ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે તે માફ કરો, કિસાન અધિકાર મંચ

ગાંધીનગર, 4 મે 2021

કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો તો તેમાં ગુજરાતમાં 43 ટકા ખેડૂત પરિવારો દેવામાં હતા. ગામડાંના 58 લાખ પરિવારોમાંથી 67 લાખ પરિવારો ખેતી સાથે જોડાયેલા છે.

40 લાખ ખેડૂત પરિવારોમાંથી 16.74 લાખ કુટુંબો 55 હજાર કરોડના દેવામાં ડૂબેલા હતા. જેમાં 34 હજાર કરોડ કૃષિ પાક માટેની લોન હતી.

જેમાં 5.43 લાખ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું દેવું કૃષિ પાક સિવાના કામ માટે ટર્મલોન તરીકે હતું. જે એક જ વર્ષમાં 50 ટકાનું દેવું વધી ગયું હતું.

કિસાન અધિકાર મંચના ભરતસિંહ આર ઝાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ઘણાજ વરસોથી કુદરતી આપત્તિ મા પાક નિષ્ફળ જતાં તેમજ ઉત્પાદનના પુરા ભાવ ન મલતા કે પાક વિમાના પુરા નાણા ન મલતા ખેડૂતો દેવાદાર બનતા ગયા છે.

દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ગુજરાત સરકાર દેવા નાબુદી કરીને જ્યાં પાક નિષ્ફળ જાય ત્યાં સમયસર અને પુરૂ વળતળ ખેડૂતોને આપવું. તેમ છતાં સરકાર દ્વારા કદી ગુજરાતમા ખેડૂતોના દેવા નાબુદી થયા નથી.

ગયા વર્ષે 2020માં વ્યાજ માફી માટે ઓગષ્ટ મહિના સુઘી પાક ઘીરાણ લોન ભરપાઈ કરવા મૂદત લંબાઈ હતી. આ વખતે પણ જુન માસ સુધી લંબાવવામાં આવી રહી છે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. સરકારે તાત્કાલિક અસરથી પાક ઘીરાણ લોન માફ કરવી જોઈએ. તમામ ખેડૂતો ને બે લાખ રૂપીયા સુઘી કોઈપણ દેવા મે મહિના સુધીના નાબુદ કરવા જોઈએ.

2016થી દેશના તમામ રાજ્યોએ દેવા નાબુદી કરી છે. રૂપાણીએ કરી નથી.

બેંકો દ્વારા દર વર્ષે સરચાર્જ કાપવામાં આવે છે તે બંઘ કરવામાં આવે.

તેમ કિસાન અધિકાર મંચના ભરતસિંહ આર ઝાલાએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર પાક વિમો બંધ કરી દીધો છે તે ફરીથી ચાલુ કરવામાં આવે.

સરકારે જાહેર કર્યું હતું કે, કોરોનામાં ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવાઇ છે.  રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે. વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા.16.30 કરોડનો ખર્ચ ભોગવશે