કેન્દ્ર સરકારના ખેતીવાડી વિભાગના આંકડા શાખા વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ગુજરાતમાં ખેડૂતની માસિક આવક રૂ.7926 છે. જેની સામે પંજાબના ખેડૂતની માસિક આવક રૂ.18049 કરતા વધુ છે. એટલે કે પંજાબના ખેડૂતોની તુલનામાં ગુજરાતના ખેડૂતોની આવક માંડ 40 ટકા છે. જ્યારે હરીયાણાના ખેડૂતોની તુલનામાં ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક 54 ટકા જેટલી છે. ગુજરાતમાં ખેડૂતોની એક દિવસની આવક રૂ.264 છે, જે અસંગઠિત ક્ષેત્રે કામ કરતા મજુરો માટે સરકારે નક્કી કરેલી મજૂરી કરતાં પણ ઓછી આવક છે. જે સરકારના દરો કરતાં પણ રૂ.77 પ્રતિ દિવસ ઓછા છે. તેમાંએ ખેડૂતોની જૂદાજૂદા લોકો દ્સાવારા લૂંટ ચલાવવામાં આવતી હોત છે. બરકાંઠાના મોડાસાના ખંભીસર ગામના 400 જેટલા ખેડૂતો સાથે ખેડૂતોના બેંક ધિરાણ ખાતામાંથી રૂપિયા ઉપાડી લઇને રૂ.63 કરોડની છેતરપીંડી થઈ છે. સહકારી મંડળીના સેક્રેટરી ખેડૂતોના ચેકના નાણાં ઉપાડી લઈને છેતરપીંડી કરી છે. સહકારી મંડલીના મંત્રી બેચર નાનજી પ્રજાપતિએ ખેડૂતો પાસેથી વધું ટર્ન ઓવર બતાવવા માટે બતાવવા માટે ખેડૂતો પાસેથી અગાઉથી કોરા ચેક લઈ લીધા હતા. ખેડૂતોના ન્યુ કે.સી.સી., એમ.આર. ડી. એમ. આર. ખાતામાં જમીન પ્રમાણે બેંકમાં રકમ જમા થતી હોય છે. ખંભીસર સેવા સહકારી મંડળી એ ખેડૂતોના ચેક બેંકમાં મોકલી આપ્યા હતા. તે પ્રમાણે બેંકે ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરી દીધા હતા. જોકે આ ખેડૂતો પાસેથી કોરા ચેક મંત્રીએ લીધા હતા તે બારોબાર પોતાના ખાતામાં જમા કરી લીધા હતા. પરંતુ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ત્યારે ખબર પડી હતી કે, સેક્રેટરીએ કોરા ચેકના આધારે આ કૌભાંડ આચર્યુ હતું. પોતે આ કૌભાંડ કર્યું હોવાનું એમણે લેખિતમાં કબૂલ્યું હતું અને સ્ટેમ્પ પેપર પર લખી આપ્યું હતું. તમામ પૈસા પરત કરવા માટે પણ એમણે કહ્યું હતું. પરંતુ પૈસા નફરત કરતા એની સામે ફરિયાદ કરી છે. હવે ગુનો નોંધવામાં આવશે. હવે પોલીસ ફરિયાદ પણ થશે જેમાં બેંકના મેનેજરની પણ શંકાસ્પદ ભૂમિકા હતી એમની સામે પણ પગલા લેવાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આમ ખેડૂતોના નાણા સહકારી મંડળીઓમાં લૂંટી લેવાતા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. પરંતુ એના નિવારણ માટે સહકારી મંડળીના જે કાયદાઓ છે એમાં સુધારો કરવામાં આવતા નથી. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવી પડે છે. અને એમને આર્થિક રીતે મોટા ફફડી રહ્યા છે. સરકાર વહેલો સુધારો નહીં કરે તો ખેડૂતોને હજુ પણ મોટી નુકસાની થશે.