બનાસકાંઠાના તંબોળીયા ગામેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના દરવાજા પાસે 50 ફૂટ ઉપરાંતનું મોટું ગાબડું પડેતાં મહામૂલું પાણી વહી ગયું હતું. ભાજપ સરકારમાં બનેલી નહેરોમાં આજ સુધી 800 વખત નહેર ફાટી છે. ભ્રષ્ટાચારના કારણે નહેર તૂટી છે.
કેનાલના ગાબડા બાદ નર્મદા નિગમે કોઈ પગલાં લીધા નથી. બે માસથી બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ છે. રિપેિંરગ કરવાનો સમય ચાલી રહ્યો છે. નર્મદા નહેરમાં કોઈ ધ્યાન આપતું નથી.
પ્રથમ વરસાદમાં ફરી આ નહેર તૂટે તો 2017ની જેમ અતિવૃષ્ટિમાં ખારીયા ગામની નહેર બનાસકાંઠામાં તુટી હતી તેમ ફરી એક વખત નહેર ફાટે તેમ છે.
ગુજરાતી
English




