દેશ હિતમાં મોટા અને આકરા નિર્ણયો લેવાની તાકાત : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકશાહી માટે આ એક સારો સંકેત છે. પીએમએ કહ્યું કે ગુજરાતે રેકોર્ડ કર્યા છે, ગુજરાતની જનતાને વંદન. પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાનું વચન આપ્યું હતું,
દેશ હિતમાં મોટા અને આકરા નિર્ણયો લેવાની તાકાત :
11:29 PM
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબર જસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેના પગલે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી સહિત ભાજપના નેતા પહોંચ્યા છે. ભાજપની આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
જેમાં પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકશાહી માટે આ એક સારો સંકેત છે. પીએમએ કહ્યું કે ગુજરાતે રેકોર્ડ કર્યા છે, ગુજરાતની જનતાને વંદન. પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાનું વચન આપ્યું હતું, નરેન્દ્રએ આ માટે ઘણી મહેનત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતના દરેક પરિવારનો હિસ્સો છે.
પીએમએ કહ્યું કે આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં યુવા મતદારો હતા. તેમણે કોંગ્રેસનું શાસન જોયું નથી, પરંતુ ભાજપનું કામ જોયું છે. તેથી જ તેઓએ અમારા પર વિશ્વાસ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિઝન અને વિકાસથી યુવાનોના દિલ જીતી શકાય છે. ભાજપ પાસે વિકાસ માટે વિઝન અને પ્રતિબદ્ધતા પણ છે. તેમણે કહ્યું કે પરિણામોએ સાબિત કર્યું છે કે લોકોને વિકાસની રાજનીતિ ગમે છે. મોદીએ કહ્યું કે, જનસંઘના સમયથી પાંચ પેઢીઓએ મહેનત કરી છે. પછી અમે અહીં પહોંચ્
Dec 08, 2022 | 9:53 PM
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબર જસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેમાં વર્ષ 2022 ની ચૂંટણીમા ભાજપ પર અનેક સમાજે ભરોસો મૂક્યો છે. જેમા ગુજરાતમાં આ વખતે આદિવાસી સમાજે પણ ભાજપને ભરપૂર મત આપ્યા છે. જેમાં વર્ષ 2017માં 27 આદિવાસી બેઠક પર કોંગ્રેસને 15 બેઠક મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠક મળી હતી. જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 27 આદિવાસી બેઠકોમાંથી 24 બેઠક ભાજપને મળી છે. જે વર્ષ 2017માં માત્ર 12 બેઠકો સુધી સીમિત હતી. જેમાં મહત્વની બાબત એ છે કે આઝાદી સમયથી કોંગ્રેસની પરંપરાગત વ્યારા બેઠક જે સતત કોંગ્રેસે જીતી છે તેની પર ભાજપના ઉમેદવાર મોહન કોકાણીએ જીતી છે. જેના પરથી એ બાબત ફલિત થાય છે કે આદિવાસી મતો ભાજપ તરફ વળ્યા છે.
ગુજરાતના આદિવાસી પટ્ટામાં 27 બેઠકો છે .ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના ડેટા મુજબ આદિવાસી વસ્તી – 89.17 લાખ છે અને તે કુલ વસ્તીના 15 ટકા છે. આ સમુદાય મોટાભાગે રાજ્યના 14 પૂર્વ જિલ્લામાં વસવાટ કરે છે.
ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહિ. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. જેમાં ભાજપે રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત જીતી રહી છે. જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
00000000000
Dec 08, 2022 | 10:29 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે.વડોદરા શહેર અને જિલ્લાની કુલ 10 બેઠકો પૈકી 9 બેઠકો પર કેસરિયો લહેરાયો છે, જ્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિજય મેળવી મધુ શ્રીવાસ્તવ સહિત ત્રણ દિગગજો ને હાર આપી છે જેમાં 2017માં કોંગ્રેસે બે બેઠક મેળવી હતી પરંતુ આ વખતે એકેય બેઠક કોંગ્રેસ મેળવી શકી નથી. વડોદરા શહેર જિલ્લાની કુલ 10 બેઠકો પૈકી ત્રણ બેઠકો પર સૌની નજર હતી.
પાદરા બેઠક પર થી બળવાખોરો માટે ખરાબ અને ભાજપ માટે શુભ સમાચાર ની શરૂઆત થઈ
આજે મતગણતરી ના દિવસે તે ત્રણ બેઠકો પૈકી પાદરા બેઠક પર થી બળવાખોરો માટે ખરાબ અને ભાજપ માટે શુભ સમાચાર ની શરૂઆત થઈ,વાઘોડિયા, ડભોઇ અને પાદરા બેઠક પર બળવાખોરો નો પરાજય થયો છે, પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દીનું મામા એ જે બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તે પાદરા બેઠક કોંગ્રેસ પાસે હતી જેના પર ભાજપ ના ચૈતન્ય સિંહ ઝાલાનો વિજય થયો છે, અપક્ષ દીનું મામા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર નો પરાજય થયો, ભજપ ના બળવાખોર દીનું મામા કોંગ્રેસ ને હરાવી ભાજપ ને મદદ કરી, જે હાલ વિજેતા બન્યા તે ભાજપના ચૈતન્ય સિંહ ઝાલા પર દીનું મામા એ આરોપ લગાવ્યો હતો કે ચૈતનયસિંહની વરવી ભૂમિકાને કારણે 2017 માં.તેઓનો પરાજય થયો હતો.કોંગ્રેસના ઉમેદવારે કબૂલ કર્યું હતું કે હાલ દીનું મામાને લીધે તેઓનો પરાજય થયો
વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો
આખા ગુજરાતની જેની પર મીટ મંડાયેલી હતી તે વાઘોડિયા બેઠક પરથી ભાજપ ના બીજા બળવાખોર નો પરાજય થયો, મધુ શ્રીવાસ્તવની તો હાર થઈ છે. ભાજપના ઉમેદવાર જેઓ જિલ્લા સંગઠન ના પ્રમુખ પણ છે તે અશ્વિન પટેલનો પણ પરાજય થયો, કોંગ્રેસે પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ ને આ બેઠક પરથી જંગમાં ઉતાર્યા હતા તેઓ પણ કાઈ ખાસ ઉકાળી શક્યા નહી પરંતુ 2017ની ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો. જેમાં જિલ્લામાં માત્ર આ બેઠક પર અપક્ષ નો વિજય થયો છે. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી ટીકીટ મેળવવાના અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તેઓને તો ટીકીટના મળી પરંતુ તેઓના મામા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમાને ભાજપે ચૂંટણી ના દિવસેજ પાર્ટી માંથી સસ્પેન્ડ કરી દીધા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને ભાજપ હવે સ્વીકારે છે કે કેમ ?? અને ધર્મેન્દ્રસિંહ ભાજપ પ્રવેશ કરશે કે કેમ તે આવનાર સમયમાં ખબર પડશે
00000000000
08, 2022 | 11:53 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહિ. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી 2,13, 530 મત મેળવ્યા હતા. તેમજ 1,92, 000 મતથી વિજય થયો છે. અમદાવાદમાં ભાજપના વિજયોત્સવ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલેકાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપને મત આપીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે લોકોએ પીએમ મોદીની વિકાસશીલ રાજનીતીમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ના મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર સતત ભરોસો દાખવ્યો છે. જેમાં આવનાર વર્ષોમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે આ ડબલ એન્જિન સરકાર અવિરત સમર્પિત રહેશે.
ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી
ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. જેને ભાજપે વટાવ્યો છે. જેમાં ભાજપે રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત જીતી રહી છે. જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
ચૂંટણીના પરિણામો જોઈને ખૂબ જ ખુશ – પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત જીતવા બદલ જનતાનો આભાર માન્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. વિકાસની રાજનીતિને લોકોએ આશીર્વાદ આપ્યા. હું ગુજરાતની જનશક્તિને સલામ કરું છું. હું ભાજપના ગુજરાતના તમામ મહેનતુ કાર્યકરોને કહેવા માંગુ છું – તમે બધા ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના શક્ય ન હોત, જેઓ આપણી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.
00000000000000
આજે ગુજરાત ફરી ભગવા રંગે રંગાયુ છે. આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના વામપંથી દળોનો સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતી શરુઆતના રુઝાનમાં જ મળી ગઈ હતી. ચાલો જાણીએ ગુજરાત વિધાનસભા 2022ના દરેક ઝોનના ફાઈનલ પરિણામ વિશે.
ગુજરાત વિધાનસભા 2022ની ફાઈનલ બેઠક
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
દક્ષિણ ગુજરાતની બેઠકના પરિણામ 2022
દક્ષિણ ગુજરાતની 35 બેઠકના પરિણામ 2022 : ભાજપના ગઢ માનવામાં આવતા દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017માં ભાજપને 25 બેઠકો મળી છે, જેમાં 8 બેઠકોના વધારે સાથે આ વર્ષે 33 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં કોંગ્રેસને 10 બેઠક મળી હતી. જે ઘટીને આ વર્ષે માત્ર 1 બેઠક મળી છે. જ્યારે આ વર્ષે આપ પાર્ટીને એક બેઠક મળી છે.
મધ્ય ગુજરાતની બેઠકના પરિણામ 2022
મધ્ય ગુજરાતની 61 બેઠકના પરિણામ 2022 : મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી ભાજપે 55 બેઠક, કોંગ્રેસે 05 બેઠક જ્યારે અન્યને 1 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને આ ઝોનમાં એક પણ બેઠક પર જીત મળી નથી.
કચ્છ-સૌરાષ્ટ્રની બેઠકના પરિણામ 2022
કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકના પરિણામ 2022 : કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર આ વર્ષે ભાજપને 23 વધારાની બેઠક મળી છે. આ વર્ષે ભાજપને 46 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 23 બેઠકના નુકશાન સાથે માત્ર 3 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક અને અન્યને 1 બેઠક પર જીત મળી છે.
ઉત્તર ગુજરાતની બેઠકના પરિણામ 2022
ઉત્તર ગુજરાતની 32 બેઠકના પરિણામ 2022 : દક્ષિણ ગુજરાતની 32માંથી ભાજપને સૌથી વધારે 22 અને કોંગ્રેસને 8 બેઠક પર જીમ મળી છે. ઉત્તર ગુજરાતમાં પણ આપ પાર્ટીને એક બેઠક મળી નથી.
ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,39,76,670 મતદાતાઓ હતા. બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર થયુ હતુ. બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,51,58,730 મતદાતા હતા. બીજા તબક્કામાં લગભગ 60 ટકા મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં પણ કુલ 63.14 ટકા મતદાન થયુ હતુ. ગુજરાતમાં લગભગ 64 ટકા મતદાન મતદાન થયુ હતુ.
000000000000000
ગુજરાતમાં મળેલી પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યુ કે ગુજરાતના લોકોએ ઈતિહાસ રચી દીધો છે. મે જનતાએ કહ્યુ હતુ કે મારો રેકોર્ડ તૂટવો જોઈએ અને ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડી નાખ્યો. પીએમએ ઉમેર્યુ કે ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ બનાવી નાખ્યો. ગુજરાતના ઈતિહાસનો સૌથી વધુ પ્રચંડ જનાદેશ ભાજપને આપીને ગુજરાતના લોકોએ નવો ઈતિહાસ રચી દીધો છે. તેમણે કહ્યુ જ્યાં ભાજપ નથી જીત્યુ ત્યાં ભાજપનો વોટ શેર ભાજપ પ્રત્યેના સ્નેહનો સાક્ષી છે. પીએમએ કહ્યુ હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીની જનતાનો વિનમ્ર ભાવે આભાર વ્યક્ત કરુ છુ. ભાજપ પ્રત્યે આ સ્નેહ દેશના અલગ અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ દેખાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં ભાજપને જીત મળી છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંદેશ છે.
ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીતે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે હિમાચલપ્રદેશમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા દિલ્હી નગર નિગમ (MCD)માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે અમે હિમાચલ અને દિલ્હીના વિકાસમાં કોઈ કસર બાકી નહીં રાખીએ.
વાંચો પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો
હું જનતા જનાર્દન સામે નત મસ્તક છુ. જનતા જનાર્દનનો આશિર્વાદ અભીભૂત કરી દેનારો છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે આજે રંગ લાવી છે. જે આજે ચારે તરફ દેખાઈ રહી છે.
હિમાચલપ્રદેશની ચૂંટણીમાં એક ટકા માર્જિનના ઓછા અંતરથી હારજીતનો નિર્ણય થયો છે. આટલા ઓછા માર્જિનથી હિમાચલમાં ક્યારેય પરિણામ નથી આવ્યુ. હિમાચલમાં દર પાંચ વર્ષમાં સરકાર બદલાય છે પરંતુ દરેક વખતે 5થી7 ટકાના અંતરથી સરકાર બદલી છે, જે આ વખતે માત્ર એક ટકાનું અંતર છે.
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
દેશનો મતદાતા આજે એટલો જાગૃત બન્યો છએ કે પોતાનુ સારુ ખરાબ સારી રીતે જાણે છે. દેશનો મતદાતા જાણે છે કે શોર્ટકટની રાજનીતિથી દેશને મોટુ નુકસાન સહન કરવુ પડશે. તેમા કોઈ શંકા નથી. દેશ સમૃદ્ધ થશે તો દરેકની સમૃદ્ધિ નક્કી છે. આપણા પૂર્વજોએ એક કહેવત આપી છે. આમદની અઠન્ની ખર્ચા રૂપિયા. જો આ હિસાબ રહેશે તો શું સ્થિતિ રહેશે તે આપણે આસપાસના દેશોમાં જોઈ રહ્યા છીએ. આથી આજે દેશ સતર્ક છે. દેશના દરેક રાજનીતિક દળને એ યાદ રાખવુ જોઈએ કે ચૂંટણી હથકંડાઓ કોઈનું ભલુ નથી કરી શક્તા
ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીતે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે હિમાચલપ્રદેશમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા દિલ્હી નગર નિગમ (MCD)માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે અમે હિમાચલ અને દિલ્હીના વિકાસમાં કોઈ કસર બાકી નહીં રાખીએ.
ભાજપને મળેલુ જનસમર્થન નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. ભાજપને મળેલુ જનસમર્થન ભારતના યુવાઓની વિચારશક્તિનું પ્રગટીકરણ છે. ભાજપને મળેલુ જનસમર્થન ગરીબ, શોષિત, વંચિત, આદિવાસીઓના સશક્તિકરણને મળેલુ સમર્થન છે. લોકોએ ભાજપને મત આપ્યા, કારણ કે ભાજપ દરેક સુવિધાને પ્રત્યેક ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સુધી જલ્દીમાં જલ્દી પહોંચાડવા માગે છે. લોકોએ ભાજપને વોટ આપ્યા કારણ કે ભાજપ દેશ હિતમાં મોટામાં મોટા અને કડકમાં કડક નિર્ણયો લેવાની તાકાત રાખે છે.
ગુજરાતમાં યુવાનો ત્યારે જ વોટ આપે છે જ્યારે તેમને ભરોસો હોય છે અને સરકારનું કામ પ્રત્યક્ષ દેખાતુ હોય. આજે મોટી સંખ્યામાં યુવાનોએ ભાજપને વોટ આપ્યા છે. તો આની પાછળવો સંદેશ સ્પષ્ટ છે કે યુવાનોએ અમારા કામને પારખ્યુ છે અને ભરોસો મુક્યો છે.
ગુજરાતના પરિણામોએ સાબિત કરી દીધુ છે કે સામાન્ય માનવીમાં વિકસીત ભારત માટે પ્રબળ આકાંક્ષા છે. સંદેશ સ્પષ્ટ છે કે જ્યારે દેશ સામે અનેક પડકારો હોય છે તો દેશની જનતાનો ભરોસો ભાજપ પર હોય છે. અમે વિચાર પર પણ ભાર ભાર મુકીએ છીએ અને વ્યવસ્થાને સબળ બનાવવા કામ કરીએ છીએ. ભાજપ તેમના કાર્યકર્તઓની અથાગ સંગઠન શક્તિ પર ભરોસો કરીને જ તેમની રણનીતિ બનાવે છે અને સફળ પણ થાય છે.
આજે ભાજપ જ્યાં છે ત્યાં એમ જ રાતોરાત નથી પહોંચી. જનસંઘના જમાનાથી ભાજપના કાર્યકર્તાઓની પેઢીઓની પેઢી તપશ્ચર્યા કરીને ખપી ગઈ છે. ત્યારે આજે આટલુ વિશાળ દળ બન્યુ છે. આજે ભાજપ જ્યાં પહોંચી છે તેવની પાછળ ભાજપના લાખો સમર્પિત કાર્યકર્તઓએ તેમનુ જીવન સમર્પિત કરી દીધુ છે.
ગુજરાતમાં એસસી/ એસટીની લગભગ 40 સીટો રિઝર્વ છે જેમાથી 34 સીટો ભાજપે જીતી છે. આજે જનજાતિય સમાજ ભાજપને પોતાની અવાજ માને છે. તેમનુ જબરદસ્ત સમર્થન ભાજપને મળી રહ્યુ છે આ બદલાવને સમગ્ર દેશ અનુભવ કરી રહ્યો છે.
ભાજપને સમર્થન વંશવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધતા લોકોના ગુસ્સાને બતાવે છે.
00000000000
Dec 09, 2022 | 8:26 AM
ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતીનો આંક તો શરુઆતના વલણોમાં જ જોવા મળ્યો હતો. આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના ડાબેરી દળો સાથે સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે.
156 બેઠકો ઉપર ભાજપનો દબદબો
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
આ જીત બાદ પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકશાહી માટે આ એક સારો સંકેત છે. પીએમએ કહ્યું કે ગુજરાતે રેકોર્ડ કર્યા છે, ગુજરાતની જનતાને વંદન. પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાનું વચન આપ્યું હતું, નરેન્દ્રએ આ માટે ઘણી મહેનત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતના દરેક પરિવારનો હિસ્સો છે.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપને મત આપીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે લોકોએ પીએમ મોદીની વિકાસશીલ રાજનીતીમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ના મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર સતત ભરોસો દાખવ્યો છે.
ઝોન અનુસાર ભાજપને મળેલી બેઠકો
દક્ષિણ ગુજરાતની 35 બેઠકના પરિણામ 2022 : ભાજપના ગઢ માનવામાં આવતા દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા બેઠકો છે. તેમાંથી 2022માં ભાજપને 33 બેઠકો , કોંગ્રેસને 1 અને આપને 1 બેઠક મળી છે. વર્ષ 2017માં ભાજપને 25 બેઠકો મળી છે, જેમાં 8 બેઠકોના વધારે સાથે આ વર્ષે 33 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં કોંગ્રેસને 10 બેઠક મળી હતી. જે ઘટીને આ વર્ષે માત્ર 1 બેઠક મળી છે. જ્યારે આ વર્ષે આપ પાર્ટીને એક બેઠક મળી છે.
મધ્ય ગુજરાતની 61 બેઠકના પરિણામ 2022 : મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી 2022માં ભાજપને 55 બેઠક, કોંગ્રેસે 05 બેઠક જ્યારે અન્યને 1 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને આ ઝોનમાં એક પણ બેઠક પર જીત મળી નથી.
કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકના પરિણામ 2022 : કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર આ વર્ષે ભાજપને 46 બેઠક મળી છે એટલે કે વધારાની 23 બેઠક મળી છે. આ વર્ષે ભાજપને 46 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 23 બેઠકના નુકશાન સાથે માત્ર 3 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક અને અન્યને 1 બેઠક પર જીત મળી છે.
ઉત્તર ગુજરાતની 32 બેઠકના પરિણામ 2022 :ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી ભાજપને સૌથી વધારે 22 અને કોંગ્રેસ 3 બેઠક ઉપર વિજેતા રહી છે તો ઉત્તર ગુજરાતમાં પણ આપ પાર્ટીને એક બેઠક મળી નથી અને અન્ય પક્ષને 2 બેઠક મળી છે.
————-
રાજ્યમાં ભાજપે 156 બેઠક સાથે વિજય પ્રાપ્ત કર્યો છે જ્યારે કોંગ્રેસના ડાંડિયા ડૂલ થઈ ગયા છે આ પરિસ્થિતિમાં અમદાવાદમાં મણિનગરના કોંગ્રેસના ઉમેદવાર રિકાઉન્ટીંગની માગણી કરી છે. ઉમેદવાર સી. એમ. રાજપૂતે EVMના મુદ્દે આરોપ લગાવતા કહ્યું હતું કે, નવ EVM મશીન તૂટેલા હતા અને તેથી વોટિંગમાં કે ગણતરીમાં ગરબડ થઈ હોવાની તમામ શક્યતાઓ છે તેમણે આ અંગે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી હતી અને કોંગ્રેસના ઉમેદવારે ફરીથી વોટિંગની માગણી પણ કરી હતી.
નોંધનીય છે કે ગત રોજ આવેલા પરિણામોમાં જોવા મળ્યું હતું કે કોંગ્રેસના દિગ્ગજો ગુજરાતમાં ઠેર ઠેર હાર્યા છે ત્યારે ભાજપની પ્રચંડ જીત વચ્ચે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના એક કાર્યકરે હોબાળો મચાવ્યો હતો અને કાર્યકર સરફરાઝખાન પઠાણે પરિવર્તનની ઘડિયાળ પર પથ્થરમારો કરી બળાપો કાઢયો હતો તેમજ અને કોંગ્રેસ પર ભડાશ કાઢતા કહ્યું, ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે. સિનિયર નેતાઓ મહેનત નથી કરતા એટલે આ પરિણામ ભોગવવું પડ્યું છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હારનો સ્વીકાર કરતા કહ્યું અમારી ધારણા મુજબ પરિણામ આવ્યા નથી .ભાજપની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન મોદી અને સી આર પાટીલને અભિનંદન પાઠવું છું અને હવે નવી સરકાર કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દા મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સારૂ શાસન આપે તેવું કોંગ્રેસ ઈચ્છે છે.
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળી કારમી હાર
ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે એટલે સુધી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કર્યો છે. અમરેલી બેઠક પરથી ભાજપના કૌશિક વેકરીયાએ કોગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને હાર આપી તો દરિયાપુરથી દિગ્ગજ નેતા ગ્યાસુદ્દીનને ભાજપના કૌશિક જૈને હરાવ્યા. આ તરફ છોટાઉદેપુરની પાવીજેતપુર બેઠક પરથી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર થઇ. તો મોરબીની ટંકારા બેઠક પર લલિત કગથરાને પણ હારનો સામનો કરવો પડ્યો.
કોંગ્રેસના મોટા નેતાઓમાં લલિત વસોયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે ધોરાજી બેઠક પરથી લલિત વસોયાને ભાજપના મહેનદ્ર્ પાડલિયાએ હાર આપી. તો સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલાએ કોંગ્રેસના પ્રતાપ દૂધાતને હાર આપી. ઉપરાંત કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને રાજકોટ પૂર્વ બેઠક પરથી ઉદય કાનગડે માત આપી હતી અને અમદાવાદના બાપુનગરથી હિંમતસિંહ પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો
————–
08, 2022 | 9:53 PM
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબર જસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેમાં વર્ષ 2022 ની ચૂંટણીમા ભાજપ પર અનેક સમાજે ભરોસો મૂક્યો છે. જેમા ગુજરાતમાં આ વખતે આદિવાસી સમાજે પણ ભાજપને ભરપૂર મત આપ્યા છે. જેમાં વર્ષ 2017માં 27 આદિવાસી બેઠક પર કોંગ્રેસને 15 બેઠક મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠક મળી હતી. જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 27 આદિવાસી બેઠકોમાંથી 24 બેઠક ભાજપને મળી છે. જે વર્ષ 2017માં માત્ર 12 બેઠકો સુધી સીમિત હતી. જેમાં મહત્વની બાબત એ છે કે આઝાદી સમયથી કોંગ્રેસની પરંપરાગત વ્યારા બેઠક જે સતત કોંગ્રેસે જીતી છે તેની પર ભાજપના ઉમેદવાર મોહન કોકાણીએ જીતી છે. જેના પરથી એ બાબત ફલિત થાય છે કે આદિવાસી મતો ભાજપ તરફ વળ્યા છે.
ગુજરાતના આદિવાસી પટ્ટામાં 27 બેઠકો છે .ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના ડેટા મુજબ આદિવાસી વસ્તી – 89.17 લાખ છે અને તે કુલ વસ્તીના 15 ટકા છે. આ સમુદાય મોટાભાગે રાજ્યના 14 પૂર્વ જિલ્લામાં વસવાટ કરે છે.
ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહિ. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. જેમાં ભાજપે રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત જીતી રહી છે. જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
ભાજપની ભવ્ય જીત છેલ્લા 27 વર્ષના કાર્યોની જીત
જેમાં પીએમ મોદીએ સંભાળેલી પ્રચારની કમાનના પગલે આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ પોતાની વિશ્વસનીયતા બચાવી શક્યા નહિ. જ્યારે ભાજપના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જંગી મતોથી જીત્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘ભાજપે ત્રણ રેકોર્ડ બનાવ્યા છે. જનતાએ જંગી બહુમતીથી ભાજપ માટે સંકલ્પ કર્યો હતો. હું ગુજરાતની જનતાને નમન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વડા પ્રધાને અથાક પ્રયાસો કર્યા જેમાં તેમણે રોડ-શોના સહિત અનેક જનસભાને પણ સંબોધી હતી. ગુજરાતની જનતા વડાપ્રધાનને દિલથી પ્રેમ કરે છે. પ્રધાનમંત્રીની સાથે હું ગૃહમંત્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. ભાજપની ભવ્ય જીત છેલ્લા 27 વર્ષના કાર્યોની જીત છે.
ચૂંટણીના પરિણામો જોઈને ખૂબ જ ખુશ- પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત જીતવા બદલ જનતાનો આભાર માન્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. વિકાસની રાજનીતિને લોકોએ આશીર્વાદ આપ્યા. હું ગુજરાતની જનશક્તિને સલામ કરું છું. હું ભાજપના ગુજરાતના તમામ મહેનતુ કાર્યકરોને કહેવા માંગુ છું – તમે બધા ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના શક્ય ન હોત, જેઓ આપણી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.
—————-
08, 2022 | 10:29 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે.વડોદરા શહેર અને જિલ્લાની કુલ 10 બેઠકો પૈકી 9 બેઠકો પર કેસરિયો લહેરાયો છે, જ્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિજય મેળવી મધુ શ્રીવાસ્તવ સહિત ત્રણ દિગગજો ને હાર આપી છે જેમાં 2017માં કોંગ્રેસે બે બેઠક મેળવી હતી પરંતુ આ વખતે એકેય બેઠક કોંગ્રેસ મેળવી શકી નથી. વડોદરા શહેર જિલ્લાની કુલ 10 બેઠકો પૈકી ત્રણ બેઠકો પર સૌની નજર હતી.
પાદરા બેઠક પર થી બળવાખોરો માટે ખરાબ અને ભાજપ માટે શુભ સમાચાર ની શરૂઆત થઈ
આજે મતગણતરી ના દિવસે તે ત્રણ બેઠકો પૈકી પાદરા બેઠક પર થી બળવાખોરો માટે ખરાબ અને ભાજપ માટે શુભ સમાચાર ની શરૂઆત થઈ,વાઘોડિયા, ડભોઇ અને પાદરા બેઠક પર બળવાખોરો નો પરાજય થયો છે, પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દીનું મામા એ જે બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તે પાદરા બેઠક કોંગ્રેસ પાસે હતી જેના પર ભાજપ ના ચૈતન્ય સિંહ ઝાલાનો વિજય થયો છે, અપક્ષ દીનું મામા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર નો પરાજય થયો, ભજપ ના બળવાખોર દીનું મામા કોંગ્રેસ ને હરાવી ભાજપ ને મદદ કરી, જે હાલ વિજેતા બન્યા તે ભાજપના ચૈતન્ય સિંહ ઝાલા પર દીનું મામા એ આરોપ લગાવ્યો હતો કે ચૈતનયસિંહની વરવી ભૂમિકાને કારણે 2017 માં.તેઓનો પરાજય થયો હતો.કોંગ્રેસના ઉમેદવારે કબૂલ કર્યું હતું કે હાલ દીનું મામાને લીધે તેઓનો પરાજય થયો
વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો
આખા ગુજરાતની જેની પર મીટ મંડાયેલી હતી તે વાઘોડિયા બેઠક પરથી ભાજપ ના બીજા બળવાખોર નો પરાજય થયો, મધુ શ્રીવાસ્તવની તો હાર થઈ છે. ભાજપના ઉમેદવાર જેઓ જિલ્લા સંગઠન ના પ્રમુખ પણ છે તે અશ્વિન પટેલનો પણ પરાજય થયો, કોંગ્રેસે પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ ને આ બેઠક પરથી જંગમાં ઉતાર્યા હતા તેઓ પણ કાઈ ખાસ ઉકાળી શક્યા નહી પરંતુ 2017ની ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો. જેમાં જિલ્લામાં માત્ર આ બેઠક પર અપક્ષ નો વિજય થયો છે. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી ટીકીટ મેળવવાના અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તેઓને તો ટીકીટના મળી પરંતુ તેઓના મામા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમાને ભાજપે ચૂંટણી ના દિવસેજ પાર્ટી માંથી સસ્પેન્ડ કરી દીધા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને ભાજપ હવે સ્વીકારે છે કે કેમ ?? અને ધર્મેન્દ્રસિંહ ભાજપ પ્રવેશ કરશે કે કેમ તે આવનાર સમયમાં ખબર પડશે
—————-
08, 2022 | 11:53 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહિ. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી 2,13, 530 મત મેળવ્યા હતા. તેમજ 1,92, 000 મતથી વિજય થયો છે. અમદાવાદમાં ભાજપના વિજયોત્સવ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલેકાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપને મત આપીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે લોકોએ પીએમ મોદીની વિકાસશીલ રાજનીતીમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ના મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર સતત ભરોસો દાખવ્યો છે. જેમાં આવનાર વર્ષોમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે આ ડબલ એન્જિન સરકાર અવિરત સમર્પિત રહેશે.
ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી
ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. જેને ભાજપે વટાવ્યો છે. જેમાં ભાજપે રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત જીતી રહી છે. જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
ચૂંટણીના પરિણામો જોઈને ખૂબ જ ખુશ – પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત જીતવા બદલ જનતાનો આભાર માન્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. વિકાસની રાજનીતિને લોકોએ આશીર્વાદ આપ્યા. હું ગુજરાતની જનશક્તિને સલામ કરું છું. હું ભાજપના ગુજરાતના તમામ મહેનતુ કાર્યકરોને કહેવા માંગુ છું – તમે બધા ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના શક્ય ન હોત, જેઓ આપણી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
ગુજરાતે ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો
આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાતએ હંમેશા ઈતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા બે દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પીએમ મોદીના વિકાસ મોડેલમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. ગુજરાતે ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે, જેણે પોકળ વચનો, મોજશોખ અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને લોકકલ્યાણને વાસ્તવિકતામાં ફેરવ્યું છે. આ જંગની જીતે બતાવ્યું છે કે દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય, દિલથી ભાજપની સાથે છે.
—————
09, 2022 | 8:26 AM
ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતીનો આંક તો શરુઆતના વલણોમાં જ જોવા મળ્યો હતો. આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના ડાબેરી દળો સાથે સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે.
156 બેઠકો ઉપર ભાજપનો દબદબો
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
આ જીત બાદ પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકશાહી માટે આ એક સારો સંકેત છે. પીએમએ કહ્યું કે ગુજરાતે રેકોર્ડ કર્યા છે, ગુજરાતની જનતાને વંદન. પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાનું વચન આપ્યું હતું, નરેન્દ્રએ આ માટે ઘણી મહેનત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતના દરેક પરિવારનો હિસ્સો છે.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપને મત આપીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે લોકોએ પીએમ મોદીની વિકાસશીલ રાજનીતીમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ના મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર સતત ભરોસો દાખવ્યો છે.
ઝોન અનુસાર ભાજપને મળેલી બેઠકો
દક્ષિણ ગુજરાતની 35 બેઠકના પરિણામ 2022 : ભાજપના ગઢ માનવામાં આવતા દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા બેઠકો છે. તેમાંથી 2022માં ભાજપને 33 બેઠકો , કોંગ્રેસને 1 અને આપને 1 બેઠક મળી છે. વર્ષ 2017માં ભાજપને 25 બેઠકો મળી છે, જેમાં 8 બેઠકોના વધારે સાથે આ વર્ષે 33 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં કોંગ્રેસને 10 બેઠક મળી હતી. જે ઘટીને આ વર્ષે માત્ર 1 બેઠક મળી છે. જ્યારે આ વર્ષે આપ પાર્ટીને એક બેઠક મળી છે.
મધ્ય ગુજરાતની 61 બેઠકના પરિણામ 2022 : મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી 2022માં ભાજપને 55 બેઠક, કોંગ્રેસે 05 બેઠક જ્યારે અન્યને 1 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને આ ઝોનમાં એક પણ બેઠક પર જીત મળી નથી.
કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકના પરિણામ 2022 : કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર આ વર્ષે ભાજપને 46 બેઠક મળી છે એટલે કે વધારાની 23 બેઠક મળી છે. આ વર્ષે ભાજપને 46 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 23 બેઠકના નુકશાન સાથે માત્ર 3 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક અને અન્યને 1 બેઠક પર જીત મળી છે.
ઉત્તર ગુજરાતની 32 બેઠકના પરિણામ 2022 :ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી ભાજપને સૌથી વધારે 22 અને કોંગ્રેસ 3 બેઠક ઉપર વિજેતા રહી છે તો ઉત્તર ગુજરાતમાં પણ આપ પાર્ટીને એક બેઠક મળી નથી અને અન્ય પક્ષને 2 બેઠક મળી છે.
—————-
Dec 09, 2022 | 8:43 AM
રાજ્યમાં ભાજપે 156 બેઠક સાથે વિજય પ્રાપ્ત કર્યો છે જ્યારે કોંગ્રેસના ડાંડિયા ડૂલ થઈ ગયા છે આ પરિસ્થિતિમાં અમદાવાદમાં મણિનગરના કોંગ્રેસના ઉમેદવાર રિકાઉન્ટીંગની માગણી કરી છે. ઉમેદવાર સી. એમ. રાજપૂતે EVMના મુદ્દે આરોપ લગાવતા કહ્યું હતું કે, નવ EVM મશીન તૂટેલા હતા અને તેથી વોટિંગમાં કે ગણતરીમાં ગરબડ થઈ હોવાની તમામ શક્યતાઓ છે તેમણે આ અંગે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી હતી અને કોંગ્રેસના ઉમેદવારે ફરીથી વોટિંગની માગણી પણ કરી હતી.
નોંધનીય છે કે ગત રોજ આવેલા પરિણામોમાં જોવા મળ્યું હતું કે કોંગ્રેસના દિગ્ગજો ગુજરાતમાં ઠેર ઠેર હાર્યા છે ત્યારે ભાજપની પ્રચંડ જીત વચ્ચે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના એક કાર્યકરે હોબાળો મચાવ્યો હતો અને કાર્યકર સરફરાઝખાન પઠાણે પરિવર્તનની ઘડિયાળ પર પથ્થરમારો કરી બળાપો કાઢયો હતો તેમજ અને કોંગ્રેસ પર ભડાશ કાઢતા કહ્યું, ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે. સિનિયર નેતાઓ મહેનત નથી કરતા એટલે આ પરિણામ ભોગવવું પડ્યું છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હારનો સ્વીકાર કરતા કહ્યું અમારી ધારણા મુજબ પરિણામ આવ્યા નથી .ભાજપની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન મોદી અને સી આર પાટીલને અભિનંદન પાઠવું છું અને હવે નવી સરકાર કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દા મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સારૂ શાસન આપે તેવું કોંગ્રેસ ઈચ્છે છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળી કારમી હાર
ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે એટલે સુધી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કર્યો છે. અમરેલી બેઠક પરથી ભાજપના કૌશિક વેકરીયાએ કોગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને હાર આપી તો દરિયાપુરથી દિગ્ગજ નેતા ગ્યાસુદ્દીનને ભાજપના કૌશિક જૈને હરાવ્યા. આ તરફ છોટાઉદેપુરની પાવીજેતપુર બેઠક પરથી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર થઇ. તો મોરબીની ટંકારા બેઠક પર લલિત કગથરાને પણ હારનો સામનો કરવો પડ્યો.
કોંગ્રેસના મોટા નેતાઓમાં લલિત વસોયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે ધોરાજી બેઠક પરથી લલિત વસોયાને ભાજપના મહેનદ્ર્ પાડલિયાએ હાર આપી. તો સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલાએ કોંગ્રેસના પ્રતાપ દૂધાતને હાર આપી. ઉપરાંત કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને રાજકોટ પૂર્વ બેઠક પરથી ઉદય કાનગડે માત આપી હતી અને અમદાવાદના બાપુનગરથી હિંમતસિંહ પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો
—————–
ગુજરાત વિધાનસભામાં 100 નવા ચહેરા, 3 ડોકટર, માત્ર એક જ મુસ્લિમ ધારાસભ્ય
ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા નવા ધારાસભ્યોમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. રીવાબા જાડેજા 50 હજાર કરતા વધુ મતોએ જીત મેળવી હતી. રીવાબા સિવાય અન્ય 14 મહિલાઓ પણ વિજયી બની છે.
ગુજરાત વિધાનસભામાં 100 નવા ચહેરા, 3 ડોકટર, માત્ર એક જ મુસ્લિમ ધારાસભ્ય
09, 2022 | 9:05 AM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો જીતીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો બીજી બાજુ, કોંગ્રેસ માત્ર 17 બેઠકો ઉપર જ જીત મેળવી શકી છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલીવાર લડનાર આમ આદમી પાર્ટીને પાંચ અને સપા તેમજ અપક્ષ સહીતનાને ચાર બેઠકો મળી હતી. ગુજરાતની 15મી વિધાનસભામાં આ વખતે કેટલાક ફેરફારો જોવા મળશે. આ વખતે 100થી વધુ નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાં 15 મહિલા ધારાસભ્યો છે, જ્યારે એક મુસ્લિમ ધારાસભ્ય છે. તો બીજી બાજુ 77 વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાઈ આવ્યાં છે.
નવી વિધાનસભામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ સહિત ત્રણ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ હશે. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા. 2017ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠક પરથી જીત્યા હતા. અન્ય ડોકટરોમાં ડો. દર્શન દેશમુખ અને પાયલ કુકરાણીનો સમાવેશ થાય છે, જેઓ ભાજપની ટિકિટ પર નાંદોદ અને નરોડા બેઠક પરથી જીત્યા હતા.
કોંગ્રેસમાંથી માત્ર એક જ મહિલા ધારાસભ્ય
આ ઉપરાંત દર્શના વાઘેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. દર્શના વાઘેલા એક ગૃહિણી છે અમદાવાદ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયરપદે પણ બીરાજી ચૂક્યા છે. બીજી તરફ ભાવનગર-પૂર્વમાંથી જીતેલી સેજલ પંડ્યા કોચિંગ કલાસ ચલાવે છે. ભાજપના 13માંથી પાંચ મહિલા ધારાસભ્યો સીટીંગ ધારાસભ્ય છે. કોંગ્રેસના એકમાત્ર મહિલા પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર છે, જે વાવના વર્તમાન ધારાસભ્ય છે. ગત 14મી વિધાનસભામાં 13 મહિલા ધારાસભ્યો હતા, જ્યારે 13મી વિધાનસભામાં રેકોર્ડ 17 મહિલા ધારાસભ્યો હતા.
ગાંધીનગરના મેયર પણ ચૂંટણી જીત્યા
નવા ચહેરાઓમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની અને મહિલા ઉદ્યોગપતિ રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે, જેઓ જામનગર ઉત્તરમાંથી 50 હજાર થી વધુ મતોથી જીત્યા હતા. રીવાબા જાડેજા ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટા પટેલ અને માલતી મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે. રીટા પટેલ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયા છે. રીટા વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પણ છે. બીજી તરફ ગાંધીધામ બેઠક પરથી જીતેલા મહેશ્વરી લોજિસ્ટિક્સનો વ્યવસાય કરે છે. તેઓ ગત વિધાનસભામાં પણ ધારાસભ્યપદે હતા.
ભાજપના 2 ધારાસભ્યો સૌથી અમીર
નવી વિધાનસભામાં ઈમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય હશે. ઈમરાન કોંગ્રેસની ટિકિટ પર 13,600 મતોથી ચૂંટણી જીત્યા છે. ગત વિધાનસભામાં કોંગ્રેસના અન્ય મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, મહંમદ પિરજાદા હાર્યા છે. નવી વિધાનસભામાં બે સૌથી ધનિક ધારાસભ્યો ભાજપના છે. જે એસ પટેલ, માણસાથી ભાજપની ટિકિટ પર જીત્યા છે. તેમની સંપત્તિ 661 કરોડ રૂપિયા છે, જ્યારે પૂર્વ કોંગ્રેસી બળવંત સિંહ રાજપૂત સિદ્ધપુરથી જીત્યા છે. તેમની સંપત્તિ 372 કરોડ છે.
126 ધારાસભ્યો ફરી લડ્યા, પણ જીત્યા માક્ષ 77 જ
2022ની ચૂંટણીમાં કુલ 126 ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી. મતદારોએ તેમાંથી 77ને ફરીથી ચૂંટ્યા, જેમાંથી 84 ટકા ભાજપના છે, જ્યારે 12 ટકા કોંગ્રેસના છે. અન્યમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે, ધવલસિંહ ઝાલા ભાજપમાં અલ્પેશ ઠાકોરની સાથે જોડાયા હતા. પેટા ચૂંટણીમાં બન્ને હાર્યા હતા. આ વખતે ભાજપે ટિકિટ ના અપતા, ધવલસિંહ ઝાલા અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને બાયડ બેઠક જીતી હતી. NCPએ કુતિયાણાથી પક્ષના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઇનકાર કર્યા પછી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડેલા કાંધલ જાડેજા જીતી ગયા.
—————–
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ દરેક રાજકીય પક્ષોમાં બળવાખોરોનો રાફડો ફાટ્યો હતો. ભાજપે ‘નો રિપીટ’ થિયરી અપનાવી સૌથી વધુ સિટીંગ ધારાસભ્યોની ટિકીટ કાપી. જેના કારણે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ સહિત અનેક નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તો બીજી તરફ એનસીપીમાંથી કાંધલ જાડેજાએ પણ બળવો કરી સપામાંથી ઉમેદવારી કરી હતી અને ચૂંટણીના મેદાને પડેલા કુલ 20 જેટલા બળવાખોર પૈકી ફક્ત 4 નેતાઓનો સંઘ જ કાશીએ પહોંચ્યો હતો.
છેલ્લી 2 ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય અને દબંગ નેતા કાંધલ જાડેજાને એનસીપીએ ટિકિટ ન આપતા તેમણે એનસીપી છોડી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને કાંધલે ફરી એક વખત ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા સહિતના અન્ય હરીફોને માત આપી 20 હજારથી વધુ મતોની લીડથી જીત મેળવી. કુતિયાણામાં કાંધલનો એવો દબદબો છે કે તે ક્યા પક્ષમાંથી ચૂંટણી લડે છે તે ધ્યાનમાં રાખવાને બદલે લોકો કાંધલને ફક્ત તેના નામ અને કામના આધારે મત આપે છે. આ વાત 2022ની ચૂંટણીમાં ફરી સાબિત થઇ છે.
વડોદરાના સૌથી ધનાઢ્ય ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ભવ્ય વિજય મેળવી તમામ રાજકીય પક્ષોને ચોંકાવ્યા છે. ધર્મેન્દ્રસિંહની જીત ઘણી મોટી એટલે છે કે તેમની સામે ભાજપમાંથી અશ્વિન પટેલ, કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ, આપના ગૌતમ રાજપૂત અને અન્ય બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મેદાનમાં હતા. વાઘોડિયામાં ખેલાયેલા ચતુષ્કોણીય જંગમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા 14 હજાર કરતા વધુ મતોની સરસાઇથી વિજય મેળવી ખરા અર્થમાં જાયન્ટ કિલર સાબિત થયા છે.
ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા પરંતુ ચૂંટણીમાં 2 હજાર મતોથી હારી ગયા હતા, પરંતુ આ વખતે ભાજપે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન ભગવાન પટેલને ટિકિટ આપતા માવજી દેસાઇ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્ય અને ધાનેરાના ચતુષ્કોણીય જંગમાં 35 હજાર કરતા વધુ મતોની લીડથી જીત મેળવી ફરી તેનો દબદબો સ્થાપિત કર્યો છે.
અરવલ્લીની બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનારા ધવલસિંહ ઝાલાએ ફરી 5 હજાર કરતા વધુ મતોની સરસાઇથી જીત મેળવી છે… ભાજપે વર્ષ 2019માં ધવલસિંહ ઝાલાને પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના જસુ પટેલ સામે તેને હાર મળી હતી. આ વખતે ભાજપે ધવલસિંહની ટિકીટ કાપી તેના સ્થાને ભીખી પરમારને મેદાને ઉતારતા ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરી હતી. ધવલસિંહે ભાજપના ભીખી પરમાર ઉપરાંત કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાને હરાવીને બાયડમાં ફરી તેનો પ્રભાવ સ્થાપિત કર્યો છે.
બીજી તરફ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ, પાદરાના દિનુમામા, સાવલીના કુલદીપસિંહ રાઉલ, શહેરાના ખતુ પગી, લુણાવાડાના શકન ખાંટ, લુણાવાડાના જયપ્રકાશ પટેલ, ઉમરેઠના રમેશ ઝાલા, ખંભાતના અમરશી ઝાલા, ખેરાલુના રામસિંહ ઠાકોર સહિતના 16 જેટલા ઉમેદવારોને ચૂંટણીમાં હાર મળી છે.
—————–
જાણો ગુજરાતની એવી 10 બેઠકો વિશે, જ્યાં ઓછું મતદાન થયું હોવા છતાં ભાજપે સારી સરસાઈથી જીતનો પરચમ લહેરાવ્યો
ગુજરાત વિધાનસભાની (Election 2022) ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવી તમામ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. આવી બેઠકમાં ગાંધીધામ, ગરબાડા, કરંજ, ગઢડ઼ા, નરોડા, ધારી, અમરાઈવાડી, ફતેપુરા, સાવરકુંડલા અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે.
જાણો ગુજરાતની એવી 10 બેઠકો વિશે, જ્યાં ઓછું મતદાન થયું હોવા છતાં ભાજપે સારી સરસાઈથી જીતનો પરચમ લહેરાવ્યો
Dec 09, 2022 | 9:26 AM
આ ચૂંટણીમાં ભાજપને ધરખમ જીત પ્રાપ્ત થઈ છે અને ભાજપના સિટિગ ધારાસભ્યોએ આ ચૂંટણીમાં ફતેહ કરી છે. જોકે ચૂંટણી પરિણામના વિશ્લેષ્ણોમાં કેટલીક એવી વિગતો પણ સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે જ્યાં મતદાન ઓછું કે સરેરાશ થયું હોય તેવી બેઠક પર ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણી નિષ્ણાતોના મતે આ આંકડો દર્શાવે છે કે ઓછા મતદાને પણ ભાજપ જીત્યું તેવી તમામ બેઠકોના મતદારો ભાજપને જ વફાદાર રહ્યા છે.
સૌથી ઓછું મતદાન તેમ છતાં 10 બેઠકો ઉપર જીતનો પરચમ લહેરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવી તમામ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. આવી બેઠકમાં ગાંધીધામ, ગરબાડા, કરંજ, ગઢડ઼ા, નરોડા, ધારી, અમરાઈવાડી, ફતેપુરા, સાવરકુંડલા અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે. અહીં ઓછા મતદાનને પરિણામે ભાજપની હાર થશે તેવો અંદાજો લગાવવામાં આવ્યો હતો, પરંતુ ધારણા કરતા વિપરિત પરિણામ આવતા ફરી એક વાર મતદારોની નાડ પારખવામાં વિવિધ રાજકીય ધૂંરધંરો ખોટા પડ્યા હતા અને આવી બેઠક ઉપર ભાજપે જીત મેળવી તે પણ વધારે મતોની સરસાઈ સાથે.
જાણો 10 બેઠકો ઉપર મતદાનની ટકાવારી અને મતોની સરસાઈ વિશે
ગાંધીધામ 47.86 ટકાવારી, 37,831 મતની સરસાઈ
ગરબાડા 50.15 ટકાવારી , 825 મતની સરસાઈ
કરંજ 50.54 ટકાવારી, 35, 974 મતની સરસાઈ
ગઢડા 51.04 ટકાવારી, 2669 મતની સરસાઈ
નરોડા 52.78 ટકાવારી, 83,513 મતની સરસાઈ
ધારી 52.83 ટકાવારી, 15, 336 મતની સરસાઈ
અમરાઈવાડી 53.44 ટકાવારી, 43, 273 મતની સરસાઈ
ફતેપુરા 54 ટકાવારી, 19, 531 મતની સરસાઈ
સાવરકુંડલા ટકાવારી, 3492 મતની સરસાઈ
ઉધના ટકાવારી, 69, 896 મતની સરસાઈ
—————
આ વખતની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌ-કોઇને ચોંકાવી દીધા છે. ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે પણ જબરદસ્ત અપસેટ સર્જાયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. તે ઉપરાંત ભાજપના સતત જીતતા ઉમેદવારોને પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપે બાજી મારી છે.
ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા
કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
મધુ શ્રીવાસ્તવની જીતને બ્રેક લાગી
પાદરા અને વાઘોડિયા જેવી બેઠકો પર પણ મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ભાજપે ટીકિટ નહીં આપતા અપક્ષમાં ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ પાદરા બેઠક પર ભાજપની જીત થઈ છે અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જીતી ગયાં છે.
આ ધારાસભ્યોની ચૂંટણીમાં સતત જીત
વિધાનસભાની ચૂંટણીમાં એવા પણ ઘણા ઉમેદવારો છે, જે સળંગ છથી સાત વખત ચૂંટણી જીતી રહ્યા છે. ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં સાત એવા ઉમેદવાર છે. જે 6થી 8 ટર્મથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. એમાં ભાજપના યોગેશ પટેલ, પબુભા માણેકનો સળંગ આઠ વખત જીતવાનો રેકોર્ડ છે.
માંજલપુરમાંથી ભાજપે યોગેશ પટેલને સૌથી છેલ્લે ટિકિટ આપી. અને યોગેશ પટેલે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી એવો રેકોર્ડ બનાવ્યો.જેને હવે તૂટવું ખુબ જ મુશ્કેલ બનશે..
પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યાર બાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ પબુભા માણેક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં વિજયી થયા છે.છેલ્લા 32 વર્ષથી દ્વારકાની બેઠક પર પબુભા માણેકનું એકહથ્થુ શાસન છે.
ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પુરુષોત્તમ સોલંકીએ ચૂંટણી જીતી ઇતિહાસ રચ્ચો છે. 1998થી લઇને 2022 સુધી ભાવનગર ગ્રામ્યમાં ભાઇનું જ રાજ ચાલે છે. કોળી સમાજમાં પુરુષોત્તમ સોલંકીનો દબદબો છે.જેને તોડવામાં વિપક્ષ 3 દશકથી નિષ્ફળ જઇ રહ્યું છે.
રાજયના 16 જિલ્લાઓ કોંગ્રેસમુક્ત બન્યા
રાજ્યના એવા 16 જિલ્લાઓ છે જ્યાં કોંગ્રેસ હાલ શૂન્ય થઇ ગઇ છે. આ કોંગ્રેસ મુક્ત જિલ્લાઓ પર નજર કરીએ તો… કચ્છ જિલ્લાની 06 બેઠકો, ગાંધીનગરમાં 5 બેઠકો, સુરેન્દ્રનગરમાં 5 બેઠકો, મોરબીમાં 03 બેઠકો, રાજકોટમાં 08 બેઠકો, દ્વારકામાં 02 બેઠકો, અમરેલીમાં 05 બેઠકો, ખેડામાં 06 બેઠકો, પંચમહાલમાં 05 બેઠકો, દાહોદમાં 06 બેઠકો, છોટાઉદેપુરમાં 03 બેઠકો, વડોદરામાં 08 બેઠકો, ભરૂચમાં 05 બેઠકો, સુરતમાં 16 બેઠકો, તાપીમાં 02 બેઠકો, વલસાડમાં 05 બેઠકો ભાજપે જીતી લીધી છે. આ તમામ 16 જિલ્લામાં કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી નથી. અને, આ તમામ 16 જિલ્લાઓ કોંગ્રેસમુક્ત બન્યા છે.
————–
ભાજપના 11 ઉમેદવારોએ એક લાખ કરતા વધુ મતના અંતરથી વિજય મેળવ્યો છે. જેમાં ઘાટલોડિયા બેઠકથી ભુપેન્દ્ર પટેલ, ચોર્યાસી બેઠકથી સંદીપ દેસાઈ સહિત બે ઉમેદવારોએ 1 લાખ 50 હજાર વધુ મતની લીડથી જીત મેળવી છે. જ્યારે, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ડૉ. દર્શિતા શાહ, ફતેસિંહ ચૌહાણ, અમિત શાહ, પૂર્ણેશ મોદી, ભરત પટેલ, યોગેશ પટેલ અને બાબુસિંહ જાદવે 1 લાખથી વધુ મતની લીડથી જીતનો પરચમ લહેરાવ્યો છે.
ભાજપના 11 ઉમેદવારોની 1 લાખથી વધુ મતથી જીત
1) ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા 1 લાખ 92 હજાર 263 મત
2) સંદીપ દેસાઈ, ચોયાર્સી 1 લાખ 81 હજાર 846 મત
3) હર્ષ સંઘવી, મજુરા 1 લાખ 16 હજાર 675 મત
4) મુકેશ પટેલ, ઓલપાડ 1 લાખ 15 હજાર 136 મત
5) ડૉ. દર્શિતા શાહ, રાજકોટ પશ્ચિમ 1 લાખ 05 હજાર 975 મત
6) ફતેસિંહ ચૌહાણ, કાલોલ 1 લાખ 05 હજાર 410 મત
7) અમિત શાહ, એલિસબ્રિજ 1 લાખ 04 હજાર 496 મત
8) પૂર્ણેશ મોદી, સુરત પૂર્વ 1 લાખ 04 હજાર 312 મત
9) ભરત પટેલ, વલસાડ 1 લાખ 3 હજાર 776 મત
10) યોગેશ પટેલ, માંજલપુર 1 લાખ 754 મત
11) બાબુસિંહ જાધવ, વટવા 1 લાખ 46 મત
કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું હાલત થઈ છે. પક્ષ પલટો કરવો આ નેતાઓને ફળ્યો છે કે પછી જનતા તરફથી જાકારો મળ્યો છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ભગાભાઈ બારડ, રાજેન્દ્ર રાઠવા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, જેવી કાકડિયા, જીતુ ચૌધરી, અક્ષય પટેલની જીત થઈ છે.જ્યારે, જવાહર ચાવડા અને અશ્વિન કોટવાલની હાર થઈ છે.
પક્ષપલટો કરનારા જીતેલા 10 ઉમેદવારો
1) હાર્દિક પટેલ, વિરમગામ, 51, 707 સરસાઈ
2) અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ, 1,34,051 સરસાઈ
3) ભગાભાઈ બારડ, તાલાળા, 20055 સરસાઈ
4) રાજેન્દ્ર રાઠવા, છોટાઉદેપુર, 29,450 સરસાઈ
5) પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા, 9431 સરસાઈ
6) રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય, 47,500 સરસાઈ
7) કુંવરજી બાવળિયા, જસદણ, 16,172 સરસાઈ
8) જેવી કાકડિયા, ધારી, 8717 સરસાઈ
9) જીતુ ચૌધરી, વલસાડ, 1,03,776 સરસાઈ
10) અક્ષય પટેલ, કરજણ, 26,112 સરસાઈ
પક્ષપલટો કરનારા હારેલા 02 ઉમેદવારો
1) જવાહર ચાવડા, માણાવદર, 3453 સરસાઈ
2) અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા, 1664 સરસાઈ
ઓછું મતદાન છતાં ભાજપની જીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન થયું હોય તેવી તમામ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ગાંધીધામ, ગરબાડા, કરંજ, ગઢડ઼ા, નરોડા, ધારી, અમરાઈવાડી, ફતેપુરા, સાવરકુંડલા અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે. આ એવી બેઠકો છે જેની પર મતદાન ઓછું થયું હતું જેના કારણે ભાજપની હાર થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું..પરંતુ, આ તમામ બેઠકો પર ભાજપની સારા માર્જિનથી જીત થઈ છે.
—————-
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને (BJP) મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. ત્યારે હ વે ભાજપે જીત બાદ શપથ વિધીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથ વિધીમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ હતી ત્યાર બાદ કમલમ ખાતે પત્રકાર પરિષદનં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજયપરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું. ભાજપની સરકારના નવા મંત્રી મંડળમાં યુવા ચહેરાઓ તેમજ મહિલાઓને સ્થાન મળી શકે છે હાલમાં તો કોને શું જવાબદારી સોંપવામાં આવે છે તે અંગે થોડા સમયમાં જ જાણકારી મળી જશે.
બીજેપી ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટીવી9 ભારતવર્ષને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર સત્તાવાર રીતે મહોર મારવામાં આવશે. સી.આર. પાટીલે કહ્યું કે ગુજરાતમાં સરકારના સ્વરૂપને લઈને મોટું મંથન શરૂ થયું છે. આ અંગે કેન્દ્રીય ટીમ ગુજરાત આવવાની છે. કેન્દ્રીય સંગઠનમાંથી કયા લોકો નિરીક્ષક બનશે તે જાણી શકાયું નથી, પરંતુ ટૂંક સમયમાં કેન્દ્રીય નિરીક્ષકો અમદાવાદ આવવાના છે.
ભૂપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યમંત્રી તરીકે કરશે શપથ ગ્રહણ
ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચૂંટણીમાં માત્ર પીએમ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડ્યો જ નથી પરંતુ એવો રેકોર્ડ બનાવ્યો છે જે આવનારા દિવસોમાં કદાચ કોઈ નહીં તોડી શકે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલે એકતરફી જીત નોંધાવી છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર પાસેથી 1.91 લાખથી વધુ મતોથી જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમને 83.04 ટકા વોટ મળ્યા હતા. જે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલ 1.17 લાખ મતોથી જીત્યા હતા, પરંતુ ત્યારબાદ તેમને 72.65 ટકા મત મળ્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમના મતોમાં કુલ 10 ટકાનો ઉછાળો આવ્યો હતો.
—————–
રાજ્યમાં ભાજપે મેળવેલી ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપ્યું હતું . આ સમયે મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ તેમજ પંકજ દેસાઇ પણ ઉપસ્થિત હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં વિધાનસભાના ગ્રાઉન્ડમાં શપથ વિધી સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે રાજ્યના બીજી વારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથ વિધી સમારંભમાં ઉપસ્થિત રહેશે.
રાજ્યમાં ભાજપે મેળવેલી ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપ્યું હતું. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. મુખ્યમંત્રી રાજ્યપાલ દેવવ્રત સાથે મુલાકાત કરીને રાજીનામું સોંપ્યું હતું. હવે મુખ્યમંત્રી નવી સરકાર રચવા માટેનો પ્રસ્તાવ મૂકશે. મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે રાજ્યના બીજી વારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપની સરકારના નવા મંત્રી મંડળમાં યુવા ચહેરાઓ તેમજ મહિલાઓને સ્થાન મળી શકે છે હાલમાં તો કોને શું જવાબદારી સોંપવામાં આવે છે તે અંગે થોડા સમયમાં જ જાણકારી મળી જશે.
વિધાનસભા ગ્રાઉન્ડમાં થશે શપથ વિધી
12 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિધાનસભાના ગ્રાઉન્ડમાં શપથ વિધી કરવામાં આવશે. આ શપથ વિધી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી સાથે સાથે વિવિધ ખાતની જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગેના નામની ચર્ચા શરૂ થઈ છે. નવા મંત્રીમંડળમાં જૂના જોગીઓને પણછે મહત્વની જવાબદારી મળી શકે છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને (BJP) મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે.
—————–
ચૂંટણીના પરિણામોમાં પાટીદારોનું પ્રભુત્વ સામે આવ્યું. 45 બેઠકો પર પાટીદાર ઉમેદવારો જીત્યા છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પ્રથમવાર ભાજપમાંથી એકીસાથે 40 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈ આવ્યાં. ભાજપે 46 ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જે પૈકી 6 ઉમેદવારોને બાદ કરતા 410ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો. કોંગ્રેસના 3 પાટીદાર ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના 2 પાટીદાર ઉમેદવારો વિજયી બન્યાં છે. રાજ્યની 25 બેઠકો એવી હતી, જેમાં ભાજપ-કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી.
વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ રહ્યું
ભાજપના 40 પાટીદાર ઉમેદવારો વિજયી થયા
ભાજપે 46 પાટીદારોને આપી હતી ટિકિટ
કોંગ્રેસના 3 પાટીદાર ઉમેદવારોની જીત
AAPના 2 પાટીદાર ઉમેદવારો વિજયી
25 બેઠકો પર હતી પાટીદારો વચ્ચે સીધી ટક્કર
આ વખતે ભાજપ, કોંગ્રેસ અને AAPના મળીને 135 પાટીદાર ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાંથી માત્ર 45 પાટીદારની જીત થઈ છે. પક્ષ પ્રમાણે જોઈએ તો ભાજપના 46 પાટીદાર ઉમેદવારોમાંથી 40 જીત્યા છે, જ્યારે કોંગ્રેસના 38 પાટીદારમાંથી માત્ર 3 પાટીદાર ઉમેદવારોની જીત થઈ છે. AAPએ સૌથી વધારે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી. AAPના 51 પાટીદાર ઉમેદવારોમાંથી માત્ર બે જ ઉમેદવારોની જીત થઈ છે. એટલે ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના 135માંથી 90 પાટીદાર ઉમેદવારો હારી ગયા છે.
ભાજપના 23 આદિવાસી ઉમેદવારો જીત્યા, કોંગ્રેસના માત્ર 03 જ ઉમેદવારો જીત્યા, AAPનો 01 ઉમેદવાર જીત્યો
આવી જ રીતે ગુજરાતની ચૂંટણીમાં આદિવાસી મતો પણ નિર્ણાયક સાબિત થતા હોય છે. અને, આ વખતની ચૂંટણીમાં પણ આદિવાસી મતબેંક નિર્ણાયક સાબિત થઇ છે. ગુજરાતમાં આદિવાસીઓ માટે આરક્ષિત 27 બેઠકો છે. આ 27 સીટ પર ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ભાજપ-કોંગ્રેસ-આપ એમ ત્રણેય પક્ષોના મળીને 81 આદિવાસી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાંથી ભાજપના 27માંથી 23 આદિવાસી ઉમેદવારોની જીત થઇ છે. ભાજપના 04 આદિવાસી ઉમેદવારો હાર્યા છે. કોંગ્રેસના 24 આદિવાસી ઉમેદવારો હાર્યા છે. અને, કોંગ્રેસના 03 આદિવાસી ઉમેદવારો જીત્યા છે. અને આમ આદમી પાર્ટીના 27માંથી માત્ર એક ઉમેદવાર જ વિજયી બન્યા છે. બાકીના આપ પક્ષના 26 આદિવાસી ઉમેદવારો હાર્યા છે. નોંધનીય છેકે કોંગ્રેસનું હંમેશા 15 આદિવાસી બેઠકો પર પ્રભુત્વ રહ્યું છે. જેમાંથી હવે માત્ર 03 જ આદિવાસી બેઠકો કોંગ્રેસ પાસે અકબંધ રહી છે.
—————-
56ની છાતી હવે ગુજરાતમાં 156 સુધી પહોચી ગઈ છે. હિન્દુત્વથી લઈને વિકાસની રાજનીતિની કેડી પર વળનારા ભાજપ માટે માર્ગદર્શક ગણો કે ચેહરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એક સુપરમેન તરીકે સાબિત થયા છે. ના માત્ર પક્ષ માટે પરંતુ ગુજરાત માટે પણ હવે નરેન્દ્ર ભાઈ- નરેન્દ્ર ભાઈ થઈ ચુક્યું છે. ગુજરાતમાં ભાજપની એન્ટ્રી બાદ પક્ષ અને વિકાસના રેકોર્ડ તુટતા રહ્યા છે અને તેનો દાવો થતો રહ્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં પણ કઈંક એવું જ થયું છે કે જેમાં કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. તો આ ચમત્કાર એમનેમ થયો છે એ માની લેવા કરતા તેની પાછળના કારણો જાણવા જરૂરી છે કે જેમે વિરોધીઓને ઘુટણીએ પાડી દીધા છે.
ગુજરાતની રેકોર્ડબ્રેક જીત એ વડાપ્રધાન મોદીની મહેનતનું પરિણામ છે, જે તેમણે માત્ર 27 દિવસમાં કરી બતાવ્યું. વડાપ્રધાન મોદીએ 6 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. કુલ 39 રેલી અને 2 મોટા રોડ શો કર્યા. તેમની 39 રેલીઓ દરમિયાન, PM એ ગુજરાતની 134 વિધાનસભા બેઠકોને આવરી લીધી, જ્યારે રોડ શો માટે તેમણે 17 વિધાનસભા બેઠકોને આવરી લીધી અને પરિણામો બધાની સામે છે.
આ રહ્યા એ કારણો જેણે સર્જી નાખ્યો ઈતિહાસ
ચૂંટણીના એક વર્ષ પહેલા આખી સરકાર બદલાઈ ગઈ
મોટા નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી
વિજેતા ઉમેદવારો, કોંગ્રેસના નેતાઓને ટિકિટ ફાળવણીમાં ધ્યાન અપાયુ
ભાજપ 2017માં હારી ગયું હતું ત્યાં પહેલેથીજ આ વખતે આક્રમક પ્રચાર કર્યો
પાંચ વર્તમાન મંત્રીઓની ટિકિટ કાપીને જનતામાં પોઝીટીવ સંદેશ આપવાનો પ્રયાસ
બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી
પીએમ મોદીએ કહ્યું- હું ગુજરાતનો દીકરો છું. તે એક મોટું પરિબળ બની ગયું
ભાજપનો વોટ શેર વધ્યો
ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી, પરંતુ પરિણામોના આધારે એમ કહી શકાય કે ગુજરાતની ચૂંટણી દરમિયાન વિપક્ષ સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યો હતો, જ્યારે ભાજપે સક્રિય રીતે ચૂંટણી લડવાનું ચાલુ રાખ્યું હતું. આ જ કારણ છે કે ભાજપને ગત વખત કરતા 59 બેઠકો અને 3 ટકા વધુ મત મળ્યા છે. 2017માં ભાજપને 99 બેઠકો મળી હતી. આ વખતે 156 સીટો મળી છે. 2017માં બીજેપીને 49.1% વોટ મળ્યા હતા, આ વખતે તેને 52.5% વોટ મળ્યા છે.
જો ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થાય તો જે પક્ષને 35% મત મળે તે આરામથી ચૂંટણી જીતે છે, પરંતુ અહીં ભાજપને 52.5% મત મળ્યા છે. આ જ કારણ છે કે તે ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવવામાં સફળ રહી હતી. આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે ગુજરાતમાં ભાજપ જ્યારથી સત્તા પર આવ્યો છે ત્યારથી સતત જીતી રહી છે અને આ વખતેની જીત સૌથી મોટી છે.
1995માં પહેલીવાર ગુજરાતમાં ભાજપની જીત થઈ હતી
ગુજરાતમાં ભાજપની સત્તા સુધીની સફર પર નજર કરીએ તો 1995માં ભાજપે પ્રથમ વખત જીત મેળવી હતી, ત્યારબાદ તેને 121 બેઠકો મળી હતી. 1998માં ફરીથી ચૂંટણી થઈ ત્યારે ભાજપને 117 બેઠકો મળી હતી. 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો મળી હતી. 2012માં ભાજપે 2 વધુ બેઠકો ગુમાવી અને આંકડો 115 પર અટકી ગયો. 2017ની ચૂંટણીમાં, ભાજપે સીટોની દ્રષ્ટિએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને પાર્ટી માત્ર 99 બેઠકો મેળવીને 100ના આંકડાને સ્પર્શી શકી નહોતી.
ભાજપની સત્તાની આ સફરમાં ભલે બેઠકો ઉપર-નીચે જતી રહી છે, પરંતુ મત ટકાવારીની દૃષ્ટિએ ભાજપનો દેખાવ અકબંધ રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ પ્રથમ બે ચૂંટણીઓને બાદ કરતાં ભાજપ 48 ટકાથી 52 ટકાની રેન્જમાં છે. એટલે કે લગભગ અડધી વસ્તીનું સમર્થન હંમેશા ભાજપને જ રહ્યું છે.
—————
કોંગ્રેસ ભાજપની આંધીમાં સાવ ઉડી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રસનું વહાણ ગુજરાતમાં ડૂબવાને આરે હતું તે વહાણમાં આપ પાર્ટીએ મોટું બાકોરૂ જ પાડી દીધું અને કોંગ્રેસના વોટ આપ તથા અપક્ષોમાં વહેંચાઈ ગયા. ગુજરાતની ચૂંટણીમાં AAP પાર્ટીએ ઉભી કરેલી સ્થિતિને લઈ તેનું નુક્સાન ભાજપ કરતા કોંગ્રેસને વધુ થયું અને ઉપરથી ભાજપે ગુજરાતમાં એક માઈલ સ્ટોન નાખી દીધો તે અલગ..
આ ચૂંટણીમાં AAP બન્યું વિલન
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટશેરને AAP અને અપક્ષે મળીને બે ભાગમાં વિભાજિત કરી દીધા હતા. 20 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીને AAP અને અપક્ષ ઉમેદવારો નડી ગયા છે. . આ બેઠકો પર AAP અને કોંગ્રેસના વોટશેર ભાજપ કરતાં ઘણા વધુ છે. જેનું નુકસાન સીધી રીતે કોંગ્રેસના ઉમેદવારને થયું છે. તો તેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારને મળ્યો છે. કેટલીક એવી પણ બેઠક છે જ્યાં ભાજપને પણ AAP નડી છે. એટલુ જ નહીં 7 બેઠકો પર કોંગ્રેસ માટે અપક્ષો પણ વિલન બન્યા છે. રાપર બેઠક પર છેલ્લે કોંગ્રેસ જીત્યુ હતુ પરંતુ AAPની એન્ટ્રીથી કોંગ્રેસના વોટશેર તૂટ્યા અને ભાજપે આ બેઠક પર વિજય મેળવ્યો છે. આવી 20 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસને AAP અને અપક્ષની એન્ટ્રીથી હારનો સામનો કરવો પડ્યો છે. અને કોંગ્રેસના સંખ્યાબંધ MLAને ઘરભેગો થવાનો વારો આવ્યો છે
વિવિધ બેઠકોમાં આ પ્રમાણે રહ્યો આપ અને કોંગ્રેસનો વોટશેર
માંડવીમાં કોંગ્રેસ-AAPને 55.64 ટકા, ભાજપને 39.29 ટકા વોટશેર
વાંકાનેરમાં કોંગ્રેસ-AAPને 56.27 ટકા, ભાજપને 39.75 ટકા વોટશેર
કેશોદમાં કોંગ્રેસ-AAPને 49.16 ટકા, ભાજપને 36.09 ટકા વોટશેર
રાપરમાં કોંગ્રેસ-AAPને 47.45 ટકા, ભાજપને 46.17 ટકા વોટશેર
દ્વારકામાં કોંગ્રેસ-AAPને 53.87 ટકા, ભાજપને 41.08 ટકા વોટશેર
ધોરાજીમાં કોંગ્રેસ-AAPને 54.17 ટકા, ભાજપને 42.84 ટકા વોટશેર
સાવરકુંડલામાં કોંગ્રેસ-AAPને 49.19 ટકા, ભાજપને 46.01 ટકા વોટશેર
કપરાડામાં કોંગ્રેસ-AAPને 52.11 ટકા, ભાજપને 42.64 ટકા વોટશેર
રાજકોટ પૂર્વમાં કોંગ્રેસ-AAPને 52.11 ટકા, ભાજપને 42.64 ટકા વોટશેર
માંગરોળમાં કોંગ્રેસ-AAPને 49.20 ટકા, ભાજપને 41.21 ટકા વોટશેર
દસાડામાં કોંગ્રેસ-AAPને 50.42 ટકા, ભાજપને 45.56 ટકા વોટશેર
ટંકારામાં કોંગ્રેસ-AAPને 50.84 ટકા, ભાજપને 46.60 ટકા વોટશેર
—————-
ઔપચારિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ દેવવ્રતને રાજીનામું સોંપી દીધું હતું. નવી સરકાર રચવાની કવાયત અંતર્ગત આવતીકાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 10 વાગ્યે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં કેન્દ્રીય નિરિક્ષકો પણ ઉપસ્થિત રહેશે. તેમજ ચૂંટાયેલા તમામ 156 પ્રતિનિધિઓ પણ કમલમ ખાતે હાજર રહેશે. આ બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી પણ કરવામાં આવશે.
સરકાર બનાવવા માટે રાજ્યપાલ સાથે આવતીકાલે મુલાકાત
રાજ્યમાં સરકાર બનાવવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આવતીકાલે બપોરે 2 વાગ્યે ફરીથી રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં તેઓ આચાર્ય દેવવ્રત સાથે વિધાનસભા દળની બેઠક બાદ શપથવિધીની તારીખ અને સમય માટેની ચર્ચા કરશે. તેમજ વિધાનસબા દળના નવા નેતાના નામ અને શપથવિધી માટે પણ રાજ્યપાલને વિગતો આપશે. આ અંગેનો એક પત્ર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજ્યપાલને સુપ્રત કર્યો હતો.
મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથ વિધી સમારંભમાં ઉપસ્થિત રહેશે.
વિધાનસભા ગ્રાઉન્ડમાં થશે શપથ વિધી
12 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિધાનસભાના ગ્રાઉન્ડમાં શપથ વિધી કરવામાં આવશે. આ શપથ વિધી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી સાથે સાથે વિવિધ ખાતની જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગેના નામની ચર્ચા શરૂ થઈ છે. નવા મંત્રીમંડળમાં જૂના જોગીઓને પણ મહત્વની જવાબદારી મળી શકે છે.
ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ થઈ રહ્યું છે શપથવિધિ માટે તૈયાર
ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર શપથ વિધિ માટેની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે શપથ વિધિ સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓને પ્રદેશ ભાજપે આમંત્રણ આપ્યું છે. શપથ વિધી માટે પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ માંડવીયા સહિતના કેન્દ્રીય નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ , ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત,સહિતના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
—————
જીત માટે જરુરી 92 બેઠકની બહુમતીનો આંક તો શરુઆતના વલણોમાં જ જોવા મળ્યો હતો. આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમી વાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના ડાબેરી દળો સાથે સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે.
રાજ્યસભામાં જીતની અસર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ જીત નોંધાવી છે. હવે આ પછી પાર્ટી રાજ્યસભામાં પણ આવો જ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. જો કે, 2022ની આ જીતની અસર પાર્ટીને 2026ના મધ્ય સુધીમાં જ દેખાશે, જ્યારે પાર્ટીને રાજ્યની તમામ 11 બેઠકો પર તેના સાંસદો મળશે. ગુરુવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી લીધી છે.
હાલના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 છે. ભાજપ ઓગસ્ટ 2023માં ખાલી પડેલી બેઠકો પાછી મેળવશે. ત્યારે પાર્ટીને એપ્રિલ 2024 માં 4 માંથી 2 વધારાની બેઠકો મળશે. તેમજ જૂન 2026માં અન્ય 4માંથી ભાજપને એક બેઠક મળશે. આ સંદર્ભમાં પાર્ટીના સભ્યોની સંખ્યા 11 થશે.
હિમાચલની જીતનો ફાયદો કોંગ્રેસને થયો
હિમાચલ પ્રદેશની જીત કોંગ્રેસને પણ ફાયદો કરાવશે. આ જીત સાથે, કોંગ્રેસ એપ્રિલ 2024 સુધીમાં તેના પક્ષમાં ત્રણમાંથી એક બેઠક પણ જીતી લેશે. આ પછી 2026માં કોંગ્રેસ બીજા સભ્યને પણ મોકલી શકશે. રાજ્યમાં ત્રીજી બેઠક 2028માં નક્કી થશે. હાલ ત્રણેય બેઠકો ભાજપ પાસે છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું નામ સામેલ છે.
જો કે રાજ્યસભામાં વિશેષ ફેરફારોની અસર 2024માં જોવા મળશે. તે દરમિયાન 56 બેઠકો ખાલી રહેશે. હાલમાં રાજ્યસભામાં 239 સભ્યો છે અને 6 બેઠકો ખાલી છે. જેમાં જમ્મુ-કાશ્મીરના 4 અને 2 નોમિનીનો સમાવેશ થાય છે. ગૃહમાં ભાજપના સૌથી વધુ 92 સાંસદો છે. તે પછી 31 સભ્યો સાથે કોંગ્રેસનો નંબર આવે છે. પશ્ચિમ બંગાળમાં, શાસક તૃણમૂલ કોંગ્રેસ પાસે 13 અને ડીએમકે અને AAP પાસે 10-10 છે.
—————-
ગુજરાતમાં આમ તો અનેક એવા ધારાસભ્યો છે જેમને પાર્ટી સિમ્બોલની સાથે વ્યક્તિગત પ્રતિભાથી ચૂંટણીઓમાં જીત મળતી હોય છે. તેઓ ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ પણ ઉભા રહે તો પણ લોકો તેમને ચૂંટણીમાં જીત અપાવે છે ત્યારે કચ્છમાં પણ આવા નેતાઓ છે જેઓ ચૂંટણી ભલે પાર્ટી સિમ્બોલ સાથે લડતા હોય પરંતુ પક્ષ કરતા તેમની વ્યક્તિગત પ્રતિભા પણ તેમને જીતાડતી આવે છે. આવા જ એક ધારાસભ્ય એટલે અબડાસા વિધાનસભામાં ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જાડેજા કે જેઓ 2017માં અબડાસા વિસ્તારમાં કોગ્રેસમાંથી વિજયી થયા ત્યાર બાદ ભાજપમાં જોડાયા પેટા ચૂંટણી યોજાઇ તેમાં ભાજપમાંથી ઉભા રહ્યા અને ઇતિહાસ બદલી અને વિજયી બન્યા અને તાજેતરમાં યોજાયેલી 2022ની ચૂંટણીમાં પણ ફરી તેઓ ભાજપમાંથી ઉભા રહ્યા અને જીત્યા
5 વર્ષમાં 3 વાર ધારાસભ્ય બન્યા
4 ધોરણ સુધી જ અભ્યાસ કરનાર પ્રદ્યુમનસિંહ જાડેજા જાડેજા તેમના વિસ્તારની સમસ્યા અલગ રીતે રજુ કરવાને લઇને હમેંશા ચર્ચામાં રહેતા હોય છે. તો તેમના વિસ્તારમાં લોકસંપર્ક અને સમસ્યાના ઉકેલ માટે પણ તેઓ અવનવુ કરી જમીની નેતા તરીકેની છાપ ધરાવે છે ત્યારે 5 વર્ષમાં પ્રજાએ તેને 3 વખત ચુંટી વિધાનસભા મોકલ્યા છે. 2017ની ચૂંટણી તેઓ કોંગ્રેસમાંથી લડ્યા અને જીત્યા,2020માં તેઓ ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણીમાં ફરી અબડાસા બેઠકનો ઇતિહાસ બદલી વિજયી બન્યા અને હવે 2022 તેઓ ફરી અનેક પડકારો વચ્ચે અબડાસા બેઠક પર ઉભા રહ્યા અને જીત્યા અબડાસા બેઠક આમ કોગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અહીનો ઇતિહાસ રીપીટ ઉમેદવારને જીતાડતો નથી તેવો રહ્યો છે. પરંતુ 5વર્ષમાં 3 વાર જીતી પદ્યુમનસિંહે સાબિત કર્યુ છે કે તેઓ લોક નેતા છે.
કચ્છના આ નેતાઓ પણ છે હટકે
ગુજરાતના ધણા એવા વિસ્તારો છે કે જ્યા જ્ઞાતીગત સમીકરણને કારણે અનેક મોટા નેતાઓ તે વિસ્તારમાં બાહુબલી ગણાય છે. પરંતુ જ્ઞાતીગત સમિકરણથી પર કચ્છના અનેક એવા નેતાઓ છે જેઓએ વિપરીત સ્થિતીમાં પોતાની અલગ છાપ છોડી છે.
નિમાબેન આચાર્ય
ગુજરાત વિધાસનભાના અધ્યક્ષ નિમાબેન લાંબા સમયથી સુધી ધારાસભ્ય રહ્યા છે. પરંતુ તેઓ માત્ર ભાજપ જ નહી પરંતુ અન્ય પક્ષ તરફથી પણ ચુંટણી લડ્યા છે અને જીત્યા છે. પહેલા અબડાસા ત્યાર બાદ અંજાર વિધાનસભા અને છેલ્લે 2 ટર્મ તેઓં ધારાસભ્ય રહ્યા છે. આમ કચ્છની 3 અલગ-અલગ વિધાનસભામાં તેઓ જીત્યા
વાસણ આહિર
વાસણ આહિરે ભલે ધારાસભ્ય તરીકે પોતાનો ક્યારેય પક્ષ બદલ્યાો નથી પરંતુ અંજાર વિધાનસભા ઉપરાંત ભુજના પણ તેઓ ધારાસભ્ય રહ્યા છે. જો કે તેમના વિસ્તારમાં તેમના સમાજનુ મતદારો તરીકે પ્રભુત્વ છે. પરંતુ તેઓ લડ્યા એટલી વાર ચુંટણી જીત્યાજ છે. બેઠક ગમે તે હોય
બાબુ મેધજી શાહ
રાપર વિધાનસભા બેઠક પર સૌથી વધુ વાર વિજેતા બનેલા બાબુભાઇ મેધજી શાહ કે જેઓ નાણામંત્રી પણ રહી ચુક્યા છે. તેમના વિસ્તારમા પણ તેમનુ પ્રભુત્વ હતુ તેઓ ભાજપ,કોગ્રેસ અને રાજપામાંથી રાપર બેઠક પર ચુંટણી લડ્યા છે. અને જીત્યા છે. આમ પક્ષ સિમ્બોલની સાથે તેઓ વ્યક્તિગત રીતે પણ આ વિસ્તાર પર પ્રભુત્વ સાબિત કરી ચુક્યા છે.
વિરેન્દ્રસિંહ જાડેજા
2017 ની ચુંટણી પહેલા માત્ર ભચાઉ વિસ્તારમાં ધબદબો ધરાવતા વિરેન્દ્રસિંહે ભાજપ માટે જાઇન્ટકીલર બન્યા છે. કોગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા વિરેન્દ્રસિંહ રાપર બેઠક પર 2007માં હારી ચુક્યા છે. પરંતુ 2017માં તેઓ માંડવી શક્તિસિંહ સામે ઉભા રહ્યા અને જીત્યા અને આ વખતે રાપર બેઠક પર કોગ્રેસના ગઢમાં તેઓએ ગાબડુ પાડ્યુ આમ બે ટર્મમાં તેઓની વિધાનસભા બદલાઇ પરંતુ તેઓએ પોતાની શક્તિ દેખાડી દીધી
કચ્છમાં આમતો અનેક એવા સ્થાનિક નેતાઓ છે. જેઓએ રાજકીય ઇતિહાસમાં અશક્યને શક્ય બનાવ્યુ હોય જે લીસ્ટમાં તારાચંદ છેડા, સ્વ. જયંતિ ભાનુશાળી,પકંજ મહેતા જેવા અનેક નેતાઓનો સમાવેશ થાય છે. પરંતુ ઉપરોક્ત નેતાઓનુ રાજકીય પ્રભુત્વ અને અનુભવ તેમને રાજકીય સિંકદર સાબિત કરે છે.
—————-
જે પાર્ટી ગુજરાતમાં લગભગ 27 વર્ષથી સત્તા પર છે, તે ફરીથી સત્તામાં પરત ફરીને નવો ઈતિહાસ રચવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈતિહાસના સર્જક છે, કારણ કે તેમના ચહેરા પર વિશ્વાસ રાખીને જ ભાજપ ગુજરાતમાં જંગી બહુમતી મેળવી શકે છે. પરંતુ આ ચહેરાને વિશ્વાસપાત્ર સાબિત કરવાની વ્યૂહરચના એ વ્યક્તિત્વના મગજની ઉપજ છે જેનો ઉલ્લેખ જરૂરી છે. આ વ્યક્તિ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પછી, નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતના તે લોકપ્રિય વ્યક્તિ છે, જેમના નામે 2014 થી કેન્દ્રમાં સત્તા સતત ભાજપને સોંપવામાં આવી છે, અને પછી આ ચહેરો રાજ્યવાર ભાજપની રચના કરવામાં અસરકારક સાબિત થયો. અમિત શાહ આ ચહેરામાં આત્મવિશ્વાસ જગાડવાની વ્યૂહરચના ઘડનારા છે. આ એ ચહેરો છે જેની રણનીતિએ 2014માં ભાજપને મોદીનો પર્યાય બનાવી દીધો હતો.
અલબત્ત, તે સમયે અમિત શાહને યુપી ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે માત્ર યુપીમાં ભાજપને જ સફળ બનાવ્યો ન હતો, પરંતુ તેમની રણનીતિએ દેશમાં મોદી લહેરને મતોમાં ફેરવી હતી. આ તે સમયગાળો હતો જ્યારે પીએમ મોદી અને અમિત શાહની જોડીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી અને પછી પીએમ બનતાની સાથે જ મોદીએ પોતાના વિશ્વાસુ સહયોગીને રાષ્ટ્રીય રાજકારણમાં ખેંચી લીધા.
જુલાઈ 2014માં અમિત શાહને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાર્ટીના નિર્ણય મુજબ અમિત શાહને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. પીએમ મોદીએ સ્વીકારવામાં સંકોચ અનુભવ્યો ન હતો કે શાહ વગર 2014ની ચૂંટણી જીતવી મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે રાજનાથ સિંહ જી આ ટીમના કેપ્ટન હતા. તેમની કપ્તાની હેઠળ લાખો કાર્યકરો જીત્યા છે અને તેના મેન ઓફ ધ મેચ અમિત ભાઈ શાહ હતા.
આ એ સમય હતો જ્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને પીએમ મોદી નવા વડાપ્રધાન હતા. આ પછી પીએમ મોદીએ સરકારી તંત્રને કડક કરીને લોકપ્રિય ચહેરાને ચમકાવ્યો. બીજી તરફ અમિત શાહે વ્યવસ્થિત રીતે પાર્ટીના વિસ્તરણને લઈને ભાજપનો મેકઓવર શરૂ કર્યો હતો. પીએમ મોદી અને અમિત શાહની જોડીએ ભારતના રાજ્યોમાં પણ એક ધાર મેળવી છે. પરિણામે, 2014માં માત્ર 7 રાજ્યોમાં સત્તામાં રહેલી ભાજપે 2018 સુધીમાં 21 રાજ્યોમાં સરકાર બનાવી હતી અને કોંગ્રેસ જે 2014માં 15 રાજ્યોમાં સત્તામાં હતી. તે માત્ર 2 રાજ્યો પૂરતું મર્યાદિત હતું. જો કે, 2022 સુધીમાં, રાજકીય પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ હતી કે ઘણા રાજ્યોમાં ભાજપના શાસનનો અંત આવ્યો હતો. કેટલાક રાજ્યોમાં, ભાજપે મધ્ય-ગાળામાં પુનરાગમન કર્યું અને 8 ડિસેમ્બર 2022 સુધી, ભાજપ 17 રાજ્યોમાં સત્તામાં રહ્યું.
એટલે કે ભારત જેવા વિવિધતા અને વિશાળ વસ્તી ધરાવતા દેશમાં આઝાદી પછી ઈન્દિરા ગાંધી સિવાય જો કોઈએ લોકપ્રિયતાની ઊંચાઈને સ્પર્શી હોય તો તે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે, પરંતુ આ જોડી 2014 પછી બની નથી. તેના બદલે આ જોડીનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. આ મિત્રતાને 7 ઓક્ટોબર, 2022ના રોજ 21 વર્ષ પૂર્ણ થયા છે અને આ 21 વર્ષમાં બંનેએ સાથે મળીને પહેલા ગુજરાતમાં પરિવર્તન લાવ્યું, પછી સમગ્ર ભાજપને બદલી નાખ્યું.
આ જોડીનો ઇતિહાસ સમજો –
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
આ પછી આરએસએસની ભલામણ પર સીએમ મોદીએ અમિત શાહને કેબિનેટમાં ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા.
આ પછી મોદી અને શાહ વચ્ચે એટલી આત્મીયતા વધી કે બંને એકબીજાના મનની વાત બોડી લેંગ્વેજથી ઓળખવા લાગ્યા.
જ્યારે મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે તેમના નજીકના મિત્ર અમિત શાહને વ્યૂહરચનાકાર તરીકે પસંદ કર્યા.
જો કે બંને પહેલીવાર 1982માં મળ્યા હતા, ત્યારે મોદી સંઘના પ્રચારક હતા અને શાહ રાજકારણ શરૂ કરવા આગળ વધી રહ્યા હતા. એટલા માટે બંને એકબીજાને ચહેરા પરથી ઓળખતા હતા, જેનો ફાયદો બંનેને થયો અને સમય જતાં આ જોડીની રાજકીય ટ્યુનિંગ એટલી સારી થઈ ગઈ કે બંનેએ સાથે મળીને માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પોતાની પાર્ટીની ઈમેજ બદલી નાખી. પીએમ મોદીએ દરેક સ્ટેજ પર આ જોડીની આ ટ્યુનિંગ બતાવી. તેવી જ રીતે અમિત શાહે પણ તેને જાહેર કરી હતી.
પરંતુ સવાલ એ છે કે માત્ર 2 નેતાઓના ટ્યુનિંગથી એક પક્ષ કેવી રીતે બદલાયો? કેવી રીતે કોઈ પક્ષને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી અને તેને ચૂંટણીમાં જીતનો પર્યાય કેવી રીતે બનાવવામાં આવ્યો.
આ ફેરફારોને અહીં પણ સમજો…
2014થી ભાજપે દરેક ચૂંટણી યુદ્ધની જેમ લડી છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ દરેક ચૂંટણીમાં મોટા યોદ્ધા બન્યા
ભાજપ સરકારના કામ અને જમીની મુદ્દાઓને ઘરે ઘરે લઈ ગઈ
ભાજપે પન્નાને ચૂંટણી માટે મતદાર યાદીના પ્રભારી નિયુક્ત કર્યા છે
પીએમ મોદી લોકપ્રિયતાના સ્તરે પાર્ટીનો ચહેરો બની ગયા
આ પછી દરેક ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવી
અમિત શાહ પણ આ રણનીતિના આર્કિટેક્ટ હતા એટલે કે ભાજપને મજબૂત કરવા માટે પીએમ મોદીને એક ચહેરો બનાવવો અને પછી ભાજપને એક સંગઠનમાં રૂપાંતરિત કરવું, જેમાં તેને વિચારધારાના સ્તરે સામાન્ય લોકોની નજીક પહોંચાડી શકાય, આ બધું આ જોડીમાં જ છે કે જેમાં અમિત શાહની પણ મહત્વની ભૂમિકા છે.
આ સફળતાની પીએમ મોદી અને અમિત શાહે પણ તમામ ભાજપના કાર્યકરો સાથે ઉજવણી કરી હતી. સમય વીતતો ગયો, પરંતુ ન તો અમિત શાહની વ્યૂહરચના બનાવવાની ક્ષમતા નબળી પડી, ન તો આ જોડી વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ થયો. પરિણામે, 2019 માં પણ ભાજપ સત્તામાં પાછો ફર્યો અને મોદી PM બન્યા. પરંતુ આ જીત પણ ભાજપને મજબૂત કરવા માટે સમર્પિત હતી.
વાસ્તવમાં અમિત શાહ અને મોદીની જોડીએ આખી દુનિયાને એક સાર્વત્રિક પક્ષની મજબૂત સરકાર આપવાની ફોર્મ્યુલા આપી હતી, જેની શરૂઆત ભલે ગુજરાતના ગામડે ગામડેથી થઈ હોય, પરંતુ 2014 પછી તેનું વિસ્તરણ થયું. કેન્દ્રમાં સરકાર બનતાની સાથે જ અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની સામે સંગઠનને વધુ મજબૂત કરવાનો પડકાર હતો. એટલા માટે શાહ અને મોદીની જોડીએ એકસાથે બીજેપીને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનો પહેલો ધ્યેય રાખ્યો અને તેને નિશ્ચિત પણ કર્યો.
અમિત શાહે ભાજપના અધ્યક્ષ તરીકે સભ્યપદ અભિયાન શરૂ કર્યું
મોદીની લોકપ્રિયતાએ લોકોને આ અભિયાન તરફ આકર્ષ્યા
સભ્યો બનાવવા માટે મિસ્ડ કોલ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી હતી
આ પછી, થોડા જ દિવસોમાં ભાજપે 8.80 કરોડ સભ્યોના આંકડાને સ્પર્શ કર્યો.
બીજેપીએ વિશ્વની સૌથી મોટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાને પણ પાછળ છોડી દીધી છે
આ પછી ભાજપમાં સકારાત્મક પરિવર્તનની પ્રક્રિયા અટકી નથી, ચૂંટણી લડવાની વયમર્યાદા હોય કે લોકપ્રિયતાના માપદંડમાં ઉંચા નેતાઓનું કદ ઘટતું હોય, પક્ષે જનતામાં સ્પષ્ટ છબી જાળવવામાં કોઈ કસર છોડી નથી. અને સફળતા હાંસલ કરી પરિણામે, ભાજપની સરકાર બનાવવાનો રાજ્યવાર ગ્રાફ સતત વધતો રહ્યો અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ગુજરાતમાં ભાજપની મોટી જીત તેનો પુરાવો છે, જ્યાં પીએમ મોદીનો જ ચહેરો રાજકારણના કેન્દ્રમાં હતો.
——————
27 વર્ષથી ભાજપનું શાસન હોવા છતા સતત સાતમી વખત ભાજપનો પ્રચંડ વિજય જોઈને ભલભલા રાજકીય પંડિતોના ગણિત ખોટા સાબિત થયા છે. હાલ ગાંધીનગરમાં આ નવી સરકારની શપથવિધિ માટેની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા છે.
ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટ 2.0ના સંભવિત મંત્રીઓ
હાલ નવી સરકારની શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. જેમા નવા મંત્રી મંડળના નામો અંગે પણ ચર્ચા થઈ છે. મંત્રી મંડળમાં નવા અને જૂના ચહેરાઓમાંથી પસંદગી અંગે ચર્ચા ચાલી રહી છે. નવી કેબિનેટના સંભવિત નામો અંગે જો ચર્ચા કરવામાં આવે તો જૂના મંત્રીઓને પણ રિપીટ કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જેમા હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, જગદિશ પંચાલ, જીતુુ વાઘાણી, ઋષિકેશ પટેલ, જીતુ ચૌધરી સહિતના નામો ચર્ચાઈ રહ્યા છે.
આ ઉપરાંત ગણપત વસાવા, રમણ વોરા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, પરશોત્તમ સોલંકી, કિરીટસિંહ રાણા અને શંકર ચૌધરીના નામ ચર્ચામાં છે. નવા ચહેરાઓની જો વાત કરીએ તો કૌશિક વેકરિયા, મહેશ કસવાળા, અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગઢ, શંભુપ્રસાદ ટુંડિયા અને કેતન ઈનામદારના નામો પણ રેસમાં છે.
આ ઉપરાંત, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં મહિલા ચહેરાઓમાં નિમીષા સુથાર, મનિષા વકીલ, સંગીતા પાટીલ અને દર્શના દેશમુખના નામો પણ ચર્ચામાં છે. નવા મંત્રીમંડળમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ચારેય ઝોનને ધ્યાનમાં રાખી નવા અને જૂના ચહેરા પર પસંદગી ઉતારવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિમાં PM મોદી સહિતના ટોચના નેતાઓ થશે સામેલ
આગામી 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. આ શપથવિધિાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓમાં યુપી સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, Dy CM દેવેન્દ્ર ફડણવિસ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત સહિતનાને આમંત્રણ અપાશે. કેન્દ્રીય મંત્રીઓમાં પરષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
—————–
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017 ની તુલનાએ નોટાનું બટન દબાવનારાઓની સંખ્યા ઘટીને 5.01 લાખ થઈ છે. જેમાં સમગ્ર ગુજરાતના પરિણામો જોતા સરેરાશ બે ટકા મતદારોએ નોટોનું બટન દબાયું હતું. જેમાં બનાસકાંઠાની દાંતા બેઠક પર સૌથી વધુ 2.84 ટકા મત નોટામાં મત પડ્યા હતા. જ્યારે ત્યાર બાદ બીજા ક્રમે બારડોલીની બેઠક પર 2.35 ટકા મત નોટોમાં પડ્યા હતા. જ્યારે સૌથી ઓછા નોટાના મત અમદાવાદના બાપુનગરની બેઠક પર પડયા જેમા બાપુનગરમાં 0.75 ટકા મત નોટાના પડયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1.57 ટકા લોકોએ NOTAનું બટન દબાવ્યુ છે . જેમાં. NCP,SP,BSP,લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), JDU,JDS,CPI,CPI(M),CPI (ML-L)વા પક્ષો કરતાં NOTAની મત ટકાવારી વધુ હતી. આ પાર્ટીઓમાં બહુજન સમાજ પાર્ટીને 0.50 ટકા વોટ મળ્યા છે. સમાજવાદી પાર્ટીને 0.29 ટકા અને એનસીપીને 0.24 ટકા વોટ મળ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની કોઈ અસર જોવા મળી નથી. અહીં NOTAને 1.57 ટકા વોટ મળ્યા છે, પરંતુ ઓવૈસીની પાર્ટી AIMIMને માત્ર 0.33 ટકા વોટ મળ્યા છે. આનો અર્થ એ થયો કે ગુજરાતની જનતાએ અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી AIMIMને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
જેમાં વર્ષ 2009થી નોટાનો વિકલ્પ મતદારોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે જણાવ્યા પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નન ઓફ ધી એબોવ(નોટા) નો એક વિકલ્પ પણ મૂકવાનું નક્કી કરાયેલું છે. ત્યારબાદ 2017ની સાલમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કુલ માન્ય ઠરેલા 2.73 કરોડ મતમાંથી અંદાજે 5,51,615 મતદારોએ ચૂંટણી લડી રહેલા એકપણ ઉમેદવારને પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા વિના નોટાનું બટન દબાવ્યું હતું.
———————
કોંગ્રેસના ગઢ ગણાતા એવા ધોરાજીમા ભાજપ એ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવી અને ધોરાજી ઉપલેટા વિધાનસભાની સીટ ભાજપે કબજે કરી છે. જેમા છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કોંગ્રેસનું શાસન હતું અને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લલિત વસોયા અને ભાજપમાંથી મહેન્દ્ર પાડલીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ધોરાજી ઉપલેટા પીચોતેર વિધાનસભાની સીટ પર આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આમ ત્રણેય વચ્ચે ત્રિપાઠીઓ જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા ની 11,800 મતે જીત થઈ હતી જીત બાદ મહેન્દ્ર પાડેલીયા સર્વપ્રથમ ધોરાજીની ફરેની રોડ ઉપર આવેલ સરકારી તાલુકા શાળા નંબર 2 ના બાળકો ને મીઠાઈ ખવડાવી અને જીત ની ખુશી વ્યક્ત કરી હતી
50 ફોર વ્હીલર અને 100 જેટલી બાઇક સાથે વિશાળ વિજય સરઘસ નીકળ્યું
ધોરાજી ઉપલેટા ની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા નું ધોરાજી ખાતે વિશાળ વિજય સરઘસ યોજાયું હતું જેમાં ધોરાજી શહેર તથા તાલુકાભર માથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ વિજય સરઘસ માં ઠેર ઠેર સ્થાનિકો દ્વારા અને વેપારીઓ દ્વારા વિજય બનેલા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાનું પુષ્પ વર્ષા કરી અને સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં વિજય સરઘસમા પ્રદેશ અને જિલ્લા ભાજપમાંથી આગેવાનો જોડાયા લઘુમતી સમાજ ના આગેવાનો દ્વારા પણ મહેન્દ્ર પાડલીયાનુ સ્વાગત કરાયુ છે. જેમાં ભાજપ ના વિજય થયેલા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા ના વિજય થતાં ભાજપ માં એક ખુશી ની લહેર જોવા મળી હતી આ સીટ ને કોંગ્રેસ ના હાથ માંથી છીનવી લેવામાં ભાજપ આ ટર્મ માં સફળ થયું હતું ત્યારે આજ રોજ યોજાયેલ વિજય સરઘસ માં પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા જિલ્લા ભાજપ ના આગેવાનો અને કડવા પાટીદાર સમાજ ના ઉદ્યોગપતિ આગેવાન પુનિત ચોવટીયા જગદીશભાઈ કોટડીયા કાંતિભાઈ માકડીયા સહિતના અને આહીર સમાજના આગેવાન એવા રસિકભાઈ ચાવડા સહિતનાઓ વિજય સરઘસમાં જોડાયા હતા લઘુમતી ભાજપ ના આગેવાનો દ્વારા પણ મહેન્દ્ર પાડલીયા નું ફૂલહાર કરી અને સન્માન કરવામાં આવ્યું હતું
બાળકોને મોઢું મીઠું કરાવી અને વિજયની ખુશી મનાવતા મહેન્દ્ર પાડલીયા
વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ના બીજા જ દિવસે મહેન્દ્ર પાડલીયા એ ધોરાજીના અતિ ગરીબ અને પછાત વિસ્તારની સરકારી શાળા નંબર- બે ના બાળકોને મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
———————
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતા મળી છે. 27 વર્ષથી ભાજપનું શાસન હોવા છતા સતત સાતમી વખત ભાજપનો પ્રચંડ વિજય જોઈને ભલભલા રાજકીય પંડિતોના ગણિત ખોટા સાબિત થયા છે. હાલ ગાંધીનગરમાં આ નવી સરકારની શપથવિધિ માટેની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે સવારે 11:00 નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
12 ડિસેમ્બરે યોજાશે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ
નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરના રોજ સવારે 11:00 નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેના માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના જ્વલંત વિજય બાદ શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમા વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિતના હાજર રહેશે તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. સીએમ કાર્યાલયેથી આ તમામ ટોચના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું
રાજ્યમાં ભાજપે મેળવેલી ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ તેમજ પંકજ દેસાઇ પણ ઉપસ્થિત હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી સુધીનો છે.
————–
156 બેઠકો ઉપર ભાજપનો દબદબો
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
—————–
ભાજપ ઉમેદવારે જીતની સાદાઈથી ઉજવણી કરી, મચ્છુ માંના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરાયું
Dec 09, 2022 | 9:28 PM
ગુજરાતમાં ભાજપને મળેલી પ્રચંડ જીતથી ભલે રાજ્યભરમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હોય. પરંતુ મોરબી ભાજપ આજે પણ એ ગોઝારી દુર્ઘટનાના શોકમાં જોવા મળી રહ્યું છે. ભવ્ય જીત બાદ પણ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ ઉજવણી કરવાથી અંતર જાળવ્યુ છે…આજે તેમને ગોઝારી દુર્ઘટનાના મૃતકો માટે મચ્છુ માંના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે…આ મોક્ષ યજ્ઞમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાથે મૃતકોના પરિવારોએ પણ હાજરી આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. જેમાં મોરબીમાં ભાજપ ઉમેદવાર કાંતિ અમૃતિયાની ભવ્ય જીત થઈ છે. જેમાં કાંતિ અમૃતિયાની જીત બાદ વિજય સભા યોજવામાં આવી હતી. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિજય સભાનું આયોજન કર્યું હતું . જ્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોરબીમાં દોઢ મહિના પૂર્વે કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135 થી વધુ લોકોના મોત થયા હતા. જેના પગલે સમગ્ર રાજયના તેને લઇને લોકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. તેમજ આ હોનારતમાં કાંતિ અમૃતિયા સહિત અનેક સ્થાનિક લોકોએ ડૂબેલા લોકોને બચાવ્યા હતા.
—————
182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. જેના પગલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે અમદાવાદ RSS મુખ્યાલય ડો. હેડગેવાર ભવનની મુલાકાત લીધી હતી. તેમણે મણિનગર સ્થિત હેડગેવાર ભવન ખાતે સંઘના વરિષ્ઠ હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. તેમજ આ દરમ્યાન આવનારા દિવસોમાં સરકાર ગઠન અને કાર્યપ્રણાલી અંગે ચર્ચા થઇ હોવાની સંભાવના છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
ઝોન અનુસાર ભાજપને મળેલી બેઠકો
દક્ષિણ ગુજરાતની 35 બેઠકના પરિણામ 2022 : ભાજપના ગઢ માનવામાં આવતા દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા બેઠકો છે. તેમાંથી 2022માં ભાજપને 33 બેઠકો , કોંગ્રેસને 1 અને આપને 1 બેઠક મળી છે. વર્ષ 2017માં ભાજપને 25 બેઠકો મળી છે, જેમાં 8 બેઠકોના વધારે સાથે આ વર્ષે 33 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં કોંગ્રેસને 10 બેઠક મળી હતી. જે ઘટીને આ વર્ષે માત્ર 1 બેઠક મળી છે. જ્યારે આ વર્ષે આપ પાર્ટીને એક બેઠક મળી છે.
મધ્ય ગુજરાતની 61 બેઠકના પરિણામ 2022 : મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી 2022માં ભાજપને 55 બેઠક, કોંગ્રેસે 05 બેઠક જ્યારે અન્યને 1 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને આ ઝોનમાં એક પણ બેઠક પર જીત મળી નથી.
કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકના પરિણામ 2022 : કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર આ વર્ષે ભાજપને 46 બેઠક મળી છે એટલે કે વધારાની 23 બેઠક મળી છે. આ વર્ષે ભાજપને 46 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 23 બેઠકના નુકશાન સાથે માત્ર 3 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક અને અન્યને 1 બેઠક પર જીત મળી છે.
—————–
અલ્પેશ ઠાકોરે આપ્યુ આ મોટુ નિવેદન
Mina Pandya Dec 10, 2022 | 10:57 PM
મને પ્રધાન પદની કોઇ અપેક્ષા નથી. આ મોટું નિવેદન આપ્યું છે આંદોલનકારી ચહેરાની ઓખળ ધરાવતા અલ્પેશ ઠાકોર. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જીતેલા ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોરે TV9 સાથે ખાસ વાતચીત કરી અને પોતાના મનની વાત રજૂ કરી. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે ભાજપે મને ધારાસભ્ય બનાવ્યો એટલું જ ઘણુ છે. મને પ્રધાન પદની કોઇ અપેક્ષાઓ નથી. અલ્પેશે દાવો કર્યો કે તેઓ સામાન્ય ધારાસભ્ય તરીકે કામ કરશે.
પ્રધાનપદ મેળવવાની કોઈ જ અપેક્ષા નથી- અલ્પેશ ઠાકોર
ભાજપની ભવ્ય જીત પર અલ્પેશ ઠાકોરે TV9 સાથેની વાતચીતમાં ખુશી વ્યક્ત કરી સાથોસાથ ઉમેર્યુ કે હજુ પણ 5થી6 બેઠકો ભાજપને ઓછી મળી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે ભાજપના મજબૂત સંગઠનના કારણે ભવ્ય જીત મળી છે. તેમણે કહ્યુ મને પ્રધાનપદ મેળવવાની કોઈ જ અપેક્ષા નથી. વડાપ્રધાને મને દીકરો કહ્યો ત્યાં જ બધો ભાવ પૂર્ણ થયો. કોંગ્રેસની કારમી હાર પર બોલતા તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કિચડ ઉછાળવુ કોંગ્રેસને ભારે પડ્યુ અને કોંગ્રેસને 125 બેઠકો વિશે બોલવાનો પણ કોઈ જ અધિકાર નથી.
ભાજપના વિકાસ સામે કોંગ્રેસનું જાતિવાદનું કાર્ડ ન ચાલ્યુ-અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે OBC સીએમની વાત કરી કોંગ્રેસે જાતિવાદી રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપના વિકાસ સામે કોંગ્રેસની જાતિવાદી રાજનીતિ ન ચાલી. તેમણે કહ્યુ કે ભાજપ સરકાર પર છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતાએ ભરોસો મુક્યો છે તે નરેન્દ્ર મોદી પરનો ભરોસો છે.
—————
Dec 10, 2022 | 8:07 AM
ગુજરાતની ચૂંટણીમાં ભાજપે એક નવો જ રેકોર્ડ સર્જયો છે અને 156 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે રાજકારણમાં ઊતરેલા બે ભાઈઓ પણ ચૂંટણી પરિણામમાં મળેલી જીતને પગલે ભાવુક થઈ ગયા હતા અને એકબીજાને ગળે વળગીને રડી પડ્યા હતા. વાત થઈ રહી છે ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય પરષોત્તમ સોંલકીની અને અમરેલીની રાજુલા જાફરાબાદ બેઠક ઉપરના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની. આ બંને ભાઈઓએ જુદી જુદી બેઠકો ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા અને ચૂંટણીમાં બંને ભાઈઓએ જ્વલંત વિજય મેળ્યો હતો. બંને ભાઈઓના વિજયથી તેમના પરિવારમાં તથઆ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ ફેલાઈ ગયો હતો. તેમજ વિજેતા બનેલા હીરા સોંલકી ભાઇને મળવા ભાવનગર પહોંચ્યા હતા. ત્યારે તેઓ ભાઇને મળતા જ પગે લાગ્યા હતા અને પરષોતમ સોલંકીએ હીરા સોલંકીને અભિનંદન આપ્યા હતા અને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યો ખૂબ ભાવુક કરી દે તેવા હતા. પુરષોતમ સોંલંકીની ભાઈ માટેની લાગણી હતી, તે તેમની આંખમાંથી વરસી રહી હતી. પરષોતમ સોલંકી એટલા બધા ભાવુક થઈ ગયા હતા તે ભાઇને ભેટીને રડી પડ્યા હતા.આ વર્ષની ચૂંટણીમાં પરષોત્તમ સોંલકીને 73, 848 મત પ્રાપ્ત થયા હતા. તો હીરા સોંલકીને 10, 463 મત પ્રાપ્ત થયા હતા.
————–
કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હંમેશાથી મજબૂત વિપક્ષ તરીકે રહેતી. 2022માં ગોધરા સમયે પણ કોંગ્રેસે 50થી વધુ બેઠકો જાળવી રાખી હતી. આદિવાસી, લઘુમતિ તથા દલીત વિસ્તારો તથા અન્ય જાતિ અને શહેરોમાં પણ હંમેશાથી કોંગ્રેસના કમિટેડ વોટર્સ રહ્યા છે. અને એટલે દર વખતે એવરેજ 40 ટકા આસપાસ કોંગ્રેસના પક્ષમાં મતદાન થતુ હતુ. જોકે તેમાં પણ 2017માં તો કોંગ્રેસે સૌથી વધુ 77 સીટો જીતી હતી. એક સમયે સત્તાની ખુબ નજીક લાગી રહ્યુ હતુ કોંગ્રેસ પરંતુ તેવું કંઈ જ આ વખતે ના જોવા મળ્યુ. આ વખતે કોંગ્રેસ એક્સ્ટ્રા વોટ તો ઠીક પરંતુ પોતાના કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી. પરિણામે કોંગ્રેસના વળતા પાણી થયા.
કોંગ્રેસ પાર્ટીની નિષ્ક્રિયતા !
એક બાજુ ભાજપ એગ્રેસિવ રીતે જંગ લડી રહી હતી ત્યારે કોંગ્રેસમાં એટલો ઉત્સાહ નહોતો જોવા મળતો. ગામે ગામ જતા ચોક્કસ હતા પરંતુ તેનાથી કોઈ વેવ ઉભી ના થઈ. પાર્ટીને થોડા સમયમાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્ટ્રેટેજી કામ નથી કરી રહી. પરંતુ કોંગ્રેસ સ્ટ્રેટેજી બદલવાથી લઈને એગ્રેસિવ થવા સુધીના મામલામાં સતત નિષ્ક્રિય જોવા મળી હતી. ઘણા કારણોમાંથી આ પણ એક ઉડીને આંખે વળગે તેવુ કારણ છે.
કેન્દ્રીય નેતાઓની ગેરહાજરી
ભાજપમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ એ સિવાય તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો પ્રચારમાં જોડાયા ત્યાં કોંગ્રેસમાં અશોક ગહેલોત અને ભૂપેશ બઘેલ સિવાય નોંધનીય કોઈ ચહેરો દેખાયો નહી. ખાસ તો રાહુલ ગાંધીએ પહેલા તબક્કામાં છેલ્લે છેલ્લે બે રેલીઓ કરી અને બીજા તબક્કામાં તો રાહુલ આવ્યા પણ નહી. પ્રિયંકા ગાંધી પણ કેમ્પેનથી બહાર રહ્યા . તેનાથી કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો અભાવ દેખાયો હતો.
મજબૂતીથી મુદ્દા ના ઉઠાવ્યા
કોંગ્રેસે રોડ રસ્તા પર આવીને મુદ્દાઓને મોટા ના બનાવ્યા. મોરબી દુર્ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવા માટે સત્તા સામે લડાયક મુદ્રામાં આવવાની જગ્યાએ ડિફેન્સીવ દેખાઈ કે જેના લીધે લોકોમાં ચૂંટણીના મહિના પહેલા જે લાગણી ઉદભવી જોઈએ તે કોંગ્રેસ ના ઉદભવી શકી. અને જો તેની જગ્યાએ ભાજપ હોય તો સરકાર જવા સુધીનું જોખમ સત્તા વિરૂદ્ધ સર્જી શકી હોત. કારણ કે તેવું 2014 પહેલા વિપક્ષમાં ભાજપ હતી ત્યારે જોવ મળતુ હતુ.
અનેક મોટા નામ ભાજપમાં ભળી ગયા
5 વર્ષ દરમિયાન કોંગ્રેસના અનેક મોટા નામ ભાજપમાં ભળી ગયા અને તેને કોંગ્રેસ મનાવી ના શકી. આવા અનેક નામ છે જેમ કે બ્રિજેશ મેરજા, કોળી નેતા કુંવરજી બાવળિયા, પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર, જવાહર ચાવડા આવા તો 15થી વધુ નામ છે કે જે 2017માં કોંગ્રેસ સાથે હતા ત્યારે કોંગ્રેસ મજબૂત દેખાતી હતી પરંતુ તેઓ 2022માં નહોતા તો કોંગ્રેસ નબળી દેખાઈ.
ઈમોશનલ ફેક્ટરનો અભાવ
2017માં ત્રણ જ્ઞાતિના લોકો ભાજપની સામે હતા જેમાં જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ તથા અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. તે સમયે લોકોના ઈમોશન્સ આ ત્રણ નેતાઓ સાથે જોડાયા હતા પરંતુ આ વખતે પ્રજાના ઈમોશ્ન્સ સાથેનો કોઈ મોટો મુદ્દો જોવા ના મળ્યો. કોંગ્રેસે ચોક્કસ મોંઘવારી બેરોજગારી જેવા પાયાના પ્રશ્નો ઉઠાવ્યા પરંતુ તેનાથી કોંગ્રેસ તરફી પ્રજાની લાગણી ઉદભવી નહી.
જોકે લોકશાહી છે કોઈએક પાર્ટી જીતે અને એક હારે પરંતુ કોંગ્રેસે અહિંથી આત્મમંથનની સખત જરૂર છે અને જો પાર્ટી તે નહી કરે તો ગુજરાત કોંગ્રેસના અચ્છે દિન આવવાની કોઈ શક્યતા નથી. પાર્ટીએ પોતાના માળખામાં ધરખમ ફેરફાર કરવા પડે, પ્રજાની વચ્ચે જવું પડે અને લોકો સાથે જનસંપર્ક કરી સતત મુદ્દાઓને ઉઠાવતા રહેવુ પડે. હજી 5 વર્ષનો સમય બાકી છે જો કોંગ્રેસ પરિણામને પરખીને વ્યુહરચના બનાવે તો પાર્ટી જીવંત થઈ શકે નહી તો વર્તમાન પરિણામ પાર્ટીની સામે જ છે.
——————-
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. આ બેઠક પર ભાજપના મુળુ બેરા વિજયી બન્યા છે. ખંભાળીયાથી જ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમજ કોંગ્રેસના વિક્રમ માડમ મેદાને હોવાથી આ બેઠક ચર્ચાનો કેન્દ્ર બની હતી. ખંભાળીયામાં 8 વર્ષ બાદ ભાજપની જીત થતા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખંભાળિયા પહોંચ્યા. જ્યાં તેમણે મુળુભાઈને અભિનંદન પાઠવ્યા. તેમણે ખંભાળિયાનો વિકાસ થશે અને વિકાસલક્ષી કર્યો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ખંભાળીયાની જનતા ભાજપ સરકાર પાસે વિકાસની અપેક્ષા રાખે છે. શહેરીજનોની ફરિયાદ છે કે, ખંભાળીયા એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક છે છતા અહીં જોઈએ તેટલો વિકાસ થયો નથી. શિક્ષણ, સ્વાસ્થ અને સારા રસ્તાઓની સુવિધા માટે ઘણુ બધુ કામ કરવાની જરૂર છે.
1995માં પહેલીવાર ગુજરાતમાં ભાજપની જીત થઈ હતી
ગુજરાતમાં ભાજપની સત્તા સુધીની સફર પર નજર કરીએ તો 1995માં ભાજપે પ્રથમ વખત જીત મેળવી હતી, ત્યારબાદ તેને 121 બેઠકો મળી હતી. 1998માં ફરીથી ચૂંટણી થઈ ત્યારે ભાજપને 117 બેઠકો મળી હતી. 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો મળી હતી. 2012માં ભાજપે 2 વધુ બેઠકો ગુમાવી અને આંકડો 115 પર અટકી ગયો. 2017ની ચૂંટણીમાં, ભાજપે સીટોની દ્રષ્ટિએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને પાર્ટી માત્ર 99 બેઠકો મેળવીને 100ના આંકડાને સ્પર્શી શકી નહોતી.
————–
10, 2022 | 10:11 AM
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામમાં જામનગર જિલ્લામાં ભાજપે પાંચ પૈકી ચાર બેઠકો મેળવી, એક બેઠકમાં આમ આદમી પાર્ટીએ કબજો કર્યો. જામનગર જીલ્લાની પાંચ બેઠકોમાંથી 2017માં ગ્રામ્યની ત્રણ બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો અને શહેરની બે બેઠકો પર ભાજપનો કબજો રહ્યો હતો. પેટાચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠકની ફરી ભાજપે મેળવી હતી. આ વખતે કોંગ્રેસ ભાજપની સાથે આપની સામે પણ હાર્યુ. મોટાભાગની બેઠકો પર આપ કરતા પણ ઓછા મત કોંગ્રેસે મેળવ્યા છે.
શહેરની બે બેઠક પર ભાજપની જંગી લીડથી જીત
જામનગર શહેરની બંન્ને બેઠક પર ભાજપે ફરી કબ્જો જાળવી રાખ્યો છે. જામનગર દક્ષિણ બેઠક તો પરંપરાગત ભાજપનો ગઢ ગણાય છે. તો જામનગર ઉત્તર બેઠક પર બીજી વખત ભાજપે ગર્વભેર જીત મેળવી છે. જામનગરની ઉત્તર બેઠક પર ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ જંગી લીડથી જીત મેળવી છે. શહેરની આ બે બેઠક પર બંન્ને ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડયા અને જંગી લીડથી જીત્યા. 78 જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજાનો 53570 મતની લીડથી વિજય મેળવ્યો છે. તો 79 જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના દિવ્યેશ અકબરીનો 62697 મતની સરસાઈથી વિજય થયો.
રીવાબા જાડેજા પ્રથમ વખત રાજકીય પીચ પર દાવ અજમાવ્યો અને પતિ રવિન્દ્ર જાડેજા જેવી રીતે ક્રિકેટની પીચ પર પોતાની સ્થાન બનાવ્યુ તેવી રીતે રીવાબા જાડેજાએ પતિની જેમ રાજકીય પીચ પર પ્રથમ મેચમાં અડધા લાખથી વધુની લીડથી વિજય મેળવી લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંપતિ મળ્યા બાદ ભાજપના જોડાયા હતા. ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રસ્ટના માધ્યમથી સામાજીક કાર્યકર બની લોકો વચ્ચે રહ્યા. ખાસ મહિલાઓ માટે કામગીરી કરી.
જામનગરની ઉત્તર બેઠક કોંગ્રેસ કરતા આપનુ સારૂ પ્રદર્શન
જામનગર શહેરની 78 જામનગર ઉત્તર બેઠક પર ભાજપ તો સારી સરસાઈથી વિજય થયુ છે. પરંતુ બીજા ક્રમાંકે આમ આદમી પાર્ટી રહ્યુ છે. જયારે કોંગ્રેસ ત્રીજા નંબરે ફેકાયુ છે. ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાને 88835 મત મળ્યા છે. તો આમ આદમી પાર્ટીના કરશન કરમુરને 35265 મત મળ્યા છે. તો કોંગ્રેસના બીપેન્દ્રસિંહ જાડેજા ત્રીજા નંબરે રહ્યા જેમને 23274 મત મળ્યા છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવાર મેદાને હતા. પરંતુ ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ રહ્યો હતો. જેમાં ભાજપની જીત, આપ બીજા સ્થાને તો કોંગ્રેસ ત્રીજા નંબરે ફેકાયુ.
78 જામનગર ઉત્તર બેઠક પર પોસ્ટલ મત
આ બેઠકના નોટોને 2444 મત મળ્યા. તો પોસ્ટલ મતદાનમાં ભાજપને 716, આમ આદમી પાર્ટીને 447 મત અને કોંગ્રેસને 186 મત મળ્યા છે. જામનગર શહેરની દક્ષિણ બેઠક પર લાંબા સમયથી ભાજપનો કબજો રહ્યો છે. જે જાળવી રાખવામાં ભાજપને ભવ્ય સફળતા મળી છે. ચૂંટણીના પરીણામમાં નજર કરીએ તો ભાજપની માત્ર જીત જ નહી, પરંતુ ગૌરવભૈર જંગી લીડથી જીત થઈ છે. જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત દાવ અજમાવ્યો. જેમાં 62697 ની લીડથી વિજય થયો. ભાજપને કુલ 86492 મત મેળવ્યા. જેમાં બીજા ક્રમાંકે કોંગ્રેસને 23795 મત મળ્યા. અને આમ આદમી પાર્ટીને 16585 મત મળ્યા. 2182 મત નોટોમાં પડયા.
—————–
કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 11 નેતાઓને ગુજરાતમાં મળી ભવ્ય જીત, 3એ બેઠક ગુમાવી
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના અનેક લોકો ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. જેમાંથી કોંગ્રેસે 14ને ટિકિટ આપી હતી. જેમાંથી ત્રણ લોકોને બાદ કરતા તમામે ભાજપની ટિકિટ પર જીત મેળવી છે.
Gujarat Result Analysis 2022 : કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 11 નેતાઓને ગુજરાતમાં મળી ભવ્ય જીત, 3એ બેઠક ગુમાવી
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022
Tanvi Soni Dec 10, 2022 | 12:07 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો સાથે જીત મેળવી છે. કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. જો કે જીતેલી આ તમામ 156 બેઠકો પૈકી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 12 ભૂતપૂર્વ ધારાસભ્યો અને બે ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્યના પુત્રને ટિકિટ આપી હતી. એટલે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલ 14ને ટિકિટ મળી હતી. જેમાંથી કુલ 11 લોકોએ જીત મેળવી છે.
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના અનેક લોકો ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. જેમાંથી કોંગ્રેસે 14ને ટિકિટ આપી હતી. જેમાંથી ત્રણ લોકોને બાદ કરતા તમામે ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ભૂપેન્દ્ર ભાયાણીએ પૂર્વ કોંગ્રેસી અને હાલમાં ભાજપના નેતા એવા હર્ષદ રિબડિયાને હરાવ્યા છે. જવાહર ચાવડાએ માર્ચ 2019માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને બાદમાં ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી જીતી હતી, જો કે 2022ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે લગભગ 3,000 મતોથી હારી ગયા છે.
182 પૈકી એકમાત્ર કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારની જીત
અમદાવાદ શહેરના જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત થઇ છે. ઈમરાન ખેડાવાલાએ મુસ્લિમ બહુમતીવાળા મતવિસ્તારમાં ભાજપના તેમના નજીકના હરીફ ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા, જ્યાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) રાજ્ય પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા પણ મેદાનમાં હતા.
વિધાનસભા દળની બેઠકમાં કેન્દ્રીય નિરિક્ષકો રહેશે હાજર
ગુજરાતના નવા મંત્રીમંડળના નિર્માણ માટે આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાશે. નવા મંત્રીમંડળ માટે ભાજપ દ્વારા રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડાને નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણેય નિરીક્ષક નવા મુખ્યમંત્રી મંડળ માટે ગુજરાત આવશે. ગુજરાત આવીને નિરીક્ષકો સૌપ્રથમ વિધાનસભા દળની બેઠકમાં હાજરી આપશે. આજે પક્ષના નેતાના નામની સત્તાવાર જાહેરાત કરાશે. સીએમના નામની જાહેરાત બાદ ભાજપની ડેલીગેશન રાજભવન જશે. તો સરકારના મંત્રીમંડળમાં અનેક જુના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.
—————–
ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાઈ છે જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મૂક્યો હતો. પૂર્ણેશ મોદી, મનિષા વકીલ અને રમણ પાટકરે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. નવા મંત્રીમંડળની રચના માટે ભાજપના નિરિક્ષકો રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડા સહિતના નિરીક્ષક કમલમ ખાતે પહોંચી ગયા હતા. વિધાનસભા દળની બેઠક બાદ સાંજે 4 કલાકે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. નવી સરકારની શપથવિધી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.
સીએમના નામની જાહેરાત બાદ ભાજપની ડેલીગેશન રાજભવન જશે. તો સરકારના મંત્રીમંડળમાં અનેક જૂના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.
નવા ધારાસભ્યોએ કમલમથી આપી આ પ્રતિક્રિયા
હાલ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, શંકરસિંહ ચૌધરી, જેઠા ભરવાડ, શંભુ પ્રસાદ ટુંડિયા, જીતુ વાઘાણી, લવિંગજી ઠાકોર,નરેશ પટેલ સહિતના ધારસભ્યો કમલમ પહોંચ્યા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું, હું ભાજપનો કાર્યકર્તા છું, પાર્ટી જે જવાબદાર સોંપશે તે પૂર્ણ કરી. તો બેઠકમાં ભાગ લેવા આવેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કહ્યું કે, કોઈ પ્રધાન પદની લાલસા નથી, પક્ષે ટિકિટ આપી એ જ મોટી વાત. ધારાસભ્ય દળની બેઠકમાં આવેલા થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ચૂંટણી દરમિયાન કરેલા સંકલ્પ પૂરા કરવાની ખાતરી આપી. વધુમાં તેમણે કહ્યું કે-પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની રાજનીતિ થઈ છે. સંકલ્પ કરેલા કાર્યો પૂરા કરવા માત્ર ધારાસભ્ય નહીં પણ કાર્યકરોની ટીમ પણ તેમાં કાર્યરત રહેશે. બીજી તરફ પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય. આ નિવેદન આપ્યું છે કુંવરજી બાવળિયાએ. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ ધારાસભ્ય દળની બેઠક પહેલા મંત્રી મંડળમાં સ્થાન અંગે કુંવરજી બાવળિયાએ કહ્યું કે પાર્ટી જે નિર્ણય કરશે તે સ્વીકારીશ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સમાજના લોકો મારા પ્રત્યે મીટ માંડીને બેઠા છે.
તો ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા છે. કમલમ પહોંચેલા વિજય રૂપાણી ભાજપની આ ઐતિહાસિક જીત ગણાવી. વધુમાં તેમણે કહ્યું ભાજપની આ ભવ્ય જીતની સાથે ગુજરાતમાં કૉંગ્રેસના સૂપડા પણ સાફ થઈ ગયા છે.
—————
નવા CM, વાંચો ક્યાંથી કરી હતી કારકીર્દિની શરુઆત
જે રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ ન તોડી શક્યા તે રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) તોડી બતાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે. વર્ષ 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે સૌથી વધુ 149 બેઠકો જીતી હતી.
ગુજરાતના રાજકારણનો નવો રેકોર્ડ સર્જનારા ભુપેન્દ્ર પટેલ બનશે ગુજરાતના નવા CM, વાંચો ક્યાંથી કરી હતી કારકીર્દિની શરુઆત
જાણો ભુપેન્દ્ર પટેલની કારકીર્દિ વિશે
Tanvi Soni Dec 10, 2022 | 4:08 PM
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો પર જીત મેળવીને ભુપેન્દ્ર પટેલે ગુજરાતના રાજકારણનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. જે રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ ન તોડી શક્યા તે રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે તોડી બતાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે. વર્ષ 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે સૌથી વધુ 149 બેઠકો જીતી હતી. જો કે 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે 27 વર્ષના શાસનમાં સૌથી વધુ બેઠકો અપાવી છે. ઘાટલોડિયા બેઠક પર સતત બીજી વખત રેકોર્ડબ્રેક લીડથી ભુપેન્દ્ર પટેલે વિજય મેળવ્યો છે. 2017માં તેમણે 1,17,750 મતોની લીડ સાથે જીત મેળવી છે. તો 2022માં 1,92,263 મતોની લીડથી જીત મેળવી છે. વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ લીડથી જીતવામાં હવે તે ત્રીજા સ્થાને છે. 2017માં પ્રથમ વખત તેઓ વિધાનસભા ચૂંટણી જીત્યા અને સીધા જ મુખ્યપ્રધાન બન્યા છે.
અગંત જીવન (Personal Detail)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આખું નામ ભૂપેન્દ્ર ભાઈ રજનીકાંત પટેલ છે તેમનો જન્મ 15 જૂલાઈ, 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. મૂળ તેઓ શીલજના છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પ્રકૃતિએ તેઓ આધ્યાત્મિક છે અને પૂ. શ્રી દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના અનુયાયી છે.
શિક્ષણ (Education)
ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. ઉપરાંત, મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રસ ધરાવે છે.
પરિવાર (Family)
તેમના ધર્મપત્નીનું નામ હેતલ પટેલ છે ભૂપેન્દ્ર પટેલના દીકરાનું નામ છોકરાનું નામ અનુજ પટેલ છે જે એન્જિનિયર છે અને પુત્રવધૂનું નામ દેવાંશી પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની દીકરી ડો. સુહાની પટેલ ડેન્ટિસ્ટ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જ જોડાયેલા છે.
રાજકીય કારર્કિર્દી (Political Career)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઈ નગરપાલિકાના સભ્ય તરીકે થઈ હતી. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી હતી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી ગુજરાત વિધાસનભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ વર્ષ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેમને વર્ષ1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ 1999-2000 અને 2004 -2006ના સમયગાળા દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવી.
વર્ષ 2008-2010 દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી. ત્યારબાદ વર્ષ 1010 થી ૨૦૧5 દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલે થલતેજ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર તરીકે સેવાઓ આપી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. વર્ષ 2015માં ભૂપેન્દ્ર પટેલને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેનપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ વર્ષ 2017માં તેઓ ઘાટલોડીયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 1, 17, 000 મતોથી ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા.
—————–
10, 2022 | 5:36 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. જો કે મળતી માહિતી પ્રમાણે 12 ડિસેમ્બરે માત્ર મુખ્યપ્રધાન શપથ લેશે. મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે. 12 ડિસેમ્બરે 1 થી 3 વાગ્યા સુધી શપથવિધિ યોજાશે. સાંજે 4 વાગે CM ભુપેન્દ્ર પટેલ તથા સીઆર પાટીલ દિલ્હી જશે. દિલ્હી ખાતે પ્રધાનમંડળના નામને લઈ ચર્ચા થશે.
CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.
મંત્રીમંડળ અંગે બેઠકમાં કરાઇ ચર્ચા
નવા મંત્રીમંડળને લઇને CM નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં નવા અને જૂના ચહેરાઓની પસંદગી અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં સિનિયર નેતામાં હર્ષ સંઘવી, ગણપતસિંહ વસાવા, રમણ વોરા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી સહિતના નામની ચર્ચા કરાઇ હતી. જ્યારે નવા ચહેરાઓમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલા,અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગડના નામની ચર્ચા કરાઇ હતી. તો મહિલા ચહેરાઓમાં નિમિષા સુથાર, મનીષા વકીલ,સંગીતા પાટીલ,દર્શના દેશમુખ સહિતના નામની ચર્ચા કરાઇ હતી.
શપથ સમારોહમાં મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા
તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયું છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, CMના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
————–
ગુજરાતમાં નવી સરકારના પ્રધાનમંડળની રચનાની કવાયત શરૂ થઇ છે. ત્યારે વડોદરાને પણ ફરી એક વખત સરકારમાં મજબૂત પ્રતિનિધિત્વ મળી શકે છે. વડોદરા શહેર અને જિલ્લાની પ્રજાએ ભાજપને 9 બેઠકો આપી છે ત્યારે આ 9 ધારાસભ્યોમાંથી વડોદરાની પ્રજાના પ્રતિનિધિ તરીકે કોને સ્થાન મળી શકે તેની પર ચર્ચાઓનો દોર શરૂ થયો છે. વડોદરાના જે 9 ધારાસભ્યો ચૂંટાયા છે તે પૈકી 3 ધારાસભ્યોના નામ હાલ ચર્ચાઇ રહ્યા છે. તેમાં રાવપુરાના ધારાસભ્ય બાલુ શુક્લ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાનો સમાવેશ થાય છે.
સૌપ્રથમ વાત કરી બાલુ શુક્લની તો બાલુ શુક્લ વડોદરાના સાંસદ રહી ચૂક્યા છે, મેયર રહી ચૂક્યા છે અને પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી છે. આ ઉપરાતં તેઓ વિવિધ સમિતિઓમાં પણ સેવાઓ આપી ચૂક્યા છે. RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા બાલુ શુક્લને વડાપ્રધાન મોદીની નજીકના માનવામાં આવે છે. બીજા દાવેદાર મનીષા વકીલની વાત કરીએ તો પૂર્વ સીએમ આનંદીબેન પટેલની નજીક ગણાતા મનીષા વકીલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. વળી અત્યાર સુધી તેમની સાથે કોઇ વિવાદ પણ નથી સંકળાયેલો. શિક્ષક હોવાના નાતે તેમણે બહુ ઝડપથી વહીવટી અનુભવમાં નિપુણતા કેળવી છે. ત્રીજા દાવેદાર કેયુર રોકડીયા હાલ વડોદરા શહેરના મેયર પદે આરૂઢ છે. આ ઉપરાંત તેઓ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને FRCમાં કમિટી મેમ્બર રહી ચૂક્યા છે.
મહત્વનું છે કે, આખા ગુજરાતની જેની પર મીટ મંડાયેલી હતી તે વાઘોડિયા બેઠક પરથી ભાજપ ના બીજા બળવાખોર નો પરાજય થયો, મધુ શ્રીવાસ્તવની તો હાર થઈ છે. ભાજપના ઉમેદવાર જેઓ જિલ્લા સંગઠન ના પ્રમુખ પણ છે તે અશ્વિન પટેલનો પણ પરાજય થયો, કોંગ્રેસે પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ ને આ બેઠક પરથી જંગમાં ઉતાર્યા હતા તેઓ પણ કાઈ ખાસ ઉકાળી શક્યા નહી પરંતુ 2017ની ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો.
—————-
ગુજરાતના નવા મંત્રીમંડળને લઇને મહત્વની બેઠક, ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને ગૃહ મંત્રી અમિત શાહ પીએમ નિવાસે પહોંચ્યા
Dec 10, 2022 | 5:56 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. જો કે તેમા મંત્રીમંડળના સભ્યોને લઇને ચર્ચા કરવા ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી પહોંચ્યા છે. તેમજ તેવો પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ ,ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પીએમ મોદીના નિવાસ સ્થાને પહોંચ્યા છે .
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. જો કે મળતી માહિતી પ્રમાણે 12 ડિસેમ્બરે માત્ર મુખ્યપ્રધાન શપથ લેશે. મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે. 12 ડિસેમ્બરે 1 થી 3 વાગ્યા સુધી શપથવિધિ યોજાશે
CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.
——————
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આંતરિક જૂથવાદનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ જિલ્લાની કેટલીક બેઠકોમાં ભાજપનું એક જૂથ ભાજપના ઉમેદવારને હરાવવા માટે મેદાને ઉતર્યું હતું જેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ પહોંચી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપના મોવડી મંડળે ઉમેદવારો સાથે ચર્ચા કરીને તેની વિધાનસભામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓની યાદી તૈયાર કરી છે, જેને પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરીને ટૂંક સમયમાં શિસ્તભગના પગલાં લેવાય તેવી પણ તૈયારી છે.
રાજકોટ પૂર્વ બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ મેદાને હતા. આ બેઠક પર ભાજપના જ એક જૂથે ઉદય કાનગડને હરાવવા માટે કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઉદય કાનગડે પણ ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં ખુલ્લેઆમ આ વાત જાહેર કરી હતી અને કહ્યું હતું કે કેટલાક લોકો કેસરિયો ખેસ પહેરીને પંજા માટે કામ કરી રહ્યા હતા. ઉદય કાનગડની આ વાત સાથે રાજકોટ દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર રમેશ ટીલાળાએ પણ સુર પુરાવ્યો હતો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાની વાત મૂકી હતી.
જસદણમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ
આ તરફ જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને હરાવવા માટે અને કોંગ્રેસના ઉમેદવાર ભોળા ગોહિલને જીતાડવા માટે સમર્થન કરવાની ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં ગજેન્દ્ર રામાણીએ કુંવરજી બાવળિયાને હરાવીને ભોળા ગોહિલને જીતાડવા કાર્યકર્તાઓને સૂચન કર્યું હતું અને જય ભોળાનાથના નામથી સાંકેતિક સંદેશો આપવા પણ કહ્યું હતું. આ અંગે કુંવરજી બાવળિયાએ ભાજપના પ્રદેશ મવડી મંડળને રજૂઆત કરી છે.
જેતપુરમાં સપાના ઉમેદવારને ઉભો કરવામાં પાછલા બારણે ભાજપનું જ એક જૂથ
રાજકોટ જિલ્લાની સૌથી મજબૂત ગણાતી જેતપુર વિધાનસભા બેઠકમાં પણ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ભાજપના નેતા જયેશ રાદડિયાની સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે એક વ્યક્તિએ ફોર્મ ભર્યું. આ વ્યક્તિ આ વિસ્તારની નોંધપાત્ર વસ્તી ધરાવતા ખાંટ સમાજમાંથી આવતા હતા, જે વિધાનસભામાં 24,000થી વધારે મત લઈ ગયા, જેના કારણે જયેશ રાદડિયાની લીડ કપાઈ. આ ઉમેદવાર પાછળ ભાજપનું જ એક જૂથ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને ભાજપ એક શિષ્ટબંધ પાર્ટી છે ત્યારે પાર્ટી વિરુદ્ધ કામ કરનાર તમામ લોકોને નામની યાદી પ્રદેશ સમક્ષ રજૂ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી પણ શક્યતા છે.
—————–
ગુજરાતમાં સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ પૂર્વે પીએમ મોદી રોડ-શો યોજશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડના શપથ સમારોહ સ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોને લઈ સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. જો કે મળતી માહિતી પ્રમાણે 12 ડિસેમ્બરે માત્ર મુખ્યપ્રધાન શપથ લેશે. મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે. 12 ડિસેમ્બરે 1 થી 3 વાગ્યા સુધી શપથવિધિ યોજાશે
CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.
—————
Dec 11, 2022 | 11:56 AM
12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ગઈ કાલે મોડી રાત્રે મંત્રીમંડળના નામ પર મહોર લાગી ગઇ છે. આવતીકાલે 20થી વધુ મંત્રીઓ શપથ લે એવી શક્યતા છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. વડાપ્રધાન મોદી આજે રાત્રે જ ગુજરાત પહોંચી જવાના છે. વડાપ્રધાન અગાઉ 12 ડિસેમ્બરે ગુજરાત આવવાના હતા. જો કે હવે તેમના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન રાત્રે 10 વાગે જ અમદાવાદ એરપોર્ટ આવવાના છે. વડાપ્રધાન ગોવાથી સીધા જ ગુજરાત પહોંચવાના છે. આવતીકાલે નવી સરકારના શપથ વિધિમાં પીએમ મોદી હાજર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 32 રેલી અને 32 સભાઓ સંબોધી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચારે ચાર ઝોનમાં પ્રચાર કર્યો હતો અને સતત નરેન્દ્ર અને ભુપેન્દ્રની જોડીની વાત કરી હતી. જે પછી 156 બેઠક સાથે ભાજપનો ગુજરાતમાં વિજય થયો છે. ત્યારે આવતીકાલે મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેવાના છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથવિધિના દિવસે જ એટલે કે 12 ડિસેમ્બરે ગુજરાત આવવાના હતા. પરંતુ વડાપ્રધાનના નવા જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન મોદી આજે જ રાત્રે 10 વાગ્યે ગુજરાત પહોંચવાના છે. અમદાવાદ એરપોર્ટથી રાજભવન ખાતે તેમનું રાત્રિરોકાણ કરવાના છે.
ગઇકાલે દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક ગુજરાતના પ્રધાન મંડળને લઇને મળી હતી. નામો શોર્ટલિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન આજે રાત્રે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ફાઇનલ નામોની ચર્ચા થઇ શકે તેવી પણ માહિતી મળી છે. જે પછી પ્રધાન મંડળમાં જેનો પણ સમાવેશ કરવાનો છે. તેમાંથી કેટલાકને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા છે. તો કેટલાકને હજુ ફોન કરવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘરે વહેલી સવારથી ધારાસભ્યો પહોંચી રહ્યા છે.
CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.
શપથ સમારોહમાં મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા
તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયું છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, CMના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
—————
11, 2022 | 12:54 PM
ભુપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેવાના છે. ગુજરાતમાં પ્રચંડ જીત બાદ નવી સરકાર રચવા અંગે ગઇકાલે દિલ્લીમાં મેરેથોન બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતના સીએમ સાથે મંત્રીમંડળમાં કોણ રહેશે તે અંગેના નામો પર અંતિમ મહોર પણ લાગી ગઇ છે. ત્યારે નવી સરકારના શપથ ગ્રહણ પહેલા જૂના મંત્રીઓ સાથે મુખ્યપ્રધાને મુલાકાત કરી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમય ગુજરાતની ભુપેન્દ્ર સરકાર સાથે જે પણ મંત્રીઓ હતા તે તમામને ભુપેન્દ્ર પટેલે આમંત્રણ આપીને બોલાવ્યા અને તમામ સાથે મુલાકાત કરી તેમનો આભાર માન્યો.
ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓને મુખ્યમંત્રી તરફથી તેંડુ મોકલવામાં આવ્યુ છે. જેમનું નામ નવા મંત્રીમંડળ માટે ફાઇનલ કરવામાં આવ્યુ છે તે તમામ મંત્રીઓ સીએમ નિવાસ્થાને પહોંચ્યા છે. નવી સરકારના શપથ ગ્રહણ પહેલા જૂના મંત્રીઓ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ઔપચારિક મુલાકાત કરી અને દોઢ વર્ષની સરકારની કામગીરીને બીરદાવી. તમામ મંત્રીઓના સાથ સહકારનો આભાર માન્યો છે. જૂના મંત્રીઓ સાથે મુખ્યપ્રધાનનું ફેરવેલ લંચ પણ છે. આ દરમિયાન સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે.
જુના તમામ પ્રધાનો સાથે CMની બેઠક
કોઇ પણ ઉમેદવારની જ્યારે પક્ષમાંથી ટિકિટ વહેંચણી થાય ત્યારે પોતે ઉમેદવાર બને તેવી ઇચ્છા હોય છે અને જીતી ગયા બાદ પોતાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ઇચ્છા હોય છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે આ વખતે મંત્રીમંડળમાં 22 જેટલા પ્રધાનોનો સમાવેશ કરવામાં આવશે. ત્યારે આવતીકાલના શપથસમારોહ સુધી આ જીતી ગયેલા તમામ ધારાસભ્યો માટે અઘરો સમય માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ તમામ વચ્ચે CM ભુપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને મહત્વની બેઠક બોલાવી. મુખ્યમંત્રીએ આજે ગત ટર્મમાં તેમની સરકારમાં રહી ચુકેલા રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના તમામ પ્રધાનોને બોલાવ્યા અને તમામ પ્રધાનો સાથે બેઠક કરી.
મંત્રી મંડળમાં નવા ચહેરાઓને મળશે સ્થાન
ગત એકથી દોઢ વર્ષ દરમિયાન જે કામગીરી થઇ હતી. તે સરકારની ઇમેજને સુધારવાની કામગીરી થઇ હતી. તેમાં તમામ પ્રધાનોએ ભુપેન્દ્ર પટેલની ઇમેજ મેકિંગમાં મદદ કરી હતી. ત્યારે ભુપેન્દ્ર પટેલે આ તમામને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા અને તેમનો આભાર માન્યો. હવે નવી સરકાર રચાઇ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ બધા જ જુના પ્રધાનોને નવા પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે તે નક્કી નથી. ત્યારે કેટલાક પ્રધાનોને ડ્રોપ કરવામાં આવી શકે છે. ત્યારે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓ પણ આવશે. એટલે જુના મંત્રીઓ સાથે ભુપેન્દ્ર પટેલે શુભેચ્છા મુલાકાત કરી. એક ફેરવેલ લંચનું પણ આયોજન કરવામાં આવ્ચુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સીએમ નિવાસસ્થાને હાજર છે.
હેલ્ધી વાતાવરણ બનાવવા પ્રયાસ
ભાજપ દ્વારા એક હેલ્ધી વાતાવરણ બનાવવામાં આવી રહ્યુ છે. એટલે કે નવા મંત્રી મંડળમાં ભલે તેમનો સમાવેશ ન થાય, જવાબદારી કોઇને પણ મળે પણ અન્ય કોઇને મનદુખ ન થાય તે પ્રમાણેનું વાતાવરણ સર્જવામાં આવી રહ્યુ છે.
————-
11, 2022 | 2:39 PM
ગુજરાતની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે અને વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ આપ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે. ભૂપત ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાવાનું નક્કી કરતા AAPને મોટો ઝાટકો લાગ્યો હતો. ચૂંટણી પરિણામોમાં AAP ને કુલ પાંચ બેઠક મળી હતી . તેમાંથી વિસાવદર બેઠક ઉપરના ધારાસભ્યએ આપ છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. નવી શપથ વિધી પહેલા જ આ મોટા સમાચાર સામે આવ્યા હતા. ઉપરાંત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે આપના અન્ય 4 ધારાસભ્યો પણ ભાજપના મોવડી મંડળના સંપર્કમાં છે.
ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રીબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા. ભૂપત ભાયાણી બે વર્ષ પહેલા જ ભાજપમાંથી AAPમાં જોડાયા હતા, પરંતુ ચૂંટણી જીતતા જ હવે AAP પ્રત્યેનો તેમનો મોહ અચાનક જ તૂટી ગયો છે અને ભાયાણી ઘરવાપસી તરફ વળી ગયા છે.. જો કે, AAPની કફોડી સ્થિતિ આટલેથી અટકે તેવું લાગતું નથી.
ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતને આપ્યો રદિયો, અપક્ષ ધારાસભ્યો કરી શકે છે ઘર વાપસી
AAPના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગેની વાત અફવા છે અને તેમણે ભાજપમાં જોડાવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી.
શપથવિધી પહેલા ગુજરાતના રાજકારણમાં વધી હલચલ, ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતને આપ્યો રદિયો, અપક્ષ ધારાસભ્યો કરી શકે છે ઘર વાપસી
ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતનું કર્યું ખંડન
Manasi Upadhyay Dec 11, 2022 | 3:14 PM
વિસાવદરમાંથી આપના વિજેતા બનેલા ઉમેદવાર ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગેની વાત અફવા છે અને તેમણે ભાજપમાં જોડાવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. નોંધનીય છે કે થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે વિસાવદરના આપના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા ભૂપત ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાશે અને તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે. જોકે હાલમાં તો ભૂપત ભાયાણીએ ટીવી9 સાથેની વાતચીતમાં આ બાબતને અફવા ગણાવી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે મારા સમર્થકો તેમજ કાર્યકરો મને જે કહેશે તે પ્રમાણે હું કરીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં ભાજપને કોઈ ધારાસભ્યો ઘટના નથી. મને પેૈસા આપ્યા હોવાની ચર્ચાઓ તથ્ય વિનાની છે. સાથે જ તેમણે કહ્યું હતું કે હું આપથી નારાજ પણ નથી.
તો બીજી તરફ ગુજરાતમાં નવા મંત્રીઓની શપથ વિધી થાય તે અગાઉ એવા પણ અહેવાલ પ્રાપ્ત થયા હતા કે અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉભા રહેલા અને વિજેતા બનેલા ધારાસભ્યો ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી શકે છે. ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.
શપથવિધીની તડામાર તૈયારીઓ
ગુજરાતના રાજકારણમાં મોટા ઉલેટફેર તેમજ પક્ષપલટાના સમાચાર વચ્ચે વિધાનસભા ગ્રાઉન્ડ ખાતે શપથવિધીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેવાના છે. ગુજરાતમાં પ્રચંડ જીત બાદ નવી સરકાર રચવા અંગે ગઇકાલે દિલ્લીમાં મેરેથોન બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતના સીએમ સાથે મંત્રીમંડળમાં કોણ રહેશે તે અંગેના નામો પર અંતિમ મહોર પણ લાગી ગઇ છે. ત્યારે નવી સરકારના શપથ ગ્રહણ પહેલા જૂના મંત્રીઓ સાથે મુખ્યપ્રધાને મુલાકાત કરી છે.
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમય ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર સાથે જે પણ મંત્રીઓ હતા તે તમામને ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ આપીને બોલાવ્યા અને તમામ સાથે મુલાકાત કરી તેમનો આભાર માન્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાત પહોંચી જવાના છે અને આવતીકાલે CM ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના શપથ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
મળતી માહિતી પ્રમાણે આ વખતે મંત્રીમંડળમાં 22 જેટલા પ્રધાનોનો સમાવેશ કરવામાં આવશે. તેવી પણ માહિતી મળી છે કે જેનો પ્રધાન મંડળમાં સમાવેશ કરવાનો છે. તેમાંથી કેટલાકને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા છે. તો કેટલાકને આજે ફોન કરીને જાણ કરવામાં આવી છે.
————-
12 ડિસેમ્બરે મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે ગુજરાતના નવા પ્રધાનમંડળને લઇને Tv9 ગુજરાતી પાસે Exclusive જાણકારી સામે આવી છે. CM ભુપેન્દ્ર પટેલની સરકારમાં 24 સભ્યોનું પ્રધાનમંડળ હોવાની શક્યતા છે. 11 ધારાસભ્યોને કેબિનેટકક્ષાના પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. તો 13 ધારાસભ્યોને રાજ્યકક્ષાનો હવાલો સોંપાય તેવી શક્યતા છે. આવતીકાલે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રધાનો શપથ લેવાના છે.
નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.
નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં કોણ ?
જો કેબિનેટની વાત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અથવા રમણ વોરા, મુળુ બેરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, ગણપત વસાવા આ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ભાજપના ઘણા સિનિયર ચહેરાઓ છે. આ ચહેરાઓને જાતિગત સમીકરણને લઇને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. ઝોન વાઇસ પણ આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
ગઇકાલે દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક ગુજરાતના પ્રધાન મંડળને લઇને મળી હતી. નામો શોર્ટલિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન આજે રાત્રે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ફાઇનલ નામોની ચર્ચા થઇ શકે તેવી પણ માહિતી મળી છે. જે પછી પ્રધાન મંડળમાં જેનો પણ સમાવેશ કરવાનો છે. તેમાંથી કેટલાકને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા છે. તો કેટલાકને હજુ ફોન કરવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘરે વહેલી સવારથી ધારાસભ્યો મળવા માટે પહોંચ્યા હતા.
રાજ્યકક્ષાના પ્રધાન કોણ બની શકે ?
રાજ્યકક્ષાના પ્રધાનોની વાત કરવામાં આવે તો ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું નામ મોખરે ચાલી રહ્યુ છે. તેની સાથે જ વડોદરામાંથી બાલકૃષ્ણ શુક્લ કે જે RSS પરિવારમાંથી આવે છે. તેઓ ભૂતકાળમાં અનેક જવાબદારી નિભાવી ચુક્યા છે. જગદીશ વિશ્વકર્મા ભૂતકાળની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. સહકારનો સ્વતંત્ર હવાલો પણ સંભાળી ચુક્યા છે. તેમનો સમાવેશ થઇ શકે છે. અમદાવાદના મહિલા ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્યકક્ષા પ્રધાનોમાં સ્થાન મળી શકે છે.ૉ
મહિલા ચહેરાઓની વાત કરવામાં આવે તો મનીષા વકીલ અથવા ભાનુબેન બાબરીયામાંથી એકનો સમાવેશ રાજ્યકક્ષામાં થઇ શકે છે. આદિવાસી વિસ્તારમાં ડો. દર્શનાબેન દેશમુખ કે જે નાંદોદથી લડ્યા હતા, તેની સાથે જ પી.સી. બરંડાને સ્થાન મળી શકે તેમ છે. આ સાથે જ મુકેશ પટેલનું પણ નામ અહીં ચાલી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતના વધુ એક મંત્રી પણ રેસમાં છે. જો કોળી સમાજની વાત કરવામાં આવે તો પરષોત્તમ સોલંકી અથવા હિરા સોલંકીને સ્થાન મળી શકે છે. જુનાગઢમાં સંજય કોરડિયાને સ્થાન મળી શકે છે. તે જ રીતે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વી. પી પટેલને પ્રાધાન્ય મળી શકે છે. પંકજ દેસાઇને પણ સ્થાન મળે તેવી શક્યતા છે. નહીં તો દંડક તરીકે તેમને ફરીથી કાર્યરત રાખવામાં આવી શકે છે.
—————-
કોની પાસે કેટલી મિલકત
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ધારાસભ્યોની સંપત્તિ અને ક્રાઇમ ફાઇલ રજૂ કરવામાં આવી છે. ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસ અને સંપત્તિને લઇ ADRએ અહેવાલ રજૂ કર્યો છે. ADRના અહેવાલ મુજબ જીતેલા 182માંથી 83 ટકા ધારાસભ્યો કરોડપતિ છે.
ADRએ જીતેલા 182 ધારાસભ્યોનો સંપત્તિ સહિતનો અહેવાલ રજૂ કર્યો, જાણો કોની પાસે કેટલી મિલકત
જાણો 182 પૈકી કેટલા ધારાસભ્યો કરોડપતિ
Tanvi Soni Dec 11, 2022 | 4:28 PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક જીતી છે. CM ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે આવતીકાલે શપથ લેવાના છે. ત્યારે હવે ADRએ જીતેલા 182 ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ અને સંપત્તિનો અહેવાલ રજૂ કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં જીતેલા 83 ટકા ધારાસભ્યો કરોડપતિ હોવાનું સામે આવ્યુ છે. કુલ 182 ઉમેદવારો પૈકી 151 ધારાસભ્યો કરોડપતિ હોવાનું સામે આવ્યુ છે. આ તમામની સરેરાશ મિલકત 16.41 કરોડ હોવાનું સામે આવ્યુ છે. ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસ અને શિક્ષણ અંગેની માહિતી પણ સામે આવી છે.
151 ધારાસભ્યો પાસે સરેરાશ 16.41 કરોડની મિલકત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ધારાસભ્યોની સંપત્તિ અને ક્રાઇમ ફાઇલ રજૂ કરવામાં આવી છે. ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસ અને સંપત્તિને લઇ ADRએ અહેવાલ રજૂ કર્યો છે. ADRના અહેવાલ મુજબ જીતેલા 182માંથી 83 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. 151 ધારાસભ્યો સરેરાશ 16.41 કરોડની મિલકત ધરાવે છે. જેમાં ભાજપના 132 અને કોંગ્રેસના 14 ધારાસભ્ય કરોડપતિ છે. તો AAP અને સમાજવાદી પાર્ટીનો 1-1 ધારાસભ્ય કરોડપતિ છે.
બીજી તરફ અપક્ષમાંથી જીતેલા ૩ ધારાસભ્ય પણ કરોડપતિ છે. ભાજપના 156 ધારાસભ્યો સરેરાશ 17.51 કરોડની મિલકત ધરાવે છે. જ્યારે કોંગ્રેસના 17 ધારાસભ્યો સરેરાશ 5.51 કરોડની મિલકત ધરાવે છે. તો AAPના 5 ધારાસભ્યો સરેરાશ 98.70 લાખની મિલકત ધરાવે છે.. જ્યારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો પાસે સરેરાશ 20.94 કરોડ સંપત્તિ છે. 3 અપક્ષ ધારાસભ્યોની સરેરાશ મિલકત 63.94 કરોડ છે.
ભાજપના 26 ધારાસભ્યો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
વિજેતા ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2022માં જીતેલા 22 ટકા ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં 16 ટકા ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. ADRના અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે ભાજપના 26 અને કોંગ્રેસના 9 ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે AAP, અપક્ષના 2-2 અને સમાજવાદી પાર્ટીનો 1 ધારાસભ્ય ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
ભાજપના 20 ધારાસભ્ય સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. તો કોંગ્રેસના 4, AAPના 2 અને અપક્ષના 2 ધારાસભ્ય સામે પણ ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં કોંગ્રેસના અનંત પટેલ, કિરીટ પટેલ અને ભાજપના કાળુ રાઠોડ સામે IPC 307નો ગુનો નોંધાયેલો છે. તો જેઠા ભરવાડ, જીગ્નેશ મેવાણી, ચૈતર વસાવા અને જનક તલાવીયા સામે મહિલા અત્યાચારના ગુના દાખલ થયેલા છે.
કોનો કેટલો અભ્યાસ ?
વિધાનસભાના જીતેલા 182માંથી 86 ધારાસભ્યોએ ધો. 5 થી 12 સુધીનો અભ્યાસ કરેલો છે. 83 ધારાસભ્યો ગ્રેજ્યુએટ અને તેથી વધુ ભણેલા છે. 7 ધારાસભ્યો સાક્ષર અને 6 ડિપ્લોમા હોલ્ડર છે.
—————
અપક્ષમાંથી ચૂંટાયેલા 3 ધારાસભ્યો ભાજપમાં જોડાશે, ત્રણ પૈકી બે ધારાસભ્ય કરશે ઘર વાપસી
Bhavesh Bhatti Dec 11, 2022 | 5:19 PM
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ જીતેલા ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. બનાસકાંઠાની ધાનેરા બેઠકથી અપક્ષ જીતેલા માવજી દેસાઈ અને બાયડથી અપક્ષ જીતેલા ધવલસિંહ ઝાલા ફરી એકવાર કેસરિયા કરશે. તો વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાશે. આ તમામ ધારાસભ્યો આવતીકાલ સુધીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. વાઘોડિયાથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના સિનિયર નેતાઓના સંપર્કમાં છે. તો અન્ય બે અપક્ષોએ અમદાવાદમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા તેમની પણ ભાજપમાં જોડાવવાની અટકળો તેજ બની છે. માવજી દેસાઈ અને ધવલસિંહ ઝાલા અગાઉ પણ ભાજપમાં રહી ચુક્યા છે. ત્યારે હવે તેઓ ઘર વાપસી કરી શકે છે.
તો આ પહેલા વિસાવદરમાંથી આપના વિજેતા બનેલા ઉમેદવાર ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગેની વાત અફવા છે અને તેમણે ભાજપમાં જોડાવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. નોંધનીય છે કે થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે વિસાવદરના આપના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા ભૂપત ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાશે અને તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે.
જોકે બાદમાં ભૂપત ભાયાણીએ TV9 સાથેની વાતચીતમાં આ બાબતને અફવા ગણાવી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે મારા સમર્થકો તેમજ કાર્યકરો મને જે કહેશે તે પ્રમાણે હું કરીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં ભાજપને કોઈ ધારાસભ્યો ઘટના નથી. મને પૈસા આપ્યા હોવાની ચર્ચાઓ તથ્ય વિનાની છે. સાથે જ તેમણે કહ્યું હતું કે હું આપથી નારાજ પણ નથી.
————-
શપથવિધિ સમારોહની તડામાર તૈયારી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ હેલીપેડ મેદાનની લીધી મુલાકાત
Dec 11, 2022 | 7:42 PM
ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.
નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં કોણ ?
જો કેબિનેટની વાત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અથવા રમણ વોરા, મુળુ બેરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, ગણપત વસાવા આ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ભાજપના ઘણા સિનિયર ચહેરાઓ છે. આ ચહેરાઓને જાતિગત સમીકરણને લઇને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. ઝોન વાઇસ પણ આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
——————
કોંગ્રેસની સમીક્ષા બેઠકો યોજાશે. જેમા સાંજે 4 કલાકે કોંગ્રેસના 17 ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં સોમવારે ઉત્તર ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પ્રમુખની બેઠક યોજાશે.182 વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની ઝોન મુજબ બેઠકો મળશે. હારના કારણો અંગે બેઠકમાં ચર્ચા કરાશે. જેમા ચૂંટણીમાં કોંગ્રસ ક્યાં નબળું પડ્યું એના તારણો કાઢવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં પૂર્વ પ્રમુખો અને પૂર્વ નેતા વિપક્ષો હાજર રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ભાજપે 156 બેઠકો સાથે જીત મેળવી છે. કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. જો કે જીતેલી આ તમામ 156 બેઠકો પૈકી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 12 ભૂતપૂર્વ ધારાસભ્યો અને બે ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્યના પુત્રને ટિકિટ આપી હતી. એટલે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલ 14ને ટિકિટ મળી હતી. જેમાંથી કુલ 11 લોકોએ જીત મેળવી છે.
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના અનેક લોકો ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. જેમાંથી કોંગ્રેસે 14ને ટિકિટ આપી હતી. જેમાંથી ત્રણ લોકોને બાદ કરતા તમામે ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ભૂપેન્દ્ર ભાયાણીએ પૂર્વ કોંગ્રેસી અને હાલમાં ભાજપના નેતા એવા હર્ષદ રિબડિયાને હરાવ્યા છે. જવાહર ચાવડાએ માર્ચ 2019માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને બાદમાં ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી જીતી હતી, જો કે 2022ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે લગભગ 3,000 મતોથી હારી ગયા છે.
——————-
અહીં ચુંટાવ એટલે લાલબત્તી પાક્કી સમજો!
આ બેઠક પરથી ચુંટાયેલા ધારાસભ્યોને મોટેભાગે પ્રધાન પદ પ્રાપ્ત થયુ છે. તો વળી પ્રજા પણ નસીબદાર કે તેમને મળનાર ધારાસભ્ય સરકારમાં હિસ્સો જ રહેતા હોય છે જેથી સમસ્યાઓના સમાધાન મેળવવા સરળ રહે છે
આ બેઠક પરથી વિજય મેળવ્યો એટલે જાણે ગઢ જીત્યા, અહીં ચુંટાવ એટલે લાલબત્તી પાક્કી સમજો!
Ramanlal Vora 5 વખત પ્રધાન બન્યા
Dec 11, 2022 | 9:20 PM
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી જીત્યા બાદ હવે સૌની નજર કોણ પ્રધાન બનશે, કોનો મંત્રી મંડળમા સમાવેશ થશે એ વાત પર છે. આ તક મળવી એ દરેક નેતા અને ધારાસભ્ય માટે ગર્વની વાત હોય છે. ઈડર વિસ્તારના લોકો જોકે આ માટે નસીબદાર છે, અહીંથી જાણે જેણે ચૂંટણી જીતી એ જાણે જંગ જીતી ગયો. કારણ કે મોટા ભાગે ઈડર બેઠકના ધારાસભ્યનો સમાવેશ પ્રધાન મંડળમા થવાનો સંયોગ રહ્યો છે. આ બેઠક પરથી અત્યાર સુધીમા માત્ર બે જ ધારાસભ્ય કમનસીબ રહ્યા છે કે, તેમનો સમાવેશ પ્રધાનમંડળમાં થઈ શક્યો નથી.
ઈડર વિધાનસભાની બેઠકને જીતવી એટલે જાણે ઉમેદવાર માટે જંગ જીતી ગયા. અંહી થી જેણે વિધાનસભા ની ચુંટણી જીતી એના માટે લોકગીત “અમે ઈડરીયો ગઢ જીતી ગયાનો આનંદ ભયો” જેવું જ રહેતું હોય છે. કારણ તે જે અહીં ચુંટણી જીતે એમને પ્રધાન મંડળમા સમાવેશ થવાના દરવાજા ખુલી જવાનો સંયોગ છે. આ બેઠક પર અત્યાર સુધી માત્ર બે જ ધારાસભ્ય ને પ્રધાન બનવાનો મોકો નથી મળી શક્યો, તો એ બંને ધારાસભ્ય ફરીથી રીપીટ પણ થઈ શક્યા નથી. આ બેઠક પર થી ૧૧ વખત ચૂંટાયેલા ધારાસભ્યો ને પ્રધાન મંડળમા સમાવેશ થવાનો મોકો મળ્યો છે. જેમા સૌથી વધારે વખત પાંચ વાર પ્રધાન રમણલાલ વોરા રહી ચૂક્યા છે. કરસનદાસ સોનેરી ત્રણ વાર પ્રધાન રહી ચુક્યા છે.
2022 માં રમણલાલ વોરા વિજયી
વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા ઈડર બેઠક પર મોટા માર્જીનથી વિજયી રહ્યા હતા. તેઓ કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકીને હરાવીને વિજયી રહ્યા હતા. રમણલાલ વોરા છઠ્ઠી વાર ઈડર બેઠકના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા છે. ફરીએકવાર તેઓ પ્રધાનપદના માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આ પહેલા તેઓ અંતિમવાર ગુજરાત વિધાસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે. બાદમાં 2017ની સામાન્ય ચુંટણીમાં તેમને સુરેન્દ્રનગરના દસાડાથી ટિકિટ આપવામાં આવી હતી.
માત્ર બે જ ધારાસભ્યોને લાલબત્તી ના મળી
આ અંગે વાત કરતા સાબરકાંઠાના રાજકિય વિશ્લેષક અતુલ દિક્ષીતે TV9 સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, અહીં અનોખો સંયોગ રહ્યો છે. અહીં જે જીતે એ મોટેભાગે પ્રધાનપદ મેળવે છે અથવા સ્પિકરપદ ભોગવે છે. આમ આના માટે ઈડરના લોકોને પણ નસીબદાર માનવા રહ્યા. અત્યાર સુધીમાં ગોવિંદભાઈ ભાંભી કે જે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચુંટણીમાં અહીંથી ધારાસભ્ય ચુંટાયા હતા તે પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શક્યા નહોતા. આ ઉપરાંત અંતિમવાર ચુંટાયેલા હિતુ કનોડીયા પણ પ્રધાનમંડળમાં સમાવેશ થઈ શક્યા નહોતા. આમ માત્ર બે જ ધારાસભ્યો આ બેઠક પરથી ચુંટાયા બાદ લાલબત્તીથી દુર રહ્યા હતા.
પૂર્વ પ્રધાન કરસનદાસ સોનેરીએ પણ TV9 સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, આ બેઠક નસીબદાર છે. અહીં ચુંટાવ એટલે પ્રધાનમંડળમાં હિસ્સો બનાવ મળે છે. કહ્યુ હું પોતે પણ સમાજકલ્યાણ પ્રધાન રહીને લોકોની સેવા કરવાની તક ઈડર બેઠક પરથી મેળવી શક્યો છું. બાદમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને રાજ્યના શિક્ષણ અને આરોગ્ય પ્રધાન તરીકે પણ સેવા કરવાનો મોકો ઈડર બેઠક પરથી ચુંટાઈને મેળવ્યો હતો.
ઈડરના ધારાસભ્યની યાદી
1962ઃ ગોવિંદભાઈ ભાંભી, ધારાસભ્ય
1967ઃ માનાભાઈ ભાંભી, ધારાસભ્ય
1972ઃ માનાભાઈ ભાંભી આરોગ્ય પ્રધાન
1975ઃ કરસનદાસ સોનેરી, સમાજકલ્યાણ પ્રધાન
1980ઃ લલિત પરમાર, નશાબંધી પ્રધાન
1985ઃ કરસનદાસ સોનેરી, ડેપ્યુટી સ્પિકર
1990ઃ કરસનદાસ સોનેરી, શિક્ષણ અને આરોગ્ય પ્રધાન
1995ઃ રમણલાલ વોરા, ઉર્જા પ્રધાન
1998ઃ રમણલાલ વોરા, સહકાર પ્રધાન
2002ઃ રમણલાલ વોરા, સમાજકલ્યાણ, શ્રમ અને રોજગાર પ્રધાન
2007ઃ રમણલાલ વોરા, શિક્ષણપ્રધાન
2012ઃ રમણલાલ વોરા, સમાજકલ્યાણ બાદમા વિધાનસભા અધ્યક્ષ
2017ઃ હિતુ કનોડીયા, ધારાસભ્ય
2022ઃ રમણલાલ વોરા, ધારાસભ્ય
——————
ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે.
આ પૂર્વે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે. નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં કોણ ?
જો કેબિનેટની વાત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અથવા રમણ વોરા, મુળુ બેરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, ગણપત વસાવા આ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ભાજપના ઘણા સિનિયર ચહેરાઓ છે. આ ચહેરાઓને જાતિગત સમીકરણને લઇને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. ઝોન વાઇસ પણ આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
————-
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સીએમની શપથવિધિ કાર્યક્રમમાં આપશે હાજરી
Dec 11, 2022 | 11:32 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપે 156 બેઠક જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. તેમજ ભાજપના મોવડીમંડળે નવા સીએમ તરીકે એક વાર ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી છે. જેના પગલે સોમવારે બપોરે બે કલાકે ગાંધીનગર હેલીપેડ ખાતે તેમનો શપથવિધિ કાર્યક્રમ યોજવવાનો છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. તેમજ આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના સીએમ તરીકેના શપથની સાથે 24 સભ્યોનું મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.
જેના પગલે પીએમ મોદી આજે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેવો આવતીકાલની શપથવિધિમાં હાજરી આપશે. પીએમ મોદી એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતું. જ્યારે હર્ષ સંઘવી પણ એરપોર્ટ પર હાજર હતા. તેમજ અમદાવાદમાં ભાજપના જીતેલા ઉમેદવારો એરપોર્ટ પર હાજર હતા. તેમજ મોડી રાત્રે પ્રધાનમંડળની યાદીને મહોર લાગશે. તેમજ મહોર લાગ્યા બાદ યાદીમાં સામેલ ધારાસભ્યોને ફોન કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.
————-
મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. આ દરમ્યાન પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમજ હાલ આવતીકાલે શપથ લેનારા મંત્રીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શપથ લેનારા મંત્રીઓને ટેલિફોનથી જાણ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન પાછલી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ધારાસભ્ય કનુ દેસાઇ અને ઋષિકેશ પટેલને ટેલિફોનથી જાણ કરવામાં આવી છે.
આ પૂર્વે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.
————-
ચૂંટાયેલા કુલ 182 ધારાસભ્યોમાંથી 151 ધારાસભ્યો કરોડપતિ છે. આ આંકડો અગાઉની વિધાનસભાના સમૃદ્ધ કરતાં વધુ છે. તેના બદલે, બીજા શબ્દોમાં કહીએ તો, આ વિધાનસભાના 83 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે વર્ષ 2017માં કુલ 141 કરોડપતિ ધારાસભ્યો ચૂંટાયા હતા. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ગુજરાત ઈલેક્શન વોચ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ સંસ્થાઓએ ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા ઉમેદવારોના એફિડેવિટનો અભ્યાસ કર્યા બાદ આ સંદર્ભમાં રિપોર્ટ જારી કર્યો છે.
આ રિપોર્ટ અનુસાર, 2017ની ચૂંટણી જીતનારા કરોડપતિ (એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ) ધારાસભ્યોની સંખ્યા 141 હતી. આ પોતાનામાં એક રેકોર્ડ હતો પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નવો રેકોર્ડ સર્જાયો છે. આ વખતે કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા વધીને 83 ટકા થઈ ગઈ છે. એડીઆરના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ 132 કરોડપતિ ધારાસભ્યો સત્તાધારી બીજેપીના છે. તે જ સમયે, 14 કોંગ્રેસ સિવાય, ત્રણ અપક્ષ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના એક-એક ધારાસભ્ય કરોડપતિ છે.
182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી છે. ગુજરાતમાં ભાજપની આ સતત સાતમી જીત છે. આ પણ પોતાનામાં એક રેકોર્ડ છે. પાર્ટીએ ગુજરાતની તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટી પહેલાથી જ દાવો કરી રહી હતી કે જીત માટે 150નો આંકડો પાર કરવાનો છે. અને આ દાવાની સાથે પાર્ટીએ 156 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યો છે.
ADRના રિપોર્ટ મુજબ ગુજરાત વિધાનસભાના 151 ‘કરોડપતિ’ ધારાસભ્યોમાંથી 73 ધારાસભ્યો એવા છે કે જેમની પાસે પાંચ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તે જ સમયે, 73 ધારાસભ્યો પાસે 2 કરોડથી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં વિજેતા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ હવે 16.41 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આંકડો 2017ના રૂ. 8.46 કરોડના આંકડા કરતાં લગભગ બમણો છે.
એડીઆરના અહેવાલ મુજબ, ભાજપના માણસાના ધારાસભ્ય જેએસ પટેલ આ વખતે 661 કરોડની સંપત્તિ સાથે વિધાનસભામાં સૌથી અમીર છે. આ પછી સિદ્ધપુરના બીજેપી ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂત (રૂ. 372 કરોડ) બીજા સ્થાને છે. તે જ સમયે, ભાજપના રાજકોટ દક્ષિણ સીટના ધારાસભ્ય રમેશ ટીલાલા (રૂ. 175 કરોડ) ત્રીજા સ્થાને છે.
ADRના રિપોર્ટ અનુસાર ગુજરાત વિધાનસભામાં ફરીથી ચૂંટાયેલા 74 ધારાસભ્યોની સંપત્તિમાં સરેરાશ રૂ. 2.61 કરોડનો વધારો થયો છે. આ આંકડો વર્ષ 2017 કરતા 40 ટકા વધુ છે. સમજાવો કે ADR ચૂંટણી સુધારણા માટે કામ કરે છે અને ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યા પછી આવા અહેવાલો તૈયાર કરે છે.
ADR એ ધારાસભ્યોની શૈક્ષણિક સ્થિતિનો પણ અભ્યાસ કર્યો છે. ગુજરાત વિધાનસભામાં આ વખતે ચૂંટાયેલા છ ધારાસભ્યો પીએચડી હોવાનું જાણવા મળ્યું છે. એ જ રીતે, 19 ધારાસભ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને 24 સ્નાતક છે. આ ક્રમમાં, છ ધારાસભ્યોની લાયકાત ડિપ્લોમા ધારકની છે, જ્યારે 86 ધારાસભ્યોએ ધોરણ 5 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. એ જ રીતે સાત ધારાસભ્યોએ પોતાને સાક્ષર જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, આ વખતે વિધાનસભામાં 29 વર્ષની વયના સૌથી ઓછા બે ધારાસભ્યો છે, જ્યારે 75 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર બે ધારાસભ્યો પણ છે.
—————
‘આપ’ ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભાજપમાં સામેલ થવાની અટકળો, MLAએ કહ્યું કે જનતાને પુછીને નિર્ણય
હું જનતાને પૂછીશ કે તેઓ શું ઈચ્છે છે અને પછી નિર્ણય લઈશ. જો કે, તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ ઔપચારિક રીતે જોડાયા વિના ભગવા પક્ષને બહારથી સમર્થન આપશે. ખેડૂતોના કલ્યાણ માટે કંઈક કરવા માંગુ છું. જરૂર પડશે તો હું સેનાપતિ બદલી નાખીશ.
ગુજરાતની નવી સરકારની શપથ વિધિ વચ્ચે ‘આપ’ ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભાજપમાં સામેલ થવાની અટકળો, MLAએ કહ્યું કે જનતાને પુછીને નિર્ણય
Dec 12, 2022 | 8:09 AM
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તરત જ ધારાસભ્યોએ પક્ષ બદલવાનું મન બનાવી લીધું છે. આમ આદમી પાર્ટીના વિસાવદરમાંથી જીતેલા ધારાસભ્ય ભૂપત ભાઈ ભાયાણીએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રાગ આલાપવાનું શરૂ કર્યું છે. TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અગાઉ પણ તેઓ ભાજપના સૈનિક હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓના ચાહક છે. ભૂપતભાઈએ કહ્યું કે હું અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં હતો અને ભાજપમાં જ મોટો થયો છું. તેમણે એમ પણ કહ્યું કે હું 4 વખત વિધાનસભા ચૂંટણી જીત્યો છું. ભારતીય જનતા પાર્ટી પાસે જંગી બહુમતી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે. દરેક વ્યક્તિ આ જાણે છે. ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલના નેતૃત્વમાં સરકારને અપાર જનસમર્થન મળ્યું છે.
ભૂપત ભાઈએ કહ્યું કે આપણા ખેડૂતો માટે કંઈક સારું થવું જોઈએ, આપણા લોકો માટે કંઈક સારું કરવું જોઈએ… હું મારા લોકો પાસે જઈશ અને તેમની સાથે ચર્ચા કરીશ. પછી હું નક્કી કરીશ. તેમણે કહ્યું કે મને એવો જવાબ મળ્યો છે કે તમે જાઓ અને તમારા લોકો માટે જે કામ કરવા માંગો છો તે કરો. અમે અમારા ખેડૂતો માટે જે પણ કરવા ઈચ્છીએ છીએ તે કરવા તૈયાર છીએ, તો પણ હું મારા લોકો વચ્ચે આવીને આ વાત પૂછી શકું છું.
વિસાવદરથી જીતેલા ધારાસભ્ય ભૂપત ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પરિણામોની જાહેરાત પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ફોન કરીને કહ્યું કે રાજકારણમાં સારું પ્રદર્શન કરો અને લોકોની સેવા કરો. સાથે જ તેમણે મને પ્રોત્સાહિત પણ કર્યો.
આ સાથે જ ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મુકતા ધારાસભ્ય ભૂપતભાઈએ પણ કહ્યું કે તેઓ જનતા સુધી પહોંચ્યા બાદ વાતચીત કરશે. હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતીને આવ્યો છું. અગાઉ હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો. પરંતુ મારા વિસ્તારના ખેડૂતોના કલ્યાણ માટે જે કામ બાકી છે તે કરવા માંગુ છું. તેમણે એમ પણ કહ્યું કે હું ભાજપમાં જોડાવાનો નથી.
હું જનતાને પૂછીશ કે તેઓ શું ઈચ્છે છે અને પછી નિર્ણય લઈશ. જો કે, તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ ઔપચારિક રીતે જોડાયા વિના ભગવા પક્ષને બહારથી સમર્થન આપશે. ખેડૂતોના કલ્યાણ માટે કંઈક કરવા માંગુ છું. જરૂર પડશે તો હું સેનાપતિ બદલી નાખીશ.
—————–
3 અપક્ષ MLA કેસરિયા કરશે? રાજકીય વર્તુળોમાં ચર્ચાએ વેગ પકડ્યુ
અપક્ષમાંથી જીતેલા ત્રણ ધારાસભ્યો ( independent MLA) ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક સાથે જોવા મળ્યા હતા. બાયડ, વડોદરા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય એક સાથે જોવા મળ્યા હતા. જેના પરથી તેઓ ટુંક સમયમાં કેસરિયા કરશે તેવી માહિતી મળી રહી છે.
સર્કિટ હાઉસમાં જોવા મળેલા 3 અપક્ષ MLA કેસરિયા કરશે? રાજકીય વર્તુળોમાં ચર્ચાએ વેગ પકડ્યુ
અપક્ષના ત્રણ MLA કરી શકે છે કેસરિયા
Tanvi Soni | Dec 12, 2022 | 9:58 AM
એક તરફ ગુજરાતમાં 156 બેઠક સાથે ભાજપે જીત મેળવી છે. બીજી તરફ ભાજપની આ બેઠકોમાં વધારો થાય તેવી શક્યતા સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ જીતેલા ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. અપક્ષમાંથી જીતેલા ત્રણ ધારાસભ્યો ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક સાથે જોવા મળ્યા હતા. બાયડ, વડોદરા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય એક સાથે જોવા મળ્યા હતા. જેના પરથી તેઓ ટુંક સમયમાં કેસરિયા કરશે તેવી સૂત્રિય માહિતી મળી રહી છે.
ત્રણ ધારાસભ્યો જોડાઇ શકે છે ભાજપમાં
બનાસકાંઠાની ધાનેરા બેઠકથી અપક્ષ જીતેલા માવજી દેસાઈ અને બાયડથી અપક્ષ જીતેલા ધવલસિંહ ઝાલા ફરી એકવાર કેસરિયા કરી શકે છે. તો વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાશે તેવી માહિતી છે. આ તમામ ધારાસભ્યો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. વાઘોડિયાથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના સિનિયર નેતાઓના સંપર્કમાં છે. તો અન્ય બે અપક્ષોએ અમદાવાદમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા તેમની પણ ભાજપમાં જોડાવવાની અટકળો તેજ બની છે. માવજી દેસાઈ અને ધવલસિંહ ઝાલા અગાઉ પણ ભાજપમાં રહી ચુક્યા છે ત્યારે હવે તેઓ ઘર વાપસી કરી શકે તેના સૂત્રથી સમાચાર જાણવા મળી રહે છે.
આપના ઉમેદવારે વાતને ફગાવી
આ પહેલા વિસાવદરમાંથી આપના વિજેતા બનેલા ઉમેદવાર ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગેની વાત અફવા છે અને તેમણે ભાજપમાં જોડાવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. નોંધનીય છે કે થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે વિસાવદરના આપના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા ભૂપત ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાશે અને તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે. જો કે આના પર સસ્પેન્સ હજુ યતાવત છે.
જોકે બાદમાં ભૂપત ભાયાણીએ TV9 સાથેની વાતચીતમાં આ બાબતને અફવા ગણાવી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે મારા સમર્થકો તેમજ કાર્યકરો મને જે કહેશે તે પ્રમાણે હું કરીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં ભાજપને કોઈ ધારાસભ્યો ઘટના નથી. મને પૈસા આપ્યા હોવાની ચર્ચાઓ તથ્ય વિનાની છે. સાથે જ તેમણે કહ્યું હતું કે હું આપથી નારાજ પણ નથી.
——————-
17 જેટલા મંત્રીઓ શપથ લે એવી શક્યતા છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. શપથ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન મોદી ગઇકાલે રાત્રે જ ગુજરાત આવી ગયા હતા. ત્યારે મળતી માહિતી મુજબ સીએમ સાથે મંત્રીમંડળમાં જે શપથ લેવાના છે તેમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવા પણ રેસમાં છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.
વિધાનસભા અધ્યક્ષનું શું મહત્વ ?
વિધાનસભા અધ્યક્ષની જો વાત કરવામાં આવે તો તેમનું મહત્વ વિધાનસભા પુરતુ હોય છે. અથવા તો જ્યારે પણ પક્ષ પલટા થતા હોય છે, એક પક્ષમાંથી કોઇ અન્ય પક્ષમાંથી જતુ હોય એટલે કે તોડ જોડની જે રાજનીતિ થાય છે તે સમયે વિધાનસભા પદના અધ્યક્ષનું મહત્વ હોય છે. બાકી સમયમાં વિધાનસભા અધ્યક્ષનું મહત્વ નથી હોતુ. એટલે બાર મહિનામાં એક મહિનો વિધાનસભા અધ્યક્ષનું મહત્વ રહેતુ હોય છે. ત્યારે આ પદ માટે સૌથી મોખર શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યુ છે.
શંકર ચૌધરીને જો વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવે તો કહી શકાય છે કે તેમને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા, કેમ કે તે પોતે બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. જો કે સમગ્ર ચૂંટણી દરમિયાન શંકર ચૌધરીના વિષયો આંખે ઉડીને આવેલા છે. પણ જો શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે સ્થાન મળે તો તેમને કોઇ મોટુ સ્થાન મળ્યુ તેવુ ન કહેવાય. જો તેમનો સમાવેશ કેબિનેટ કક્ષામાં થાય ત્યારે તેમને મોટુ સ્થાન મળ્યુ તેવુ કહેવાઇ શકે છે.
બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચાલી રહ્યુ છે. આ બંને પહેલા વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.તો વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે. ત્યારે હવે કયા નેતાને કયુ સ્થાન મળી શકે તે તો બપોર બાદ જ જાણી શકાય તેમ છે.
—————
6 સભ્યો શપથ ગ્રહણ કરશે, અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાની ચર્ચા
શપથ સમારોહમાં (Oath ceremony) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. આ વખતે સીએમ સાથે કુલ 17 સભ્યોના શપથગ્રહણ થવાના છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
ભૂપેન્દ્ર પટેલ બીજી વાર લેશે CM પદના શપથ, તેમની સાથે 16 સભ્યો શપથ ગ્રહણ કરશે, અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાની ચર્ચા
ભુપેન્દ્ર પટેલ સહિત 17 સભ્યો લેશે શપથ
Tanvi Soni | Dec 12, 2022 | 12:53 PM
આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ બીજીવાર મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કરવાના છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. આ વખતે સીએમ સાથે કુલ 17 સભ્યોના શપથગ્રહણ થવાના છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેવાના છે.
નવા મંત્રીમંડળમાં CM સિવાય સંભવિત 16 સભ્ય !
ઋષિકેશ પટેલ
કનુ દેસાઈ
રાઘવજી પટેલ
જગદીશ પંચાલ
હર્ષ સંઘવી
કુંવરજી બાવળીયા
બળવંતસિંહ રાજપૂત
કુબેર ડીંડોરને
પરસોત્તમ સોલંકી
ભાનુ બાબરીયા
બચુ ખાબડ
મુળુ બેરા
મુકેશ પટેલ
ભીખુ પરમાર
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
આ પહેલા માહિતી મળી હતી કે કુલ 24 લોકોનું મંત્રીમંડળ હશે. જો કે મળતી નવી માહિતી પ્રમાણે મંત્રીમંડળમાં સીએમ સહિત 17 લોકોનો સમાવેશ થવાનો છે. ત્યારે એટલે કે ઘણા જ ઓછો લોકોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે.
વિધાનસભા અધ્યક્ષ તરીકે આ નામ ચર્ચામાં
મળતી માહિતી મુજબ સીએમ સાથે મંત્રીમંડળમાં જે શપથ લેવાના છે તેમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવા પણ રેસમાં છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.
શંકર ચૌધરીને જો વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવે તો કહી શકાય છે કે તેમને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા, કેમ કે તે પોતે બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. જો કે સમગ્ર ચૂંટણી દરમિયાન શંકર ચૌધરીના વિષયો આંખે ઉડીને આવેલા છે. પણ જો શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે સ્થાન મળે તો તેમને કોઇ મોટુ સ્થાન મળ્યુ તેવુ ન કહેવાય. જો તેમનો સમાવેશ કેબિનેટ કક્ષામાં થાય ત્યારે તેમને મોટુ સ્થાન મળ્યુ તેવુ કહેવાઇ શકે છે.
બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચાલી રહ્યુ છે. આ બંને પહેલા વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.તો વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે. ત્યારે હવે કયા નેતાને કયુ સ્થાન મળી શકે તે તો બપોર બાદ જ જાણી શકાય તેમ છે.
મંત્રીમંડળમાં ભાજપે રિપીટ અને નો-રિપીટ થિયરી અપનાવી
ગુજરાતની રાજનિતીના ઈતિહાસમાં પહેલી વાર સૌથી ઓછા મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લેશે. આ વખતે રિપીટ અને નો રિપીટ થિયરી ભાજપે અપનાવી છે. મોટાભાગે મંત્રીમંડળ નક્કી કરતી વખતે મોટા માથા, જાતિ સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે, જો કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત સાથે કોઈ બાધ રાખવામાં આવી નથી.
—————
આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.
નવા મંત્રીમંડળમાં CM સિવાય 16 સભ્ય
ઋષિકેશ પટેલ
કનુ દેસાઈ
રાઘવજી પટેલ
જગદીશ પંચાલ
હર્ષ સંઘવી
કુંવરજી બાવળીયા
બળવંતસિંહ રાજપૂત
કુબેર ડીંડોરને
પરસોત્તમ સોલંકી
ભાનુ બાબરીયા
બચુ ખાબડ
મુળુ બેરા
મુકેશ પટેલ
ભીખુ પરમાર
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
નવા પ્રધાન મંડળમાં નવા જુનાનો તાલમેલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કુળના ત્રણ મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે.મધ્ય અને ઉત્તર ગુજરાતના ત્રણ ત્રણ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રુપાણી સરકારના ત્રણ જુના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યુ છે.
નવા મંત્રીમંડળમાં આઠ કેબિનેટ કક્ષાના પ્રધાન
બળવંતસિહ રાજપૂત
કનુ દેસાઇ
રાધવજી પટેલ
ઋષિકેશ પટેલે
કુવરજી બાવળીયા
મુળુ બેરા
ભાનુ બાબરીયા
કુબેર ડિંડોર
નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન
પરષોત્તમ સોલંકી
બચુ ખાબડ
મુકેશ પટેલે
ભીખુ પરમાર
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આ બે મંત્રી પાસે
હર્ષ સંઘવી
જગદીશ પંચાલ
ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે..રાજ્યના રાજકારણની તવારીખ પર નજર કરીએ તો છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે..જેમાં નરેન્દ્ર મોદીથી માંડી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીથી માંડી ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા. જેમાં તેમણે 4 વખત શપથ લીધા..22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા.. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યાં. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યપ્રધાાન બન્યાં છે.
—————-
કયાં-કયાં સભ્યો પડતા મુકાયા
આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.
ગુજરાતની નવી ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા, જાણો અગાઉના મંત્રીમંડળના કયાં-કયાં સભ્યો પડતા મુકાયા
નવી ભૂપેન્દ્ર સરકારમાં આ સભ્યો કપાયા
Image Credit source: TV9 Digital
Utpal Patel | Dec 12, 2022 | 4:11 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ બાદ આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી તરીકે શપથ લીધા છે. આમ, મંત્રીમંડળના કુલ 17 સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા.
કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. આ બાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલના અગાઉના મંત્રીમંડળના 12 મંત્રીઓ કપાયા, 2ને ટિકિટ ન અપાઇ, એક હારી ગયા
જીતુ વાઘાણી
પૂર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
અર્જુનસિંહ ચૌહાણ
જીતુ ચૌધરી
મનિષા વકીલ
નિમિષા સુથાર
ગજેન્દ્રસિંહ પરમાર
વિનુ મોરડિયા
દેવા માલમ
પ્રદીપસિંહ પરમાર
રાજેન્દ્ર ત્રિવેદી (તેમની પાસેથી મહેસુલ ખાતું અગાઉ પાછું ખેંચી લેવાયું હતું, જે ખાતું હર્ષ સંઘવીને સોંપાયું હતું.)
બ્રિજેશ મેરજા (ટિકિટ ન અપાઇ)
રાજેન્દ્ર ત્રિવેદી (ટિકિટ ન અપાઇ)
કિરીટ વાઘેલા ( ચૂંટણીમાં હારી ગયા)
નવા મંત્રીમંડળમાં CM સિવાય સંભવિત 16 સભ્ય !
ઋષિકેશ પટેલ
કનુ દેસાઈ
રાઘવજી પટેલ
જગદીશ પંચાલ
હર્ષ સંઘવી
કુંવરજી બાવળીયા
બળવંતસિંહ રાજપૂત
કુબેર ડીંડોરને
પરસોત્તમ સોલંકી
ભાનુ બાબરીયા
બચુ ખાબડ
મુળુ બેરા
મુકેશ પટેલ
ભીખુ પરમાર
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે. ટીમ ભુપેન્દ્રમાં કુલ 16 પ્રધાનોએ શપથ લીધા છે. જે અત્યારસુધીનું સૌથી નાનું મંત્રીમંડળ છે.
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 8 કેબિનેટ પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા. કેબિનેટ કક્ષાના પ્રધાનો તરીકે કનુ દેસાઈ, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા. જે પૈકી બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા અને ભાનુ બાબરિયા નવો ચહેરો છે. જ્યારે કે કનુ દસાઇ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુબેર ડિંડોર અને કુંવરજી બાવળિયા ગત ટર્મમાં પ્રધાન રહી ચૂક્યા છે.
આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ, આસામના CM હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.
————-
કનુભાઈ દેસાઈની રાજકીય કારકિર્દી વિશે જાણો
કનુભાઈ દેસાઈ (Kanu Desai) વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે, જેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજી વખત કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે. આગાઉ કનુભાઈ દેસાઈને નાણા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સોંપવામા આવ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં બીજી વખત કેબીનેટ મંત્રી તરીકે સામેલ થનારા કનુભાઈ દેસાઈની રાજકીય કારકિર્દી વિશે જાણો
Kanu Desai-Bhupendra Patel
Bhavesh Bhatti | Dec 12, 2022 | 3:28 PM
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ભાજપે અભૂતપૂર્વ બેઠકો સાથે ફરી એકવાર સત્તા મેળવી છે. ગુજરાતમાં 156 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવ્યા બાદ સાતમી વાર રાજ્યમાં પોતાની સરકાર રચી રહ્યુ છે. ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના બાદ મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી તરીકે શપથ લીધા છે. આમ, મંત્રીમંડળના કુલ 17 સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજી વખત કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા
નવા મંત્રીમંડળમાં જેમનો સમાવેશ થયો છે એવા કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે, જેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજી વખત કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે. આગાઉ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કનુભાઈ દેસાઈને નાણા વિભાગ જેવું મહત્વનું ખાતુ ફાળવવામા આવ્યું હતું. તેમને નાણા ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ સોંપવામા આવ્યા હતા.
કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા
કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતે જીત મેળવી હતી. કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા હતા. પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.
વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવી કનુ દેસાઈએ પ્રમુખ પદે રહી વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત કરવામા મહત્વનું યોગદાન આપ્યું છે. કનુભાઈ દેસાઈના યોગદાનને ધ્યાન પર લઈ તેને સીધા જ કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા હતા અને આ વખતે ફરી તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
પારડીની બેઠક પર ભાજપે કનુભાઇ દેસાઇને ટિકિટ આપી છે. 71 વર્ષના કનુભાઇએ B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 18 લાખ રુપિયાનું મકાન છે. તો 12 લાખ રુપિયાની જમીન છે. તેમની પાસે 4 કરોડ 45 લાખ જેટલી રકમ બેંકમાં છે અને રોકડ 1 લાખ 25 હજાર રુપિયા છે. તેમની પાસે 8 કરોડ 29 લાખ 38 હજા 15 રુપિયા જંગમ મિલકત છે.
—————
ઋષિકેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજીવાર બન્યા કેબિનેટ પ્રધાન
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો 1995થી કબજો છે. વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલ સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલે, કોંગ્રેસના મહેન્દ્ર કુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો.
પાટીદાર અગ્રણી ઋષિકેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજીવાર બન્યા કેબિનેટ પ્રધાન
Rishikesh Patel will hoist the flag at Borsad
Bipin Prajapati | Dec 12, 2022 | 3:56 PM
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત થવાની સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજીવાર પ્રધાન બન્યા છે. ઋષિકેશ પટેલ સતત ત્રણ ટર્મથી ધારાસભ્યપદે ચૂંટાઈ આવે છે. ભૂપેન્દ્ર પટેલની ગત સરકારમાં ઋષિકેશ પટેલે આરોગ્ય પ્રધાન તરીકેની કામગીરી સંભાળી હતી. ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લાના વિસનગરના પાટીદાર અગ્રણી છે. મહેસાણા જિલ્લામાં પાટીદાર મતદારોનુ પ્રભુત્વ રહેલું છે. 1984 બાદની ચૂંટણીઓમાં મહેસાણા જિલ્લામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
ગુજરાતમાં આર્થિક અનામતની માંગણી સાથે 2015માં શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલનના મૂળ વિસનગરમાં જ હતા. 2015માં પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર વિસનગર હતું. તે સમયે ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન હતાં, પાટીદાર દ્વારા અનામતની માગ કરવામાં આવી રહી હતી. 23 જુલાઈ 2015ના રોજ વિસનગરમાં અનામત આંદોલન બાબતે મસમોટું સંમેલન થયું હતું. આ રેલીમાં અસંખ્ય પાટીદારો જોડાયા હતા. પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ 2017માં લડાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો સુધી મર્યાદીત થઈ ગયુ હતું. સમગ્ર ગુજરાતમાં ભાજપને ભારે અસર થવા છતા, ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પરથી ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ રહ્યાં હતા.
2012-2017-2022માં ભવ્ય જીત
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો 1995થી કબજો છે. વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલ સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલે, કોંગ્રેસના મહેન્દ્ર કુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,644 મત મળ્યા હતા. 2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જ જીત્યા હતા. 2022ની ચૂંટણીમાં ઋષિકેશ પટેલનો 2800થી વધુ મતોથી વિજય થવા પામ્યો હતો.
ગત સરકારમાં હતા આરોગ્ય પ્રધાન
ગુજરાતમાં વિજય રૂપાણીને સ્થાને 2021માં અસ્તિત્વમાં આવેલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વિસનગરના ધારાસભ્ય અને મહેસાણાના પાટીદાર અગ્રણી, ઋષિકેશ પટેલને આરોગ્ય પ્રધાન તરીકેની જવાબદારી સોપવામાં આવી હતી. ઋષિકેશ પટેલ વિસનગર એપીએમસીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વહીવટી કાબેલાતને પગલે, તેમને રાજ્યના પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
TV9 ગુજરાતીચેનલ ફોલો કરો
Latest News
હવે તમે જાતે જ ટ્રાન્સફર કરી શકશો PFની રકમ
હવે તમે જાતે જ ટ્રાન્સફર કરી શકશો PFની રકમ
કુંભ મેળામાં લાગી આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગી આગ
કુંભ મેળામાં લાગી આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગી આગ
2,000 રૂપિયાની SIPથી બનાવશે કરોડપતિ, જાણો કઈ રીતે ?
2,000 રૂપિયાની SIPથી બનાવશે કરોડપતિ, જાણો કઈ રીતે ?
4 IPO, 7 લિસ્ટિંગ…શેરબજાર માટે બ્લોકબસ્ટર સાબિત થશે આગામી સપ્તાહ
4 IPO, 7 લિસ્ટિંગ…શેરબજાર માટે બ્લોકબસ્ટર સાબિત થશે આગામી સપ્તાહ
વિવિયન, કરણવીર કે રજત કોણ જીતશે ટ્રોફી? લોકો એ આપ્યુ આ નામ
વિવિયન, કરણવીર કે રજત કોણ જીતશે ટ્રોફી? લોકો એ આપ્યુ આ નામ
Latest Videos
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
ખેડૂત બાળકોને પાંજરામાં ઊંઘાડવા મજબૂર
ખેડૂત બાળકોને પાંજરામાં ઊંઘાડવા મજબૂર
રાજકોટમાં બ્લોકઆરા કંપનીએ 300
————-
બળવંતસિંહ રાજપૂતને નવા ચહેરા તરીકે મળ્યું કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય સફર
ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે.
સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને નવા ચહેરા તરીકે મળ્યું કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય સફર
Siddhpur MLA Balwantsinh Rajput
Image Credit source: Tv9 Digital
Pankaj Tamboliya
Pankaj Tamboliya | Dec 12, 2022 | 3:46 PM
ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.
સિદ્ધપુર વિધાનસભા બેઠક
બેઠક નંબર 19 સિદ્ધપુર ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારના પાટણ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. સિદ્ધપુર બેઠક પાટણ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક જનરલ ગ્રામ્ય કેટેગરી હેઠળ આવે છે. ઉત્તર ગુજરાતની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતનો ખુબજ પાતળી માર્જિનથી વિજય થયો છે. તેમને 91,187 મત મળ્યા છે, જ્યારે તેમના હરિફ અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 88,373 વોટ મળ્યા છે. એટલે કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે હાર અને જીતનો અંતર 2814 મતોનું છે.
કોણ છે બળવંતસિંહ રાજપૂત
સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે જેમણે કોંગ્રેસના ચંદનજી ઠાકોરને હરાવ્યા છે. બળવંતસિંહ રાજપૂત મૂળ સિદ્ધપુરના વતની છે. તેમનો જન્મ જૂન 1962 માં થયો હતો. તેમની પાસે રૂપિયા 1271095990ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. બળવંતસિંહ રાજપૂતે ૨૦૧૫/૨૦૧૬માં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. જે બાદ બલવંતસિંહ રાજપૂતને ભાજપે રાજસભાના સાંસદના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે.
રાજકીય સફર
બળવંતસિંહ સૌપ્રથમ વર્ષ 1981 માં કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 1982માં શહેરના યુવા પ્રમુખ બન્યા હતા. તેમજ 34 વર્ષની ઉંમરમાં તેઓ સિદ્ધપુર નગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની ચૂંટણી જીતીને 1995માં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. યુવાન અવસ્થામાં તેમને રાજકારણમાં પગ મુક્યો હતો. તેઓ કોંગ્રેસમાં વિધાનસભાના દંડક સુધી પદ મેળવી ચૂક્યા છે. તો ભાજપમાં તેઓ જીઆઇડીસીના ચેરમેન પણ રહ્યા હતા. આ વિધાનસભાની ચૂંટણી જીતી ત્રીજી વાર સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા છે.
————
હર્ષ યુવા નેતાની રાજકીય સફર વિશે
2021માં રૂપાણી પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું અને નવું પ્રધાનમંડળ રચાયું તેમાં સૌથી યુવાન નેતા તરીકે હર્ષ સંઘવીને સ્થાન મળ્યું. અને, રાજયના ગૃહપ્રધાન તરીકે શાસન સંભાળ્યું હતું. બાદમાં તેમને મહેસુલ ખાતાનો પણ હવાલો સોંપાયો હતો.
નવી ભૂપેન્દ્ર સરકારમાં હર્ષ સંઘવીએ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ, જાણો સૌથી યુવા નેતાની રાજકીય સફર વિશે
હર્ષ સંઘવીને નવી ભૂપેન્દ્ર સરકારમાં સ્થાન મળ્યું
Image Credit source: TV9 Digital
Utpal Patel | Dec 12, 2022 | 4:07 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સુરતની મજૂરા બેઠક ઉપરથી ગૃહરાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીએ ભવ્ય વિજય નોંધાવ્યો છે, આ વખતની ચૂંટણીમાં હર્ષ સંઘવીને 89 હજાર 192 મતો મળ્યા છે. મજૂરા બેઠક પર ભાજપે હર્ષ સંઘવીને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 8471869ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો હર્ષ સંઘવી 9 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
2021માં રૂપાણી પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું અને નવું પ્રધાનમંડળ રચાયું તેમાં સૌથી યુવાન નેતા તરીકે હર્ષ સંઘવીને સ્થાન મળ્યું. અને, રાજયના ગૃહપ્રધાન તરીકે શાસન સંભાળ્યું હતું. તેઓ સામાજિક સેવા કરીને 15 વર્ષે જ કાર્યકર બન્યા હતા. અને રાજકીય કારકિર્દીમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સ્પર્ધા સુધી પહોંચ્યા હતા. ભાજપમાંથી સૌથી નાની વયે – 37 વર્ષની ઉંમરે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે – 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા.
નોંધનીય છેકે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું પાછું ખેંચી લેવાયું, ત્યારે તેનો હવાલો અન્ય કોઈ સિનિયર નેતા નહીં, પરંતુ હર્ષ સંઘવીને આ ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો. ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા અને નવ-નવ ખાતાં સંભાળ્યા બાદ, મહેસૂલ ખાતાનો હવાલો પણ સંભાળનારા હર્ષ સંઘવી, મૂળ ડીસાના પણ સુરતમાં વસેલા હીરાના કારખાનેદાર એવા જૈન પરિવારમાં જન્મ લીધો છે. હર્ષ રમેશકુમાર સંઘવીનો જન્મ તારીખ 8 જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો.
ભાજપ દ્વારા ભારત સુરક્ષા યાત્રા યોજાઈ હતી, ત્યારે ગુજરાતમાંથી પ્રદીપસિંહ વાઘેલા સાથે હર્ષ સંઘવી કાર્યક્રર તરીકે ગયા હતા. વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા, ત્યારે તેમણે પોતાની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી બનાવ્યા હતા. યુવા મોરચાના પ્રભારી તરીકે સી.આર. પાટીલ હતા એટલે તેમની સાથે પણ કામ કરવાની તક મળી, જે આજે ફળી છે.
2011માં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવા માટે ભાજપ યુવા મોરચાની ઝુંબેશ હતી, ત્યારે પ્રદીપસિંહ વાઘેલા સાથે લાલ ચોક સુધી પહોંચ્યા હતા. તે બાદ સંઘવીને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચામાં મહામંત્રી બનાવાયા, અને વાઇસ પ્રેસિડન્ટ પણ બન્યા હતા. ભાજપ જનતા યુવા મોરચાના નવા પ્રમુખની પસંદગી સપ્ટેમ્બર 2020માં થવાની હતી. ત્યારે હર્ષ સંઘવીનું નામ રેસમાં હતું.
———–
મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી તરીકે શપથ લીધા છે.
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કુલ 17 સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં સુરતની કામરેજ સીટ પરથી પ્રફુલભાઈ પાનશેરીયા, અરવલ્લીની મોડાસા બેઠક પરથી વિજયી થયેલા ભીખુસિંહ પરમાર અને સુરતની માંડવી સીટ પરથી જીતેલા કુંવરજી હળપતિએ પણ શપથ ગ્રહણ કર્યા છે.
પ્રફુલભાઈ પાનશેરીયા
પ્રફુલભાઈ પાનશેરીયા પહેલાથી જ લોકસેવા માટે એમના મત વિસ્તારમાં પ્રભાવીત વ્યક્તિ છે. પ્રફુલભાઈ પાનશેરીયા વિધાનસભા ચૂંટણીમાં BJP તરફથી કામરેજ બેઠક પરથી ચૂંટણી લડી વિજયી બન્યા છે. તેમની ઉંમર 51 વર્ષ છે અને તેમને સ્નાતક સુધીનો અભ્યાસ કરેલ છે. તેમની પાસે રૂપિયા 18625310ની જંગમ મિલકત છે. કોંગ્રેસે કામરેજ વિધાન સભા બેઠક પર નીલેશભાઈ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રામ ધડૂકને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
ભીખુસિંહ પરમાર
ભાજપે મોડાસા વિધાનસભા બેઠક પર ફરી એક વખત ભીખુસિંહ ચતુરસિંહ પરમારને ટિકિટ આપી હતી અને તેઓ વિજયી બન્યા હતા. મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી ટર્મમાં કોંગ્રેસ હસ્તક હતી અને ત્યારે માત્ર 1670 જેટલા નજીવા માર્જિનથી પરાજિત થયેલા સહકારી અગ્રણી ભીખુસિંહ પરમારને ફરી એક વખત ભાજપે ટિકિટ આપી હતી. ભીખુસિંહ પરમાર પાસે રૂપિયા 2587887 ની જંગમ મિલકત છે. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહને ટિકિટ આપી હતી અને આદમી પાર્ટીએ પરમાર રાજેન્દ્રસિંહ હિંમતસિંહને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
કુંવરજી હળપતિ
સુરતની માંડવી સીટ પરથી ભાજપે કુંવરજી હળપતિને ટિકિટ આપી હતી અને તેઓ વિજયી બન્યા હતા. કુંવરજીભાઈ હળપતિ પાસે રૂપિયા 3774473 ની જંગમ મિલકત છે. માંડવીમાં જ વર્ષો સુધી શિક્ષક તરીકે નોકરી કરનારા કુંવરજી હળપતિ મૂળ બારડોલી તાલુકાના ઝરીમોરા ગામના વતની છે. તેમનું ગામ માંડવી અને બારડોલી તાલુકાની સરહદ પર આવેલું છે. માંડવીમાં વર્ષો સુધી નોકરી કરી હોવાના કારણે તેમના સંપર્કો પણ વધુ છે. તેઓ 2007માં બારડોલી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા આનંદ ચૌધરીને હરાવી ભાજપના કુંવરજી હળપતિ 18,000થી વધુ મતોથી વિજેતા થયા હતા.
————-
મુળુ બેરાને મળ્યુ કેબિનેટમાં સ્થાન, સરકારના નવા 8 ચહેરામાં કરાયા સામેલ
ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે.
ખંભાળિયાના ધારાસભ્ય મુળુ બેરાને મળ્યુ કેબિનેટમાં સ્થાન, સરકારના નવા 8 ચહેરામાં કરાયા સામેલ
Dec 12, 2022 | 4:55 PM
ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.
કોણ છે મુળુ બેરા
ખંભાળીયા વિધાનસભા બેઠક ઉપર મુળુ બેરાની 17 હજારથી વધુ મતથી જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે વિક્રમ માડમને ફરી ટિકિટ આપી ખંભાળીયાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે મુળુભાઈ બેરાને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 62,56,326ની જંગમ મિલકત છે. મુળુભાઈના અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ઈસુદાન ગઠવીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
જામખંભાળીયા બેઠક વિશે
જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15 મી ઓગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો જીલ્લામાં 4 તાલુકા છે. ખંભાળિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પૈકી 81 નંબરની બેઠક છે. આ બેઠક પરના મતવિસ્તારમાં કુલ 264459 મતદારો છે, જેમાંથી 137179 પુરૂષ, 127275 મહિલા અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા મતવિસ્તારમાં 59.89% મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે..રાજ્યના રાજકારણની તવારીખ પર નજર કરીએ તો છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે..જેમાં નરેન્દ્ર મોદીથી માંડી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીથી માંડી ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા. જેમાં તેમણે 4 વખત શપથ લીધા..22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા.. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યાં. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યપ્રધાાન બન્યાં છે.
ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં નવા અને જુના મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા નવા ચહેરાઓ છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.
બચુ ખાવડ, મુકેશ પટેલ, પરસોત્તમ સોલંકીએ લીધા મંત્રી તરીકે શપથ, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે
પરસોત્તમ સોલંકી
પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યની બેઠક પરથી આ વખતે જીત્યા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હરાવ્યા છે. તેઓ 1998થી ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. પરસોત્તમ સોલંકી કોળી સમાજના મોટા નેતા છે. તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પહેલા કેબિનેટ મંત્રી તરીકે સામેલ હતા. પરષોત્તમ સોંલકીના અભ્યાસની વાત કરીએ તો તેમને ડિપ્લોમા ઇન ELCનો અભ્યાસ કર્યો છે, તેમની પાસે 2 વાહન છે તેમજ તેમની પાસે જંગમ મિલકત કુલ 6, 94,40,256 રૂપિયા છે.
બચુ ખાવડ
બચુ ખાવડ દેવગઢ બારિયા બેઠક પરથી જીત્યા છે. તેમને એનસીપીના ઉમેદવારને હરાવ્યા છે. તેઓ છેલ્લી 6 ટર્મથી આ બેઠક પરથી વિજય મેળવતા આવ્યા છે. બચુ ખાવડ આ પહેલા આનંદીબેન સરકારમાં પણ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ સિવાય વિજય રૂપાણી સરકારમાં અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ મંત્રી તરીકે સામેલ હતા. બચુ ખાવડની મિલકત વિશે વાત કરીએ તો તેમની પાસે રૂપિયા 47,17,435ની જંગમ મિલકત છે અને તેમના અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 11 (ઓલ્ડ એસ.એસ.સી) સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
મુકેશ પટેલ
મુકેશ પટેલ ઓલપાડ બેઠક પરથી આ વખતે જીત્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ ટર્મમાં મુકેશ પટેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના રાજ્ય મંત્રી હતા. મુકેશ પટેલની મિલકતની વાત કરીએ તો તેમની પાસે રૂપિયા 17402972ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 12 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. મહત્વની વાત એ છે કે તેઓ પાટીદાર છે અને જે વિસ્તારમાંથી તેઓ જીતીને આવ્યા છે તેમાં 60 હજાર પાટીદાર મતદારો, 80 હજાર કોળી પટેલો એટલે ભાજપે આ સીટ પર જ્ઞાતિ સમિકરણને ધ્યાનમાં લીધું હોય તેવું પણ જોવા મળ્યું છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તો જગદીશ પંચાલ પૂર્વ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ત્રીજીવાર જીત્યાં છે. જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલની ગત સરકારમાં પણ રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ પ્રધાન તરીકે હતા. તો ભૂપેન્દ્ર પટેલની બીજીવારની સરકારમાં પણ જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ને સ્થાન આપવામાં આવ્યું છે.
ઓગસ્ટ 2022માં પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લઈને ભૂપેન્દ્ર પટેલે, જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગનો વધારાનો હવાલો સોપ્યો હતો. 2022ની ચૂંટણીમાં નિકોલ વિધાનસભા બેઠક પરથી જગદીશ પંચાલનો કોંગ્રેસના રણજીત બારડ સામે 54 હજાર કરતા વધુ મતથી ભવ્ય વિજય થયો હતો.
જગદીશ પંચાલ અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠક પરથી 2012, 2017 અને 2022માં ભારે મતની સરસાઈથી જીતતા આવ્યા છે. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. અમદાવાદ શહેરના પ્રમુખ પૂર્વે તેઓ ગુજરાત ભાજપમાં ઉદ્યોગ સેલના કન્વીનર તરીકે પણ સારી કામગીરી કરી ચૂક્યા છે. 1988માં ઠક્કરબાપાનગર વિસ્તારમાં બુથ પ્રભારી તરીકે ભાજપમાં રાજકીય સફર શરૂ કરી હતી.
નિકોલનુ રાજકીય ગણિત
વિધાનસભા મતવિસ્તારના નવા સિમાકનથી નિકોલ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સતત આ બેઠક ઉપર ભાજપનો વિજય થતો આવ્યો છે. 2012ની ચૂંટણીમાં ભાજપના જગદીશ પંચાલે, કોંગ્રેસના નરસિંહ પટેલને 49,302 મતે હરાવ્યા હતા. જગદીશ પંચાલને 88,886 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરસિંહ પટેલને 39,584 મત મળ્યા હતા. જો કે, નરસિંહ પટેલ 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. 2017ની ચૂંટણીમાં જગદીશ પંચાલે કોંગ્રેસના ઉમેદવાર અને યુવક કોંગ્રેસના પૂર્વ યુવા પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહીલને હરાવ્યા હતા. જગદીશ પંચાલને 2017ની ચૂંટણીમાં 87764 મત મળ્યાં હતા. જ્યારે ઈન્દ્રવિજયસિંહ ગોહીલને 62884 મત મળ્યાં હતા. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની ચૂંટણીમાં ભાજપની જીતની સરસાઈ ઘટી હતી. 24880 મતે ભાજપનો વિજય થયો હતો. ભાજપની સરસાઈ ઘટવા પાછળ પાટીદાર અનામત આંદોલનની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
કોણ છે ડો. કુબેર ડીંડોર
ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોર આદિવાસી નેતા છે અને કોલેજકાળથી સમાજ સેવા સાથે જોડાયેલા છે. શિક્ષિત અને વ્યવસાયે પ્રોફેસર કુબેર ડીંડોર સાબરકાંઠાની તલોદ કોલેજમાં ફરજ બજાવતા હતા. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર PHD થયેલા છે. તેમની જંગમ મિલકત 44,21,671.84 છે. છેલ્લા ઘણા સમયથી મધ્યગુજરાતને અલગ યુનિવર્સિટી મળે તે માટે તેમના પ્રયાસો રહ્યા છે. છેલ્લે સંતરામપુરથી સ્વ પ્રબોધકાંત પંડ્યા રાજ્યના ગૃહ અને શિક્ષણ વિભાગના મંત્રી હતા, ત્યારબાદ આ પંથકમાંથી કોઈને મંત્રીપદ અપાયુ ન હતુ. લાંબા સમય બાદ કુબેર ડીંડોરને કેબિનેટમાં સ્થાન મળ્યુ હતુ. કુબેર ડીંડોર તાજેતરમાં રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ સંસદીય બાબતોના મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. હવે તેમને ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 નવા ચહેરામાં સામેલ કરવામાં આવ્યા છે.
સંતરામપુર વિધાનસભા બેઠક વિશે
સંતરામપુર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 123 નંબરની બેઠક છે. સંતરામપુર મહિસાગર જિલ્લામાં આવે છે. સંતરામપુર આ તાલુકાનું મુખ્ય મથક છે જે દાહોદ લોકસભા બેઠકમાં આવે છે. સંતરામપુરમાં 151 જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીમાં સુકી નદી, ચિબોટા નદીનો સમાવેશ થાય છે. 1947 પહેલાં સંતરામપુર રજવાડું હતું જે આઝાદી પછી 10 જૂન, 1948ના રોજ ભારતમાં ભળી ગયું હતું. રાજ્યના શાસકો પરમાર વંશના રાજપૂતો હતા. સંતરામપુરમાં હવા મહેલ, માનગઢ ટેકરી, કડાણા બંધ, મા ભુવનેશ્વરી મંદિર, મા હરસિદ્ધિ મંદિર, રવાડી મેળો જોવાલાયક સ્થળો છે.
નામ: કુબેર ડીંડોર પિતાનું નામ: મનસુખભાઈ જન્મ તારીખ: 1 જૂન, 1970 જન્મસ્થળ: ભંડારા વૈવાહીક સ્થિતિ :પરિણીત જીવનસાથીનું નામ: જાગૃતિબહેન સર્વોચ્ચ લાયકાત: ડોક્ટરેટ અન્ય લાયકાત: એમ.એ., પી.એચ.ડી. કાયમી સરનામું: 315, સેવાશ્રમ, અમરદીપ સોસાયટી, કોલેજ રોડ, મુ. પો. સંતરામપુર, જિ. મહીસાગર. પીનકોડ- 389 260 મત વિસ્તારનું નામ: સંતરામપુર અન્ય વ્યવસાય: એસોસિયેટ પ્રોફેસર, શ્રી શેઠ એચ. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તલોદ, સાબરકાંઠા પ્રવૃત્તિઓઃ ચેરમેન, વનવિકાસ નિગમ, 2014-17. મહામંત્રી, આદિજાતિ મોરચો, ગુજરાત પ્રદેશ ભા.જ.પ. 2013થી કાર્યરતશોખ: વાંચન-લેખન, ક્રિકેટ
————–
કોના ફાળે આવ્યું, કયું ખાતું? નવા મંત્રીમંડળમાં CM સિવાય 16 સભ્યનો સમાવેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભાળશે રાજયની ધૂરાં
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
આ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ
ઋષિકેશ પટેલ -આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
ડો. કુબેર ડીંડોર- આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભાનુ બાબરીયા-સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
મૂળુ બેરા- પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રાલય
કનુ દેસાઇ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપૂત- ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
કુંવરજી બાવળીયા- જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
આ છે રાજ્ય કક્ષાના મંત્રીઓ
હર્ષ સંઘવી – રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
જગદીશ વિશ્વકર્મા (પંચાલ) – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
પરષોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુ ખાબડ – પંચાયત, કૃષિ
મૂકેશભાઇ જે. પટેલ- વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
પ્રફુલ્લભાઇ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમાર- અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજીભાઇ હળપતી- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
રાજ્ય સરકારમાં 2 પ્રવક્તા મંત્રીની નિમણૂક કરાઈ
કનુભાઈ દેસાઈ
ઋષિકેશ પટેલ
નવા પ્રધાન મંડળમાં નવા જૂનાનો તાલમેલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કુળના ત્રણ મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે.મધ્ય અને ઉત્તર ગુજરાતના ત્રણ ત્રણ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રુપાણી સરકારના ત્રણ જૂના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યુ છે.
————–
Dec 29, 2022 | 8:15 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના 182 મતક્ષેત્રમાં જીતેલા ઉમેદવારોને મળેલા મત અંગેનો એક રિપોર્ટ ADR દ્વારા બનાવવામાં આવેલ છે. 2022 માં 65 ટકા મતદારોએ મતદાન કર્યું જ્યારે 2017 માં 69 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જેમા 182 જીતેલા ઉમેદવારોને કુલ મતના 53.48 ટકા મત મળ્યા છે જ્યારે 2017 માં આ ટકાવારી 52.88 ટકા હતી. જ્યારે 182 માંથી 108 ઉમેદવારોને તેમના કુલ મતદાનના 50 ટકા થી વધુ મત મળ્યા. તેમજ જીતેલા 182 MLAમાંથી 40 MLA ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
182 MLA પૈકી 44 MLA ને તેમના મતક્ષેત્રના 30 ટકા થી પણ ઓછા મત મળ્યા
તેમજ જીતેલા 182 MLA માં 152 કરોડપતિ MLA છે, તેમના માંથી 91(60 ટકા) તેમના મતક્ષેત્રમાં થયેલ મતદાનના 50 ટકા થી વધુ મત મળ્યા.તમામ જીતેલા MLA ને મળેલા મતની સંખ્યા જોઈએ તો તે કુલ મતદારોના 35 ટકા થાય છે. એટ્લે MLA ને મળેલા સરેરાશ મત કુલ નોંધાયેલા મતના 35 ટકા છે. 2017 માં આ ટકાવારી 36 ટકા હતી. જીતેલા કુલ 182 MLA પૈકી 44 MLA ને તેમના મતક્ષેત્રના 30 ટકા થી પણ ઓછા મત મળ્યા છે.
8 MLAનું જીતનું માર્જિન 60 ટકાથી વધુ
જ્યારે જીતેલા ધારાસભ્યોના જીતના માર્જિનની વાત કરીએ તો 2 MLA વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર અને વિમલભાઈ કે ચુડાસમા સોમનાથ 1000 થી ઓછી માર્જિનથી જીત્યા છે. જ્યારે 8 MLA નું જીતનું માર્જિન 60 ટકા થી વધુ છે. (હર્ષદભાઈ આર પટેલ (સાબરમતી), જીતેન્દ્રકુમાર આર પટેલ (નારણ પૂરા) યોગેશભાઈ નારણદાસ પટેલ (માંજલપુર) પુર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), ફતેહસિંગ વખતસિંહ ચૌહાણ (કલોલ- પંચમહાલ), હર્ષ સંઘવી (મજુરા), ભુપેન્દ્રભાઈ પટેલ (ઘાટલોડીયા), અમિત શાહ (એલિસબ્રિજ)
અમિત શાહ અને ભીખુભાઈ હરગોવિંદ ભાઈ દવે 71 ટકા માર્જિનથી જીત્યા
જ્યારે 40 MLA માંથી 28 MLA સામે સ્વચ્છ છબી વાળા ઉમેદવાર સામે જીત્યા. 28 માંથી 4 MLA ને 35 ટકા વધુ માર્જિન મળ્યું છે. અમિત શાહ, એલીસ બ્રિજ MLA (1 ગુનો દાખલ થયેલ છે) ભીખુભાઈ હરગોવિંદ ભાઈ દવે (કોઈ ગુનો દાખલ થયેલ નથી) ની સામે 71 ટકા માર્જિનથી જીત્યા. કુલ 151 કરોડપતિ MLA માંથી 38 MLA ની સામેનો ઉમેદવાર કરોડપતિ ન હતા. અને તેમાંથી 4 MLA 50 ટકા થી વધુ માર્જિનથી જીત્યા છે. તેમાં પુર્ણેશ મોદી (સુરત પશ્ચિમ) 64 ટકા માર્જિન થી જીત્યા તેમની સામે સંજય આર શાહ જે 33 લાખ મિલકત ધરાવતા હતા.
3 મહિલા MLA 50 ટકાથી વધુ માર્જિનથી જીત્યા
182 MLA માંથી 15 મહિલા એમએલએ છે. તેમાંથી 3 મહિલા MLA 50 ટકા થી વધુ માર્જિનથી જીત્યા છે. મનીષા વકીલ (વડોદરા શહેર) ને 71 ટકા મત મળ્યા છે. એમની જીતનું માર્જિન 53 ટકા છે. ફરીથી ચૂંટાયેલા તમામ 74 MLA માંથી 46 MLA ને 50 ટકા થી વધુ મત મળ્યા છે. 15 ફરીથી ચૂંટાયેલા MLA 10 ટકા ઓછા માર્જિન થી મળેલા છે. જ્યારે 7 MLA એવા છે, 50 ટકા થી વધુ માર્જિન થી જીત્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 3, 18, 27,563 માંથી 5, 01,202 (1.57%) મત નોટાને ફાળે ગયા છે . (ટીવી9થી સાભાર)
————-