પશુપાલન કમિશનર ડૉ. સુરેશ એસ. હોન્નપ્પાગોલે પશુ ચિકિત્સા ક્ષેત્રની માહિતી આપતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં દરેક 10 ગામડાં દીઠ 1 પશુ દવાખાનું કાર્યરત છે. 460 મોબાઇલ પશુ ડિસ્પેન્સરીને મંજૂરી મળી ગઇ છે, જેથી હવે ઘવાયેલા અને રોગગ્રસ્ત પશુઓને સરળતાથી ચિકિત્સા પ્રાપ્ત થશે. તેથી ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં વધારો થશે.
કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.એચ.કેલાવાલાએ જણાવ્યું કે, આ યુનિવર્સિટી વર્ષ 2014માં શરૂં થઇ હતી. આ પાંચમો પદવીદાન સમારોહ છે. પશુપાલન ક્ષેત્રે આ યુનિવર્સિટી દિશાદર્શક પૂરવાર થઇ છે. પાંચમા પદવીદાન સમારોહમાં 4 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, 71 વિદ્યાર્થીઓને બી.ટેક ડિગ્રી અને 129 વિદ્યાર્થીઓને એનિમલ હસબન્ડરીમાં ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત અનુસ્નાતક કક્ષાએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ વેટરનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચના 2 તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિશરીઝ એજ્યુકેશન એન્ડ રિસર્ચના 2 વિદ્યાર્થીઓ તેમજ સ્નાતક કક્ષાએ કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલીના 42 તથા માનસિંહભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી, મહેસાણાના 29 વિદ્યાર્થીઓને કામધેનુ યુનિવર્સિટી દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી.
પશુપાલન પોલીટેકનિક, રાજપુર (નવા), હિંમતનગરના 27, શ્રી ગ્રામ સેવા કેન્દ્ર, ખડસલીના 32, નવસર્જન પશુપાલન પોલીટેકનિક દેવપુરા-રણછોડપુરાના 20, કેશવમ પશુપાલન પોલટેકનિક છાપીના 19, વૃંદાવન પશુપાલન પોલીટેકનિક, જસદણના 19 અને રિધ્ધી પશુપાલન પોલીટેનિક, મોતીપુરાના 11 વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં 7 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઉત્તમ શૈક્ષણિક યોગ્યતા પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડમેડલથી નવાજવામાં આવ્યા હતા. 19મો વર્લ્ડ વેટરનરી ડે છે જેની શરૂઆત વર્ષ 2000માં વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ દ્વારા કરવામાં આવી હતી. પશુપાલન ક્ષેત્રનું મહત્વ વર્ણવતા તેમણે કહ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં સામાજિક અને આર્થિક ક્ષેત્રે ઘણું યોગદાન છે. પશુપાલન ક્ષેત્રે આજે લોકોને રોજગાર પ્રાપ્ત થઇ રહ્યો છે. છેવાડાનો માનવી પણ આ ક્ષેત્રે મહેનત કરી સરળતાથી આર્થિક વિકાસ સાધી શકે છે. પદની રાજ્યપાલે એનાયત કરી હતી.