RSS – રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ૧૯૨૫ થી ૨૦૧૮ સુધીની ગુજરાત યાત્રા

2018
વિજયાદશમીએ ૯૩માં વર્ષમાં RSSનો પ્રવેશ: હાલ ૧.૫૦ લાખ સ્વયંસેવકો કાર્યરત
આજકાલ પુરા વિશ્વમાં આર.એસ.આર. ને જાણવા માટે લોકો ઇચ્છા દશાવી રહ્યા છે. એવું તે સંઘમાં શું છે ? તે રાષ્ટ્રના કોઇપણ પ્રશ્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે અને હવે તો સંઘ પાસે જ અપેક્ષાઓ વધતી જાય છે. આમ પણ અનેક સંસ્થા સંઘનો જુઠ્ઠો પ્રચાર કરી કટોકટી નાખી છતાં પણ સંઘની શકિત વધતી ગઇ આજકાલ પણ ઇન્ટરનેટના યુગમાં પણ આંગળીના ટેરવે યુવાનો નેટ દ્વારા સંઘને જાણી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના ૧૯૨૫માં વિજયા દશમી ના દિવસે નાગપુરમાં મોહિતેવાડ મેદાન ખાતે થયેલ આજે પુરા ભારતમાં ૯૫ ટકા જીલ્લાઓમાં સંઘનું કામ ચાલુ છે. દેશમા: ૩૭,૧૯૦ સ્થાનો પર ૫૮,૯૬૭ નિત્ય શાખા, ૧૬,૪૦૫ સાપ્તાહીત મિલન અને ૭,૯૭૬ સંઘ મંડળી કાર્યરત છે. આમ કુલ ૮૩,૩૪૮ સ્થાનો પર સંઘની ગતીવિધી ચાલે છે શાખા દ્વારા સંઘના ૧.૫૦ લાખ સ્વયસેવકો સેવાકાર્યમાં લાગ્યા છે.

ગમે તેવી આફતોમાં સંઘનું કામ નિરંતર વધેલ છે ત્યારે આજે પણ સંઘની આ વિશેષતા જાણવા લોકોમાં ઉત્સુકતા વધતી જાય છે ત્યારે સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર… પ્રથમ સંઘને જાણો…. ઓળખવાનો પ્રયત્નો કરો….. પછી બોલો… રાષ્ટ્રને સંગઠીત કરવાનું પવિત્ર લક્ષ્ય અર્થાત આપણા બધા દેશવાસીઓને સમાન ચિરકાલીન માતૃભકિતની ભાવના ભરીને તેમને રાષ્ટ્રસુત્રમાં જોડવાનું કાર્ય અત્યંત જટીલ છે.

આપણે જેને સંગઠીત કરવા માંગીએ છીએ તેઓ અસંગઠીત છે. આમાથી કાર્યોપયોગી વ્યકિતને શોધવી તેમને સન્માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સુત્રબઘ્ધ અનુશાસિત આચરણ માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલુ નથી છતાં પણ સદીયો પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મર્દો સજર્યા એમ કહેવાય છે.

દ્વિતીય સરસંઘચાલકજી પૂ. માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી) ના જીવનકાળમાં શર થયો હતો. તેઓ નાગપુર બનારસ હિન્દ હિન્દુ વિશ્વ વિઘાલયમ) બે વર્ષ અઘ્યાપક કાર્ય કરી વિઘાર્થી પ્રિય થયા. વિઘાથી લાડથી ગુરુજી કહેતા ત્યારથી ગુરીજી થી પ્રખ્યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્વયસેવકો હિત ચિંતકોમાં ગુરુજી તરીકે પ્રસિઘ્ધ થયા.

સંઘના તૃતીય સરસંઘ ચાલક પુ મધુકર દત્તાત્રેય દેવરસ (બાબાસાહેબ દેવરસ) ના સમયમાં ત્રીજો ભાગ શરુ થયોત્યારે રાષ્ટ્રીય સ્વયસેવક સાીબત કર્યુ કે રાષ્ટ્ર ઉપર આવેલા લોકતાંત્રિક અથવા ભૌગોલિક સંકટોના સમય એક સાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કટોકટી વિરુઘ્ધનો સફળ સંઘર્ષ અને પ્રાકૃતિક મુશ્કેલીઓના સમયે સમાજસેવાના માઘ્યમથી આ સિઘ્ધ થયેલ.

સંઘના ચતુર્થ સરસંઘચાલક પ્રો. રાજેન્દ્રસિંહ જેઓને ગામના વડીલો વૃઘ્ધો અને સગાસંબંધીઓ રાજ તરીકે સબધોતા અને સંઘમાં રાજુભૈયાના નામે લોકપ્રિય થયા. અલ્હાબાદ વિશ્વ વિઘાલયમાં સફળ સંઘર્ષ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૌતિકની સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠિત પરિસ્થિતિમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવગત વિશિષ્ટતા હતી.

પાંચમાં સરસંઘચાલક કુપ સી. સુદર્શનજી કે જેઓના જન્મ ૧૮ જુન ૧૯૩૧ ના રોજ મઘ્ય પ્રદેશના રાધપુર શહેરમાં થયો. નાનપણથી જ મેધાવી એવા સુદર્શનજી ટેલી કોમ્યુનિકેશનમાં એન્જીયરીંગની પદવી ધરાવે છે. ભર યુવા વયે ર૩માં વર્ષે ૧૯૫૪ ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નીકળ્યા સુદર્શનજી સંઘ કાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા.

છઠ્ઠા સરસંઘચાલક મોહનજી ભાગવતને જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૦ ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો તેમના પિતા મા. મધુકરરાવજી ભાગવત ૧૯૪૪ ગામોમાં સંઘ કાર્યની શાખાની જાળ પાથરી હતી. મોહનરાવ ભાગવતે પંજાબ રાવ કૃષિ શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા.

2018

ગુજરાતમાં સંઘે 2850 નવા સ્વયંસેવકો તૈયાર કર્યા છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના પ્રારંભમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી દ્વારા વાર્ષિક અહેવાલ આપવામાં આવ્યો હતો. પ્રતિનિધિ સભામાં પરિવાર ક્ષેત્રના 35 સંગઠનના 1538 શીર્ષસ્થ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા. જે અપેક્ષિત સંખ્યા 90% ઉપસ્થિતિ છે. સંઘની કામગીરી દેશના કુલ 95% જિલ્લામાં ચાલું છે. દેશમાં 37,190 સ્થાનો પર 58,967 નિત્ય શાખા, 16,405 સાપ્તાહિક મિલન, 7,976 સંઘ મંડળી કાર્યરત છે. આ પ્રકારે કુલ 83,348 સ્થાનો પર સંઘની ગતિવિધિ ચાલે છે.

2017-18માં સંઘ કાર્યકર્તા ઓ માટે 2,035 સ્થાનો પર વિશેષ પ્રશિક્ષણ વર્ગના આયોજન થયું હતું. સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષનું 86 સ્થાનો પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 24,139 કાર્યકર્તાઓ ને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. 1,180 સ્થાનો પર 7 દિવસીય પ્રાથમિક વર્ગનું આયોજન થયું હતું જેમાં 95,318 કાર્યકર્તાઓ એ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આ પ્રકારે કુલ 1,266 સ્થાનો પર 1,19,457 કાર્યકર્તાઓ એ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

5 જુન 2018

વડોદરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – પશ્ર્ચિમ ક્ષેત્ર સંઘ શિક્ષા વર્ગ દ્વિતિય વર્ષ વડોદરા ખાતે સંપન્ન
સંઘને ઓળખવા માટે સંઘની નજીક આવવું પડશે : ડૉ. જયંતિભાઈ ભાડેસિયા

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા રા.સ્વ.સંઘના પશ્ર્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંઘની સૌપ્રથમ શાખા પણ આ જ વડોદરા નગરમાં લાગી હતી. એટલે કે ગુજરાતમાં સંઘનો પાયો વડોદરા નગરમાં જ નખાયો હતો. સંઘના સ્વયંસેવકોએ ૨૦ દિવસ જે પ્રશિક્ષણ મેળવ્યું છે તેનું તમારી સામે પ્રદર્શન કર્યું છે  હાલ સંઘનું નામ ન સાંભળ્યું હોય તેવી કોઈ વ્યક્તિ નહીં મળે, કારણ કે સંઘ કાશ્મીરની ઘાટીઓથી માંડી કેરલની ધરતી પર પૂર્વોત્તર ભારતમાં સિક્કિમ અરુણાચલથી અને મણિપુરથી લઈ કચ્છની ધરતી સુધી વિસ્તરી ચૂક્યો છે. ૫૭ હજારથી વધુ સંઘની શાખાઓ ૧૫,૦૦૦થી વધુ સાપ્તાહિક મિલન અને અનેક માસિક મિલનોમાં કામ કરતા સંઘના સ્વયંસેવકો દરરોજ ભારતમાતાની જય, ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. પરંતુ સંઘને લોકો કેવી રીતે જાણે છે? કોઈ કહે છે કુદરતી-અકુદરતી આફતો સમયે દોડે છે, કામ કરે છે, સેવા કરે છે. કોઈ કહે છે સંઘ અદ્ભુત ‚માર્ચ-પથસંચલન કરે છે, તેમનું અનુશાસન અદ્ભુત હોય છે. તો સંઘવિચારના વિરોધીઓ કહે છે કે, ભાઈ, સંઘ તો કટ્ટરવાદી છે, તે હિન્દુ રાષ્ટ્ર અને લોકો હિન્દુત્વની વાત કરે છે. કટ્ટર લોકોનું સંગઠન છે. સંઘને જોવાની દૃષ્ટિ અલગ અલગ હોવાને કારણે આવું થાય છે.

સંઘને ઓળખવા માટે સંઘની નિકટ આવવું પડશે. સંઘ તરફ જોવાની દૃષ્ટિને કારણે કેટલીક વખત સંઘને રાજકારણ સાથે જોડી દેવામાં આવે છે. પરંતુ સંઘનું કામ રાજકારણ નથી. સંઘનું એક જ કામ છે. વ્યક્તિનિર્માણ અને સમાજનું સંગઠન. સંઘના કાર્યકર્તાઓના પ્રશિક્ષણનો આ વર્ગ છે. ૧૯૨૫માં નાગપુરમાં ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારજીએ સંઘની સ્થાપના કરી. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવવાની ક્રાંતિ ચલાવતા ક્રાંતિવીરો સાથે મળીને કાર્ય કર્યું. કોંગ્રેસમાં પણ કાર્ય કર્યું. આ કામ કરતાં તેઓએ અનુભવ્યું કે આ દેશના સર્વસામાન્ય વ્યક્તિમાં જ્યાં સુધી સ્વાર્થ નહીં છૂટે, પોતાની પરંપરા, ઇતિહાસ અંગે સ્વાભિમાનની ભાવના નહીં જાગે, સમાજમાં સંગઠિતતાની ભાવના નહીં પેદા થાય ત્યાં સુધી અંગ્રેજો પણ ચાલ્યા જશે તો પણ આપણો દેશ જે અગાઉ વિશ્ર્વગુરુના સ્થાને બિરાજતો હતો. તે સ્થાને બિરાજી શકશે નહીં અને આ કામ સંઘ કરશે. આજે સૌથી મોટી જ‚રિયાત વ્યક્તિઓમાં સંસ્કારનિર્માણની છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને ૧૦૦ નચિકેતા આપો, હું ભારતનું ભાગ્ય બદલી નાખીશ. આવાં વ્યક્તિત્વોનું નિર્માણ કરવાનું કામ સંઘનું છે. આ શિક્ષાવર્ગમાંથી બહાર જઈ સંઘ સ્વયંસેવકોએ સમાજની ઉન્નતિ અને સંગઠનનું કામ કરવાનું છે. ભારત દેશમાં અનેક પરાક્રમી શાસકો હતા, પરંતુ આપણા રાષ્ટ્રના સામાન્ય નાગરિકોમાં સંગઠિતતાના અભાવને કારણે આપણે અનેક પરકીય આક્રમણોના ભોગ બનવું પડ્યું અને ગુલામ બનવું પડ્યું. ડૉ. સાહેબ પણ વારંવાર કહેતા કે અંગ્રેજો આપણા ઉપર રાજ કરી રહ્યા છે. તે તેમનો સદ્ગુણ નથી, પરંતુ આપણો દુર્ગુણ, આપણામાં સંગઠિતતાનો જે અભાવ છે તેનું પરિણામ છે.

ગુજરાતમાં સંઘની સ્થિતિ

ગુજરાતમાં વર્તમાન સમયે 720 સ્થાનો પર 1,460 શાખા, 952 સાપ્તાહિક મિલન, 489 સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવાકાર્યો માટેના 2,442 પ્રકલ્પો ચાલે છે. (ગત વર્ષ 1,945) ગુજરાતના 250 સ્થાનો પર સામાજિક સદભાવ બેઠકનું આયોજન થયું હતું. પ્રાથમિક વર્ગ ગુજરાતના 19 સ્થાનો પર થયા જેમાં 2,850 સ્વયંસેવકોએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. અમદાવાદ મહાનગર દ્વારા 4 માર્ચ, 2018ના રોજ મહાનગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5,336 સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો.

2017

ગુજરાતમાં ૧૩૯૧ સહિત દેશમાં સંઘની પ૧,૧૮પ શાખાઓ ચાલે છે. આર.એસ.એસ.ના ગુજરાત સંઘચાલક મુકેશભાઇ મલકાણ, સંઘના પ્રાંત અકિલા સહકાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા અને રાજકોટ મહાનગરના પ્રચાર પ્રમુખ કમલેશ સોમપુરાએ જણાવ્તાયું હતું કે મીલનાડુના કોઇમ્બતુર ખાતે મળેલી

ગુજરાતના આદિવાસી ક્ષેત્રોમાં ખાસ કરીને ડાંગ જિલ્લામાં કેટલીક ખ્રિસ્તી મિશનરીઓનું દબાણ છે. સંઘના પ્રયાસોથી આ પ્રવૃતિ લગભગ રૂક જાવ જેવી સ્થિતિમાં આવી છે. આ બાબતે સરકારને રજુઆત કરી છે પણ સરકાર કરતા અમારૂ કામ હિન્દુ સમાજને જાગૃત કરવાનું છે. જેમના માર્ગદર્શનનો હંમેશા લાભ લીધો છે જેમાં ગુજરાતનાં શ્રી પ્રવિણભાઇ મણીયાર પુર્વપ્રાંત કાર્યવાહ તથા સુપ્રસિધ્ધ હાસ્યલેખક પદ્મશ્રી તારક મહેતાને શ્રધ્ધાસુમન અર્પિત કર્યા હતા.

વર્તમાન સમયમાં ૩૬૭ર૯ સ્થાનો પર પ૧,૧૮પ શાખા, ૧૪૮૯૬ સાપ્તાહીક મિલન, ૭પ૯૪ સંઘ મંડળી કાર્યરત છે. ર૦૧૬-૧૭માં સંપન્ન થયેલ સંઘ શિક્ષા વર્ગ તથા પ્રાથમીક શિક્ષા વર્ગમાં કુલ ૪પ,૬૮૪ સ્થાનથી ૧,૩૦,ર૭૭ સ્વયંસેવક સહભાગી થયા.

ગુજરાતમાં વર્તમાન સમયે ૧,૩૯૧ શાખા, ૭૮૬ સાપ્તાહીક મિલન, ૪૮૧ સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવાકાર્યો માટેના ૧,૯૪પ પ્રકલ્પો ચાલે છે. (ગત વર્ષે ૧,૭૪૪) સામાજીક સદભાવ બેઠક ગુજરાતના ર૧૧ સ્થાનો પર થઇ છે. ગુજરાતમાં વાર્ષિક ૧૦ ટકાના દરે સંઘની પ્રવૃતી વધી રહી છે.

2016

ગુજરાતમાં ૧૩૭૪ સહિત દેશમાં સંઘની પર૧૦ર દૈનિક શાખાઓ છે.

હૈદ્રાબાદની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં ડો.જયંતિભાઇ ભાડેસિયાએ તા.ર૩ થી રપ ઓકટોબરે માહિતી આપી હતી. તા.૧૧ થી ૧૩ નવેમ્બર 2016ના રોજ જણાવ્યું હતું કે વર્તમાનમાં દેશભરમાં કુલ પર,૧૦ર દૈનિક શાખાઓ કાર્યરત છે. તે સિવાય સાપ્તાહીક મિલન ૧૩,૭૩૪ સંઘ મંડળની સંખ્યા ૮,૧ર૧ છે. દેશભરમાં સંઘ દ્વારા ૬૪,પર૬ સેવાકાર્યો કરવામાં આવે છે. જેમાં શિક્ષા ક્ષેત્રે ૧૪,ર૦૧, સ્વાસ્થ્ય ક્ષેત્રે ૧પ,૦પ૩ સામાજીક ક્ષેત્રે ર૦,૮૪૧ તથા સ્વાવલંબનના ક્ષેત્રમાં ૧૪,૪૩૧ સેવાકાર્યો ચાલી રહેલ છે.

ગુજરાતમાં ૧,૩૭૪ દૈનિક શાખાઓ કાર્યરત છે. તે સિવાય સાપ્તાહિક મિલન ૭૧૬, સંઘ મંડળની સંખ્યા પ૪૭ છે. ગુજરાતમાં સંઘ દ્વારા ર,પ૬૭ સેવાકાર્યો કરવામાં આવે છે. જેમાં શિક્ષા ક્ષેત્રે ૯૬૯, સ્વાસ્થ્ય ક્ષેત્રે ૯૩પ, સામાજીક ક્ષેત્રે પ૮ર તથા સ્વાવલંબનના ક્ષેત્રમાં ૮૧ સેવાકાર્યો ચાલી રહેલ છે. ગત વર્ષ દરમિયાન ગુજરાતમાં ર૦૦ સ્થાનો પર સામાજીક સદ્દભાવ બેઠક અને સંત સંમેલન કરવામાં આવ્યા હતા.

સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયાએ ધર્મ પરિવર્તન અંગેના પત્રકારોના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે ડાંગ જેવા જિલ્લાઓની સ્થિતિ જોતા અગાઉ કરતા અત્યારે અન્ય ધર્મમાં પરિવર્તન કરવાનું પ્રમાણ ઘટયુ છે. જ્ઞાતિ-જાતિના સંઘર્ષ તેમજ ફેલાવાતી ભ્રમણા ધર્મ પરિવર્તનનું કારણ હોય શકે. કયાંક વ્યકિતગત સ્વાર્થના કારણો પણ હોય છે. બધા જ હિન્દુઓ એક છે તે ભાવના બળવત્તર બનાવીએ એ જ એનો ઉપાય છે.