાએક જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કરી દેવામાં આવી હતી.
સુરેશ મહેતાની માંગણી
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં થયેલા ગેરકાયદે સામુહિક ભ્રષ્ટાચારને ઢાંકી દેવા માટે ભાજપ સરકારે જળસંચય અભિયાન કર્યું હોવાનું જણાવીને પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ કૃષિ મંત્રી રણછોડ ફળદુ અને વિજય રપાણીના રાજીનામાની માંગણી કહી હતી. રૂપાણી સરકાર ગુજરાતમાં કરપ્શનના નવતર પ્રયોગ કરીને સામુહિક ભ્રષ્ટાચારને છાવરી રહી છે. કૌભાંડ ચાલતું હોવાનું જણાવતા 2012-13નો નિગમનો અહેવાલ અને હિસાબ 2015માં મોડો જાહેર કરવામાં આવ્યો હતો. પછી એક પણ એહાવાલ વિધાનસભામાં રજૂ કરાયો નથી. જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચાર ઉપર ઢાંકપિછોડો કરવા ભાજપ સરકારે તાબડતોડ જળસંચય અભિયાન યોજી આ નિગમ પાસેની કામગીરી આંચકી લીધી છે. જેના કારણે કૃષિ વિભાગ હસ્તકના આ નિગમને બજેટમાં ફાળવાયેલા રૂ.600 કરોડના 30 પ્રોજેક્ટો બંધ થઈ ગયા હતા. નિગમના ભ્રષ્ટાચારને છાવરવામાં કૃષિ મંત્રી અને સરકાર ફરજ ચુક્યા છે. જળસંચય અભિયાન કરાયું પરંતુ, તેમાં પ્રાજની સંસ્થાઓ દેખાઈ નહીં. અબજો રૂપિયાની માટી વેચી દેવામાં આવી છે.
કોટડાસાંગાણીમાં પણ કૌભાંડ
રાજકોટના કોટડાસાંગાણીના નાના માંડવા અને જામકંડોરણાના બોરિયા ગામે માત્ર કાગળ પર જ ખેત તલાવડી બનાવીને બોગસ દસ્તાવેજો ઉભા કરીને આઠેક લાખ જેવી રકમ હડપ કરી જવા અંગે જમીન વિકાસ નિગમના અધિકારીઓ સહિત 21 સામે જુદી જુદી બે ફરિયાદ થઇ હતી. ખેડૂતોની જમીનમાં ખેત તલાવડીનું કામ કર્યું ન હોવા છતાં રૂ. 6.99 લાખની ઉચાપત અને ભ્રષ્ટાચાર આચરવાના આરોપસરનો ગુનો નોંધાવ્યો હતો. જમીન સંપાદક મગન પરસોત્તમભાઇ વેકરિયા, જશવંત મથુરભાઇ પટેલ અને ગેંગ લીડર કોન્ટ્રાકટર દિનેશ ભીખાભાઇ સામે ફરિયાદ થઇ હતી. મોરબી પંથકમાં લાખોની કિંમતની મિલકતો ધરાવતાં જમીન વિકાસ નિગમ અધિકારી સામે કાર્યવાહી થઇ છે.
વલસાડમાં પણ કૌભાંડ
ગુજરાત જમીન વિકાસ નિગમમાં ખેત તલાવડીનું કૌભાંડ બહાર આવતાં વલસાડ ACBમાં નોંધાઇ ચાર ફરિયાદ નોંધવામાં આવી હતી. મદદનીશ નિયામક પ્રવીણ પ્રેમલ, ક્ષેત્રી નિરીક્ષક સુરેશ કિશોરી, ક્ષેત્રી મદદનીશ યુસુફ ભીખા, કોન્ટ્રાકટર સૂફીયાન ભીખા સામે ફરિયાદ થઈ હતી. પૂર્વ મદદનીશ નિયામક જયંતિ પટેલ, કોન્ટ્રાકટર આદિત્ય રાજપૂત, હેમંત ખમાર ફણ સામેલ હતા. કોન્ટ્રાકટર હુસેન બાલા, ઐયુબ બાલા સામે પણ ફરિયાદ અધિકારીઓ પર સરકારને રૂ.34 લાખનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સુરત જિલ્લામાં પણ ખેત તલાવડી કૌંભાડ
સુરતના ત્રણ તાલુકા મહુવા, માંડવી, માંગરોળ માં 23 જેટલી ખેત તલાવડી બનાવ્યા વગર જ સરકારી રેકર્ડ પર બતાવીને કુલ રૃા.20.52 લાખનું કૌભાંડ ભાજપના રાજમાં થયું હતું. જમીન વિકાસ નિગમના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટરો સહિત 11 ભ્રષ્ટ લોકો સામે ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગ અલગ ચાર ફરિયાદો થઈ હતી. માંડવી તાલુકાના પરવટ ગામ માં ૩ ખેત તલાવડી, માગરોળના લવેટ ગામમાં ૭ , માંગરોળના સેલારપુર ગામમાં ૪ અને મહુવાના ધડોઇ કુલ 9 મળીને કુલ્લે 23 તલાવડીઓ બનાવી જ ના હતી.અને માત્ર ખોટા બિલો મુકીને સીધે સીધે રૃપિયા જ ખિસ્સામાં નાખીને સરકારના રૃા.20.52 લાખ લઇને કૌંભાડ આચર્યુ હતુ.
મૃત્યુ પામેલાના નામે તળાવો બનાવી ને પણ કૌભાંડ
વલસાડના ધરમપુરના બારોલીયા, સિંગારમાળ, બ‚માળ તથા કપરાડાના મધુબન અને નગર મળી કુલ 5 ગામોમાં મરણ પામેલા ખેડુતોના નામે ખોટા સર્વે નંબર દર્શાવી, સર્વે નંબરો અસ્તિત્વમાં ન હોય તેવી જમીનમાં રૂ.40 લાખની કુલ 35 ખેતતલાવડી બનાવી હોવાના બોગસ પુરાવઓ ઉભા કરયા હતા. ફિલ્ડ સુપરવાઈઝર સુરેશ રમણા કિશોરી (રહે.દાહોદ) તથા ક્ષેત્ર મદદનિશ યુસુફ અબ્દુલ રહેમાન ભીખા (રહે.ધરમપુરા)ની ધરપકડ કરી હતી. ખેત તલાવડી યોજનામાં કામના નાણાં સીધા કોન્ટ્રાકટરના ખાતામાં જ જમા થતાં હોય, માત્ર પેપર પર જ ખેત તલાવડી બનાવી હોવાનું બતાવનાર ભ્રષ્ટ અધિકારીઓએ કોન્ટ્રાકટરોની પસંદગીમાં ભાઈ-ભત્રીજાવાદ અપનાવ્યો હતો. કુલ 5 કોન્ટ્રાકટરો પૈકી સુફિયાન ભીખા, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ, ધરમપુરના ક્ષેત્ર મદદનિશ યુસુફ ભીખાનો પુત્ર છે. જ્યારે હુસેન ઐયુબ બાલા અને તેનો ભાઈ મુસ્તાક ઐયુબ બાલા આરોપી યુસુફ ભીખાના સાળા થાય છે. આરોપીઓ રીઝર્વ ફોરેસ્ટની જમીનમાં ખેત તલાવડી બનેલી બતાવી, 500 ફૂટ ઉંચા ડૂંગરો પર ખેતતલાવડી બતાવી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા ખેડુતોના નામે, એક ગામમાં જેટલા સર્વે નંંબરો છે. તેનાથી વધારે સર્વે નંબરો બતાવીને, તો કેટલાક કિસ્સાઓમાં જે નામનો ખેડુત ગામમાં નથી. તેના નામે જે જમીનના વિભાજન થયેલા તેના એક ટુકડામાં ખેતતલાવડી બનાવી શકાય તેટલી જમીન ન હોવા છતાં ખેતતલાવડી બની હોવાનંું દર્શાવીને નાણાં ચાંઉ કરી જવાયા છે.