ભાવનગર શહેરમાં જુલાઇ-૨૦૧૮માં થયેલી રૂ.૯ કરોડની હીરાની લૂંટને ભાવનગર પોલીસે ત્રણ દિવસમાં ગુનેગારોને પકડી પાડ્નેયા હતા. પોલીસ માટે અને રાજ્ય સરકાર માટે ભાવનગર ડાયમંડ મેન્યુફેકચર એસોસીએશન દ્વારા યોજાયેલ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રેન્જ આઇ. જી. નરસિંમ્હા કોમાર, ભાવનગર પોલીસ વડા પ્રવીણસિંહ માલ તથા ડી.વાય.એસ.પી. મનીષભાઇ ઠાકર સહિત સમગ્ર એલ.સી.બી ટીમનું
શાલ, પ્રશસ્તી પત્ર અને સ્મૃતિચિન્હથી સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગરની રૂ.૯ કરોડની હીરાલુંટ, જુનાગઢમાં ૧૮ કિલો સોનાની લુંટ, સુરતમાં રૂ. ૨૦ કરોડના ડાયમંડનું પ્રકરણ જેવા તાજેતરના ગુનાઓ પકડયા છે. તે પોલીસતંત્રના અપગ્રેડેશનનું પરિણામ છે. રાજ્ય સરકારે રૂ. ૫૨૦૦ કરોડનું બજેટ ચાલુ વર્ષે ગૃહ વિભાગને ફાળવ્યું છે. પોલીસ વિભાગની ભરતીઓ તથા આધુનિક ગુનાઓ અને સાઇબર ક્રાઇમના ગુના તથા રૂ. ૩૦૦ કરોડના સી.સી.ટી.વી. કેમેરાઓથી શહેરોને સજ્જ કર્યા છે. ભાવનગર ડાયમંડ મેન્યુફેકચર એસોસીએશનના પ્રમુખ છગનભાઇ નાવડીયા, હરિદર્શન એક્ષપોર્ટ પ્રા. લી. ભાવનગરના ડાયરેકટર હિતેષભાઇ લખાણી ભાવેશભાઇ લખાણીએ પોલીસ અને રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત મંત્રી મંડળના સભ્યોનુ સન્માન કર્યુ હતું, સુરત ડાયમંડ ડ્રીમ સીટી છે. હીરાના વેપારીઓ દ્વારા પોલીસ તંત્રનું સન્માન એ સરકારનું સન્માન છે.