Adani, Reliance, Tata Telecom owe more than 25 crore property tax अडानी, रिलायंस, टाटा टेलीकॉम पर 25 करोड़ से ज्यादा प्रॉपर्टी टैक्स बकाया है
22 ડિસેમ્બર 2024
અમદાવાદ શહેરમાં મિલકત વેરો વસૂલવા 3 લાખ મકાનોને સીલ મારી બંધ કરી દેવામાં આવે છે. પણ અદાણી, અંબાણી, ટાટ કંપનીઓના રૂ. 25 કરોડ મિલકત વેરો બાકી નિકળતો હોવા છતાં તે વસૂલવામાં આવતો નથી.
રિલાયન્સ કંપનીના બે બિલના રૂ. 2 કરોડ 3 લાખ, અદાણી ગેસ કંપનીના 5 બિલના રૂ. 17 કરોડ 51 લાખ, ટાટા ટેલી સર્વિસના 7 બિલના રૂ. 88 લાખ 53 હજાર બાકી છે.
બે વર્ષ પહેલાં અદાણીએ એરપોર્ટનો 4.79 કરોડ, GCAએ 2.64 કરોડ ટેક્સ ભર્યો હતા.
વેરા કૌભાંડ
વેરામાં અદાણી ડિફોલ્ટર છે.
અદાણીનો ગેસ પાઇપલાઇનનો ટેક્સ 2011 ઉઘરવામાં આવતો હતો. તે વખતે એક કેસ ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. અદાણી ગેસ પાસેથી વર્ષે રૂ. 5 કરોડ ટેક્સ વસુલવામાં આવે છે. રૂ. 12 કરોડ મિલકત વેરાના ચૂકવાયા નથી. છતાં તેમની મિલકતોને સીલ કરવામાં આવતી નથી. 2011થી શહેરમાં લોકોની 5 લાખ મિલકતો સીલ કરી પણ અદાણીની ન કરી.
ડિફોલ્ટરનો કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી નિકળે છે જેમાં તમામ કંપનીઓ કરતાં અદાણીનો સૌથી વધારે છે.
બાકી પ્રોપર્ટી ટેક્સ 2023
1. અદાણી ગેસ, તમામ ઝોનની ગેસ પાઇપ લાઇન – 12.14 કરોડ
2. ટ્રાન્સસ્ટેડિયા પ્રા. લિ. કાંકરિયા – રુ.6.19 કરોડ
3. ક્રિએટિવ ઇકો રિસાયકલ પોર્ટ પ્રા.લિ., પિરાણા સાઇટ – 3.20 કરોડ
4. પુરષોત્તમ ભોગીલાલ, ચીકાનીવાલા એસ્ટેટ, ગોમતીપુર – 5.96 કરોડ
5. ચંચલ પાર્ટી પ્લોટ, જીવરાજ – 2.03 કરોડ
6. બ્લૂ લગૂન પાર્ટી પ્લોટ, એસજી હાઇવે, મકરબા – 5.06 કરોડ
7. શેલ્બી હોસ્પિટલ, શેલ્બી લિમીટેડ – 4.88 કરોડ
8. ગાંધી કોર્પોરેશન, ગુજરાત યુનિવર્સિટી – 12.28 કરોડ
9. કોર્ટ સાઇટ ફિટનેસ એન્ડ સ્પોર્ટસ પ્રા.લિ. ભાડજ – 2.53 કરોડ
10. સ્નેપ ડીલ કુરિયર, એસજી હાઇવે – 1.54 કરોડ
11. બસેરા પાર્ટી પ્લોટ, આંબલી રોડ – 1.19 કરોડ
12. રઘુલીલા ઉપવન, એસપી રિંગ રોડ – 1.10 કરોડ
13. મંગુબા પાર્ટી પ્લોટ, પશ્ચિમ ઝોન – 1.26 કરોડ
14. ડીવીઝનલ રેલવે મેનેજર, વેસ્ટર્ન – 11.17 કરોડ
15. ભારતીય કન્ટેઇનર નિગમ લિ. – 3.15 કરોડ
2024માં અદાણીની રકમ રૂ. 50 કરોડ વ્યાજ સાથે થઈ ગઈ હોઈ શકે છે.
અદાણી હવાઈ મથકનું કૌભાંડ
અમદાવાદ એરપોર્ટ અદાણીનું હોવાથી હવાઈ મથકની અંદર આવેલી દુકાન અને વીવીઆઇપી લોજને ભાડે આપેલાં છે. જે ભાડુઆત તરીકે બે ગણો મિલકત વેરો લેવો પડે છે. તેના બદલે સેલ્ફ તરીકે વેરો લઈને અદાણીને ફાયદો અમદાવાદની શહેર સરકાર કરી રહી હોવાનો આરોપ હતો.
અદાણીએ ભરેલા મિલકત વેરાના બિલોની નકલો જાહેર કરવાની માંગણી કરી હતી.
અમદાવાદ શહેરમાં જમીનની અંદર અદાણી ગેસ પાઈપલાઈન, રિલાયંન્સ ટેલીકોમ સર્વિસ માટે નાંખવામાં આવતા કેબલ કે પાઈપોના ટેક્ષની વસુલાત વર્ષોથી થઈ નથી. 20 ડીસેમ્બર 2024ની સ્થિતિએ ટાટા ટેલીકોમ, અદાણી અને રિલાયન્સ કંપનીના રૂ. 25 કરોડ વેરા બાકી નીકળે છે.
આ કંપનીઓ સામે કાર્યવાહી કરવાને બદલે ભગવી આંખ આડા કાન કરવામાં આવે છે. જોકે અદાણી લિમિટેડની કોર્ટ મેટર ચાલી રહી છે. જેના કારણે વેરો બાકી હોવાનું અધિકારીઓ જણાવી રહયા છે. આ કંપનીઓ અમદાવાદ મહાનગર પાલિકાની માલિકીની જગ્યામાં ખોદકામ કરી કેબલ કે પાઈપો નાંખવામાં આવી છે
તેની ટેક્ષ આકારણી ભાડુઆતના ધોરણે કરવી જોઈએ જેના બદલે માલિકીના ધોરણે કરવામાં આવી રહી છે. તેથી પણ કોર્પોરેશનને આર્થિક નુકશાન થઈ રહયું છે. આ કંપનીઓ દ્વારા સમયસર વેરો ભરવામાં નથી આવતો તેથી જો તંત્રમાં તાકાત હોય તો તેમની ઓફિસો સામે જઈ ઢોલ નગારા વગાડવામાં આવતા નથી.
બે વર્ષમાં તો એવા કિસ્સા પણ જોવા મળ્યા હતા કે જેમાં સામાન્ય કરદાતાએ ટેક્ષ ભરપાઈ કર્યો હોય તેમ છતાં મિલકત સીલ થઈ હતી.
વર્ષનો જ ટેક્ષ બાકી હોય તેમ છતાં નોટીસ આપી સીલ મારી દેવામાં આવ્યા હતા.
રહેણાંક મિલકતના રૂ.ર થી ૩ હજારનો ટેક્ષ વસુલ કરવા નાગરિકોના ઘરે જઈ ઢોલ નગારા વગાડવામાં આવી રહયા છે.