સરકારને 5 સવાલ – પ્રશ્ન પૂછનારનું માઈક કેમ લઈ લીધું ?  

ધમણની ધમાલ 10

ગાંધીનગર, 21 મે 2020

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.

આ રહ્યાં 5 સવાલ

1 – ડેમો વખતે અમદાવાદના પત્રકારે જયોતિ સીએનસીના સીએમડી પરાક્રમસિંહ જાડેજાને ‘વેન્ટીલેટર’ની પર્ફોમન્સ ટ્રાયલ વિષે પૂછયું હતું. તે જવાબ આપે એ પહેલાં અમદાવાદ સિવિલ ખાતેના ફરજ પરના ખાસ અધિકારી અને સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો. એમ.એમ.પ્રભાકરે માઈક ઝુંટવી લઈ ધ્યાન ભટકાવ્યું હતું. શા માટે આવું ખરાબ વર્તન કર્યું હતું. પ્રશ્નનો જવાબ ત્યારે કેમ ન અપાયો અને આજે કેમ અપાતો નથી ?

2 – ગુજરાતમાં રાજય સરકારની 900 હોસ્પિટલમાં આ મશીન કોરોનાના દર્દીઓની સારવાર માટે ફીટ કરાયા છે. તે કઈ કઈ હોસ્પિટલોમાં મૂકાયા છે અને તેનું પરફોર્મન્સ કેવું છે ? તેનો જવાબ આપો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી.

3 – અમ્બુ બેગને વેન્ટીલેટર ગણાવવામાં શા માટે આવ્યું ?

4 – ધમણ માટે ગુજરાત સરકારે મેડીકલ ડિવાઈસીસ રૂલ્સ 2017નો ભંગ કરી ઈકિવપમેન્ટને પર્ફોમન્સ ટ્રાયલ કેમ ન લીધા ? ચકાસણી વગર આ બેગની ડીલીવરી કયા અધિકારીએ કોના કહેવાથી લીધી જે કેમ જાહેર કરવામાં આવતું નથી.

5 – મશીનની ટ્રાયલ માટે નિયમ મુજબ એથિકસ કમીટીની પણ રચના કરવી જોઈતી હતી તે કેમ ન કરવામાં આવી ?