74 ટકા વરસાદ પડ્યો પણ 53 ટકા બંધો ખાલી રહ્યાં

ચોમાસાની વિદાય લીધી છે, ગુજરાતમાં ચોમાસામાં 74% વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં 93%, સૌરાષ્ટ્રમાં 72%, મધ્ય ગુજરાતમાં 67%, ઉત્તર ગુજરાતમાં 43% અને કચ્છમાં 26% વરસાદ પડયો છે.ત્યારે ગુજરાતના બંધોમાં સરેરાશ 53% પાણી સંગ્રહ થયો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધું કઠણાઈ થશે. નર્મદા બંધમાં 63% પાણી આવ્યું છે. જે પૂરતું નથી. કચ્છના 20 બંધમાં 12% પાણી છે જ્યારે મધ્ય ગુજરાતના 17 બંધોમાં 86% પાણી ભરાયું છે.

ગુજરાતના 203માંથી માત્ર 24 બંધો જ પૂરા ભરાયા છે. જેમાં મુખ્યત્વે ભાવનગરના રોજકી  ગીર સોમનાથના હિરણ-૧, જૂનાગઢના મધુવંતિ, દાહોદના કબુતરી, સુરેન્દ્રનગરના ત્રિવેણી થાંગા, અમરેલીાધાતરવાડીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 173 બંધ અધૂરા છે. 8 બંધમાં પાણી જ આવ્યું નથી. એ વિસ્તારમાં ભારે કટોકટી છે. જેમાં 4 બંધ તો કચ્છ વિસ્તારના છે. રાજ્યમાંથી ઉત્તર ગુજરાતના15 બંધ અધુરા ભરાયા છે.

દક્ષિણ ગુજરાતના 13 બંધોમાંથી 8 બંધ 100 ટકા ભરાયેલા છે. જેમાં ભરૃચના નેત્રાંગ-જગડિયા, સુરતના લાખીગામ-વે૨ ૨, નવસારીના કૈલા-જુજ, તાપીના દોસવડાનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં 52 ટકા પાણી બંધોમાં છે. નર્મદા બંધમાં 125.82 મીટર પાણી આવી ગયું છે, પાણીનો જત્થો 1.84 મિલિયન એકર ફૂટ પાણી એટલે કે 39% વાપરી શકાય એટલો જથ્થો છે. નર્મદા નદી પર મધ્ય પ્રદેશના ત્રણ મુખ્ય બંધો બાર્ગી, તવા, ઇન્દિરા સાગર આવેલાં છે જેમાં 11 મિલિયન એકર ફૂટ પાણી છે જેમાંથી ગુજરાતને 5.84 મિલિયન એકર ફૂટ પાણી મળશે.