75% લોકો સહમત હોય તેવા જુના મકાનો તોડી નવા બનાવી શકાશે

સંબંધિત ઓથોરિટી દ્વારા ભયજનક-પડી જાય તેવા જાહેર કરાયેલા મકાનોના કિસ્સામાં રિડેવલપમેન્ટ માટેની કાર્યવાહી અંગે સરકારે મહત્વપૂર્ણ સૈધાંતિક નિર્ણય કર્યો છે. જે મકાનોને વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી રપ વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવા કિસ્સામાં ઓછામાં ઓછા ૭પ ટકા ફલેટ / એપાર્ટમેન્ટ ધારકોની સંમતિ મેળવ્યા બાદ કે સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તેવા કે ભયજનક જાહેર કર્યા હોય તેમજ આવા મકાનોથી આસપાસના રહેવાસીઓ કે અન્ય મિલકતને નુકશાનકર્તા થાય તેમ જાહેર કરેલું હોય તો તેવા કિસ્સામાં રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઇ શકશે.