4 લાખ મતદારો યાદીમાંથી દૂર કરાયા, 7 લાખ વધારો થયો

૩૧મી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ મતદારોની સંખ્યામાં ૬,૬૯,૪૮૫નો વધારો જોવા મળ્યો હોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે.
ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.૩૧મી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કુલ ૪,૪૭,૪૪,૭૫૯ મતદારો પૈકી ૨,૩૨,૫૫,૯૩૭ પુરૂષ મતદારો અને ૨,૧૪,૮૭,૭૬૯ સ્ત્રી મતદારો છે. આ ઉપરાંત ત્રીજી જાતિના ૧,૦૫૩ મતદારો છે.
મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧૦,૬૯,૨૩૯ મતદારો ઉમેરાયા હતા. ૩,૯૯,૭૫૪ મતદારો કમી થયા છે, આમ મતદારોની સંખ્યામાં કુલ ૬,૬૯,૪૮૫ વધારો થયો છે.
રાજયમાં કુલ ૭,૬૫,૬૧૨ મતદારો ૧૮ થી ૧૯ વર્ષની વય તથા ૮૦ વર્ષથી મોટી વયના કુલ ૭,૩૮,૪૦૨ મતદારો છે. સૌથી મહત્વની વાત એ છે કે, મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી ૯૯.૯૯ ટકા મતદારોની ફોટો-ઇમેજ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. તેમજ ૯૯.૯૯ ટકા મતદારોને ચૂંટણી તંત્ર તરફથી મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC) આપી દેવામાં આવ્યા છે.

બાદ પણ તા.૧લી જાન્યુઆરી-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા લાયકાત
ધરાવતા યુવા નાગરિકો તથા મતદારયાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા બાકી રહેલ તમામ નાગરિકો
‘સતત સુધારણા’ (Continuous updation) હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર
નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે. પ્રવર્તમાન મતદારયાદીમાંથી નામ કમી કરવા
ફોટો/વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમૂનામાં
અરજી કરી શકે છે. ઉપરાંત, www.nvsp.in પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ (૭૨-જસદણ વિધાનસભા મત વિભાગ સિવાય) વિધાનસભા મત વિભાગો માટે તા. ૧લી જાન્યુઆરી-૨૦૧૯ની લાયકાતની તારીખના સદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો એક કાર્યક્રમ જાહેર કરાયો હતો. ત્યાર બાદ મતદાર તરફથી રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી જાહેર કરાઈ હતી.