અમરેલી જીલ્લામાં ૬૫૧ જેટલી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબો હોઅવ છતાં એકપણ શાળાઓમાં શિક્ષક નથી અને જીલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કોમ્પ્યુટર શિક્ષકોની જોગવાઈ જ ન હોવાનું જણાવે છે ત્યારે આજ અમરેલી જીલ્લાની ૬૫૧ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબો હયાત છે પણ કોપ્યુટર શિક્ષક જ ના હોવાથી સરકારના પ્રાથમિક શિક્ષણના વ્યાપને વધારવાની વાતો સ્લોગનો પુરતીજ સીમિત હોય તેવું અમરેલી જીલ્લામાં જોવા મળે છે.
અમરેલી જીલ્લાની સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં આધુનિક બિલ્ડીંગ બની ગયા છે. શિક્ષકોની અછત હજુ યથાવત જોવા મળી રહી છે. કોમ્પ્યુટર શિક્ષકો ન હોવાથી કોમ્પ્યુટરો ને ઢાંકી ને મૂકી દેવામાં આવ્યા છે. બ્રાંચ શાળામાં ફક્ત ત્રણ રૂમ અને ધોરણ સાત સુધીનો અભ્યાસ ક્રમ છે. માટે બે પાળીમાં સ્કુલ ચાલે છે. ત્રણ રૂમોજ હોવાથી આ કોમ્પ્યુટરો અન્ય શાળામાં ફાળવાઈ તેમાટે આચાર્ય એ જીલ્લા કક્ષાએ બે વર્ષથી જાણ કરી રહ્યા છે. પણ જીલ્લા શિક્ષણ તંત્ર કશું કરતુ ન હોવાથી કોમ્પ્યુટરો ને રૂમમાં બેંચો પાછળ ઢાંકીને મૂકી દેવામાં આવ્યા છે. તો અમરેલી જીલ્લાની એકમાત્ર પ્રાથમિક કન્યાશાળા માં ૧૨ કોમ્પ્યુટર ની લેબ બનેલી છે. પણ કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે. આ કન્યા શાળા જીલ્લામાં એકમાત્ર છે.
રાજ્યની શાળામાં કોમ્પ્યુટર લેબ ન હોવાના આંકડા બહાર આવ્યા છે.
શિક્ષણ મંત્રીએ ૩૧/૦૩/૨૦૧૮ની સ્થિતએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જવાબ આપ્યો હતો કે કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓની સંખ્યા (૨૦,૧૧૨) છે અને ને આજ સ્થિતિએ કોમ્પ્યુટર લેબ ન ધરાવતી શાળાઓની સંખ્યા (૩૦૧૭) છે. બનાસકાંઠા (૧૫૧), દાહોદ (૩૮૭), દેવભૂમિ દ્વારકા (૨૯૨), કચ્છ (૭૩૯), અમદાવાદ (૧૪૪) અને વડોદરા (૧૨૦) જેવા જીલ્લાઓમાં કોમ્પ્યુટર લેબ ન ધરાવતી શાળાઓની સંખ્યાનો આંકડો મોટો છે અને હજી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી.