દેશમાં સૌથી ઉંચા ભાવે અમદાવાદમાં બસ જાળવણીનો ઠેકો 65 percent corruption in the price keeping by Gujarat BJP अहमदाबाद में देश में सबसे ज़्यादा दाम पर बस रखरखाव का ठेका, 65 प्रतिशत गुजरात भाजपा का भ्रष्टाचार
અમદાવાદ, 4 ઓગસ્ટ 2025
પુનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા વધારે ભાવ ભાજપના નેતાઓ આપી રહ્યા છે. જે મોટું કૌભાંડ હોવાનું માનવામાં આવે છે. 225 બસોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અજાણી અને બિનઅનુભવી ગુજરાત બહારની કંપનીને ઠેકો આપી દીધો છે.
બસ ઉત્પાદક
ઈલેકટ્રીક બસનું ઉત્પાદન કરતી કંપનીને મોટાભાગે ઓપરેશન મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. તેમાં ટાટા, અશોક લેલેન્ડ, ઓલેકટ્રા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ ટેન્ડરમાં એએમટીએસના ઉચ્ચ અધિકારીએ માત્ર એરો ઈગલને જ કોન્ટ્રાક્ટ મળે તેવી શરતો રાખી હોવાથી મોટા ઉત્પાદકો એ પણ ટેન્ડરમાં રસ દાખવ્યો ન હતો.
ઉંચા ભાવ
ઈલેકટ્રીક બસના ઓ એન્ડ એમમાં પ્રતિ કિ.મી. રૂ.65 થી રૂ.70 ભાવ ચાલી રહ્યા છે. હવે તે કિ.મી. રૂ. 94 સુધી ઉંચા ભાવે ઠેકો આપવાની તૈયારી થઈ છે. ટેન્ડરમાં 12 વર્ષ માટે રૂ. 1441 કરોડ ચુકવવામાં આવશે. જેના કારણે સંસ્થાને રૂ. 200 કરોડ કરતાં પણ વધુ નુકસાન થશે.
નવી બસ
એએમટીએસ દ્વારા નવી 225 ઈલેકટ્રીક બસ લેવામાં આવી છે. જેના ઓપરેશન મેઈન્ટેનસ માટે પ્રથમ વખત ટેન્ડર જાહેર કરવામાં આવેલા છે. એક જ કંપની કે જે આ બસના ઉત્પાદક પણ છે તેણે જ ટેન્ડર ભર્યું હતું. બીજી વખત ટેન્ડર બહાર પડાયા તો એ જ કંપની એરો ઈગલ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા.
મનમાની
એએમટીએસના ઉચ્ચ અધિકારીએ આ મામલે મનમાની કરી પુનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપ્યો છે. સમગ્ર ભારતમાં જે ભાવ ચાલી રહ્યા છે તેના કરતા પ્રતિ કિ.મી. રૂ. 30 સુધી ઉંચા ભાવ છે. વકરો ઓછો આવાની પેનલ્ટી સહિત માત્ર 10% પેનલ્ટીમાં સમાવી લેવામાં આવેલો છે. જેનાથી પણ ખર્ચ માં ફરક પડવો જોઈએ નહિ.
નવી કંપની
એરો ઈંગલ કંપની જાતે કોઈ બસનું ઉત્પાદન કરતી નથી. તે માત્ર પાર્ટસ એસેમ્બલ કરીને બસ તૈયાર કરે છે. કંપની હમણાં બની છે. કંપનીએ 5 મહિના પહેલાં પ્રથમ વખત એક જગ્યા એ બસ આપી છે. તેથી આ ટેન્ડરમાં મોટાપાયે ગરબડ થઈ છે.
પ્રધાનમંત્રી
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઈ બસ યોજના માટે દેશના જુદા જુદા શહેરો અને રાજ્યોના માટે ઈલેકટ્રીક બસના ઓપરેશન મેઈન્ટેનન્સ માટે ભાવ મંગાવવામાં આવ્યા હતાં.
જેમાં ગુજરાતમાં 9 મીટર બસનો ભાવ 65.5 રૂપિયા હતો.
મધ્ય પ્રદેશમાં 58.1, મહારાષ્ટ્રમાં 69.05, રાજસ્થાનમાં 60.9, હરિયાણામાં 65, આંધ્રપ્રદેશમાં 62.20, ઉત્તરાખંડમાં 57.6, પોંડિચેરીમાં 63.9 છત્તીસગઢમાં 62 લડાખમાં 71, મેઘાલયમાં 65, બિહારમાં 62.7, પંજાબમાં 65.9 હતો.
નોઈડા
મે 2025માં નોઇડામાં થયેલા ટેન્ડરમાં ૫૫ રૂપિયા 9 મિટર બસનો રૂ. 55 તથા 12 મિટર બસનો 66 રૂપિયા ભાવ આવેલો છે. આ ટેન્ડરમાં માત્ર કંડક્ટર જ અલગથી વધારે માંગવામાં આવ્યા છે.
બીઆરટીએસ
અમદાવાદની બીઆરટીએસ – જનમાર્ગ દ્વારા 6 મહિના પહેલા કરેલા ટેન્ડરમાં 72 રૂપિયા ભાવ 12 મીટર બસનો આવેલો હતો.
ઇતિહાસ
1 એપ્રિલ 1947માં લાલ બસ 60 બસથી શરૂ થયેલી હતી. AMTSની 2020માં 800 હતી.
40 વર્ષથી બેહાલી
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં 4620 કરોડ રૂપિયાનું દેવું અને અન્ય 23 કરોડના સુધારા સાથે સત્તાધારી ભાજપે 705 કરોડના 2025-26ના બજેટને મંજૂરી આપી હતી.
ડબલ ડેકર
એક વર્ષ પહેલાં સાત ડબલ ડેકર બસને ખોટના કારણે બંધ કરવી પડી હતી. તેમ છતાં 8 કરોડ રૂપિયાના ખર્ચે નવી ચાર ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવામાં આવી રહી છે.
100 નવી મીની સી.એન.જી બસ ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને 1272 બસનું ફ્લીટ કરીને વર્ષ 2025-26માં નવી 445 એ.સી બસના ફ્લીટમાં ઉમેરો કરવાનો હતો.
ધોરણ 10 બાદ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટિકિટના દરમાં 85 ટકા રાહત આપી હતી.
ભાજપ 1986માં અમદાવાદમાં સત્તા પર આવ્યો તે પહેલાં એશિયાની સર્વ શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા તરીકે અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ ‘લાલ બસ’ હતી. 40 વર્ષ પછી એએમટીએસ દેવા હેઠળ દબાઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર મહિને લોન આપે ત્યારે બસ દોડે છે.
તેમ છતાં એએમટીએસ દ્વારા લાલ દરવાજા ટર્મિનસનું 8.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
ટેન્ડર માટે જવાબદાર
એએમટીએસના અધ્યક્ષ અને સમિતિના સભ્યો
ચેરમેન ધરમશીભાઈ એમ દેસાઈ 9824038196,
ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી દેવાંગભાઈ જે દાણી 9426302520
સભ્યો –
ગીરીશભાઈ કે ઠાકોર 9824041012
કમલેશભાઈ સી પરમાર 9427005387
અનિલભાઈ એચ કાશીવાલા 9327007702
નવીનચંદ્ર જે પટેલ 9825096137
સુરેશભાઈ આર પટણી 9898110508
બિપિનચંદ્ર એ પટેલ 9328784551
નરેશભાઈ એમ વચેતા 9327098338
અધિકારીઓ
AMTS વહીવટી ટીમ:
અમૃતેશ કાલિદાસ ઔરંગાબાદકર, IAS નાયબ એમ.સી.|ટી.એમ. 25391881 – 301
આર.એલ.પંડ્યા નાયબ ટી.એમ.(જનરલ) 25391881 – 351 – 9328277106
સંજય.જે.પટેલ નાયબ ટી.એમ.(ટેક.) 25391881 – 303 – 9328277107
ભરતભાઈ.જે.પટેલ ઇન્ચાર્જ ટ્રાફિક ડાયરેક્ટર 25391881 – 321 – 7069029943
સંજીવ શેઠ સહાયક વ્યવસ્થાપક 25391881 – 308 – 9979972832
જનક.બી.રાવલ સહાયક વ્યવસ્થાપક 25507739 – 9328277109
જે.કે.શાહ શ્રમ કલ્યાણ અધિકારી 25391881 – 376 – 9327426291
મિલીન.વી.ઝવેરી Dy.Works મેનેજર 25391881 – 335 – 9328277104
રાકેશ એન. પટેલ સહાયક ઇજનેર 25391881 – 309 – 9327733598
વિનોદ પરમાર જુ.એન્જિનિયર 25391881 – 7069033251
ફરિયાદ કરો
બસ સેવાને લગતી કોઈપણ ફરિયાદ માટે વ્હોટ્સએપ ફોટો અને લખીને ફોન નંબર 8511171941 અને 8511165179 છે.
ટિકિટ કૌભાંડ
કાલુપુર બસ સ્ટેન્ટથી ખાત્રજ જતી એએમટીએસ બસના કંડકટરે 34 જેટલા મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
કંડકટર નહીં
2019માં 300 બસ કંડકટર વગર જ દોડવાનું નક્કી કરાયું હતું. 7 બસ દોડતી કરી હતી. 21 રૂટ પર દોડતી 23 બસો નુકશાનમાં ચાલતી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાડાની તમામ બસ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની હાલત એટલી હદે ખરાબ કરી નાખવામાં આવી છે કે, એએમટીએસની માલિકીની એક પણ બસ નથી.
ખાનગી કંપનીઓને ફાયદો
અમદાવાદ શહેરનો વિસ્તાર વધીને 488 ચોરસ કિલોમીટર થઇ ગયો છે.
ભાજપ શાસિત એએમટીએસ હવે ફક્ત ખાનગી ઓપરેટરોના લાભાર્થે જ ચલાવવામાં આવતી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. ખાનગી ઓપરેટરોની બસો ઉપર આધારિત થઇ ગયાં છે. તેના કારણે આવક ઘટતી જાય છે.
ખાનગી ઓપરેટરોને ધીકતી કમાણી કરાવવા માટે મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને લોન લેવાની ફરજ પડી રહી છે.
સને 2021થી એએમટીએસની એક પણ બસ રોડ ઉપર મુકવામાં આવી નથી.
એએમટીએસ બસની આવક 2021માં રૂ. 1 કરોડ, 2022માં 84 લાખ, 2023માં 37 લાખ, 2024માં 10 લાખ આવક હતી. હવે તે બંધ થઈ ગઈ છે.
એએમટીએસની પોતાની બસો અને આવકની વિગતો
વર્ષ – AMTS – આવક(કરોડ રૂપિયા)
2010-11 520 50.08
2015-16 416 35.94
2019-20 135 08.55
2020-21 143 00.64
2021-22 60 01.03
2022-23 00 00.84
2023-24 00 00.37
ફાયદો કરાવી દીધો
સામાન્ય વ્યક્તિ પ્લોટ ભાડે રાખે તો તેની પાસે ભાડું વત્તા લાગુ પડતાં ટેકસની ગણતરી કરે છે, પરંતુ એએમટીએસમાં માનીતા ઓપરેટરોને તેમની બસો એએમટીએસના ડેપોમાં મુકી દેવા માટે રોજનાં ફક્ત એક રૂપિયા લેખે ભાડું લે છે.