ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 3.28 મિલિયન ચોરસ કિલીમીટર છે, જે પૈકી 23% જમીનમાં જંગલો પથરાયેલાં છે. જંગલ વિસ્તાર જીવસૃષ્ટી માટે સૌથી વધુ જરૂરી છે અને પારસ્પરિક જૈવિક સંતુલન, બાયોલોજીકલ તથા પર્યાવરણ, વાતાવરણ વચ્ચે સંતુલન રાખવા માટે પણ તે અત્યંત જરૂરી છે. ગત ત્રણ દાયકા દરમિયાન વન સંરક્ષણ, વન્યજીવન સંરક્ષણ અને જંગલોના સંરક્ષણ તથા વ્યવસ્થાપનમાં લોકોની સહભાગીતામાં વધારો થયો છે. તેમાં પણ 1980ના દાયકાને ભારતીય વન્ય કાયદા અને નીતિઓમાં ધરમૂળથી પરિવર્તન માટે સિમાચિન્હરૂપ માનવામાં આવે છે.
સ્થાનિક સમુદાયોની મદદથી વન્ય સંક્ષરણ હાથ ધરવા ઉપર જે નિયંત્રણ હતાં તે 1980માં વન્ય સંરક્ષણ કાયદો પસાર થતાંની સાથે જ દુર થયાં. રાષ્ટ્રીય વન નીતિ-1988એ સમુદાયને વન વ્યવસ્થાપન-સંચાલનમાં સામેલ કરવામાં આવ્યા હતા. જંગલોના પુનઃનિર્માણને મહત્વ આપવામાં આવ્યું હતું. 1990ના જૂનમાં વન નીતિના અમલી બનાવવા પરિપત્ર કર્યો હતો.
‘સહભાગિતા વનસંવર્ધન વ્યવસ્થાપન- જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ (JFM) કાર્યક્રમમાં તેના બદલામાં તેઓને બિન-ઇમારતી વન પેદાશો (NTFPs) વાંસ, નાના ઈમારતી લાકડાં તથા ઈમારતીની આખરી કાપણી બાદ લાકડું મળે છે. ગુજરાત સરકારે ઠરાવ નં. FCA-1090-125-V (3)તા. 13/3/1991 અને ઠરાવ નં.FCA-1090-125-K (Part-3) તા.27/6/1994 હેઠળ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ઠરાવમાં જંગલની જમીનમાં અનઅધિકૃત દબાણ, ગેરકાયદે વૃક્ષછેદન,ગોચરનું રક્ષણ કરવાની જવાબદારી ગ્રામ્ય તંત્રની હોવાનો ઉલ્લેખ છે. જેને પરિણામે વન સંવર્ધન અને વન્ય સંરક્ષણને ઉત્તેજન મળ્યું અને લોકોએ તેને આવકાર્યું. તેને વધુ મજબૂત અને વિસ્તૃત બનાવવા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ નં.JFM-1005-191-G તા.17/12/2005 મુજબ જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ (JFM)ને નિમ્ન કક્ષાના જંગલ વિસ્તારથી વધારીને 0.40ની ગીચતા ધરાવતા જંગલ સુધી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિભાગવાર JFMCની માહિતી
જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ (JFM)માં 3414 જેટલી ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી (JFMC) છે, જે રાજ્યાના 458303.20 હેક્ટર વિસ્તારને આવરી લે છે. જેમાં વનીકરણના 20% ટકા પોલ્સ અને 20% વાંસ JFMCના સભ્યોને આપવામાં આવે છે. JFMCએ ઉછેરેલાં પુખ્ત વૃક્ષોના કટીંગમાંથી મળતી આવકને JFMC તથા સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. વૃક્ષોના કટીંગથી થતી આવકમાંથી 20% JFMCને અને 80% ટકા આવક સરકારને ફાળવાય છે. તદ્દઉપરાંત જો JFMCના સભ્યો વૃક્ષો/ઈમારતી વૃક્ષોના કટીંગનાં કાર્યમાં સહભાગી બને તો સરકારની આવકના 80% હિસ્સામાંથી 20% આવક (કે જે કુલ આવકના 16% થાય) JFMCને મળે છે. તદ્દઉપરાંત રાજ્યના આરક્ષિત ગોચરમાં ઉછેરેલા ઘાસના 20% હિસ્સાની કાપણી કરી શકાય છે અને તે જે તે વિસ્તારના JFMCના સભ્યો લઇ જઇ શકે છે.JFMC એકઠા કરાયેલા ઘાસના 20% હિસ્સાને યોગ્ય લાગે તો કોઇપણ વ્યક્તિને વેચાણે આપી શકવાનો અધિકાર ધરાવે છે.
વન વિસ્તાર ઉપર નભતા સ્થાનિક લોકો
જંગલ વિસ્તારમાં લોકોના ઘરની કુલ આવકમાંથી વન પેદાશોનો હિસ્સો 20-40% જેટલો છે. ગરીબ લોકો તો જંગલના લાકડાં, ઘાસ સહિત બિન-ઇમારતી વન પેદાશો (NTFPs) ઉપર નિર્ભર છે. 20 વર્ષો દરમિયાન જંગલ વિસ્તારમાં પરિવર્તન આવ્યું નથી, વસ્તીનું દબાણ અને જંગલ પેદાશોની ગેરકાયદે તસ્કરીને લીધે અંદાજે 40% જંગલ નિમ્નકક્ષામાં ફેરવાઇ ગયું છે અને આવું હજુ પણ સતત ચાલી રહ્યું છે.