એક રંગ માનસિક ક્ષતિવાળી બહેનો આવાસી તથા તાલીમી સંકુલ રાજકોટના 38 દિવ્યાંગ બહેનો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા.
બચપણમાં જેમણે પોતાના માબાપ ગુમવી દીધા હોય એવી દિવ્યાંગ બહેનોને રાજકોટની સંસ્થા સહારો આપે છે. રાજકોટમાં આઠ વર્ષથી માનસિક ક્ષતીવાળી દિવ્યાંગ બહેનો જેમના માતા-પિતા હયાત ન હોય, આર્થીક પરિસ્થીતી સારી ન હોય તેવી જરૂરીયાતમંદ 40 દિકરીઓને વિનામુલ્યે આજીવન સાચવી અને તાલીમ આપવામાં આવે છે. જેમની રહેવા જમવાથી સર્વાંગી વિકાસ તાલીમ પ્રવૃત્તિઓ સાથે સમયાંતરે પ્રવાસ કરવાનુ કાર્ય આ સંસ્થા કરે છે. તા.8 ના રોજ આ સંસ્થાની 38 યુવતાઓને 10 કર્મચારી સાથે સોમનાથ આવ્યા હતા. દર્શન પ્રસાદ ભોજન સહિતની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો હતો. સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતી તેમને પ્રવાસે લાવ્યા હતા. દિવ્યાંગ હોવા છતાં સમુદ્રની લહેરો અને શિવની અનુભૂતિ કરી હતી.