હૈદરાબાદ
હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન વિરુદ્ધ ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જેના અનુસંધાનમાં એક પત્રકારે આ એસો.ના નવા પ્રમુખ મોહંમદ અઝહરુદ્દીનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે મારા એસોસિયેશનની ગવર્નિંગ બોડી સામેના ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો વિશે હું હમણાં નહીં બોલું.
6 ડિસેમ્બરે હૈદરાબાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ ટી-ટ્વેન્ટી મેચ રમાવાની છે અને એ પૂરી થઈ ગયા પછી હું બોલીશ. ભારતીય બેટ્સમેન અંબાતી રાયુડુએ તાજેતરમાં આ એસોસિયેશનમાં બેકાબૂ ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો હતો અને અઝહરુદ્દીનને વહીવટમાં પેધી ગયેલા ભ્રષ્ટ હોદ્દેદારોથી પોતાને અલગ કરી નાખવાની અને વહીવટતંત્રમાં જે મેલ જામી ગયો છે એ સાફ કરવાની અરજ કરી હતી. 6 ડિસેમ્બરની ટી-ટ્વેન્ટી મેચ અઝહરુદ્દીનની વહીવટકાર તરીકેની પહેલી જ મેચ છે.