67 વિદ્યાર્થીનીઓની રૂબેલા રસીથી તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

અમરેલી શહેરમાં પટેલ સંકુલમાં વિદ્યાર્થીનીઓને ઓરી-રૂબેલાની રસીકરણ બાદ પેટમાં લોચા-ગભરામણની ફરિયાદ ઉઠતા 69 જેટલી બાળાઓને અમરેલીની સરકારી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હોસ્‍પિટલમાં સારવારના પલંગ ખૂટતા એક પલંગ ઉપર 3-3 બાળાઓને રાખવામાં આવી હતી.
હોસ્‍પિટલ ડી.એચ.ઓ. પટેલે રસીકરણથી આવું બન્‍યાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કરેલ હતો.
9 માસથી 1પ વર્ષના બાળકોને મફતમાં ઓરી-રૂબેલા રસી આપે તે પહેલા બાળકોએ નાસ્‍તો કરવો ફરજિયાત હોવાની સુચના આપવામાં આવેલ હતી.પણ નાસ્તો કર્યો ન હતો.
બાળાઓને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવેલ હતી.
પટેલ સંકુલના સંચાલક મનસુખભાઈ ધાનાણીનો સંપર્ક કરતા જણાવેલ હતું કે ઘણી બાળાઓને રસીકરણ કરવામાં આવેલ હતુ, જેમાં 14 થી 1પ વર્ષની જ બાળાઓએ પેટમાં લોચાની અને ગભરામણની તકલીફની ફરિયાદ કરેલ હતી. આવી બાળાઓ કદાચ નાસ્‍તો કર્યા વગર કે જમ્‍યા વગર આવેલ હોવાના કારણે અસર થયાનું અંદાજવામાં આવેલું હતું.