52 દારૂની દુકાન પણ દરોડા 12 પર જ કેમ પડ્યા ?

ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તે તમામ પર દરોડો પાડી શકાય તેમ હોવા છતાં માત્ર 12 દુકિનો – લીકર શોપ – પર GSTના દરોડા પાડીને રહસ્યા ઊભું કર્યું છે. બીજી દારૂની દુકાનો પર જો દરોડો પાડવામાં આવ્યો હોત તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત એવું વેચાણ વેરાના નિવૃત્ત અધિકારીઓ માની રહ્યાં છે.

ગુજરાતમાં દારુ વેચતી કાયદેસર 12 દુકાનો પર માલ વેરાની કચેરીએ દરોડા પાડતાં 12.65 કરોડની વેરાની ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રૂ.1.96 કરોડ સ્થળ પર જ વસુલ કરવામાં આવ્યા છે. હાલ 65 ટકા લેખે વેટ ભરવો પડે છે. તેથી વેટ ભરવાનું માંડી વાળવામાં આવતું જોવા મળ્યું છે. જેમાં હોટેલ પ્રેસિડેન્ટ-અમદાવાદ, નાલંદા-અમદાવાદ, ઈન્દર રેસીડેન્સી-અમદાવાદ, જીએસકે-અમદાવાદ, શિવ ઈન્ટરનેશનલ-સુરેન્દ્રનગર, ફોરચ્યુન પેલેસ-જામનગર, આરતી ઈન્ટરનેશનલ-ગાંધીઘામ, હોલીડે વિલેજ રીસોર્ટ-ગાંધીદામ, ગેટવે – સુરત, સેવન સ્કાય – ભૂજ, કટીરા-ભૂજ અને ઙોટેલ ફર્ન-રાજકોટનો સમાવેશ થાય છે.

13 એપ્રિલ 2016ના દિવસે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલનાં સમયે દારૂની દુકાન માટે 23 અરજીઓ મંજુર રાખવામાં આવી હતી. મે 2014માં આનંદીબેને સતા સંભાળી એ પહેલાં રાજયમાં પરવાનાવાળી 29 દુકાનો હતી. જે તમામ રાજયના મોટા શહેરોમાં મોટી હોટેલોમાં આવેલી છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં નવી 23 દુકાનો ખોલવા પ્રોહિબીશન અને એકસાઈઝ વિભાગે મંજુરી આપી છે. ગુજરાતમાં 1948થી દારૂબંધી લાગુ હોવા છતાં 52 દુકાનો પરથી પરમીટનો દારૂં મળે છે.

અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં દારૂની પાંચ દુકાનો હતી, પણ મે 2014 પછી નવી 6 દુકાનોને પરવાનો આપવામાં આવ્યો હતો. એમાંય વળી બે સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ જેવી ગાંધીવાદી સંસ્થાઓથી 500 મીટર દુર આ દુકાનો આવેલી છે. પ્રવાસનની શકયતાને ધ્યાનમાં લઈ દારૂની નવી દુકાનોને મંજુરી આપવા બાબતે સચિવોની સમિતિ રચવામાં આવે છે.

જો કે 13 એપ્રિલ 2016ના દિવસે પ્રવાસીઓને અપાતી દારૂ પીવાની પરમીટની સંખ્યા ઘટી છે. 2014માં રાજયના દારૂબંધી ખાતાએ 2535 ટુરીસ્ટ લીકર પરમીટ અને પ્રવાસીઓને 1929 હંગામી પરમીટ આપી હતી. 2015માં એ સંખ્યા ઘટી અનુક્રમે 1785 અને 1796 થઈ હતી. 2014માં આરોગ્યના કારણસર 52054 પરમીટ અપાઈ હતી જે 2015માં વધી 55822 થઈ હતી.

મે 2014થી જે નવી દુકાનોને મંજુરી આપવામાં આવી હતી તેમાં કચ્છ-ભુજની હોટેલ ઈલાકે તથા પ્લેનેટ એવિએશન પ્રાઈવેટ લીમીટેડ, મુન્દ્રા સેઝ, જામનગરમાં ફોર્ચ્યુન પેલેસ, રાજકોટમાં ગુરુકૃપા શ્રદ્ધા રિઅલ્ટી, જુનાગઢમાં ગેટવે હોટેલ અને વાસ સુંદર ઓર્ગેનાઈઝર્સ, ભાવનગરમાં ટ્રી ટોપ રીસોર્ટસ અને નીલમબાગ હોટેલ તથા સુરેન્દ્રનગરની શિવ હોટેલનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં હોટેલ પ્રેસિડેન્ટ, નવરંગપુરા, હોટેલ મેટ્રોપોલ, સુભાષબ્રિજ, ગ્રાન્ડ ભગવતી, એસ.જી. હાઈવે, હોટેલ પેસિફિક, હોટેલ રમાડા, નાલંદા હોટેલ્સ એન્ડ પ્રોપર્ટીસ, આણંદમાં બધુબન સ્પા રિસોર્ટસ, એ એન્ડ એ હોટેલ્સ, નડિયાદમાં હોરિઝન હોસ્પિટાલિટી, ભરુચમાં હરિમંગલ પ્રાઈવેટ લિમિટેડ, વડોદરામાં રિવાઈવલ હોટેલ અને સુરતમાં ગ્રાન્ડ ભગવતીને મંજુરી અપાઈ છે.

પરમિટમાં હપ્તા

આ ઉપરાંત અમદાવાદ કે ગુજરાતમાં કોઈપણ શહેરમાં જઈએ તો દારુની દુકાન વાળા ફક્ત એક જ મહિનાની પરમીટ મફત આપે છે. પછી તમારે દારુબંધી દફ્તરમાંથી પૈસા દઈને પરમીટ કઢાવવી પડે છે.

150 કરોડનો દારૂ પજકાયો, 18-25 હજાર કરોડનું વેચાણનો અંદાજ

21 માર્ચ 2018ના દિવસે રાજ્યના 31 જીલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 147.78 કરોડ રૂપિયાનો દારુ ઝડપાયો હતો. તો 3 લાખ 13 હજાર 642 લીટર તો માત્ર દેશી દારુ જ ઝડપાયો છે. 9 લાખ 22 હજાર 408 વિદેશી દારૂની બોટલ અને 2 લાખ 29 હજાર 908 બીયરની બોટલ ઝડપાઈ છે. સાથોસાથ 16 હજાર 33 વાહનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે. આ જોતા અનુભવી પોલીસ અધિકારીઓ કહે છે કે, ગુજરાતમાં વર્ષે રૂ.18થી 25 હજાર કરોડનો દારુ વેચાતો હોઈ શકે છે. તે હીસાબે તેના ઉપર જો 50 ટકા વેરો લેવામાં આવે તો પણ વર્ષે રૂ.10,000 કરોડનો વેરો ગુજરાત સરકારને મળવાના બદલે તેટલી રકમ પોલીસને અને રાજકીય નેતાઓને હપ્તાપેટે મળે છે.

બિનભાજપી સરકારમાં છુટ

બિન ભાજપના રાજ્યો દારૂબંધી કડક કરી રહ્યા છે જ્યારે ભાજપની જ્યાં સરકારો છે ત્યાં દારની છૂટ આપવામાં આવી રહી છે. ઉત્તરાખંડમાં ભાજપ સરકારે આબકારી નીતિઓમાં ઘણા પ્રકારના સંશોધન કર્યા છે. જે હેઠળ હવે વિદેશી દારુ અને વાઇન શેરીઓમાં આવેલ હોલસેલની દુકાનો પર પણ મળી શકશે. દારુનું લાયસન્સ મેળવવા માટે પાંચ લાખ રૂપિયા ફી ભરવી પડશે અને તેના માટે દુકાનનું વાર્ષિક ટર્ન ઓવર 50 લાખ રૂપિયા હોવું જોઈએ. લાયસન્સને રિન્યુ કરવાનો સમયગાળો પણ એક વર્ષથી વધારી ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે.