5 કરોડ લોકો ગુણપત્રકો ઓનલાઈન મેળવી શકશે

ઈ.સ.૧૯૫૨થી અત્યાર સુધીની ધોરણ-૧૦ અને ૧૨ના ગુણપત્રક – માર્કશીટનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સને  ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગર નહીં જવું પડે. ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા માર્કશીટ મળી જશે.  પાંચ કરોડ માર્કશીટનું ડિજીટલાઈઝેશન અને ટેસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

કુરિયર મારફતે ઘરે બેઠા એક અઠવાડીયામાં જ માર્કશીટ મળી જશે. નવી સીસ્ટમને કારણે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે. દર વર્ષે સરેરાશ ૫૦ હજાર જેટલી અસલ પરથી નકલ ગુણપત્રકો ગાંધીનગરની કચેરીએ આપવામાં આવે છે.

ગુણપત્રક મહત્વપૂર્ણ દસ્વાજેજ હોવાથી ક્યારેક તે ખોવાઈ જાય અથવા તો ફાટી કે તૂટી જાય ત્યારે નકલ મેળવવી પડે છે. ગુજરાતની બહાર રહેતા હોય તેમને મોટો ફાયદો થશે.