5 ટકા જંતુનાશક દવાઓમાં ભેળસેળ પકડાઈ

ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો

ખેડા,પંચમહાલ, સુરત અને ડાંગ જિલ્લામાં જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરાયા : ૩૭ નમૂના બિન પ્રમાણિત

છેલ્લા બે વર્ષદરમિયાન ખેડામાં ૩૬૭, પંચમહાલમાં ૧૧૦, સુરતમાં ૨૨૧ તેમજ ડાંગ જિલ્લામાં ૨૬ એમ  જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરવામાં આવ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં ૨૫, પંચમહાલમાં ૦૩, સુરતમાં ૦૮ તેમજ ડાંગમાં ૦૧ એમ કુલ ૩૭ નમૂના બિન પ્રમાણિત થયા છે.

ખેડા જિલ્લામાં ૨૫ બિનપ્રમાણિત નમૂના પૈકી ૨૨ સામે કોર્ટ કેસ કરવામાં આવ્યા છે, જ્યારે એક સામે વહીવટી પગલાં લેવામાં આવ્યા છે અને ૦૨ સામે કાર્યવાહી પ્રગતિમાં છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં ૦૩ બિનપ્રમાણિત નમૂના સામે કોર્ટ કેસ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં ૦૮ બિનપ્રમાણિત નમૂના પૈકી ૦૫ સામે કોર્ટ કેસ અને ૦૧ નમૂનો રી એનાલેસીસમાં પ્રમાણિત થયો છે. આ ઉપરાંત બે બિનપ્રમાણિત નમૂનાઓ માટે કાર્યવાહી પ્રગતિમાં છે. જ્યારે ડાંગ જિલ્લામાં ૦૧ બિનપ્રમાણિત નમૂના માટે કાર્યવાહી પ્રગતિમાં છે.

વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1967 લાભાર્થીઓને ટ્રેકટર સહાય

ગુજરાત વિધાનસભા ખાતે વડોદરા જિલ્લામાં ટ્રેકટર સહાય માટે અરજીઓ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં 1967 લાભાર્થીઓને ટ્રેકટર સહાય ચૂકવાઈ છે. વડોદરા જિલ્લામાં 4555 અરજીઓ આવી હતી તે પૈકી 1967 અરજીઓ મંજૂર કરાઇ હતી. આ યોજના હેઠળ વિવિધ ટ્રેકટરો માટે રૂપિયા ૪૫ હજાર કે તેના ૨૫ ટકા અને રૂ 60 હજાર કે તેના 25 ટકા બેમાંથી જે ઓછુ હોય તે ચૂકવાય છે. અરજી માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર કરેલ અરજીની નકલ, 7-12 અને 8-અના ઉતારાની નકલ, બેંકની પાસબુક, આર.સી.બૂક વીમની નકલ અને એસ.સી., એસ.ટી. જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.

પાવરટીલર માટે ડાંગ નવસારીમાં સહાય

ડાંગ અને નવસારી જિલ્લામાં 8 બીએચપીથી વધુ ક્ષમતાના પાવરટીલર માટે ડાંગમાં 33.30 લાખ અને નવસારી જિલ્લામાં 324.61 લાખની સહાય ચુકવવામાં આવી છે. 2019 અંતિત બે વર્ષની સ્થિતિએ ડાંગમાં 114 અરજીઓ મળી જેમાંથી 55 મંજૂર કરી, રૂ. 33.30 લાખ અને નવસારી જિલ્લામાં 1375 અરજીઓ રાજ્ય સરકારને મળી હતી જેમાંથી 537 અરજીઓ મંજૂર કરી રૂપિયા 324.61 લાખની સહાય ચુકવવામાં આવી છે.

 બાવળામાં એક વર્ષમાં 11,264 નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નોંધાયા

૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ ગ્રામ્ય બાવળા એ.આર.ટી.ઓ. ખાતે 11,264 નવા ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાંથી રૂ. 1.07 કરોડની આવક રાજ્ય સરકારને થઈ છે. લોકોને કાચા ડ્રાઇવિંગ લાઇસન્સમાં વધુ સરળતા રહે તે માટે ITIને પણ સત્તાઓ આપવામાં આવી છે. પાકા લાયસન્સ માટે કુલ 426 પ્રશ્નોમાંથી 15 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી પાસ થવા માટે 11 સાચા હોવા જરૂરી છે. કાચા લાયસન્સ માટે રૂપિયા 150 તેમજ ટેસ્ટ માટે રૂપિયા 50ની ફી લેવામાં આવે છે.

મનરેગા યોજના

વડોદરા અને સુરત જિલ્લામાં મનરેગા યોજનામાં નાણાની ફાળવણી લાભાર્થીઓના બેંક ખાતામાં યોજના અંતર્ગત મળતી રકમ સીધી જ ફંડ ટ્રાન્સફર ઓર્ડર દ્વારા જમા કરવામાં આવે છે. વડોદરા જિલ્લામાં ૩,.૪,૮૪૫ અને સુરત જિલ્લામાં ૧૫,૮૬,૪૨૧ માનવદિનની રોજગારી ઉભી થઇ હતી. તે ઉપરાંત વર્ષ ૨૦૧૯માં વડોદરા જિલ્લામાં ૨,૦૮,૫૪૭ અને સુરત જિલ્લામાં ૯,૪૪,૯૨૬ માનવદિનની રોજગારી ઉભી થઇ હતી. એટલે કે બે વર્ષમાં વડોદરા જિલ્લામાં ૫,૧૩,૩૯૨ અને સુરત જિલ્લામાં ૨૫,૩૧,૩૪૭ મળી બે જિલ્લામાં બે વર્ષમાં ૩૦,૪૪,૭૩૯ માનવદિનની રોજગારી ઉભી થઇ હતી. ૧ એપ્રિલ ૨૦૧૯થી એક માનવદિનની રોજગારીના રૂા.૧૯૯ વેતનદર ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે. બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૮,૩૯,૩૧૮ અને મહીસાગર જિલ્લામાં ૨૫,૩૫,૫૯૧ મળીને બે જિલ્લામાં બે વર્ષમાં કુલ ૩૩,૮૪,૯૦૯ માનવદિન રોજગારી ઉભી થઇ છે.