ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી પ્રધાન હતા ત્યારથી તેમની પાસે રિવોલ્વર રાખવાનો પરવાનો સરકારે આપેલો છે. જો ભાજપના મંત્રી અને પૂર્વ પ્રધાન પોતે જ અસલામતી અનુભવતાં હોય તો સામાન્ય લોકો કઈ રીતે કાયદો અને વ્યવસ્થા પર ભરોસો રાખી શકે ? એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. તેઓ રૂપાણી ને આનંદીબેનની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા. તેમને અમિત શાહ સાથે સારા સંબંધો ન હોવાથી આનંદીબેન પટેલે સમાધાન કરાવવા અમિત શાહના નિવાસ સ્થાને શંકર ચૌધરીને ગઈ ગયા હતા. ત્યારે તેઓ પોતાનું હથિયાર ઘરે મૂકીને ગયા હતા. એક વખત નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પોતાનું હથિયાર લઈને મુખ્ય પ્રધાનની કચેરી સુધી પહોંચી ગયા હતા. પછી સરકારે પોલીસ કર્મચારીઓને બરતરફ કર્યા હતા. શંકર ચૌધરી પાસે હથિયાર લાયસન્સ ધરાવતી રિવોલ્વર છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પાસે પણ ઘાતક હથિયાકરનું લાયસન્સ છે અને તેમની પાસે રિવોલ્વર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં 2012 અને 2017માં ધારાસભ્યોએ સોદંગનામાં પર આપેલી વિગતો પ્રમાણે ભાજપ અને કોગ્રેસ એમ બંન્ને પક્ષના 9 ધારાસભ્યો પાસે પોતાના રક્ષણ માટે હથિયારોનું લાયસન્સ ધરાવતા હતા.
ભાજપના સાત ધારાસભ્યો પાસે હથિયારનો પરવાનો છે. કોંગ્રેસના બે ધારાસભ્યો બંદુકનું ધારાસભ્ય ધરાવે છે. કોંગ્રેસના મોહનસિંહ રાઠવા પાસે તમામ નેતાઓ કરતાં સૌથી વધુ 6 હથિયાર છે. જેમાં ડબલ બેરેલની ત્રણ બંદૂક, એનપી બોર રિવોલ્વર, ૩૨ બોર રિવોલ્વર તથા 315 રાઇફલ છે.
સાવલીના ઉપેન્દ્રસિંહ ગોહિલ પાસે વિદેશી બનાવટની એક બંદૂક, એક રિવોલ્વર તથા એક રાઇફલ છે. જ્યારે તળાજાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ભારતીબહેન શિયાળ પાસે પણ હથિયારનું લાયસન્સ છે, તેઓની પાસે રિવોલ્વર છે. તેઓ સાંસદ છે. રાજીનામું આપીને લોકસભા ચૂંટણી લડી હતી.
ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા પાસે હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે.
ગોધરાના નેતા સી. કે. રાઉલજી પાસે પણ હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે બંદુક અને રિવોલ્વર છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા. હાલ ભાજપમાં પક્ષાંતર કરીને જતા રહ્યાં છે. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પાસે બેબલી સ્કોટ રિવોલ્વર છે. જ્યારે ડભોઇના ભાજપના નેતા બાલકૃષ્ણ પટેલ પાસે હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રાઇફલ અને રિવોલ્વર છે.
આમ 9 ધારાસભ્યો અને સાંસદ પાસે ઘાતક હથિયારો પોતાના રક્ષણ માટે રાખે છે. જોકે તેઓને ગુજરાત સરકારના કાયદો અને વ્યવસ્થામાં ભરોસો ન હોય તેમ તેઓ પોતાની સાથે હથિયાર રાખે છે. જોકે, આ ધારાભ્યોએ તેનો ઉપયોગ હજુ સુધી કર્યો નથી. ભાતપના ત્રણ નેતાઓએ પોતાનું મહત્વ વધારવા માટે અને આનંદના પ્રસંગે હવામાં ગોળીબાર કરવા માટે હથિયારોમાંથી ફાયરીંગ કર્યા હતા. તો શું એ સવાલ ઊભો થાય છે કે નેતાઓ પોતાની ગન માત્ર મહત્વ વધારવા અને સારા પ્રસંગોએ હવામાં ગોળીબાર કરવા માટે જ લે છે. કે પછી તેમને રૂપાણીની સરકારના ગૃહ વિભાગ ઉપર કોઈ ભરોસો નથી.