અમદાવાદ કે કર્ણાવતી ભાજપના યુવા નેતા સ્વપ્નીલ સુરેન્દ્ર રાજપુતની 300 કરોડના પોન્ઝી કૌભાંડના આરોપો થતાં તેમણે બદનક્ષીની ફરિયાદ વિનય શાહ સામે કરી છે. વિનય શાહે પોલીસ અધિકારીઓ અને અમદાવાદના ગુજરાતી ટીવી ચેનલોના તંત્રીઓને લાખો રૃપિયાની લાંચ આપી હોવાના આરોપો ઓડિયો ક્લિપમાં છે તેનો તેમણે ઇનકાર કર્યો હતો. ઓડિયો ક્લિપમાં તેમનો જ અવાજ છે એવું સ્વપ્નીલ રાજપુતે કબુલ કરીને કહ્યું હતું કે તે અવાજ કોર્ડિનેટેટલી એરેન્જ કરેલો છે. ફેબ્રીકેટેડ છે.
ઓડિયો ક્લિપની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ કરવા મોકલવા અંગેના પ્રશ્નનો ઉત્તર તેમણે ટાળી દીધો હતો.
જેટલી પણ ઓડિયો ક્લિપ છે તે વિનય શાહ રજૂ કરે. તેમને વિદેશથી અહીં લાવવામાં આવે તો હું સાબિત કરી આપીશ. મારે ત્યાં અનેક ટીવી પત્રકારો આવે છે. મેં વીટીવી કે બીજી કોઈ ટીવી ચેનલના તંત્રી કે માલિકોને સમાચારો ન બતાવવા પૈસા આપ્યા નથી. ક્રાઈમ બ્રાંચના જે કે ભટ્ટને રૂ.90 લાખ આપ્યા નથી. આ કોભાંડ 260 કે 300 કરોડ કૌભાંડ નથી. રૂ.700 કરોડ ગરીબોને અને અમારી સંસ્થા ગુજરાત સેવા સમિતિના સભ્યોના સંડોવાયેલા છે.
બેંક કૌભાંડ અંગે પુછતા સુરેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે મેં 100થી વધું પત્રકારોને મારા છાપામાં તૈયાર કર્યા છે. તેમને પૈસા કઈ રીતે અપાય? ભાજપના રાષ્ટ્રીય નેતાને મારી બેંકમાંથી રૂપિયાનું ધીરાણ કરેલું છે જો મેં બેંકમાં રૂ.29 કરોડનું કૌભાંડ કર્યું હોય તો ગુજરાત સરકારે મને પકડી લીધો હોત.