અમદાવાદના અંદાજપત્રમાં ખામી
જયનારાયણ વ્યાસ અને મહેશ પંડ્યાની રીયલ ડિબેટમાં થયેલી ચર્ચાના માહિતીપ્રદ મહત્વના મુદ્દા.
જયનારાયણ વ્યાસ : હવેનો આવતો દાયકો અમદાવાદનો એવા બોર્ડ બિલ્ડરોએ ચારેબાજુ લગાવ્યા છે.
ત્રીજા ધોરણમાં ભણતા બાળકો ભણવામાં છઠ્ઠા ક્રમે દેશમાં છે. છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ દેશમાં છેલ્લેથી બીજા ક્રમે છે. 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ દેશમાં છેલ્લા નંબરે છે.
શિક્ષણનું ખાનગીકરણ તેમના લાભાર્થે છે. નેતાઓના છોકરાઓ તો વિદેશમાં ભણે છે.
ભગલો અને જગલો બજેટ છે. અમદાવાદને નર્મદાનું પાણી મળે છે તે થોડા સમયમાં બંધ થઈ જશે.
મહેશ પંડ્યા
અમદાવાદ મહાનગર પાલિકાનું ચૂંટણી લક્ષી અંદાજપત્ર છે. અમદાવાદ મહાનગરપાલિકા પર 984 કરોડનું દેવું છે. જે હવે 2027માં 1232 કરોડે દેવું પહોંચશે.
અમદાવાદને સીમલા, હોંગકોંગ બનાવવાની વર્ષોથી વાતો છે. હાઈટેક સિટી બનાવવાનું છે, એવું વર્ષથી કહે છે. 80 કરોડનો ફ્લાય ઓવર બોપલ આગળ બની ગયો તો આગળનો માર્ગ નથી તેથી નાકામો પડી રહ્યો છે.
ગરીબો સરકારના અનાજ માટે જીવે છે. તેઓ બગીચામાં ફીના કારણે જઈ શકતા નથી.
પર્યાવરણ લક્ષી બજેટ કહે છે.
અમદાવાદ મહાનગર પાલિકામાં 5 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવ્યા હતા. 80 લાખની વસતીએ વૃક્ષો ગણીયે તો દરે એક ફૂટે એક વૃક્ષ હોવું જોઈએ. કેટલાક વોર્ડમાં ગણતરી કરી તો 16 લાખ વૃક્ષો હતા. વૃક્ષો વવાય છે તેનું સોશિલ ઓડિય કરાવવામાં આવે તો સાચો ખ્યાલ આવી શકે. પરાગરજથી શરદી ખાંસી થાય એવા વૃક્ષો રિવરફ્રંટ પર વાવેલા છે.
200 કરોડના ખર્ચે પુર મોનીટરીંગ કરવા માટે અંદાજપત્રમાં જોગવાઈ કરી છે. 15 તળાવો અને 7 તળાનો વિકસાવાશે એવું કહે છે.
2000માં વડી અદાલતનો ચુકાદો હતો કે 3 મહિનામાં એસેસમેન્ટ કરીને તળાવોની યાદી આપવી. ખાબોચીયુ ભરાય તેને પણ વેટ લેન્ડ ગણી લેવા માટે કહેવાયું. ત્યારે 150 તળાવ ગણતરી થઈ હતી. તેમાં હવે 37 તેમાંથી ગુમ થઈ ગયા છે.
તળાવમાં પાણી ભરાતું નથી એ અંગે અધિકારીઓ કહે છે કે, તળાવનું તળિયું તૂટી ગયું છે, તેથી વરસાદનું પાણી ટકતું નથી. હવે 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવ બનાવાયું છે. ફરી વખત તેને મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આવા 7 તળાવોનો પુનર્વિકાસ કરવાના છે. તેનું ફરીથી લોકાર્પણ થશે.
11 તળાવ પાણી વહનથી એકબીજા સાથે જોડાયેલા હતા.
હવે સ્પોંજ તળાવ બનાવવાનો નવો ખ્યાલ જાહેર કરાયો છે. જે મેદાનમાં પાણી ભરાતા હોય તેને સ્પોન્જ તળાવ કહે છે.
રૂ. 3500 કરોડની વિશ્વ બેંકનું ઋણ લઈને નવી ગટર નાંખવાના છે.
પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા વધી છે. અમદાવાદમાં 2011માં 52 લાખ અને 2026માં 80 લાખની વસતી છે. છતાં 1117 જાહેર પરિવહન માટે બસ છે.
બીઆરટીએસ રોડ બની ગયા તેથી ટ્રાફિક અને પ્રદૂષણ વધ્યું છે. ધુમાડો અને ધૂળ બધું ભેગું મળે છે.
નવા અંદાજપત્ર પ્રમાણે 3 હજાર ઈ વાહનો મૂકવાના છે. જે ખરેખર તો 10 વર્ષ પહેલાં 3 હજાર બસો હોવી જોઈતી હતી.
ફૂટપાથ પર ઈંટો નાખી દીધી છે. તેથી વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી. તે દર વર્ષે ફૂટપાથ ઉખેડીને ફરીથી નાખવામાં આવે છે.
ધૂળ ઉખેડવાનું મશીન છે તેની જરૂર નથી.
સેનેટરી પેડ માટે વેડીંગ મશીનો મૂક્યા છે, તે ચાલતા નથી. પીંક ટોયલેટ મૂક્યા છે પણ તેનો કોઈ ઉપયોગ કરાતો નથી.
ચર્ચા બહારની વિગતો નીચે છે.
50 શૌચાલયમાં સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન 2019માં અમદાવાદમાં મૂકવાનું નક્કી કર્યું હતું.
ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં ગરીબ મહિલાઓને સરળતાથી સેનેટરી પેડ મળી રહે અને તેમનું આરોગ્ય સુધરે તે માટે શહેરના 50 જાહેર શૌચાલયોમાં વેન્ડિંગ મશીન મૂકવાનો નિર્ણય લીધો હતો.
સગીરવયની બાળાઓને સરળતાથી સેનેટરી નેપકીન મળી રહેશે.
એચએલએલ લાઇફકેર દ્વારા વેન્ડિંગ મશીન અને ઇન્સિનરેટર ડિવાઇસ રૂ.65695નું એક એવા 50 મશીન રૂ.32,84,750ના ખર્ચે મૂકવાનું નક્કી કરાયું હતું.
ગુજરાતી
English




