35 બકરાને સિંહે મારી નાંખ્યા છતાં વળતર નહીં

13 જૂલાઈ 2018ના દિવસે રાજુલા તાલુકાનાં વિસળીયા ગામના એક માલધારીની જોકમાં વરસાદનાં કારણે પાંચ જેટલા સિંહોએ માલધારીના 35 નાના-મોટા બકરાનો શિકાર કર્યો હતો તેમ છતાં આ માલધારીઓને વન વિભાગે હજુ સપધી આર્થિક વળતર આપ્યું નથી.
વરસાદના કારણે પાંચ જેટલા સિંહોને જંગલમાં કોઈ શિકાર ન મળતા ભૂખના કારણે રાત્રીના એક કલાકે જંગલ છોડી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘુસી ગયા હતા. વિસળીયા ગામના માલધારી અતુભાઈ બીજલભાઈ શિયાળે પોતાના બકરા ગામની બહાર નદી કિનારે એક જોક બનાવી રાખ્‍યા હતા. જોક તોડીને ત્રાટકયા હતા અને જોકમાં રહેલા 6ર બકરામાંથી 35 જેટલા નાના-મોટા બકરાને સિંહોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બકરા અને સિંહો ઉંચા વિસ્‍તારમાં સાથે ફસાયા હતા અને ચારે બાજુ પાણી ફરી વળ્‍યા હતા. જેથી બચોલા બકરાઓમાં સિંહોથી ડરી નાશભાગ મચી ગઈ હતી. વરસાદના કારણે બાજુની નદીમાં પુર આવવાથી બકરા પુરમાં તપાયા હતા.
વન વિભાગ ઘ્‍વારા વહેલીતકે યોગ્‍ય સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરેલ હતી.
અમરેલી એક્સપ્રેસ

રાજુલા વનવિભાગના આરએફઓ રાજલ પાઠકે જણાવ્‍યું હતું કે, વિસળીયા ગામના માલધારી આતુભાઈ શિયાળના 35 જેટલા બકરાને પ જેટલા સિંહોએ મારી નાખ્‍યા હતા અને અમોને ઘટનાની જાણ થતાં જ અમારો સ્‍ટાફ ઘટના સ્‍થળ પર જવા માટે નદી ક્રોસ કરી સ્‍થળ તપાસ કરવા ગયેલ હતો અને માલધારી આતુભાઈને વહેલામાં વહેલી તકે વન વિભાગ ઘ્‍વારા સહાય ચુકવવામાં આવશે. તેમની જાહેરાત છતાં આજ સુધી સહાય આપવામાં આવી નથી.

વન અધિકારી કહે છે કે, માલધારી ઘ્‍વારા નદીકાંઠે યોગ્‍ય રક્ષણ આપેલ ન હોવાથી આવી ઘટના બનેલ છે. ફેચિંગ પણ યોગ્‍ય બનાવેલ ન હતી. આ અગાઉ પણ બે વખત આ જ માલિકનાં બકરાનું થોડા વર્ષો પહેલાં મારણ કરેલ છતાં પણ વાડામાં ફેચિંગ મજબુત કરવામાં આવેલ નથી. ટૂંકમાં સિંહોની વસ્‍ીતવાળો વિસ્‍તાર હોય તો સ્‍થળ બકરાનાં વાડા માટે યોગ્‍ય ન હતું જેથી કરીને સિંહોને આવો મોકો મળી ગયો હતો