ભારત સરકારના સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટીના રિપોર્ટને પ્રમાણે ગુજરાત કરતાં દેશના અન્ય 16 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાકથી લઈ 9 કલાક સુધી વીજળી આપવામાં આવે છે અને તે પણ દિવસના સમયે. જ્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી અને તે પણ દિવસ-રાતના રોટેશન પ્રમાણે આપવામાં આવે છે.
રાજ્યનું નામ જાન્યુઆરી-2017માં ખેતી માટે વીજળી (કલાકમાં)
પોંડિચેરી કોઈ મર્યાદા નહીં
કેરાલા કોઈ મર્યાદા નહીં
ગોવા કોઈ મર્યાદા નહીં
ઓરિસ્સા 24ઃ00 કલાક
ઉત્તરાખંડ 23ઃ17 કલાક
મધ્યપ્રદેશ 23ઃ13 કલાક
પશ્ચિમ બંગાળ 23ઃ00 કલાક (દિવસના 6 કલાક અને રાત્રે 3 કલાક)
ઝારખંડ 20: 00 કલાક
ઉત્તરપ્રદેશ 18ઃ51 કલાક
છત્તીસગઢ 18ઃ00 કલાક
બિહાર 18ઃ00 કલાક
હરિયાણા 10:11 કલાક
મહારાષ્ટ્ર 9ઃ00 કલાક
તેલંગણા 9ઃ00 કલાક
તામિલનાડુ 9ઃ00 કલાક
ગુજરાત માત્ર 8 કલાક