લોકસભાની ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર બીજેપીએ વિજય મેળવ્યો છે. ગુજરાતની 26 બેઠકો ઉપર કુલ થયેલા મતદાનના 62.21 ટકા મતો બીજેપીને, 32.11 ટકા મતો કોંગ્રેસને જ્યારે ત્રીજા ક્રમના 1.38 ટકા મતો NOTA ના ફાળે ગયા છે એટલે કે, NOTA ને રાજ્યની કુલ 26 બેઠકોમાંથી 4,00,941 મતો મળ્યા છે. જેમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ મતો છોટા ઉદેપુરમાં 32,868 મતો, જ્યાર ટકાવારીની દ્રષ્ટિએ દાહોદમાં 31,936 મતો એટલે કે, ત્રણ ટકા મતો NOTA ને મળ્યા છે. જ્યારે સંખ્યા અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછા 6103 મત એટલે કે, 0.5 ટકા મત સાબરકાંઠા બેઠક ઉપરથી NOTA ને મળ્યા છે.
ગુજરાતમાં ક્યાં પક્ષને કેટલા ટકા મત મળ્યા?
ગુજરાતની 26 લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા વિવિધ પક્ષના ઉમેદવારોને મળેલા મત મુજબ સૌથી વધુ મત બીજેપીને 62.21 ટકા, કોંગ્રેસને 32.11 ટકા, નોટાને 1.38 ટકા, બીએસપીને 0.86 ટકા, એનસીપીને 0.09 ટકા, સીપીઆઈને 0.02 ટકા મતો મળ્યા છે. જ્યારે અપક્ષો અને અન્યને 3.34 ટકા મતો મળ્યા છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકમાં બેઠક વાઈઝ NOTA ને મળેલા મતો અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
બેઠક કુલ મત NOTA ને મત ટકાવારી
બેઠક | કુલ મત | NOTA | મત ટકાવારી |
અમદાવાદ પૂર્વ | 11,16,367 | 9008 | 0.81 |
અમદાવાદ પશ્ચિમ | 9,97,024 | 14719 | 1.48 |
અમરેલી | 9,09,167 | 17567 | 1.93 |
આણંદ | 11,08,661 | 18392 | 1.66 |
બનાસકાંઠા | 11,02,081 | 12728 | 1.15 |
બારડોલી | 13,48,038 | 22914 | 1.7 |
ભરૂચ | 11,49,725 | 6321 | 0.55 |
ભાવનગર | 10,41,279 | 16383 | 1.57 |
છોટા ઉદેપુર | 12,32,459 | 32868 | 2.67 |
દાહોદ | 10,63,212 | 31936 | 3 |
ગાંધીનગર | 12,84,090 | 14214 | 1.11 |
જામનગર | 10,10,965 | 7799 | 0.77 |
જૂનાગઢ | 10,05,225 | 15,608 | 1.55 |
કચ્છ | 10,23,198 | 18,761 | 1.83 |
ખેડા | 10,98,633 | 18,277 | 1.66 |
મહેસાણા | 10,81,938 | 12067 | 1.12 |
નવસારી | 13,08,018 | 9033 | 0.69 |
પંચમહાલ | 10,83,676 | 20133 | 1.86 |
પાટણ | 11,26,256 | 14327 | 1.27 |
પોરબંદર | 9,49,947 | 7840 | 0.83 |
રાજકોટ | 11,95,271 | 18318 | 1.53 |
સાબરકાંઠા | 12,18,354 | 6103 | 0.5 |
સુરત | 10,68,412 | 10532 | 0.99 |
સુરેન્દ્રનગર | 10,77,726 | 8787 | 0.82 |
વડોદરા | 12,22,348 | 16999 | 1.39 |
વલસાડ | 12,60,377 | 19307 | 1.53 |