8 ફૂટનો રોટલો ખાવો છે? મોરબીમાં રોટલાનો વિશ્વ વિક્રમ 

પીત્ઝા અને ઢોસાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાતો હોય તો ગુજરાતના બાજરીનો રોટલાનો વર્લ્ડ રેકોર્ડ કેમ નહીં? 1 4 નવેમ્બર 2018ને બુધવારના રોજ 8 ફૂટનો બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડના પ્રેસિડેન્ટ પવન સોલંકીના હસ્તે જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું સન્માન કરવામાં આવશે. 14 નવેમ્બર 2018 સવારે 9 થી બપોરે 12.30 સુધી મોરબી નહેરુ દરવાજા ચોકમાં આઠ ફૂટનો બાજરાનો પ્રસાદરૂપી રોટલો રાખવામાં આવ્યો છે. રધુવંસી સમાજ દ્વારા આ રેકર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
શિયાળામાં ઊંધિયું અને રોટલા ખાવામાં આવે છે. મોટાભાગે બાજરીના રોટલા બને છે. વિવિધ પ્રકારના અનાજને દળીને બનાવવામાં આવતા રોટલા ભારતીય રોટી (બ્રેડ) છે. અનાજનો લોટ, પાણી ભેગા કરી રોટલા બનાવવામાં આવે છે. રોટલા ઉપર ઘી લગાડીને ખાવામાં આવે છે.
પ્રાચીન સમયમાં ઘઉંમાંથી બનતી રોટલી એટલી પ્રચલિત ન હતી. સ્થાનીક રીતે જે અનાજ ઉગતું તે જ લોકો ખાતાં. આજે પણ રોટલા ખવાય છે. રોટલી કે ભાખરી પતલી વેલણનો ઉપયોગ કરી વણવામાં આવે છે, જ્યારે રોટલા જાડા હોય છે. રોટલા હાથમાં થાપીને કે એક હાથ વડે પાટલા પર ટીપીને બનાવવામાં આવે છે. રોટલા શેકતી વખતે તેમાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી.