પ્રજામત – ખાસ અહેવાલ – દિલીપ પટેલ
પાંચ રાજ્યોની ચૂંટણી પછી, ગુજરાતમાં લોકસભા બેઠકમાં પરિવર્તન થઈ શકે, જનાધાર ઘટ્યો
ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા લોકસભાનો અહેવાલ તૈયાર કરાયો હતો, જેમાં લોકસભાની 9 બેઠકો કોંગ્રેસ જીતી શકે એવો અહેવાલ પરિણામોના આધારે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ મગફળી કૌભાંડ અને તળાવ કૌભાંડ બાદ કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં વધુ મજબૂત થતાં લોકસભાની 26 બેઠકમાંથી 11થી 12 બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ હોવાનો પ્રાથમિક અંદાજ હતો. હવે પાંચ રાજ્યની વિધાનસભાની ડિસેમ્બર 2018ની ચૂંટણી પછી ગુજરાતની 26માંથી 15 બેઠકો ભાજપ ગુમાવે એવી સ્થિતી હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યાં છે. આમ ભાજપ હવે ગુજરાતમાં 2014માં નરેન્દ્ર મોદીના પ્રભાવ હેઠળ 100 ટકા 26 બેઠક જીત્યો હતો તે હવે મુખ્ય પ્રધાન રૂપાણીના દુષપ્રભાવ અને દેશમાં ભાજપને 5 રાજ્યોમાં મળેલી કારમી હાર પછી 50 ટકા કરતાં ઓછી બેઠકો મળે એવી હાલ સ્થિતી જોવા મળી રહી છે.
કોંગ્રેસ જીતે જેવી 15 બેઠક
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મજબૂત ગણાય એવી 15 બેઠક છે. અમરેલી, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, જામનગર છે.
ભાજપ જીતે તેવી 11 બેઠક
ભાજપની સૌથી મજબુત ગણાય એવી 11 બેઠકો કચ્છ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, બારડોલી, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર છે.
ગુજરાતના 33 જિલ્લામાંથી કોંગ્રેસના વધુ ધારાસભ્ય હોય એવા 15 જિલ્લાની 11 લોકસભા બેઠક છે.
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો જિલ્લા પ્રમાણે
જિલ્લો – ભાજપ – કોંગ્રેસ
અમરેલી – 00 – 05
જુનાગઢ – 01 – 05
આણંદ – 02 – 05
બનાસકાંઠા – 03 – 05 – 01(અન્ય)
ગીરસોમનાથ – 00 – 04
અરવલ્લી – 00 – 03
સુરેન્દ્રનગર – 01 – 04
પાટણ – 01 – 03
ગાંધીનગર – 02 – 03
મોરબી – 00 – 03
જામનગર – 02 – 03
છોટાઉદેપુર – 01 – 02
તાપી – 00 – 02
નર્મદા – 00 – 01
ડાંગ – 00 – 01
ભાજપના વધુ ધારાસભ્યો ચૂંટાયા હોય એવા 13 જિલ્લા છે .
સુરત – 15 – 01
અમદાવાદ – 15 – 06
વડોદરા – 08 – 02
રાજકોટ – 07 – 01
ભાવનગર – 06 – 01
મહેસાણા – 05 – 02
વલસાડ – 04 – 01
કચ્છ – 04 – 02
પંચમહાલ – 04 – 00 – 01(અન્ય)
નવસારી – 03 – 01
સાબરકાંઠા – 03 – 01
ભરૂચ – 03 – 01 – 01 (અન્ય)
પોરબંદર – 01 – 00
કોંગ્રેસ અને ભાજપના સમાન ધારાસભ્યો હોય એવા 5 જિલ્લા છે .
દ્વારકા – 01 – 01
બોટાદ – 01 – 01
ખેડા – 03 – 03
દાહોદ – 03 – 03
મહીસાગર – 01 – 01 – 01
ભાજપને પરેશાન કરતાં કારણો
- નેતાઓનું ઘમંડ, તોછડાઈ, ઉડાઉ જવાબ, લોકશાહી વિરૃદ્ધના નિર્ણયો, આરટીઆઈ વિરોધી વલણ
- સરકાર સામે બોલનારની સામે ખોટા કેસ કરવા, બંધારણીય હક્કો છીનવી લેવા
- સોશિયલ મિડિયાની આઝાદી અને ટીવી ચેનલોના માલિકો તથા અખબારોના માલિકોની ખરીદી લેવાની પ્રજા સુધી પહોંચેલી વિગતો
- એન્ટીઇન્કમ્બન્સી, પ્રજા વિરોધી ગુજરાત સરકારના નિર્ણયો, એકતરફી નિર્ણયો
- શિક્ષણ, ગૃહ, મહેસૂલ, નાગરિક પુવરઠો, સિંચાઈ, ઉદ્યોગ, નાણાં વિભાગની નિષ્ફળતા
- ગુજરાતમાં મોટા કહેવાય એવા મગફળી, કૃષિ પાક વીમો, પરીક્ષા, પૂર રાહત જેવા 28 કૌભાંડોની લોકમાનસ પર ખરાબ અસર
- ભાજપનો કાબુ બહારનો જૂથવાદ, આંતરિક વિખવાદ, સંગઠન પરનો કાબુ ન રહેવો, સગાવાદ, કુટુંબવાદ, કાર્યકરોની નારાજગી, વ્યાપક પક્ષાંતર, હોર્સટ્રેડિંગ, સાચું કહેતા નેતા અને કાર્યકરોને ધુત્કારી બાજુ પર ધકેલી દેવાની નીતિ
- ખેડૂતોને સિંચાઈનું પાણી ન આપવું, દિવસે વીજળી ન આપવી, ખેડૂતો પર દરોડા
- કેન્દ્રીય ભાજપના એક મોટા નેતાએ ખેડૂતોનું દેવું માફ કરવા આપેલું વચન ન પાળવું.
- ભાજપ પાસે ખેડૂત નેતા જ નથી, કૃષિ વિરોધી નીતિ
- દલિતો, પાટીદારો, બ્રાહ્મણ, રાજપુત જેવા સવર્ણો ભાજપથી મોં ફેરવીને બેઠા છે.
- મોંધવારી, ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે 50 ટકાનો ભાવફેર,
- પેટ્રોલ, રસોઈ ગેસ, ઉદ્યોગ ગેસમાં અને ડિઝલનો ભાવ વધારો
- કેન્દ્રીય ભાજપના નેતાઓના રબ્બરસ્ટેમ્પ મુખ્ય પ્રધાન તરીકેની રૂપાણી સરકારની લોક ઈમેજ
- ગ્રામ્ય નહીં પણ શહેરી પક્ષ અને શહેરો માટેની લાંબાગાળાની નીતિ
- ઉદ્યોગોમાં મંદી, વેપારીઓનું પતન, GST, હીરા અને સર્વિસ સેક્ટરમાં મંદી
- મોટા ઉદ્યોગો તરફી નીતિ, બાયબ્રંટ ગુજરાતમાં સદંતર નિફ્ળતા, ટાટા નેનો અને ફોર્ડ કંપનીનની નિષ્ફળતા.
- 26 સાંસદોએ પ્રજા માટે દિલ્હીમાં કોઈ અવાજ ન ઉઠાવ્યો, સ્થાનિક પ્રજા સાથેના સંપર્કોનો અભાવ,
- ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી થતો અન્યાય ભાજપની સરકારમાં પણ ચાલુ
- કેન્દ્ર સરકારની મોટાભાગની યોજનાઓ નિષ્ફળ, તેનો અમલ ન કરવો
- ભાજપને મત ન આપ્યો હોય એવા ગામ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા વિસ્તારોમાં કામો ન કરવા, પોતાને મત ન આપનાર પ્રજાને ધુત્કારી કાઢવી
- પક્ષ માટે કરોડોનું ફંડ એકઠું કરવું, પક્ષના નેતા સાયકલથી લક્ઝુરીયસ કાર સુધીની ભ્રષ્ટ સફર લોકોની નજરમાં આવી જવી
- વિરોધ પક્ષને સાફ કરી દેવાની નીતિ, વિરોધ પક્ષને ખરીદી લેવાની નીતિ
- વરાછા જેવી વિધાનસભાની 22 બેઠકો પર ભાજપ જીતી શકે તેમ ન હતું તેથી લોકોને EVMથી થતી ચૂંટણી પર ભરોસો ઊઠી ગયો છે.
- વહીવટ પર કોઈ કાબુ નહીં, અધિકારીઓનો બેશુમાર ભ્રષ્ટાચાર, પ્રજાનું ન સાંભળતા અધિકારીઓ
કોંગ્રેસને નડતી બાબતો
- હદ બહારનો જુથવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ,
- કાર્યકરો મુશ્કેલીમાં હોય ત્યારે ને મદદ ન કરવી
- અહેમદ પટેલની ખૂટલ નીતિ, ભાજપને મદદ કરવા ઉમેદવારોની પસંદગી
- ભાજપ સાથેના પક્ષના નેતાઓના મીઠા સબંધો, સરકાર સાથે સબંધો સારા રાખવીની નીતિ,
- વારંવાર હારતાં નેતાઓને ટિકિટો આપવી
- ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યોને ખરીદી લેવા
- ભાજપ સરકાર સામે નબળું વલણ, આક્રમતા નહીં, સરકાર સાથે સમાધાનકારી વલણ
- ભાજપ સરકારના કૌભાંડો જાણતાં હોવા છતાં જાહેર ન કરવા અને પૈસા લઈ સમાધાન કરી લેવું
- જિલ્લા ભાજપના 80 ટકા નેતાઓના કૌભાંડો હોવા છતાં જાહેર ન કરવા
- તક મળે ત્યાં કૌભાંડ કરવા.
- પંચાયતો અને પાલિકામાં પ્રજાના સારા કામ કરવાના બદલે પૈસા બનાવવા વધું ધ્યાન આપવું.
- પંચાયતો અને પાલિકા જીતે છતાં પક્ષાંતર કરે તેમને સમજાવવાના કોઈ પ્રયત્નો નહીં
- પક્ષાંતર કરતાં નેતાઓને ફરી કોંગ્રેસમાં માનભેર લેવા
- જીતી શકે તેવા ઉમેદવારોને ટિકિટો ન આપવી, ભાજપને ફાયદો થાય એવા ઉમેદવારો ક્યાંક પસંદ કરવા
- સાંસદો, ભાજપના ધારાસભ્યો, પ્રધાનો સામે અવાજ ન ઉઠાવવનો
- અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવા, તેમના ભ્રષ્ટાચારો જાણતાં હોવા છતાં જાહેર ન કરવા અને તેમની સાથે પતાવટ કરી લેવી
દેશ અને ગુજરાતના સમાન પ્રવાહ
લોકસભા 2014માં 23 પક્ષોનાં NDAને 336 બેઠક, BJPને 282 બેઠક મળી હતી. કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી હતી, 12 પક્ષોના UPAને માત્ર 60 બેઠક મળી હતી. ઈ.સ.2016 પછી કોંગ્રેસ અને તેની આગેવાનીમાં UPAને મળનારા મતની સંખ્યા વધતી જોવા મળી રહી છે. 2014ની જ રાજકીય સ્થિતિ રહી તો NDAને 211 બેઠક મળી શકે છે, જ્યારે UPA ગઢબંધનને 192 બેઠક જ્યારે અન્યોને 140 સીટો મળી શકે છે. આવી જ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. વિધાનસભામાં ભાજપે લોક સમર્થન ગુમાવી દીધું છે.
કેન્દ્ર અને ગુજરાત સરકાર પર ભરોસો ઊઠી ગયો
ગુજરાતની પ્રજાએ આપણા નેતા સમજીને 2014માં મત આપ્યા હતા. તે ભરોસો હવે ગુજરાતમાં જોવા મળતો નથી. વિશ્વાસ ગુમાવી દેતાં પ્રજા હવે ફરી એક વખત પક્ષ બદલે તેવા સંજોગો જોવા મળી રહ્યાં છે. લોકો પરિવર્તન મત આપીને કરતાં હોય છે. હજુ પણ કેન્દ્ર સરકાર પાસે સમય છે કે તે EVMથી મતદાન કરવાના બદલે મત પત્રકો દ્વારા મતદાન કરાવે. તો જ પ્રજાને ફરી ભરોસો આવશે.