39 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરો

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં ઓછો અને અનિયમિત વરસાદ થયો છે. રાજ્‍યના ૧૦૪ તાલુકાઓ કે જેમાં ૬૫.૫૪%થી ઓછો વરસાદ પડયો છે તેવા તાલુકાઓને અછતગ્રસ્‍ત વિસ્‍તાર તરીકે જાહેર કરવાની જરૂર હતી. ભાજપ સરકારે કિન્નાખોરીપૂર્વક રાજ્‍યના ઓછા અને અનિયમિત વરસાદથી પીડાતા અને ગાંધીધામ કે જ્‍યાં ચાલુ સીઝનનો વરસાદ ૨૬૪ મીમી થયો છે તેનાથી ઓછો વરસાદ થયો હોય તેવા ૩૯ તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર ન કરીને અન્‍યાય કર્યો છે. ગુજરાતના ૨૪૮ તાલુકા પૈકી આ ૩૯ તાલુકાઓ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર, ઉત્તર ગુજરાતના કુલ ૧૦૪ જેટલા તાલુકાઓ કે જેમાં ૧૯૮૮થી ૨૦૧૭ સુધીમાં ૬૫.૫૪%થી ઓછો વરસાદ થયો છે એવા તાલુકાઓ આજે ગુજરાતમાં અછતનો સામનો કરી રહ્‌યા છે. આ તાલુકાઓને પણ તાત્‍કાલિક અછતગ્રસ્‍ત જાહેર કરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ વતી મારી લાગણી અને માંગણી છે.
ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ચાલુ ખરીફ સીઝનમાં અત્‍યંત ઓછા અને અનિયમિત વરસાદને કારણે અને ક્‍યાંક અતિવૃષ્‍ટિને કારણે ગુજરાતમાં ૭૦% કરતાં વધુ વિસ્‍તારમાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્‍ફળ ગયો છે અને ખેડૂતોને ભારે મોટી નુકસાની સહન કરવી પડી છે. બે-ત્રણ વખતના વાવેતર પછી ઓછા-અનિયમિત વરસાદ અને અતિવૃષ્‍ટિના કારણે ગુજરાતમાં મહત્તમ તાલુકાઓમાં ઉભો પાક નાશ પામ્‍યો છે. જમીન ધોવાણ, પાક ધોવાણ, ઘર અને ઘરવખરીને થયેલ નુકસાનની સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ નીવડી છે. એકસાથે વરસેલો વરસાદ, પછી ક્‍યાંક તબક્કાવાર જે ઉભા પાકોને બચાવવા માટે વરસાદની જરૂર હતી ત્‍યારે તળમાં પાણી હોવા છતાં ઓછી અને અનિયમિત વીજળી મળવાને કારણે સિંચાઈના પાણીથી પાક બચાવવામાં ખેડૂત નિષ્‍ફળ નીવડયો છે. ચાલુ વર્ષે કપાસ અને મગફળી સહિત જે ગુજરાતના મુખ્‍ય પાક અને અન્‍ય ગૌણ પાકોનું ઉત્‍પાદન નહીંવત્‌ થવાની શક્‍યતા છે. ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્‍ફળ નીવડયો છે ત્‍યારે ફરજીયાત પ્રિમિયમ વસુલનારી ભાજપ સરકાર પાક વીમો ચૂકવવામાં નિષ્‍ફળ નીવડી છે. પાક વીમો મેળવવા માટે ક્‍યાંક સામાન્‍ય ખેડૂતોને ધિંગાણું કરવું પડે, ન્‍યાયપાલિકાના દરવાજા ખખડાવવા પડે તેવી પરિસ્‍થિતિનો સામનો આજે જગતનો તાત કરી રહ્‌યો છે.
વિપક્ષી નેતાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં આજે જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્‌યો છે. તેનું પાક ઉત્‍પાદન સંપૂર્ણ નિષ્‍ફળ ગયું છે, પોષણક્ષમ ભાવની અપેક્ષાઓ મરી પરવારી છે, જેથી ખેડૂતો આત્‍મહત્‍યા કરવા મજબુર થઈ રહ્‌યા છે. દરરોજ ગુજરાતના દરેક ખૂણેથી ગુજરાતનો તાત જીવનનો અંત લાવી રહ્‌યા હોવાના કિસ્‍સાઓ સામે આવી રહ્‌યા છે ત્‍યારે પાક અખતરાઓ માટે પણ ખેડૂતના ખેતરે પોલીસ પહેરો મોકલવો પડે તેવી ગંભીર પરિસ્‍થિતિ ગુજરાતમાં પેદા થઈ છે. એમાંય જે ગૌણ પાક હતા તેના તાલુકાવાર ૨૦ અખતરા લેવાના હતા, સૌરાષ્‍ટ્રના આઠ જિલ્લાઓના મહત્તમ વિસ્‍તારોમાં ગૌણ પાક માટે થઈને ૨૦ જેટલા ઉતારાઓ લેવાની કામગીરી ચાલુ હતી. આ કામગીરી દરમ્‍યાન વીમા કંપનીઓએ રાજ્‍ય સરકારમાં દખલગીરી કરીને પાક વીમો ચૂકવવામાંથી બચવા માટેનું ષડ્‍યંત્ર રચ્‍યું. નીચી એવરેજ લાવવા માટે વધારાના ૨૦ પાક અખતરા લેવા માટેનો પરિપત્ર કરાયો એ ભાજપની રાજ્‍ય સરકાર અને વીમા કંપનીઓના મેળાપીપણાની ચાડી ખાય છે.
સમગ્ર સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્‍તારોમાં ઓછા અને અનિમિયત વરસાદથી સંપૂર્ણ રીતે નિષ્‍ફળ ગયેલ મુખ્‍ય અને ગૌણ પાક, જેનો પાક વીમો ચૂકવવાથી બચવા માટે વીમા કંપનીઓની શરણાગતિ સ્‍વીકારીને ભાજપ સરકારે જમીનની હકીકતો અવગણવા માંડી અને ઈરાદાપૂર્વક ખેડૂતોને પાક વીમે ન ચૂકવવો પડે તે માટે વધારાના ૨૦ ઉતારાઓ લેવા માટેની સૂચના આપી છે. આનાથી આવતા દિવસોમાં જગતનો તાત કે જેને પરાણે પ્રિમિયમ ભરીને અધિકારનો પાક વીમો લેવાથી વંચિત રહેવું પડે તેવી સ્‍થિતિ ઉભી થઈ છે. રાજ્‍ય સરકાર દ્વારા ખરીફ-૨૦૧૮માં મુખ્‍ય અને ગૌણ પાકના પાક અખતરાઓ સ્‍થાનિક, સામાજીક, રાજકીય આગેવાનોને સાથે રાખીને નિષ્‍પક્ષ રીતે લેવાય અને ખેડૂતોને ત્‍વરિત પાક વીમો ચૂકવવામાં આવે તેવી સમગ્ર કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે.
પરેશભાઈ ધાનણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યના ૭૦% વિસ્‍તારમાં આજે જગતના તાતના ખુલ્લા ખેતર નિષ્‍ફળતાની ચાડી ખાય છે. કપાસમાં ઉત્‍પાદન લઈ શકાય નહીં, સૌરાષ્‍ટ્રમાં મગફળીનું વાવેતર પછી વરસાદ ન પડે તેવી સ્‍થિતિમાં માલઢોરને ખવડાવવા માટે નીરણ કે કૂચો પણ ઉપલબ્‍ધ થાય નહીં તેવી ખુલ્લી આંખે જોઈ શકાય તેવી હકીકતને છુપાવવા માટે સરકારે વીમા કંપની સાથે મળીને જે ષડ્‍યંત્ર રચ્‍યું છે એમાંથી જગતના તાતને બચાવવા માટે અમે વિનંતી કરીએ છીએ. ગુજરાતના ૧૬ તાલુકાઓ કે જેને અછતગ્રસ્‍ત જાહેર કર્યા છે, એ જ ધારાધોરણ મુજબ ગુજરાતના ૧૦૪ જેટલા તાલુકાઓ જે ઓછા અને અનિયમિત વરસાદને કારણે આજે અછતનો સામનો કરી રહ્‌યા છે ત્‍યાં ખેડૂતોનો ઉભો પાક બચાવવા માટે સિંચાઈનું પાણી પૂラરું પાડવામાં આવે, ૧૬ કલાક વીજળી પૂરી પાડવામાં આવે, નિષ્‍ફળ ગયેલ પાકના વ્‍યાજબી-નિષ્‍પક્ષ પાક અખતરા થાય અને ખેડૂતોને ત્‍વરિત પાક વીમો ચૂકવવામાં આવે, મૂંગા માલઢોરને બચાવવા માટે વિનામૂલ્‍યે સમયાંતરે ઘાસચારો પૂરો પાડવામાં આવે અને અછતને સંલગ્ન કામગીરીને સરકાર અગત્‍યતા આપે તેવી માંગણી કરીએ છીએ.

અછતગ્રસ્‍ત જાહેર કરવાલાયક તાલુકાઓ
ક્રમ
જિલ્લાનું નામ
તાલુકાનું નામ
૧૯૮૮થી ૨૦૧૭નો સરેરાશ વરસાદ (%માં)

પાટણ
હારીજ
૨૯.૯૭

પાટણ
૨૩.૯૩

રાધનપુર
૩૦.૩૬

સમી
૨૯.૯૬

સાંતલપુર
૩૨.૨૨

સરસ્‍વતી
૩૨.૬૧

શંખેશ્વર
૩૧.૩૬

સિદ્ધપુર
૪૩.૮૩

બનાસકાંઠા
અમીરગઢ
૩૯.૫૩

ભાભર
૩૦.૦૨

દાંતા
૨૯.૨૫

દાંતીવાડા
૪૯.૧૮

ડીસા
૩૫.૭૧

દીઓદર
૩૪.૮૮

ધાનેરા
૨૨.૪૫

લાખણી
૨૦.૬૮

પાલનપુર
૩૬.૭૧

વડગામ
૨૫.૯૯

મહેસાણા
બેચરાજી
૪૪.૬૪

જોટાણા
૧૮.૪૫

કડી
૩૧.૭૧

ખેરાલુ
૨૮.૪૭

મહેસાણા
૩૭.૯૦

ઉંઝા
૩૨.૧૮

વડનગર
૪૪.૨૧

વિજાપુર
૪૪.૮૮

વિસનગર
૨૮.૩૨

સાબરકાંઠા
પ્રાંતિજ
૪૯.૮૬

તલોદ
૫૧.૯૭

વડાલી
૬૩.૩૮

અરવલ્લી
બાયડ
૫૪.૩૮

ગાંધીનગર
દહેગામ
૫૫.૩૧

ગાંધીનગર
૪૪.૩૧

કલોલ
૪૫.૭૧

માણસા
૩૩.૦૫

અમદાવાદ
અમદાવાદ શહેર
૫૧.૭૯

બાવળા
૫૨.૦૦

દસક્રોઈ
૩૫.૭૪

દેત્રોજ
૩૫.૨૮

ધંધુકા
૫૫.૧૧

ધોલેરા
૫૨.૨૦

ધોળકા
૩૮.૦૭

સાણંદ
૩૭.૭૮

વિરમગામ
૨૫.૧૦

વડોદરા
ડેસર
૫૬.૬૮

કરજણ
૬૩.૮૫

પાદરા
૩૮.૨૯

સાવલી
૪૬.૦૮

શિનોર
૫૦.૮૦

વાઘોડિયા
૫૬.૭૧

છોટાઉદેપુર
બોડેલી
૫૨.૮૯

મહીસાગર
કડાણા
૪૬.૫૧

લુણાવાડા
૬૩.૮૯

વિરપુર
૫૬.૪૮

દાહોદ
૫૬.૨૩

ધાનપુર
૬૪.૫૫

સુરેન્‍દ્રનગર
ચોટીલા
૫૭.૪૦

ચુડા
૫૬.૦૭

દસાડા
૩૬.૧૮

ધ્રાંગધ્રા
૩૭.૨૮

લખતર
૨૭.૫૬

લીંબડી
૩૯.૭૨

મુળી
૩૫.૯૧

સાયલા
૪૦.૩૬

થાનગઢ
૩૨.૪૬

વઢવાણ
૫૭.૨૨

રાજકોટ
ધોરાજી
૪૮.૯૯

ગોંડલ
૫૨.૫૧

જસદણ
૫૧.૩૩

જેતપુર
૩૮.૬૩

કોટડાસાંગાણી
૫૬.૩૪

પડધરી
૪૪.૦૧

ઉપલેટા
૩૮.૩૨

વિંછીયા
૪૦.૮૪

ખેડા
ગલતેશ્વર
૫૯.૧૭

મોરબી
હળવદ
૨૭.૮૫

માળીયા(મી)
૩૬.૦૮

મોરબી
૪૬.૦૮

ટંકારા
૫૬.૪૨

વાંકાનેર
૪૭.૫૯

જામનગર
ધ્રોલ
૨૪.૬૦

જામનગર
૫૯.૦૦

જોડીયા
૨૮.૯૭

લાલપુર
૫૦.૨૬

દેવભૂમિ-દ્વારકા
ભાણવડ
૪૪.૬૬

દ્વારકા
૩૧.૦૫

કલ્‍યાણપુર
૨૧.૩૫

પોરબંદર
કુતિયાણા
૫૭.૦૪

રાણાવાવ
૫૭.૫૧

અમરેલી
અમરેલી
૫૮.૪૯

બાબરા
૫૧.૬૯

ધારી
૪૫.૯૪

લાઠી
૫૧.૦૩

લીલીયા
૬૧.૯૮

સાવરકુંડલા
૬૫.૧૪

ભાવનગર
ગારીયાધાર
૩૬.૧૭

સિહોર
૫૮.૩૨

ઉમરાળા
૬૩.૪૪

વલ્લભીપુર
૫૫.૮૯

બોટાદ
બોટાદ
૬૪.૨૩

બરવાળા
૬૦.૫૩

રાણપુર
૫૪.૦૮

નર્મદા
ગરૂડેશ્વર
૫૮.૬૨

નાંદોદ
૫૨.૦૨

અછતગ્રસ્‍ત જાહેર કરેલ તાલુકાઓ
ક્રમ
જિલ્લો
તાલુકો
ચાલુ વર્ષે વરસાદ મીમીમાં
૧૯૮૮થી ૨૦૧૭નો સરેરાશ વરસાદ (%માં)

કચ્‍છ
અબડાસા
૫૩
૧૩.૬૧

અંજાર
૨૩૧
૫૩.૨૮

ભચાઉ
૧૦૩
૨૩.૩૬

ભુજ
૮૩
૨૨.૦૮

ગાંધીધામ
૨૬૪
૬૫.૫૪

લખપત
૧૨
૩.૪૪

માંડવી
૧૧૮
૨૭.૨૨

મુન્‍દ્રા
૧૪૫
૩૦.૪૦

નખત્રાણા
૭૦
૧૭.૨૨

રાપર
૨૬
૫.૬૫

પાટણ
ચાણસ્‍મા
૧૦૩
૧૯.૬૦

બનાસકાંઠા
કાંકરેજ
૧૧૫
૨૨.૨૧

સુઈગામ
૫૯
૧૦.૬૨

થરાદ
૧૧૬
૨૫.૯૯

વાવ
૩૦
૫.૫૬

અમદાવાદ
માંડલ
૧૧૩
૧૯.૧૦