લોથલમાં દરિયાઈ સંગ્રહાલય બને છે પણ … જુઓ 10 અહેવાલો

A maritime museum will be built in Lothal, but…

21 સપ્ટેમ્બર 2025

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે.
લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે.
સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે.

‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે.
આધુનિક ટેક્નોલૉજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે.
પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે.
ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ આ કૉમ્પ્લેક્સમાં બનશે
નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિકઆ લાઇટહાઉસ મ્યુઝિયમ 77 મીટરનું હશે જેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ તૈયાર થશે. મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કાર રહેશે. 500 ઇલેક્ટ્રિક કારના પાર્કિંગ અને 66 કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે.

સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ જોવા મળશે
માટે 375 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. અંડર વૉટર થીમિંગ ઓપન ગેલેરી બનાવશે.

લોથલ બંદરનું સંગ્રહાલય – રાષ્ટ્રિય સમુદ્રી વારસા સંકુલનું ખર્ચ 4500 કરોડ

લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટમાં મેરિટાઇમ પાર્ક બનશે

આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથલ…

ગુજરાતના મ્યુઝિયમ

 

https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a3%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%8a%e0%aa%ad%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%ab%81%e0%aa%82- %e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2/