1 લાખના સ્થાને 5 લાખની આવક પાકૃતિક ખેતીથી, દાંતીવાડામાં પ્રયોગો શરૂ

જૈવિક ખેતી મોંઘી, પ્રાકૃતિક ખેતી સસ્તી, દાંતીવાડામાં 90 એકરમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ

4 ઓગસ્ટ 2022

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી – સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ પર સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી માટે યુનિવર્સિટીએ 90 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. જેના પરિણામો આવનારા સમયમાં જાહેર થશે. 10 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી શરૂ કરતાં હવે કૃષિ યુનિવર્સિટીને તેમાં જોડાવું પડ્યું છે. જેમાં હવે પ્રયોગો થશે. જોકે, ગુજરાત ઓર્ગેનિક યુનિવર્સિટી આ ક્ષેત્રે કાઠું કાઢી શકી નથી.

ગુજરાતમાં 2016થી સુભાષ પાલેકર ખેતી શરૂ થઈ હતી. 10 હજાર પ્લોટ ખેડૂતોના છે. વાવવા મંડ્યા છે. ભાવનગરમાં સૌથી વધારે 3500 ખેડૂતો છે. નારસંગ મોરીનું ફાર્મ છે. નિંદવાનું નહીં, 10 મહિને પાણી આપે. કનુભાઈ ભટ્ટ તળાજાનું આવું ફાર્મ છે. 1 લાખની કેરી પાકતી હતી તેમાં હવે 5-6 લાખ આવક થઈ છે.

ગુજરાતના રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ જન અભિયાન સાથે ગુજરાતમાં બે લાખ ખેડુતો જોડાયા છે.

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલનને બાયસેગના જીવંત પ્રસારણ દ્વારા 4 ઓગસ્ટ 2022માં રાજ્યભરના 5 લાખ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ થયો હતો.

ગુજરાતના રાજ્યપાલશ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ખેતી અને ખેડુતોની સમૃધ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે. હરિત ક્રાંતિને એ સમયની આવશ્યતા હતી. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે.

વિશ્વ પર્યાવરણ
ગ્લોબલ વોર્મિગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિનો 24 ટકા ફાળો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ- જમીન અને પર્યાવરણ પ્રદુષિત થયા છે. જમીનની ફળદ્રુપતા દિન- પ્રતિદિન ઘટતી જાય છે. જેના કારણે ખેત ઉત્પાદન પણ સતત ઘટતું રહ્યું છે.

જંતુનાશકો કેન્સર જન્ય
પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધે છે. ઉત્પાદન ઘટવાના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા.

પ્રકૃત્તિક ખેતીમાં ઓછું ખર્ચ
પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે પુરતું ઉત્પાદન મળે છે. જેથી ખેડુતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ સરળ છે.

છ સિધાંતો
પ્રાકૃતિક કૃષિના પાયાના સિધ્ધાંતો બીજામૃત, જીવામૃત- ઘન જીવામૃત, વાપ્સાર, આચ્છાદન અને મિશ્રપાક છે.
જેમાં દેશી ગાયના છાણ- ગૌમૂત્ર- બેસન- ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઘન જીવામૃત તૈયાર થાય છે, જે ખેતી માટે પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે. તેનાથી જમીનમાં સહાયકારી સૂક્ષ્મતજીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃધ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.

1 ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવો
ભારતીય નસલની દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મિ જીવાણુ આવેલા છે. દેશી ગાયનું ગૌ- મૂત્ર ખનીજોનો ભંડાર છે. તેની મદદથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર તરીકે જમીનને પોષણ આપે છે. જંગલના વૃક્ષો અને વનસ્પતિ કોઇ ખાતર કે જંતુનાશક વિના પણ પ્રાકૃતિક રીતે વિકાસ પામે છે, એ જ નિયમ ખેતરમાં પ્રાકૃતિક કૃષિ છે.

પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ એકદમ અલગ છે.

જૈવિક કૃષિમાં અળસિયાંનો ઉપયોગ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. શરૂઆતના વર્ષોમાં જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી. ઉત્પાદન ઘટે છે જેના કારણે જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક ફાર્મીંગ ખેડુતો માટે જોઇએ તેટલું ફાયદાકારક નથી.

પ્રાકૃતિક કૃષિમાં નહિવત કૃષિ ખર્ચ સામે ઉત્પાદન ઘટતું નથી. એટલું જ નહીં સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નની પ્રમાણમાં વધુ કિંમત મળતા સરવાળે ખેડુતોને ફાયદો થાય છે.

અળસિયાં જેવા મિત્ર જીવો ખેડુતો માટે આશીર્વાદરૂપ છે. પ્રાકૃતિક કૃષિથી જમીનમાં જીવોની વૃધ્ધિ થાય છે.

કચરાથી જમીન ઢાંકો
કૃષિ અવશેષોને સળગાવવાને બદલે આવા અવશેષોથી જમીનને ઢાંકવાથી પાકને ફાયદો થાય છે. આચ્છાદનથી જમીનને ઉંચા તાપમાન સામે રક્ષણ મળે છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. પાણીની ૫50 ટકા જેટલી બચત થાય છે. અળસિયાં જેવા મિત્રજીવોને કાર્ય કરવા વાતાવરણ પણ મળી રહે છે.
સન્માન
મહિલા ખેડુતોને દેશી ગાયનું પાલન કરવા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આગ્રહ કર્યો હતો. સુભાષ પાલેકર પ્રેરીત પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવનાર મહિલા ખેડુતોનું સન્માન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના પાકૃતિક કૃષિકારોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

સુભાષ પાલેકર ખેતી જન આંદોલન સમિતિના રાજ્ય સંયોજક પ્રફુલભાઈ સેજલીયા છે. તેઓ કહે છે કે, 30 કિસાન સંઘમાં હતા. ભાવ મળતા નથી. 2016 સુભાષ પાલેકર વર્ગ મેં કર્યો. ખેડૂતોની કમાણી ખાતર બિયારણ, જંતુનાશક, પાણી, મજૂરીમાં જરી રહે છે. પ્રાકૃતિક કૃષિમાં દવા કે ખાતરની જરૂર નથી. 1 ગાયથી 30 એકર ખેતી થાય છે.

મહરાષ્ટ્રમાં ખેતી જોવા ગયા હતા. ત્યાં 100 વર્ષ સુધી શેરડી કે 50 વર્ષ સુધી કવાવવા નથી પડતા. તેમણે વર્ગો કર્યા. ગુજરાતમાં 6 વર્ગ કર્યા હતો.  અમદાવાદના દાસ્તાન ફાર્મમાં વર્ગ કર્યો ત્યારે હિમાચલના રાજ્યપાલને ગુજરાતમાં આવ્યા હતા. પછી તેઓ ગુજરાતના રાજ્યપાલ તરીકે આવ્યા છે.

ગુજરાતમાં 2016થી સુભાષ પાલેકર ખેતી શરૂ કરી હતી. 10 હજાર પ્લોટ ખેડૂતોના છે. વાવવા મંડ્યા છે. ભાવનગરમાં સૌથી વધારે 3500 ખેડૂતો છે. નારસંગ મોરીનું ફાર્મ છે. નિંદવાનું નહીં, 10 મહિને પાણી આપે. કનુભાઈ ભટ્ટ તળાજાનું આવું ફાર્મ છે.

1 લાખ કેરીના આવતા હતા તે હવે 5-6 લાખ થઈ શકે છે.

ગુજરાતના ખેડૂતોના 100 પ્લોટ માસ્ટર પ્લોટ બની ગયા છે. સિંગલ પાક નહીં પણ 10 થી 15 પાક વાવી શકાય છે.  શાકભાજી, બાગાયત, પ્રકાશ આધારીત બાગ, હળદળ જેવા પાક સાથે વાવવા જોઈએ. આંબાના બગીચામાં હળદળ વાવવાથી બે ગણી આવક કરી શકાય છે.

ગુજરાતના ઘણાં ખેડૂતોએ જંગલ મોડેલ અપવીને કોઈ ખર્ચ કર્યા વગર રોજ ધાન્ય, શાકભાજી, ફળોનો પાક લે છે. ગુજરાતમાં 1.50 લાખથી 2 લાખ ખેડૂતો પાકૃતિક ખેતીમાં જોડાઈ ગયા છે.