Despite the loss of 10 lakh rounds, Congress did not take Shah’s name. 10 लाख फेरों के नुकसान के बावजूद कांग्रेस ने शाह का नाम नहीं लिया
અમદાવાદ, 26 ડિસેમ્બર 2023
રાકેશ મહેરિયા ગુજરાત લારી ગલ્લા પાથરણા સંઘના પ્રમુખ છે. તેમના મતે ગુજરાતમાં અંદાજે 15 લાખ લારી, ફેરી, ગલ્લાં અને પાથરણા છે. પણ સરકારે 6 લાખ ફેરિયાઓને વ્યાજે રૂ.700 કરોડની લોન અપાવી છે. આમ ત્રીજા ભાગના ફેરિયા બતાવવામાં આવે છે. 9થી 10 લાખ લોકોને રસ્તા પરથી ગુમ કરી દેવામાં આવ્યા છે. અમિત શાહે જાહેરાત કરી તેની વિગતોને બીજા દિવસે કોંગ્રેસે શાહનું નામ લીધા વગર પડકાર ફેંક્યો હતો પણ, હંમેશની જેમ અમિત શાહનું નામ લેવાની કોંગ્રેસ પ્રવક્તાએ હિંમત બતાવી ન હતી. મગનું નામ મરી નથી પાડતી તેમ અમિત શાહનું નામ લેતી નથી. જોકે, આખી કોંગ્રેસમાં કોઈ અમિત શાહનું નામ લેવાની હિંમત કરતા નથી.
સરકાર પહેલા રસ્તા પર કામ કરતાં પથ વિક્રેતા – ફેરિયાઓને મફત છત્રી આપતી હતી. હવે છત્રી સાથે 16 લાખ લારી ગલ્લા આખા રાજ્યમાં ઉછાવી લેવામાં આવે છે.
અમિત શાહ
25 ડિસેમ્બર 2023માં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, અમદાવાદ શહેર ફેરિયા સ્વનિધિ યોજનાના લાભોના વિતરણમાં દેશભરમાં સૌથી પ્રથમ ક્રમે છે. શહેરમાં 1 લાખ 55 હજાર 106 શેરી ફેરિયાઓ સામે 1 લાખ 49 હજાર ફેરિયાઓને રૂ. 187 કરોડ લોન આપી હતી. જેમાં 45 ટકા મહિલાઓ છે. દેશમાં 40 લાખ ફેરિયાઓ આજે ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા છે.
ગુજરાતમાં ફેરિયા સ્વનિધિમાં 6 લાખ ફેરિયાઓને રૂા. 700 કરોડની લોન આપી છે. ગાંધીનગરમાં 5 લાખ 80 હજાર છે. અમદાવાદમાં 3 કરોડ 25 લાખ વ્યાજ સબસીડી આપી છે. એમ શાહે કહ્યું હતું.
કોંગ્રેસ
પોલીસ, કોર્પોરેશનના દબાણ વિભાગ ગેરકાયદેસર રીતે લારી, ગલ્લા, ખુચ્ચા, પાથરણાવાળા ગરીબ લોકો પાસે હપ્તા વસૂલવાનું નેટવર્ક ચાલી રહ્યું છે જેનો ભોગ ગરીબ, સામાન્યવર્ગના નાગરિકો બની રહ્યાં છે. કોંગ્રેસ તમામ જગ્યા પર પ્રદર્શન કરશે. લારી ગલ્લા અને ખુચ્ચાવાળા સહિત તમામ લોકો સન્માન સાથે ડર, ભય વિના આજીવીકા મેળવી શકે તે માટે લડત કરવામાં આવશે.
600 કરોડના હપ્તા
ડાયરી પ્રથામાં 10 થી 25 ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે. 16 લાખ ફેરિયાઓ પાસેથી દર મહિને મોટા શહેરોમાં રૂ.500થી 900 અને નાના શહેરોમાં રૂ.100થી 400 સુધી હપ્તા લેવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ, ખોરાક અને ઔષધ વિભાગ, દબાણ ખાતુ અને પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે. એક લારી કે ગલ્લા પાસે સરેરાશ 300 રૂપિયા 4 એજન્સીના અલગ અગલ ગણવામાં આવે તો મહિને રૂ.50 કરોડનો હપ્તો વસૂલાય છે. વર્ષે રૂ.600 કરોડની લાંચ લેવામાં આવે છે. જોકે, દરેક સ્થળે આવું ચાલે છે એવું નથી.
સાંકડા પગદંડી અને રસ્તા
અમદાવાદમાં ફૂટપાથો જૂજ છે. એ બહુ સાંકડા છે અને કેટલાક ઠેકાણે તો માત્ર 50 સેન્ટિમીટર જ પહોળા છે, કારણે લોકોએ રસ્તા પર ચાલવું પડે છે. તેથી રાહદારીઓના માર્ગમાં માત્ર ફેરિયાઓ જ નથી આવતા. હકીકતમાં અમદાવાદમાં ચાલી શકાય તેવા, યોગ્ય ફૂટપાથ જ નથી.
તત્કાલીન કેન્દ્રની કોંગ્રેસ સરકાર પ્રોટેક્શન ઓફ લાઈવીહૂડ એન્ડ સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાવવામાં આવ્યો હતો. બીજીબાજુ ભાજપ સરકાર-કોર્પોરેશન, નગરપાલિકાના સત્તાતંત્રોની મનમાની-દાદાગીરીને લીધે ગરીબ, સામાન્યવર્ગ ભોગ બની રહ્યાં છે.
ગાયબ થયા
8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં ફેરિયાઓ માટે કંઈ ખાસ થયું નથી. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 2016 પછી શહેરમાં સ્ટ્રીટ વેન્ડરોનો સરવે કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 67,197 સ્ટ્રીટ વેન્ડરની નોંધણી કરી હતી. પછી ફરીથી મુલાકાત કરી તો 28,819 ફેરિયાઓ ગાયબ થઇ ગયા હતા. 32,426 ફેરિયાઓની અરજીઓ મંજુર છે.
ગુજરાતના 10 શહેરોમાં ફેરિયાઓ ગાયબ થવામાં અમદાવાદ શહેર મોખરે છે. દેશમાં ત્રીજા ક્રમે છે. ફેરિયાઓને જગ્યા ફાળવીને તેમને વસાવવા પડે તેમ છે. તેમના રોજગારના અધિકારનું જતન કરવું પડે તેમ છે. જોકે, આજદિન સુધી આ દિશામાં કોઇ ચોક્કસ પગલાં લેવાયા નથી.
અમદાવાદ નિષ્ફળ
અમદાવાદ મહાનગર પાલિકાએ આજદિન સુધી ફેરિયાઓનો સરવે કરીને તેની માહિતી જાહેર કરી નથી, ટાઉન વેન્ડીંગ કમિટીની રચના કરી નથી. ટાઉન સ્ટ્રીટ વેન્ડર્સ પ્લાન બનાવ્યો નથી, ટાઉન વેન્ડિંગ પ્લાનની અમલવારી કરી નથી, સ્ટ્રીટ વેન્ડરોને જગ્યાની ફાળવણી કરી નથી. એક દાયકાથી અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ વેન્ડરોના હીતમાં કોઇ નિર્ણય લેવાયો નથી. કોઇ સ્ટ્રીટ વેન્ડરોને તેમનો અધિકાર આપવામાં આવ્યો નથી. ભાજપની માનસિકતા લોકોને મજબુર બનાવવાની છે. કોંગ્રેસની માનસિકતા લોકોને સન્માન સાથે આજીવિકા દ્વારા સશક્ત-મજબુત બનાવવાની છે. એવું કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું.
લોન આપી લારી ઉઠાવી
કેન્દ્ર સરકાર લોન આપે છે અને 8 મહાનગરોમાં ફેરિયાઓનો રોજગાર છીનવવામાં આવી રહ્યો છે, દૈનિક ધોરણે ફેરિયાઓને પરેશાન કરવામાં આવે છે. તેમની લારીઓ ઉઠાવી લેવામાં આવે છે. તેઓને કનડગત કરવામાં આવે છે સાથે તેઓની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં એક લાખ ફેરિયાઓને લોન આપવામાં આવી છે.
ફેરિયાઓ માને છે કે, 10 હજાર રુપિયાની લોન આપીને લારી ઉપાડી લે છે, તો ધંધો ક્યાં કરવો. ઘર કેમ ચલાવવું.
11 ટકાને જ ફાયદો
દેશમાં 2021માં થયેલા સર્વેક્ષણ કરાયેલા 75% જેટલા વિક્રેતાઓ સંવેદનશીલ C અને D શ્રેણીના હતા અને માત્ર 11% ઉત્તરદાતાઓએ રૂ. 10,000ની લોન મેળવી છે. અભ્યાસમાં 10 રાજ્યોમાં ફેલાયેલા 15 શહેરોમાંથી 1,600 ઉત્તરદાતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને રોગચાળાનો બીજો ઉછાળો આવે તે પહેલાં જ હાથ ધરવામાં આવ્યો હતો, જેના કારણે અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજીવિકાનું સંકટ ઊભું થયું હતું. 4 જાન્યુઆરી, 2021 ના રોજ 125 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ શરૂ કરી હતી.
ગુજરાતના 33 જિલ્લામાં ફેરિયાની સંખ્યા
જિલ્લો ફેરિયાની સંખ્યા ફેરીયા ઝોન
અમદાવાદ 65460 NA
અમરેલી 3314 NA
આણંદ 5934 NA
અરવલ્લી 1131 NA
બનાસકાંઠા 4884 NA
ભરૂચ 2618 NA
ભાવનગર 3628 NA
બોટાદ 1438 NA
છોટાઉદેપુર 337 NA
દાહોદ 2562 NA
દેવભૂમિ દ્વારકા 2166 NA
ગાંધીનગર 4310 NA
ગીરસોમનાથ 4219 NA
જામનગર 4650 NA
જુનાગઢ 4704 NA
ખેડા 5847 NA
કચ્છ 6181 NA
મહેસેના 3843 NA
મહીસાગર 1316 NA
મોરાબી 3141 NA
નર્મદા 280 NA
નવસારી 2407 NA
પંચમહાલ 2408 NA
પાટણ 3045 NA
પોરબંદર 2223 NA
રાજકોટ 10916 NA
સાબરકાંઠા 2414 NA
સુરત 30313 NA
સુરેન્દ્રનગર 3948 NA
તાપી 1212 NA
વડોદરા 14384 NA
વલસાડ 4652 NA
કુલ 209885 NA
કેન્દ્ર સરકારે લોકસભામાં જાહેર કર્યું હતું કે, 49.48 લાખ શેરી વિક્રેતાઓની ઓળખ કરવામાં આવી છે.
સંખ્યા લાખમાં
ઉત્તર પ્રદેશ – 8.49
મધ્ય પ્રદેશ – 7.04
મહારાષ્ટ્ર – 5.84
તેલંગાણા – 5.02
ગુજરાત – 3.21
તમિલનાડુ – 3.09
આંધ્ર પ્રદેશ – 2.57
કર્ણાટક – 2.65
દિલ્હી – 0.72
બિહાર – 1.57
પશ્ચિમ બંગાળ – 0.0673 સ્ટ્રીટ વેન્ડર છે.
પશ્ચિમ બંગાળમાં સૌથી ઓછા 673 છે.
સિક્કિમમાં કોઈ સ્ટ્રીટ વેન્ડર્સની ઓળખ કરવામાં આવી નથી.
પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજના હેઠળ, વિક્રેતાઓ પાછલા હપ્તાની ચુકવણી પર રૂ. 10,000 સુધીની કાર્યકારી મૂડીની લોન લઈ શકે છે, ત્યારબાદ બીજા અને ત્રીજા હપ્તામાં રૂ. 20,000 અને રૂ. 50,000ની લોન લઈ શકે છે.
સમિતિ
નવેમ્બર 2016માં સંસદ દ્વારા નેશનલ સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઈવલીહુડ એન્ડ રૂલ્સ ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ-2014 પસાર થયાના લગભગ બે વર્ષ બાદ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ‘સ્ટ્રીટ વેન્ડર્સ (આજીવિકાનું રક્ષણ અને સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ-2014 પસાર કર્યો હતો. આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો, તમામ નગરપાલિકાઓ અને અન્ય શહેરી વિકાસ સત્તામંડળોએ ‘ટાઉન વેન્ડિંગ કમિટીઓ’ની રચના કરવાની છે. જેમાં 8 સભ્યો ફેરીયા હશે.
સ્ટેટસ પેપર
દરેક સ્થાનિક સત્તાધિકારીએ વિગતો આપતા નકશા સાથે ‘સ્ટેટસ પેપર અને સ્ટ્રીટ વેન્ડિંગ સિનેરીયો’ તૈયાર કરવાનો હતો. નકશામાં વિક્રેતાઓની અંદાજિત સંખ્યા, વેન્ડિંગ માટે નફાકારક અને નફાકારક વિસ્તારો વિશેની માહિતી અને વિસ્તારમાં વેચાયેલી વસ્તુઓના પ્રકારો સૂચવવાના હોય છે. સ્ટ્રીટ વેન્ડર ઝોન નક્કી કરશે. દરેક ઝોનમાં વિક્રેતાઓને રજિસ્ટર્ડ નંબર સાથે વિસ્તાર ફાળવવાના હોય છે. દરેકને વેચાણકર્તા પ્રમાણપત્ર (લાયસન્સ) આપવાના હતા.
દરોડાઓથી તેમની આજીવિકા ગુમાવી રહ્યા છે. સન્માન સાથે રોજગાર મળી શકે તે માટે શહેરોમાં માર્ગો ઉપર ધંધો કરતાં લારી કે રેકડી લઇને ફરતાં ફેરિયાઓને તેમના રોજગારનું રક્ષણ મળે તે માટે મહત્વનો કાયદો બનાવેલો છે.
4 વર્ષ પછી
સ્ટ્રીટ વેન્ડર્સ કાયદાનો અમલ કરવામાં 4 વર્ષ પછી ગુજરાત 20માં ક્રમે છે, જ્યારે દિલ્હી દેશમાં શ્રેષ્ઠ છે. શહેરોએ સર્વે કરીને જગ્યા તૈયાર કરી નથી. દિલ્હી સરકાર સૌથી વધુ સ્ટ્રીટ ફ્રેન્ડલી છે. સંપૂર્ણપણે શેરીઓમાંથી બહાર કાઢવી જોઈએ નહીં. શેરીઓ ફેરીઓને ધ્યાનમાં રાખીને હવે ડિઝાઈન બનાવવી પડશે.
અમદાવાદ શહેરમાંથી 5 હજાર શેરી વિક્રેતાઓની મોટાપાયે કઢાયા હતા. વર્ષો પહેલા શહેરમાં 38 વિક્રેતાઓ બહાર આવ્યા હતા.
સુરતમાં 18 સભ્યોની કામચલાઉ ટાઉન વેન્ડિંગ સમિતિ બની હતી. સુરતમાં 18 હજાર લોકોની ઓળખ કરવામાં આવી. સુરતની શેરીઓમાં 45થી 50 હજાર શેરી ફેરિયા છે. જેમાં માત્ર 2,800 હોકર્સને લાઇસન્સ આપ્યા હતા.
વડોદરામાં સરવેમાં 11 હજાર ફેરિયાઓ શોધાયા હતા. જેમાં 724 લોકોને જ પરવાના અપાયા હતા.
2022માં
જૂન 2020 થી જૂલાઈ 2022માં ગુજરાતમાં, સ્વનિધિ યોજનાનો 2.35 લાખ શેરી વિક્રેતાઓને લાભ મળ્યો હતો. અમદાવાદમાં 1.07 નોંધણીઓ સામે માત્ર 50 ટકાને રૂ.263 કરોડની લોન મળી હતી. 25 ટકા (અરજીઓ) નામંજૂર કરવામાં આવી હતી.
2023
જૂલાઈ 2023માં શેરી વિક્રેતાઓને લોનમાં મોટા રાજ્યોમાં ગુજરાત હાલમાં પાંચમા ક્રમે હતું.
ત્રણ વર્ષમાં
ગુજરાતમાં વર્ષ 2020-21થી 2022-23ના ત્રણ વર્ષના અરસામાં લોન મેળવવા 4,33,266 અરજીઓ મળી હતી, જેમાં 3,20,328 અરજી મંજૂર કરી હતી. ત્રણ વર્ષમાં 1,12,938 ફેરિયાઓની લોનની અરજી નામંજૂર થઈ છે. ત્રણ વર્ષમાં ગુજરાતમાં ફેરિયા-પાથરણાં વાળાને 350 કરોડની લોન આપવામાં આવી છે જ્યારે લોન પછી ફેરિયાઓએ અત્યાર સુધીમાં 100 કરોડની લોનની પાછી ભરપાઈ પણ કરી છે.
પોલીસને જવાબદારી
દરેક પોલીસ મથકને લારીગલ્લાની વિગતો મેળવવા કહેવામાં આવ્યું હતું. જરૂરિયાતવાળા લોકોને શોધી અને તે તમામને લોક દરબારમાં લાવવાની જવાબદારી સોંપી હતી.
સરદાર બંધ
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા બંધ પાસે આવેલા એકતાની પુતળા પાસે 6 ગામના આદિવાસી ગ્રામજનોના 300 લારી, પાથરમા, ગલ્લા ઉઠાવી દેવાયા હતા. રોજગારી ઝૂંટવી બેકાર બનાવી દીધા છે. પ્રવાસનના નામે 6 ગામની 1700 એકર જમીનમાંથી 1100 એકર જમીન સરકારે લઈ લીધી છે. તેઓ ફૂડ કોર્ટ ચલાવી શકે તેમ છે છતાં તેમને આપવામાં આવતો નથી.