425 કરોડો રૂપિયાનાં ઘરેણાં પહેરીને રમે છે રાસ

 આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળે છે ત્યારે મેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે 50-50 તોલા સોનાના દાગીના કોઈ પણ જાતનાં ડર વગર પેહરીને પૂરા જોશથી મણિયારો રાસ રમે છે.
નવરાત્રીના તહેવારમાં પણ આજે આધુનિકતા ભળી છે અને જુના પ્રાચીન ગરબાઓને બદલે હિન્દી ગીતોનુ ચલણ જોવા મળી રહ્યુ છે, ત્યારે પોરંબદરમાં વર્ષોથી મેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મેરના રાસડા રમે છે તો પુરૂષો મેરના પારપંરીક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે અન્ય ગરબીઓથી આ ગરબી અલગ તરી આવે છે.
અહી પાંચમાં નોરતે આજે પણ આપણી પરંપરાગત જે જૂના ગરબાઓ છે તેની ઝલક જોઈ શકાય છે તો સાથે જ જ્યારે મેર સમાજના પુરૂષો-મહિલાઓ ઢોલ શરણાઈના તાલે રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે. મણિયારા રાસ રમતી વેળાએ પુરૂષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરે છે, તો મહિલાઓ પારંપારિક મેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડાં સાથે દરેક મહિલા લાખો રૂપિયાના પૌરાણીક સોનાના દાગીના પહેરીને રમતી જોવા મળે છે. આ ગરબામાં મહિલાઓ અંદાજે 425 કરોડ રૂપિયાનું સોનું પહેરીને ગરબે રમતી જોવા મળે છે.
 ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે. આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે. મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપારિક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો,કાપડુ, ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રુપિયાના સોનાના દાગીના પહેરે છે.
પોરબંદર મેર સમાજ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ જે એક દિવસ માટે યોજાતા પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે,મેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે. આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે.
ગરબા નૃત્ય એ ગુજરાતની ઓળખ છે જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂંસી નાખવા તરફ વાળી દીધી છે. જયારે આ ગરબાને પોરબંદર જિલ્લાની  મેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપીને જાળવી રાખી છે. અને તે પણ પરંપરાગત પોષાક અને મોંઘા દાટ સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે. મહિલાઓ પણ ભાતીગળ પહેરવેશ અને સોનાના દાગીના પહેરી રાસ રમતી નજરે પડે છે. મેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતિ છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી. ત્યારે બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો. ત્યારથી વિજયોત્સવ મનાવામાં આવે છે. આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રિમાં પરંપરાગત પોષાક પેહરીને રમવામાં આવે છે. ગુજરાતના લોકનૃત્યમાં રાસના ઘણા સ્વરૂપ છે. જેમાંનો એક રાસ છે મણિયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં રમવામાં આવે છે અને દેશ વિદેશમાં કે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે. રાસમાં પુરૂષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોત પોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે.
આજના જમાના સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે.ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાય છે.