પ્રદૂષિત પાણીના નિકાલ અંગેની નિયત માત્રાઓ જાળવવામાં નિષ્ફળ એવા સાત ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા વાપી સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો અન્વયે સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો નું સઘન મોનીટરીંગ કરવા માટે CPCB તથા GPCB ને આદેશ આપવામાં આવ્યો છે.
સુરત વિસ્તારમાં આવેલા સી.ઇ.ટી.પી. જેવા કે M/s. Sachin Infra Environemnt Ltd, GIDC, Sachin, M/s. Globe Enviro Care Ltd. GIDC, Sachin, M/s. Pandesara Infrastructure Ltd, GIDC, Pandesara, દ્વારા નિયત માત્રા કરતા ૩ થી ૪ ગણું પ્રદુષિત ઔધ્યોગિક ગંદુપાણી ખાડીમાં નિકાલ કરતા હોવાનું જણાયું હતું. જી.પી.સી.બી દ્વારા આ સી.ઇ.ટી.પી ને ૧૫ દિવસની અસરથી પાણી અધિનિયમ હેઠળ બંધના આદેશ પાઠવવામાં આવ્યા છે. સુધારાત્મક પગલા લેવા પણ જણાવવામાં આવ્યું છે.
જ્યારે M/s. CTX Lifescience Pvt. Ltd, GIDC, Sachin અને M/s. Colourtex Industries Ltd (Unit-1), GIDC, Sachin. દ્વારા ઔદ્યોગિક ગંદાપાણીને યોગ્ય શુધ્ધીકરણ ન કરતા અને એસિડીક ગંદાપાણીનો નિકાલ ઔદ્યોગિક એકમની પાછળના વિસ્તારમાં કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત M/s. Spectrum Dyes and Chemicals Pvt. Ltd, Tal: Palsana. તથા M/s. Gautam Industries Corp, GIDC, Sachin. દ્વારા નિયત માત્રા કરતા ૫ થી ૬ ગણું ઔદ્યોગિક પ્રદુષિત પાણીનો નિકાલ કરતા હોવાનું પણ જોવા મળ્યું હતું.
અગાઉ પણ જી.પી.સી.બી દ્વારા હવા અને પાણી પ્રદૂષણ ની સમસ્યાને કારણે સરીગામ જી.આઇ.ડી.સી. સ્થિત M/s. Corromondel Industries ને બંધ કરવાના આદેશ કરવામાં આવેલ અને અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી વધુ દંડ રૂ. ૪૫ લાખ નો કરવામાં આવ્યો હતો.
ઔદ્યોગિક ગંદાપાણીના અંતિમ નિકાલ માટે અમદાવાદ, જેતપુર, વડોદરા વગેરે ઔદ્યોગિક વસાહતો માટે દરિયામાં ઉંડે સુધીની પાઇપલાઇન પ્રોજેક્ટને મંજુરી આપવામાં અને આ પ્રકારની વ્યવસ્થા દ્વારા નદીઓ તથા નાળાઓના પ્રદૂષણમાં ધરખમ ઘટાડો થશે.