7 लाख झाड़ू और 3 करोड़ रुपये का धुआं, गुजरात में 1 करोड़ झाड़ू का इस्तेमाल 7 Lakh Brooms and Smoke Worth 3 Crore Rupees
ગુજરાતમાં એક કરોડ ઝાડુ વર્ષે વપરાય છે.
દિલીપ પટેલ
અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2026
અમદાવાદ શહેર 480 ચોરસ કિલોમીટરને સાફ કરવા માટે 10 હજાર કર્મચારીઓ છે. શહેરની સફાઈ માટે વર્ષે 7 લાખ ઝાડુ વપરાય જાય છે. એક કર્મચારી વર્ષે 70 ઝાડુ વાપરી નાખે છે. મહિને 6 ઝાડુ સફાઈ કરવામાં સાફ થઈ જાય છે. અમદાવાદમાં જાહેર સંસ્થા, ખાનગી સંસ્થા અને ઘરોમાં મળીને ગણતરી કરવામાં આવે તો તે બે ગણા થઈ શકે છે. ગુજરાતમાં વર્ષે 50 લાખ ઝાડુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વાપરતી હોવાનું અનુમાન છે. જે માથાદીઠ 7 ગણી શકાય. જેમાં ખાનગી અને જાહેર સ્થાઓ ગણવામાં આવે તો એટલા જ બીજા ઝાડુ વપરાતા હોઈ શકે છે. જેની સાથે માથા દીઠ સરેરાશ ગુજરાતમાં 14 ઝાડુ વપરાતા હોવાની શક્યતા છે. ભારતમાં માથાદીઠ સરેરાશ 12 ઝાડુ વર્ષે વપરાય છે.
સાવરણી ફરવી દેવી એવી કહેવતનો અર્થ છે કે, તદ્દન ઉજ્જડ થઈ જવું.
અમદાવાદ
5 લાખ ગોવા ઝાડુ અને 2 લાખ ફૌજી ઝાડુ ખરીદાય છે.
અમદાવાદ મ્યુનિસિપલની મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ સમિતિએ બે જુદી જુદી દરખાસ્તોમાં કુલ સાત લાખ નંગ ઝાડુની ખરીદી માટે 3.29 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કરી લીધું હતું. જેમાં પાંચ લાખ ગોવા ઝાડુ અને બે લાખ ફૌજી ઝાડુ ખરીદવાના હતા.
ધનલક્ષ્મી ઉભા ઝાડુ ભંડાર પાસેથી એક લાખ ફોજી ઝાડુ અને અભીષેક સેનીટેશન સહકારી મંડળી લી. પાસેથી એક લાખ ફોજી ઝાડુ કુલ 1.90 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદવાનું નક્કી કરાયું હતું.
એક નંગ ફોજી ઝાડુની કિંમત 54.80 નક્કી કરાઈ હતી. અંબિકા ટ્રેડર્સ પાસેથી 2.50 લાખ અને અભીષેક સેનીટેશન સહકારી મંડળી લી. પાસેથી 2.50 લાખ મળીને 5 લાખ ગોવા ઝાડુ પ્રતિ નંગ 44 લેખે ખરીદવાનું નક્કી કરાયું હતું. 2.20 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
ખજૂર કે ઘાસના ભૂસામાંથી બનાવેલા સાવરણી ઘરમાં સમૃદ્ધિ લાવે છે, પરંતુ પ્લાસ્ટિકના સાવરણી ટાળવા જોઈએ. ઘરો, દુકાનો અને ઓફિસોમાં સાવરણીનો ઉપયોગ રોજિંદા જીવનમાં થાય છે. સાવરણી સફાઈ માટે ઉપયોગી છે.
ગુજરાત
ગુજરાતમાં સફાઈ માટેના ઝાડુ (brooms) કેટલાં ખરીદ થાય છે તેનો ચોક્કસ આંકડો જાહેરમાં એકત્રિત રૂપે ઉપલબ્ધ નથી, કારણ કે ખરીદી અલગ–અલગ સ્તરે થાય છે:
17 મહાનગરો અને 250 નાના શહેરોમાં 51 ટકા વસ્તી રહે છે. 14 હજાર ગ્રામ પંચાયતોમાં 49 ટકા લોકો રહે છે. 2023માં સુરત મનપા દ્વારા અગાઉ રૂ. 30 લાખના 80,000 લાંબી હેન્ડલ વાળી ઝાડુઓ માટે ટેન્ડર જાહેર કર્યું હતું.
દર વર્ષે ટેન્ડર દ્વારા ઝાડુ ખરીદે છે. ખરીદીનો આંકડો શહેરના કદ, સફાઈ કર્મચારીઓની સંખ્યા અને મશીનરી ઉપયોગ પર આધારિત હોય છે.
મોટા શહેરોમાં હેન્ડ ઝાડુ અને રોડ ઝાડુ દર વર્ષે લાખો ઝાડુ ખરીદાતા હોય છે. “સ્વચ્છ ભારત મિશન” હેઠળ ગ્રામ પંચાયતોને પણ સફાઈ સાધનો માટે ફાળવણી થાય છે.
શાળા, હોસ્પિટલ, સરકારી કચેરીઓ પોતાની રીતે ખરીદી કરે છે. ઘણીવાર GeM (Government e-Marketplace) પોર્ટલ મારફતે ખરીદી થાય છે.
અમદાવાદ ઘર અને કચેરી
અમદાવાદની વસ્તી અને વિસ્તારની ગણતરી કરવામાં આવે તો ગુજરાતના તમામ શહેરી અને ગ્રામ સ્તરે મળીને દર વર્ષે 50 લાખ ઝાડુ ખરીદાતા હોવાની શક્યતા છે. એટલા જ ઝાડુ ઘર, કચેરી, કારખાના, શાળા, હોસ્પિટલ, જાહેર સંસ્થાઓ મળીને બીજા એટલા ખરીદાતા હોઈ શકે છે. આમ વર્ષે 1 કરોડ ઝાડુ ખરીદાતા હોઈ શકે છે. તેનો એક ઝાડુનો ભાવ રૂ. 50 ગણવામાં આવે તો 50 કરોડ રૂપિયાના ઝાડુ ખરીદાતા હોઈ શકે છે.
ચંડોળા તળાવ
ગુજરાતમાં સાવરણી બનાવવાના અને વેચાણના સૌથી મોટા કેન્દ્રોમાં અમદાવાદનું ચંડોળા તળાવ અને મિલતનગરો વિસ્તાર મુખ્ય છે. જે સાવરણી બજાર અથવા જાડુ બજાર તરીકે ઓળખાય છે. અહીં નાયલોન અને ઘાસની વિવિધ સાવરણીઓ મોટાપાયે બનાવવામાં આવે છે. રાજ્યભરમાં વેચાય છે.
સૌથી મોટું ઉત્પાદન અને બજાર હવે ઝૂપડા તોડી પડાયા છે. અહીં 8 રૂપિયાથી લઈને રૂ.350 સુધીની સાવરણીઓ મળે છે.
ખાસ પ્રકારના સૂકા ઘાસ, સુંઠિયા ઘાસ (ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં), પામાયરાના રેસા, ચોખાના મૂળ કે નાળિયેરના ફાઇબર (છીણી) માંથી બનાવવામાં આવે છે.

ભારત
ભારતમાં 2024માં 1180 કરોડ રૂપિયાના ઝાડુની બજાર હતી. જે 2030માં 4.80 ટકાના દરે વધીને 1815 કરોડ રૂપિયાનું બજાર થવાની ધારણા છે. એક માણસે સરેરાશ વર્ષે 12 ઝાડુની ખપત ગણી શકાય.
આસામ
મધ્ય આસામમાં સ્થિત કાર્બી ઓન્ગલોન્ગ, ભારતમાં સાવરણીનું સૌથી મોટું ઉત્પાદક છે, જે દેશભરના લાખો ઘરોની જરૂરિયાત પૂરી કરે છે. અહીં ઉત્પાદિત સાવરણી ઘાસમાંથી બનેલા અનોખા અને પર્યાવરણને અનુકૂળ છે.
છત્તીસગઢ
છત્તીસગઢમાં અબુઝમાડમાં આદિવાસી સમુદાયો દ્વારા ઉત્પાદિત સાવરણીઓ માટે જાણીતુ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને આંધ્રપ્રદેશમાં પણ ખૂબ માંગ છે. 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. ઓરછા વિસ્તારના નદી પારના ગામ હિતુલવાડાની મહિલાઓએ આ ઘાસનો ઉપયોગ કરીને ઘરે સાવરણી બનાવવાનું શરૂ કર્યું.
સાવરણીનો ઇતિહાસ
પહેલા સાવરણી મળતી નહીં. ગામડામાં રાંપડુ, લાપડું, ઝીપટો, ઝીપટી જેવાં ઘાસ કે ખડ તથા વાંસ, ખજુરી વગેરેમાંથી જાતે જ સાવરણી – સાવરણા બનાવતા હતા.
સાવરણીનું સ્વરૂપ સંજોગો, ભૂગોળ અને વિવિધ સંસ્કૃતિઓ અનુસાર બદલાયું છે. તેને કાલુશનાસિની, સમ્મરજની, ખ્યોરા, બ્રશ, પોચડા, કુચા, બધન, બધની, કોસ્તા, વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
સાવરણીનો ઉલ્લેખ ચીનમાં પૂર્વીય હાન રાજવંશ, 25-220 એડીનો છે. આ રાજવંશ દરમિયાન બનેલા પથ્થરના મકબરાના દરવાજા પર એક માણસને સાવરણી પકડીને દર્શાવવામાં આવ્યો છે. હાન રાજવંશના અવશેષો ચીનના ચેંગડુમાં સિચુઆન પ્રાંતીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે.
1453માં, ઘણા યુરોપિયન લેખકોએ તેમના સાહિત્યમાં ગિલાઉમ એડેલિનનો સાવરણી પર સવારી કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
મોટાભાગના વૈજ્ઞાનિકો સાવરણીની ઉત્પત્તિ 1797માં યુએસએના મેસેચ્યુસેટ્સમાં એક ખેડૂત દ્વારા શોધાયેલ સાવરણી માને છે. આધુનિક પશ્ચિમી વિદ્વાનો સાવરણીની ઉત્પત્તિ ખ્રિસ્ત પછીના 200 વર્ષ પછીની છે.
માનવશાસ્ત્રીઓ માને છે કે સાવરણીનો ઉદ્ભવ પ્રાગૈતિહાસિક સમયમાં 16થી 18 લાખ વર્ષ પહેલાં થયો હતો. કૂતરાઓની સફાઈ વૃત્તિથી પ્રેરિત થઈને જંગલી ઘાસમાંથી સાવરણી બનાવી હશે.
ઇજિપ્તીયન સંસ્કૃતિ, હર્ક્યુલેનિયમ, પોમ્પેઈ અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાં સાવરણીના નિશાન મળી આવ્યા હતા. ભારતમાં અજંતા અને એલોરા ગુફાઓમાં ચિત્રો અને શિલ્પોમાં ગણિકાઓ પંખો પકડીને બેઠી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
પ્રાચીન ભારતીય ઇતિહાસમાં જૈન સાધુઓ પંખો લઈને જતા હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં પણ પાંચ પાપો પરના શ્લોકોમાં સાવરણીનો ઉલ્લેખ છે. અગ્નિ પુરાણના 77મા અધ્યાયમાં ચૂલા અને દળવાના પથ્થરની સાથે સાવરણીને વ્યવસ્થિત રાખવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
ભારત, યુરોપ અને આફ્રિકામાં, સૂર્યાસ્ત પછી ઘર સાફ ન કરવાની પરંપરા છે.
ગુજરાતી
English





