4 હજાર કરોડનું મોંઘવારી ભથ્થું ચૂકવાશે

કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ)નો વધારાનો હપ્તો તથા પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર) આપવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી, જે 01.07.2018થી ચુકવવામાં આવશે. જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં વધારાનું વળતર આપવા મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મૂળભૂત પગાર અને પેન્શન પર હાલનાં 7 ટકા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે. સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 6112.20 કરોડ થશે અને નાણાકીય વર્ષ 2018-19માં રૂ. 4074.80 કરોડ થશે (જુલાઈ, 2018થી ફેબ્રુઆરી, 2019 સુધીનાં 08 મહિનાનાં ગાળા માટે).

 લાભ કેન્દ્ર સરકારનાં આશરે 48.41 લાખ કર્મચારીઓને અને 62.03 લાખ પેન્શનર્સને મળશે.આ વધારો સાતમા પગાર પંચની ભલામણોને આધારે સ્વીકૃત ફોર્મ્યુલા મુજબ કરવામાં આવ્યો છે.