એન.બી.એન્ટરપ્રાઈઝ ગાંધીધામના કેસમાં રૂા.101 કરોડના બોગસ બીલો ઈસ્યું કરેલ. અનમોલ સેલ્સ કોર્પોરેશન સુરતના કેસમાં રૂા.166 કરોડના તથા જે.એમ.ઈમ્પેક્ષ રાજકોટના કેસમાં રૂ.132 કરોડના વ્યવહારો મળીને કુલ રૂ.399 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલા હતા. જેથી અન્ય વેપારીઓને રૂા.60 કરોડની વેરાશાખ તબદીલ કરવા માટે આ વ્યક્તિઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા શેખ મુનાફની એલ.જી.એસ.ટી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દસ્તાવેજનો દુર ઉપયોગ કરી નોંધણી નંબર મેળવી રૂા.399 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલ હતા.
7 ફેબ્રુઆરી 2019ના રોજ અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને સુરત ખાતે તપાસ કરવામાં આવેલી આ બન્ને વ્યક્તિઓ દ્વારા નોંધણી નંબર મેળવતી વખતે ખોટા પુરાવાઓ રજૂ કરેલ હતા. અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને સુરત ખાતે કોઈ વેપારી કે ધંધાનું સ્થળ મળી આવેલ ન હતા. જેથી એની.બી.એન્ટરપ્રાઈઝ, જે.એમ.ઈમ્પેક્ષ અને અનમોલ સેલ્સ કોર્પોરેશનની ભાવનગરની બેંક ખાતાની વિગતો પરથી આ પેઢીના માલિકોના ભાવનગરના રહેઠાણની વિગતો મેળવી તપાસ કરવામાં આવેલ.
ભાવનગરમાં મજૂરી કામ કરતા લોકો પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવીને ગરીબ લોકોને લોન આપવાના પ્રલોભનો તથા રોકડ રકમ આપીને દસ્તાવેજની નકલો શેખ મુનાફ અબ્દુલ રશીદભાઈ ઉર્ફે મુના પાંપણ ભાવનગર દ્વારા મેળવવામાં આવેલ હતા. ત્યારબાદ અન્ય વ્યકિત મહંમદ નાસિર હુસૈન કેશવાણી ઉર્ફે મહંમદ ચિકન સાથે મેળાપીપણમાં આવા આધાર પુરાવા અને દસ્તાવેજો એકઠા કરીને બન્ને દ્વારા ગાંધીધામ ખાતે એન.બી. સેન્ટરએન્ટરપ્રાઈઝના નામથી સુરત ખાતે અનમોલ સેલ્સ કોર્પોરેશનના નામથી અને રાજકોટ ખાતે જે.એમ.ઈમ્પેક્ષના નામથી જી.એસ.ટી. કાયદા અન્વયે નોંધણી નંબરો મેળવેલ હતા.
તમામ વ્યક્તિઓએ આપેલ નિવેદન મુજબ તેઓના દસ્તાવેજોનો દૂર ઉપયોગ કરીને નોંધણી નંબર મેળવેલ છે. તેમના દ્વારા કોઈ ધંધાકીય વ્યવહારો કરેલ નથી અને નિવેદનમાં જણાવેલ છે કે, તેઓએ આ દસ્તાવેજો શેખ મુનાફ અબ્દુલ રશીદભાઈ ઉર્ફે મુના પાંપણ અને મહંમદ નાસિર હુસૈન કેશવાણી ઉર્ફે મહંમદ ચિકનને આપેલ હતા. જેઓએ દસ્તાવેજનો દુર ઉપયોગ કરી નોંધણી નંબર મેળવી રૂા.399 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલ હતા.
જેમાં રૂા.60 કરોડની વેરાની રકમ પણ સંડોવાયેલ હતી. આથી ગુજરાલ માલ અને સેવા કર અધિનિયમની જોગવાઈઓને ધ્યાને લઈને ગઈકાલે તા.12/ર/ર019ના રોજ રાત્રે શેખ મુનાફ અબ્દુલ રશિદભાઈ ઉર્ફે મુના પાંપણીની સંયુકત રાજ્ય વેરા કીમશ્ર્નર, વિભાગ 9 ભાવનગરની ટીમ તથા સંયુકત રાજ્ય વેરા કમિશ્ર્નર, વિભાગ-11 રાજકોટની ટીમ દ્વારા સંયુકત રીતે રીતે કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેઓને ભાવનગર ખાતેની જેલમાં મોકલવામાં આવેલ છે. અન્ય વ્યક્તિને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે.