સુરત જીઆઈડીસી
સચિન GIDCમાં આવેલા તેમના લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાને કારણે GIDCએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ થઇ હતી.
અભિષેક બિલ્ડર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ સાથે જોડાયેલા હતા. ગજેરાએ 6 લાખ 29 હજાર ચોરસ મીટર જમીન ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પાસેથી ખરીદી હતી. આ પ્રોજેક્ટની જમીન રૂ.1200 કરોડની અને તેના ઉપરનો પ્રોજેક્ટ રૂ.4 હજાર કરોડનો હોઈ શકે છે.
સચિનમાં 17 ઓગસ્ટ, 2000એ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને રૂ. છ લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો બીજી મે 2000એ જ અભિષેક એસ્ટેટને અપાયો હતો. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2008એ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં આવી હતી.
21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને 9 લાખ 30 હજાર ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. લક્ષ્મી ઇન્દા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરાએ નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું.
આ જમીન રહેણાંકના હેતુ માટે હતી. પણ તેના ઉપર ટેક્સટાઈલ પાર્ક બનાવીને કોમર્શિયલ ઉપયોગ શરૂ કર્યો હતો.
GIDCએ રાજ્યના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ડેવલપર્સને જમીનની ટોટલ વેલ્યૂએશનના 2 ટકા અને અન્ય ચાર્જ સહિત રૂ.600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી હતી.
લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સના તંત્ર દ્વારા પાંચથી છ વખતના નકશા પાસ કરવામાં આવ્યા છે. જીઆઇડીસી નિગમ નિયમ મુજબ જે પણ નકશા પાસ થયા હોય તેના બે ટકા રકમ લઈ નકશાને નિયમિત કરવા પડે છે.
હજાર ચોરસ મીટરના પ્લોટની બજાર કિંમત 6 કરોડ હોય તો 12 લાખનો દંડ ભરવાનો થાય છે.
પ્લોટ વિભાજન કરી દીધા બાદ તેની ફાળવણી અનેક પ્લોટ હોલ્ડરને કરી દેવામાં આવી છે. આવા સંજોગોમાં પાંચ ટકા રકમનો દંડ ભરપાઇ કરવાનો જીઆઇડીસીએ નિયમ બનાવ્યો છે.
સુડા દ્વારા પ્લોટની ફાળવણી કોમર્શિયલ હેતુ માટે કરવમાં આવી હતી. પરંતુ સચિન જીઆઇડીસીની આસપાસના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ પ્લોટની સારી એવી માંગ હોવાના કારણે હેતુફેરની કાર્યવાહી કર્યા વિના જ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ બનાવી દેવામાં આવ્યા હતા. જેમાં હેતુફેરની મંજૂરી લેવાની હોય છે.
હેતુફેરની જગ્યા સરકાર હસ્તક લેવામાં આવતી હોય છે. સમગ્ર પ્રકરણ હાલ તકેદારી આયોગમાં ચાલી રહ્યું છે.
લક્ષ્મી ઇન્ફ્રાના વસંત ગજેરાએ જાહેર કર્યું હતું કે, અમારે કોઇ રૂપિયા ભરવાના થતા નથી, મને એ વાતની કોઇ ચિંતા નથી, છતા નોટિસ મળી છે તો અમે જવાબ આપીશું.
જમીન પચાવી
શહેરના કતારગામમાં ગજેરા સ્કુલની પાસે આવેલી ગજેરાબંધુઓની લક્ષ્મી રેસીડેન્સીનો વિવાદ હતો. સોસાયટીના રહીશો મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. ક્લબ હાઉસથી માંડીને સી.ઓ.પી.ની જગ્યા સોસાયટીને સુપ્રત કરવાને બદલે ત્યાં નવું પ્લાનિંગ કરીને વેચવાની પેરવી ચાલી રહી હોવાનો વિવાદ હતો. પોલીસ બંદોબસ્તહેઠળ કોમન પ્લોટ અને ક્લબ હાઉસની જગ્યા અલગ થાય તે રીતે દિવાલનું બાંધકામ શરૂ કરવા વિવાદ ફરી ભડક્યોહતો. લક્ષ્મી રેસિડેન્સીના બિલ્ડર વસંત ગજેરાએ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ પણરહેવાસીઓએ કર્યો હતો.
વસંત ગજેરાનું મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ ઉધનામાં અલગથી બને છે તે પણ મોટું કામ છે. કુલ 4 માર્કેટ તેઓ ઊભા કરી રહ્યાં છે.
પીએનબી કાંડ
શહેરના મોટા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું દેશના સૌથી મોટા પીએનબી બેંક કૌભાંડમાં સામેલ હોવાની હકી થોડા સમય પહેલાં જ સામે આવી હતી. પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની સાથે સુરતના વસંત ગજેરાનું સીધું કનેક્શન હતું. તેની સાથે મળીને અનેક કૌભાંડો કર્યા હતા.
આદીવાસીની જમીન દંડ
કામરેજતાલુકાના ખોલવડ ખાતે આવેલી આદિવાસીની જમીન કાયદાની વિરૂદ્ધ જઇને ખરીદી કરી હતી. સુરતના હીરા અગ્રણી વસંત ગજેરાના શાંતાબહેન હરિભાઇ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટને 27 કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. ફટકારવાના 5 વર્ષ અગાઉ પ્રાંન્ત અધિકારીએ લીધેલા નિર્ણયને શુક્રવારે કામરેજના મામલતદારે યોગ્ય ઠેરવતો હુકમ કર્યો હતો. બિનઆદિવાસી ટ્રસ્ટને ટ્રાન્સફર થઇ શકે નહીં.
25 હજારનો દંડ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જમીનના બોગસ દસ્તાવેજોના આધારે હડપવાના કારસામાં વસંત ગજેરાને રૂ.25 હજારનો દંડ અદાલતે કર્યો હતો.
ચૂની ગજેરા
રામજી કૃપા રો-હાઉસ જમીનના વિવાદમાં કરાયેલા આદેશ સામે કરવામાં આવેલી કલેરિફિકેશન અરજી રદ કરવા સાથે ચૂની ગજેરાને રૂપિયા 25 હજાર દંડ ફટકાર્યો હતો. રામજી કૃપા રો-હાઉસની 3 એકર અને 13 ગુંઠા કીમતી જમીન હતી. મૃતક સોમીબેનના અંગૂઠાનું બોગસ નશિાન કરીને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને ચૂની ગજેરાએ પચાવી પાડી હતી. આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા ચૂની ગજેરા અને તેના સાગરીત ઘનશ્યામ લાખાણી, વિનુ કથીરિયા અને રમેશ ધામેલિયા એ જામીન અરજી અંગે હાઇકોર્ટના નામદાર જજ એ.એલ.દવેએ નોટ બી ફોર મી નો ઓર્ડર કર્યો હતો.
છેડતીનો ગુનો
સપ્ટેમ્બર 2020માં સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ તથા બિલ્ડર અને ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી સામે અડાજણ પોલીસ મથકમાં છેડતીનો ગુનો દાખલ થયો છે. ગજેરા ગ્લોબલ સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકાની છેડતી કરી બિભત્સ ચેનચાળા કર્યા હોવાનો આરોપ હતો.