32 વર્ષથી પ્રચાર અધિકારી તરીકે 7 મુખ્ય પ્રધાનના અનેક રહસ્યો જાણતાં જગદીશ ઠક્કરનું નિધન 

ગુજરાતના 7 મુખ્ય પ્રધાન અને 1 વડાપ્રધાનના પ્રચાર અધિકારી જગદીશભાઈ ઠક્કરનું અવસાન થયું છે. તેઓ 2014થી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિડિયા અધિકારી હતા. 1986થી તેઓ મુખ્યમંત્રી સાથે કાર્ય કરતા હતાં. તેઓ ગુજરાત માહિતી ખાતાના અધિકારી હતા. 32 વર્ષ સુધી તેઓએ મુખ્ય પ્રધાનની 32 હજાર કરતાં પણ વધું અખબારી યાદીઓ તૈયાર કરીને લોકો સુધી મુખ્ય પ્રધાનોની વાતો સમાચાર રૂપી પહોંચાડીને મુખ્ય પ્રધાનો અને વડાપ્રધાનોની પ્રસિધ્ધિ કરાવી હતી.
તેઓ એકદમ નિરાભિમાની અને જમીન પરના માણસ હતા. મુખ્ય પ્રધાનનો સાથે પત્રકારોની મુલાકાત અપાવવાનું પણ કામ કરતાં હતાં. નિવૃત્તિ બાદ પણ 15 વર્ષથી કામ કરતાં હતાં. તેઓ ખૂબ જ ઓછાબોલા હતા. પોતાનું દરેક કામ નિષ્ઠાથી કરતાં હતાં. 32 વર્ષ સુધી તેઓ પાવર સેન્ટર કચેરી એવી મુખ્ય પ્રધાનનોની કચેરીમાં મૂલ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ તરીકે કામ કરતા હતા.
તેમને શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવ સાચું કહ્યું કે તેમણે પોતાના કાર્યને ચાહ્યું.
હોદા અને હોદેદારોને ચાહનારા તો ઘણા હોય છે, પણ પોતાન કાર્યને ચાહનારા ઓછા. જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી, તે રીતે જગદીશભાઈને પોતાની કર્તવ્યનિષ્ઠા જ દેખાતી.
તેઓ જ્યાં હતા તે જગ્યા પાવરફૂલ હતી. શક્તિની સિંહાસનથી તેઓ ખૂબ જ નજીક હતા. ઘણા લોકો તેને તક માનીને સ્વહિત સાધે પણ જગદીશભાઈ આવા તકવાદી કે તકલાદી નહોતા.
અનેક મુખ્ય પ્રધાનોની રહસ્યમય વાતો તેઓ જાણતાં હતાં. રહસ્યમંત્રી કેવા હોવા જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જગદીશભાઈ હતા. તેમની પાસે રહસ્યોનો ભંડાર હોય, પણ સહેજે કોઈને કશું કળવા ના દે. પોતે ભલાને પોતાનું કામ ભલું.
બિમાર હતા અને આશરે બે મહિનાથી હોસ્પિટલમાં હતા.
નિરાભિમાની અને જમીન સાથે જોડાયેલા માણસ હતાં. પોતાના સાથી કર્મીઓનું ખૂબ ધ્યાન રાખતા. તેમનું કામ ના હોય, રાત્રે મોડું થયું હોય તો પણ તેઓ  કાર્યાલયમાં રોકાય. જ્યારે બધું કામ પતે ત્યારે જ કાર્યાલય છોડે. સાથીકર્મીઓના કામની સરાહના પણ કરે.
તેમના મિડિયા કર્મી કે સલાહકાર તરીકે બેઠેલી વ્યક્તિમાં તો અનેક વોલ્ટનો પ્રવાહ વહેતો હોય. જોકે જગદીશભાઈ જુદી માટીના હતા. તેઓ શક્તિ નહીં, સંવેદનાના જણ હતા. તેઓ સ્વાર્થ નહીં, પરમાર્થના માણસ હતા.
નરેન્દ્ર મોદી સાથે કામ કરવું સહેલું નથી. તેઓ 18 વર્ષથી મોદી સાથે કામ કરતાં હતાં.
જગદીશભાઈ સ્થિતપ્રગ્ન હતા. તેઓ ક્યારેય વિવાદોમાં આવ્યા નહીં.
ગુજરાતમાં સૌથી વધું હવાઇ મુસાફરી કરવાનો તેમનો વિક્રમ છે. બે વખત તેઓ હેલીકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ કરીને બચ્યા હતા. એક વખત ચિમનભાઈ પટેલ સાથે તેઓ હેલિકોપ્ટર લેન્ડ થતાં બચી ગયા હતાં.