શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ છે. નારોલ વિસ્તારમાં આવેલ રંગોલીનગરમાં રૂ.50 કરોડની જમીનનો સોદો કરનાર હાથીજણના રહીશની 42 વર્ષીય કનુભાઇ રામજીભાઇ પ્રજાપતિની રહસ્યમય સંજોગોમાં લાશ મળી હતી. પોલીસ વ્યક્તિના મોતને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ કરી રહી હોવાનાે દાવો કરી રહી છે ત્યારે પરિવારજનો જમીનના વિવાદમાં ઘાતકી હત્યા કરાઇ હોવાનાે આક્ષેપ કરી રહ્યાં છે. મરનારની બન્ને આંખો કાઢી લેવામાં આવી છે.
હાથીજણ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇિવંગ કરતા કનુભાઇનું કુદરતી મોત થયું હોવાનું પોલીસે જાહેર કર્યું હતું. નોિળયા તેમની બન્ને આંખો કાઢીને લઇ ગયા છે. પરંતુ કનુભાઇનાં પત્ની રશ્મીબહેન આક્ષેપ કરી રહ્યાં છે કે તેમની હત્યા થઈ છે. કનુભાઇની સાંતેજમાં જમીન આવેલી છે, જેનો રૂ.50 કરોડ સોદો થયો છે. જમીનના વિવાદમાં કનુભાઇને તેમના બહેનો સાથે ઝઘડો ચાલતો હતો. અવારનવાર કનુભાઇ નારોલ આવતા હતા. તેમની જમીન હડપ કરવા માટે િચક્કાર દારૂ પીવડાવતા હતા. કનુભાઇ િચક્કાર દારૂ પીતા હતા ત્યારે તેમનો પુત્ર તેમને ઘરે લઇ જતો હતો.
દારૂનો નશો ઊતરી ગયા પછી કનુભાઇ કહેતા હતા કે જમીનના દસ્તાવેજો પર સહી કરવા માટે દારૂ પીવડાવ્યો હતો. ગઇ કાલે પણ કનુભાઇને ચિક્કાર દારૂ પીવડાવીને જમીનના કાગળો પર સહીઓ કરાવી લીધી હતી અને ત્યારબાદ તેમની હત્યા કરીને આંખો કાઢી લીધી હતી. જમીન પચાવી પાડવા માટે પૂર્વ આયોિજત કાવતરું ઘડીને કનુભાઇની હત્યા કરાઈ છે. રૂ.50 કરોડ હડપ કરવા માટે કનુભાઇને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.