4500 હેક્ટર માટે ફતેહવાડીમાં પાણી છોડવું તે ફરજ છે

રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-ર૦૧૯માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૧પ જુલાઇથી ૪પ દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.
અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને રપ હજાર હેકટર વિસ્તાર તેમજ ખારીકટ યોજનાના દસક્રોઇ, બારેજા, માતર તાલુકામાં ૪પ૦૦ હેકટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરની સિંચાઇ માટે ૧પ જુલાઇ-ર૦૧૯ થી ર૪ ઓગસ્ટ સુધી એકંદરે ૩૧૦૯ MCFT નર્મદાનું પાણી છોડવામાં આવશે.