ACનું તાપમાન ૨૪.C રાખવાથી ઊર્જામાં બચત, ઉર્જા વાન ખૂલ્લી મૂકાઈ

ACનું તાપમાન ૨૪.C રાખવાથી ઊર્જામાં બચત થઇ શકે છે, તે વિષય પર લોકજાગૃતિ ફેલાવવા તૈયાર કરાયેલ એસી ડેમોસ્ટ્રેશન વાનને શરૂ કરીને દાંડી કુટિર, ગાંધીનગર ખાતે ગુજરાત ઊર્જા વિકાસ એજ્ન્સી (જેડા) દ્વારા આયોજીત ઊર્જા બચત અંગેના ‘વેન એક્ટીવેશન એન્ડ પ્રમોશન’ શરૂ કરાયો હતો. ગુજરાત રાજ્યના ક્લાઇમેટ ચેઇન્જ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત ઊર્જા વિકાસ એજ્ન્સી (જેડા) રાજ્યના તમામ ઊર્જા બચતના પ્રોત્સાહન અને પ્રચાર-પ્રસારના કાર્યો કરે છે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, મિનિસ્ટ્રી ઓફ પાવર, ન્યુ દિલ્હીએ જાહેર કર્યું છે કે, એર કંડીશ્નર – એસીનું તાપમાન ૧.C વધારવાથી એટલે કે ૨૪.C ને બદલે ૨૫.C રાખવાથી ૬ % જેટલી ઊર્જા વપરાય છે. ૨૪.C રાખલાથી ૬ %  બચાવી શકાય છે. તેનો ફેલાવો કરવા માટે ૩૦ દિવસમાં રાજ્યના જુદા-જુદા મુખ્ય શહેરોમાં જઇ એસી ડેમોસ્ટ્રેશન વાન મારફત એનર્જી કન્ઝર્વેશન ટીપ્સ, નાટક, ક્વીઝ, વિડિયો, ફિલ્મ, પેમ્ફલેટ દ્વારા શાળાઓમાં, ગૃહીણોઓ, લોકલ ટ્રેડર્સ અને ઓફિસ કર્મચારીઓમાં ઊર્જા બચત અંગેનું નિદર્શન કરવામાં આવશે.